‘સર્વજ્ઞ નથી, કેમ કે તેની અનુપલબ્ધિ (અપ્રાપ્તિ) છે (અર્થાત્ જાણવામાં આવતા નથી),
ગધેડાનાં શિંગડાંની માફક.’ તેનો પ્રત્યુત્તરઃ — સર્વજ્ઞની પ્રાપ્તિ શું આ દેશ અને આ
કાળમાં નથી કે સર્વદેશ અને સર્વકાળમાં નથી? જો આ દેશ અને આ કાળમાં નથી,
એમ કહો તો અમે પણ તે માનીએ જ છીએ. જો તમે એમ કહો કે ‘સર્વદેશ અને
સર્વકાળમાં સર્વજ્ઞની પ્રાપ્તિ નથી’ તો ત્રણ લોક અને ત્રણ કાળ સર્વજ્ઞ વિનાના તમે
કેવી રીતે જાણ્યા? જો તમે કહો કે અમે જાણ્યા છે તો તમે જ સર્વજ્ઞ થયા. અને
જો તમે જાણ્યા ન હોય તો પછી નિષેધ કેવી રીતે કરો છો? ત્યાં દ્રષ્ટાંત છેઃ —
જેમ કોઈ નિષેધ કરનાર મનુષ્ય, ઘટના આધારભૂત પૃથ્વીને આંખોથી ઘટરહિત જોઈને
પછી કહે કે આ પૃથ્વી ઉપર ઘટ નથી તો તેનું કહેવું બરાબર છે; પણ જેને આંખ
નથી તેનું એમ કહેવું અયોગ્ય જ છે; તેવી જ રીતે જે ત્રણ લોક અને ત્રણ કાળને
સર્વજ્ઞ રહિત જાણે છે તેનું એમ કહેવું કે ‘ત્રણ લોક અને ત્રણ કાળમાં સર્વજ્ઞ નથી’
તે યોગ્ય છે. પણ જે ત્રણ લોક અને ત્રણ કાળને જાણે છે તે સર્વજ્ઞનો નિષેધ કોઈ
પણ રીતે કરતો નથી. કેમ નથી કરતો? ત્રણ લોક અને ત્રણ કાળને જાણવાથી તે
પોતે સર્વજ્ઞ થયો, તેથી તે સર્વજ્ઞનો નિષેધ કરતો નથી.
खरविषाणवत् ? तत्र प्रत्युत्तरम् — किमत्र देशेऽत्र काले अनुपलब्धिः, सर्वदेशे काले वा ।
यदत्र देशेऽत्र काले नास्ति तदा सम्मत एव । अथ सर्वदेशकाले नास्तीति भण्यते तज्जगत्त्रयं
कालत्रयं सर्वज्ञरहितं कथं ज्ञातं भवता । ज्ञातं चेत्तर्हि भवानेव सर्वज्ञः । अथ न ज्ञातं तर्हि
निषेधः कथं क्रियते ? तत्र दृष्टान्त : — यथा कोऽपि निषेधको घटस्याधारभूतं घटरहितं
भूतलं चक्षुषा दृष्ट्वा पश्चाद्वदत्यत्र भूतले घटो नास्तीति युक्तम्; यस्तु चक्षुः रहितस्तस्य
पुनरिदं वचनमयुक्तम् । १तथैव यस्तु जगत्त्रयं कालत्रयं सर्वज्ञरहितं जानाति तस्य जगत्त्रये
कालत्रयेऽपि सर्वज्ञो नास्तीति वक्तुं युक्तं भवति, यस्तु जगत्त्रयं कालत्रयं २जानाति स
सर्वज्ञनिषेधं कथमपि न करोति । कस्मादिति चेत् ? ३जगत्त्रयकालत्रयपरिज्ञानेन स्वयमेव
सर्वज्ञत्वादिति ।
१. तथा योसौ जगत्त्रय कालत्रय सर्वज्ञरहितं प्रत्यक्षेण जानाति स एव सर्वज्ञनिषेधे समर्थो, न चान्योन्ध इव,
यस्तु जगत्त्रयं कालत्रयं जानाति स सर्वज्ञनिषेधं कथमपि न करोति । कस्मात् ?
जगत्त्रयकालत्रयविषयपरिज्ञान सहितत्वेन स्वमेव सर्वज्ञत्वादिति । (पंचास्तिकाय तात्पर्यवृत्तिः गा० २९)
२. ‘न जानाति’ इति पाठान्तरं ।
३. ‘किं भवतामनुपलब्धेः जगत्त्रय’ इति पाठान्तरं ।
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૩૩