પણ અનાદિ કર્મબંધના વશે પાપના ઉદયથી નારક આદિનાં દુઃખરૂપ ફળનો અનુભવ કરે
છે અને પુણ્યના ઉદયથી દેવાદિનાં સુખરૂપ ફળને ભોગવે છે, એવી વિચારણાને
‘વિપાકવિચય’ નામનું ત્રીજું ધર્મધ્યાન જાણવું. પહેલાં કહેલી લોક – અનુપ્રેક્ષાના ચિંતનને
‘સંસ્થાનવિચય’ નામનું ચોથું ધર્મધ્યાન કહે છે.
હવે, પૃથકત્વવિતર્કવિચાર, એકત્વવિતર્કઅવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને
વ્યુપરતક્રિયાનિવૃત્તિ નામના ચાર પ્રકારના શુક્લધ્યાનનું કથન કરે છે. તે આ પ્રમાણે —
પ્રથમ પૃથક્ત્વવિતર્કવિચાર નામના શુક્લધ્યાનનું કથન કરે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયના
ભિન્નપણાને ‘પૃથક્ત્વ’ કહે છે. સ્વ શુદ્ધાત્માની અનુભૂતિ જેનું લક્ષણ છે તેવા ભાવશ્રુતને
અને તેના (સ્વશુદ્ધાત્માના) વાચક અંતર્જલ્પરૂપ વચનને ‘વિતર્ક’ કહે છે. ઇચ્છા વિના એક
અર્થથી બીજા અર્થમાં, એક વચનથી બીજા વચનમાં, મન – વચન – કાય એ ત્રણ યોગોમાંથી
કોઈ એક યોગમાંથી બીજા યોગમાં જે પરિણમન (પલટવું તે) થાય છે તેને ‘વિચાર’ કહે
છે. એનો અર્થ આ પ્રમાણે છે — જોકે ધ્યાન કરનાર પુરુષ નિજ શુદ્ધાત્માનું સંવેદન છોડીને
બાહ્ય પદાર્થોનું ચિંતન કરતો નથી, તોપણ જેટલા અંશે તેને સ્વરૂપમાં સ્થિરતા નથી તેટલા
અંશે ઇચ્છા વિના વિકલ્પો ઉત્પન્ન થાય છે તે કારણે આ ધ્યાનને ‘પૃથકત્વવિતર્કવિચાર’
કહેવાય છે. આ પ્રથમ શુક્લધ્યાન ઉપશમ શ્રેણીની વિવક્ષામાં અપૂર્વકરણ – ઉપશમક,
અનિવૃત્તિકરણ – ઉપશમક, સૂક્ષ્મસાંપરાય – ઉપશમક અને ઉપશાન્તકષાય — એ ચાર
पश्चादनादिकर्मबन्धवशेन पापस्योदयेन नारकादिदुःखविपाकफलमनुभवति, पुण्योदयेन
देवादिसुखविपाकमनुभवतीति विचारणं विपाकविचयं विज्ञेयम् । पूर्वोक्तलोकानुप्रेक्षाचिन्तनं
संस्थानविचयम् । इति चतुर्विधं धर्मध्यानं भवति ।
अथ पृथक्त्ववितर्कवीचारं एकत्ववितर्कावीचारं सूक्ष्मक्रियाप्रतिपातिसंज्ञं
व्युपरतक्रियानिवृत्तिसंज्ञं चेति भेदेन चतुर्विधं शुक्लध्यानं कथयति । तद्यथा — पृथक्त्व-
वितर्कविचारं तावत्कथ्यते । द्रव्यगुणपर्यायाणां भिन्नत्वं पृथक्त्वं भण्यते, स्वशुद्धात्मानुभूतिलक्षणं
भावश्रुतं तद्वाचकमन्तर्जल्पवचनं वा वितर्को भण्यते, अनीहितवृत्त्यार्थान्तरपरिणमनम्
वचनाद्वचनान्तरपरिणमनम् मनोवचनकाययोगेषु योगाद्योगान्तरपरिणमनं वीचारो भण्यते ।
अयमत्रार्थः — यद्यपि ध्याता पुरुषः स्वशुद्धात्मसंवेदनं विहाय बहिश्चिन्तां न करोति तथापि
यावतांशेन स्वरूपे स्थिरत्वं नास्ति तावतांशेनानीहितवृत्त्या विकल्पाः स्फु रन्ति, तेन कारणेन
पृथक्त्ववितर्कवीचारं ध्यानं भण्यते । तच्चोपशमश्रेणिविवक्षायामपूर्वोपशमकानिवृत्त्युपशम-
वसूक्ष्मसाम्परायोपशमकोपशान्तकषायपर्यन्तगुणस्थानचतुष्टये भवति । क्षपकश्रेण्यां पुनरपूर्व-
૨૨૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ