સર્વજ્ઞના નિષેધમાં ‘સર્વજ્ઞની અનુપલબ્ધિ’ એવું જે હેતુવાક્ય છે તે પણ યોગ્ય નથી.
કેમ યોગ્ય નથી? શું આપને સર્વજ્ઞની અનુપલબ્ધિ (અપ્રાપ્તિ) છે કે ત્રણ લોક અને ત્રણ
કાળના પુરુષોને અનુપલબ્ધિ છે? જો આપને જ સર્વજ્ઞની અનુપલબ્ધિ હોય તો એટલાથી
જ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થતો નથી, કેમકે જેમ પરના મનના વિચાર તથા પરમાણુ આદિ
સૂક્ષ્મ પદાર્થોની આપને અનુપલબ્ધિ છે, તોપણ તેમનો અભાવ સિદ્ધ થતો નથી. અથવા
જો ત્રણ લોક અને ત્રણ કાળના પુરુષોને સર્વજ્ઞની અનુપલબ્ધિ છે, તો આપે તે કેવી રીતે
જાણ્યું? જો તમે કહો કે ‘અમે તે જાણ્યું છે’ તો આપ જ સર્વજ્ઞ થયા — એમ પહેલાં
કહેવાઈ ગયું છે. એ પ્રમાણે હેતુમાં દૂષણ છે — એમ જાણવું.
સર્વજ્ઞના અભાવની સિદ્ધિમાં જે ‘ગધેડાનાં શિંગડાં’ — નું દ્રષ્ટાંત આપ્યું હતું તે પણ
બરાબર નથી. ગધેડાને શિંગડાં નથી પણ ગાય વગેરેને શિંગડાં છે, શિંગડાંનો અત્યંત
અભાવ નથી તેમ સર્વજ્ઞનો અમુક દેશ અને કાળમાં અભાવ હોવા છતાં પણ સર્વથા અભાવ
નથી. એ રીતે દ્રષ્ટાંતમાં દોષ કહ્યો. પ્રશ્નઃ — આપે સર્વજ્ઞની બાબતમાં બાધક પ્રમાણનું
તો ખંડન કર્યું, પરંતુ સર્વજ્ઞના સદ્ભાવને સિદ્ધ કરનાર પ્રમાણ કયું છે?
ઉત્તરઃ — ‘કોઈ પુરુષ સર્વજ્ઞ છે’ એ વાક્યમાં ‘પુરુષ’ ધર્મી છે અને ‘સર્વજ્ઞ છે’
તે સાધ્ય ( – જેની સિદ્ધિ કરવાની છે એવો) ધર્મ છે. એ રીતે ‘કોઈ પુરુષ સર્વજ્ઞ છે’ એ
વાક્ય ધર્મી અને ધર્મના સમુદાયરૂપે પક્ષવચન છે. ‘શા કારણથી? (અર્થાત્ કોઈ પુરુષ
अथोक्तमनुपलब्धेरिति हेतुवचनं तदप्ययुक्तम् । कस्मादिति चेत् — किं
भवतामनुपलब्धिः, किं जगत्त्रयकालत्रयवर्त्तिपुरुषाणां वा ? यदि भवतामनुपलब्धिस्तावता
सर्वज्ञाभावो न सिध्यति, भवद्भिरनुपलभ्यमानानां परकीयचित्तवृत्तिपरमाण्वादिसूक्ष्म-
पदार्थानामिव । अथवा जगत्त्रयकालत्रयवर्त्तिपुरुषाणामनुपलब्धिस्तत्कथं ज्ञातं भवद्भिः । ज्ञातं
चेत्तर्हि भवन्त एव सर्वज्ञा इति पूर्वमेव भणितं तिष्ठति । इत्यादिहेतुदूषणं ज्ञातव्यम् । यथोक्तं
खरविषाणवदिति दृष्टान्तवचनम् तदप्यनुचितम् । खरे विषाणं नास्ति गवादौ
तिष्ठतीत्यत्यन्ताभावो नास्ति यथा तथा सर्वज्ञस्यापि नियतदेशकालादिष्वभावेऽपि सर्वथा
नास्तित्वं न भवति इति दृष्टान्तदूषणं गतम् ।
अथ मतं — सर्वज्ञविषये बाधकप्रमाणं निराकृतं भवद्भिस्तर्हि सर्वज्ञसद्भावसाधकं प्रमाणं
किम् ? इति पृष्टे प्रत्युत्तरमाह — कश्चित् पुरुषो धर्मो, सर्वज्ञो भवतीति साध्यते धर्मः, एवं
धर्मिधर्मसमुदायेन पक्षवचनम् । कस्मादिति चेत्, पूर्वोक्तप्रकारेण बाधकप्रमाणाभावादिति
૨૩૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ