ગુણસ્થાનોમાં હોય છે, અને ક્ષપકશ્રેણીની વિવક્ષામાં અપૂર્વકરણ – ક્ષપક, અનિવૃત્તિકરણ –
ક્ષપક અને સૂક્ષ્મસાંપરાય – ક્ષપક — એ ત્રણ ગુણસ્થાનોમાં હોય છે. એ રીતે પ્રથમ
શુક્લધ્યાનનું વ્યાખ્યાન થયું.
નિજ શુદ્ધાત્મદ્રવ્યમાં અથવા વિકાર રહિત આત્મસુખના અનુભવરૂપ પર્યાયમાં
અથવા ઉપાધિરહિત સ્વસંવેદન ગુણમાં – આ ત્રણેમાંથી જે એકમાં (દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં)
પ્રવૃત્ત હોય તેમાં જ વિતર્ક નામના સ્વસંવેદન લક્ષણવાળા ભાવશ્રુતના બળથી સ્થિર થઈને
અવિચારરૂપ હોય છે એટલે દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં પરાવર્તન કરતું નથી; તે
‘‘એકત્વવિતર્કઅવિચાર’’ નામનું ક્ષીણકષાય નામના ગુણસ્થાનમાં હોતું બીજું શુક્લધ્યાન
કહેવાય છે. આ બીજા શુક્લધ્યાનથી જ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે.
હવે, સૂક્ષ્મકાયની ક્રિયાના વ્યાપારરૂપ અને અપ્રતિપાતિ (ન પડે તેવું) એવું
‘‘સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ’’ નામનું ત્રીજું શુક્લધ્યાન છે. તે ઉપચારથી ‘સયોગિકેવળી જિન’
ગુણસ્થાનમાં હોય છે.
વિશેષપણે ઉપરત અર્થાત્ નિવૃત્ત થઈ છે ક્રિયા જેમાંથી તે ‘વ્યુપરતક્રિય’ છે.
વ્યુપરતક્રિય હોય, (સર્વ ક્રિયાની નિવૃત્તિ થઈ હોય) અને અનિવૃત્તિ હોય અર્થાત્ મુક્તિ
ન થઈ હોય, તે ‘‘વ્યુપરતક્રિયાનિવૃત્તિ’’ નામનું ચોથું શુક્લધ્યાન છે. તે ઉપચારથી
‘અયોગિકેવળી જિન’ ગુણસ્થાનમાં હોય છે. એ રીતે સંક્ષેપમાં આગમભાષાએ જુદા જુદા
પ્રકારનાં ધ્યાનોનું વ્યાખ્યાન કર્યું.
करणक्षपकानिवृत्तिकरणक्षपकसूक्ष्मसाम्परायक्षपकाभिधानगुणस्थानत्रये चेति प्रथमं शुक्लध्यानं
ब्याख्यातम् ।
निजशुद्धात्मद्रव्ये वा निर्विकारात्मसुखसंवित्तिपर्याये वा निरुपाधिस्वसंवेदनगुणे वा
यत्रैकस्मिन् प्रवृत्तं तत्रैव वितर्कसंज्ञेन स्वसंवित्तिलक्षणभावश्रुतबलेन स्थिरीभूयावीचारं
गुणद्रव्यपर्यायपरावर्त्तनं न करोति यत्तदेकत्ववितर्कावीचारसंज्ञं क्षीणकषायगुणस्थानसम्भवं
द्वितीयं शुक्लध्यानं भण्यते । तेनैव केवलज्ञानोत्पत्तिः इति । अथ सूक्ष्मकायक्रियाव्यापाररूपं
च तदप्रतिपाति च सूक्ष्मक्रियाप्रतिपातिसंज्ञं तृतीयं शुक्लध्यानम् । तच्चोपचारेण
सयोगिकेवलिजिने भवतीति । विशेषेणोपरता निवृत्ता क्रिया यत्र तद् व्युपरतक्रियं च तदनिवृत्ति
चानिवर्तकं च तद्व्युपरतक्रियानिवृत्तिसंज्ञं चतुर्थं शुक्लध्यानं । तच्चोपचारेणायोगिकेवलिजिने
भवतीति । इति संक्षेपेणागमभाषया विचित्रध्यानं व्याख्यातम् ।
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૨૫