Bruhad Dravya Sangrah (Gujarati). Sarvagyanee Siddhi Ange Charcha.

< Previous Page   Next Page >


Page 232 of 272
PDF/HTML Page 244 of 284

 

background image
ધાતુઓથી રહિત, હજારો સૂર્ય સમાન દેદીપ્યમાન એવા પરમ ઔદારિક શરીરવાળા હોવાથી
શુભદેહમાં બિરાજમાન છે.
‘‘सुद्धो’’‘‘क्षुधा तृषा भयं द्वेषो रागो मोहश्च चिन्तनम् जरा रुजा
च मृत्युश्च खेदः स्वेदो मदोऽरतिः ।। विस्मयो जननं निद्रा विषादोऽष्टादश स्मृताः एतैर्दोषैर्विनिर्मुक्तः
सोऽयमाप्तो निरञ्जनः ।।’’ [અર્થઃક્ષુધા, તૃષા, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, વૃદ્ધાવસ્થા,
રોગ, મૃત્યુ, ખેદ, સ્વેદ (પરસેવો), મદ, અરતિ, વિસ્મય, જન્મ, નિદ્રા અને વિષાદ
અઢાર દોષ રહિત નિરંજન પરમાત્મા તે આપ્ત છે.]આ બે શ્લોકમાં કહેલ અઢાર દોષોથી
રહિત હોવાને કારણે ‘શુદ્ધ’ છે. ‘‘अप्पा’’ આવા વિશિષ્ટ ગુણોવાળો આત્મા છે. ‘‘अरिहो’’
‘અરિ’ શબ્દથી વાચ્ય મોહનીય કર્મનો, ‘रज’ શબ્દથી વાચ્ય જ્ઞાનાવરણ અને દર્શનાવરણ
એ બે કર્મોનો અને ‘रहस्य’ શબ્દથી વાચ્ય અન્તરાયકર્મનોએમ ચારે કર્મોનો નાશ કરવાને
લીધે ઇન્દ્ર આદિ દ્વારા રચેલ ગર્ભાવતાર, જન્માભિષેક, તપ, કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને
નિર્વાણ નામના પાંચ મહા કલ્યાણકરૂપ પૂજાને યોગ્ય છે તે કારણે ‘અર્હન્’ કહેવાય છે.
‘विचिन्तिज्जो’ હે ભવ્યો! તમે ઉપરોક્ત વિશેષણોથી વિશિષ્ટ, આપ્તકથિત આગમ આદિ
ગ્રન્થોમાં કહેલ વીતરાગ, સર્વજ્ઞ આદિ એક હજાર આઠ નામવાળા અર્હંત્ જિનભટ્ટારકનું
પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ ધ્યાનમાં સ્થિત થઈને, વિશેષપણે ચિંતવન કરો, ધ્યાન કરો!
અહીં, ભટ્ટ અને ચાર્વાક મતનો આશ્રય લઈને શિષ્ય પૂર્વપક્ષ કરે છે કે
व्यवहारेण सप्तधातुरहितदिवाकरसहस्रभासुरपरमौदारिकशरीरत्वात् शुभदेहस्थः ‘‘सुद्धो’’
‘क्षुधा तृषा भयं द्वेषो रागो मोहश्च चिन्तनम् जरा रुजा च मृत्युश्च खेदः स्वेदो
मदोऽरतिः ।।।। विस्मयो जननं निद्रा विषादोऽष्टादश स्मृताः एतैर्दोषैर्विनिर्मुक्तः सो
अयमाप्तो निरञ्जनः ।।।।’’ इति श्लोकद्वयकथिताष्टादशदोषरहितत्वात् शुद्धः ‘‘अप्पा’’
एवं गुणविशिष्ट आत्मा ‘‘अरिहो’’ अरिशब्दवाच्यमोहनीयस्य, रजःशब्दवाच्यज्ञानदर्शनावरण-
द्वयस्य, रहस्यशब्दवाच्यान्तरायस्य च हननाद्विनाशात् सकाशात् इन्द्रादिविनिर्मितां
गर्भावतरणजन्माभिषेकनिःक्रमणकेवलज्ञानोत्पत्तिनिर्वाणाभिधानपञ्चमहाकल्याणरूपां पूजामर्हति
योग्यो भवति तेन कारणेन अर्हन् भण्यते
‘‘विचिन्तिज्जो’’ इत्युक्तविशेषणै-
र्विशिष्टमाप्तागमप्रभृतिग्रन्थकथितवीतरागसर्वज्ञाद्यष्टोत्तरसहस्रनामानमर्हंतं जिनभट्टारकं पदस्थ-
पिंडस्थरूपस्थध्याने स्थित्वा विशेषेण चिन्तयत ध्यायत हे भव्या यूयमिति
अत्रावसारे भट्टचार्वाकमतं गृहीत्वा शिष्यः पूर्वपक्षं करोति नास्ति सर्वज्ञोऽनुपलब्धेः
૧. શ્રી આપ્તસ્વરૂપ ગાથા ૧૫૧૬.
૨૩૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ