કારણ થતું નથી. પ્રશ્નઃ — કેમ કારણ થતું નથી? ઉત્તરઃ — ‘નિજ શુદ્ધાત્મતત્ત્વ જ ઉપાદેય
છે’ એવા વિશિષ્ટ ભેદજ્ઞાનના બળથી નરકગતિના કારણભૂત તીવ્ર સંક્લેશભાવનો તેમને
અભાવ છે, તેથી.
હવે, આગળ આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિત્યાગરૂપ આજ્ઞાવિચય, અપાયવિચય,
વિપાકવિચય અને સંસ્થાનવિચય નામના ચાર ભેદવાળું, તારતમ્યવૃદ્ધિક્રમે અસંયત
સમ્યગ્દ્રષ્ટિ, દેશવિરત, પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત — એ ચાર ગુણસ્થાનવાળા જીવોને
સંભવતું, મુખ્યપણે પુણ્યબંધનું કારણ હોવા છતાં પણ પરંપરાએ મોક્ષના કારણભૂત એવું
ધર્મધ્યાન હવે કહેવાય છે. તે આ પ્રમાણેઃ — પોતે મંદબુદ્ધિ હોય અને વિશિષ્ટ જ્ઞાની ગુરુની
પ્રાપ્તિ ન હોય ત્યારે શુદ્ધ જીવાદિ પદાર્થો સૂક્ષ્મ હોવાથી, ‘‘सूक्ष्मं जिनोदितं वाक्यं हेतुभिर्यन्न
हन्यते । आज्ञासिद्धं तु तद्ग्राह्यं नान्यथावादिनो जिनाः ।।’’ [અર્થઃ — શ્રી જિનેન્દ્રનું કહેલું જે
સૂક્ષ્મ તત્ત્વ છે તે હેતુઓથી ખંડિત થતું નથી, માટે જે સૂક્ષ્મ તત્ત્વ છે તેને જિનેન્દ્રદેવની
આજ્ઞા પ્રમાણે ગ્રહણ કરવું જોઈએ, કેમ કે શ્રી જિનેન્દ્રદેવ અન્યથાવાદી હોતા૧ નથી.] —
એ શ્લોકમાં કહ્યા પ્રમાણે પદાર્થનો નિશ્ચય કરવો તે ‘આજ્ઞાવિચય’ નામનું પ્રથમ ધર્મધ્યાન
કહેવાય છે. તેવી જ રીતે ભેદાભેદ રત્નત્રયની ભાવનાના બળથી અમારા અથવા અન્ય
જીવોનાં કર્મોનો નાશ ક્યારે થશે, એ પ્રકારનું ચિંતન તેને ‘અપાયવિચય’ નામનું બીજું
ધર્મધ્યાન જાણવું. શુદ્ધ નિશ્ચયનયથી આ જીવ શુભાશુભ કર્મોના ઉદયથી રહિત છે, છતાં
चेत् ? निजशुद्धात्मतत्त्वमेवोपादेयमिति विशिष्टभेदज्ञानबलेन तत्कारणभूततीव्रसंक्लेशा-
भावादिति ।
अतः परम् आर्त्तरौद्रपरित्यागलक्षणमाज्ञापायविपाकसंस्थानविचयसंज्ञचतुर्भेदभिन्नं,
तारतम्यवृद्धिक्रमेणासंयतसम्यग्दृष्टि देशविरतप्रमत्तसंयताप्रमत्ताभिधान चतुर्गुणस्थानवर्त्तिजीव-
सम्भवं, मुख्यवृत्त्या पुण्यबन्धकारणमपि परम्परया मुक्तिकारणं चेति धर्मध्यानं कथ्यते ।
तथाहि — स्वयं मन्दबुद्धित्वेऽपि विशिष्टोपाध्यायाभावे अपि शुद्धजीवादिपदार्थानां सूक्ष्मत्वेऽपि
सति ‘‘सूक्ष्मं जिनोदितं वाक्यं हेतुभिर्यन्न हन्यते । आज्ञासिद्धं तु तद्ग्राह्यं नान्यथावादिनो
जिनाः ।।१।।’’ इति श्लोककथितक्रमेण पदार्थनिश्चयकरणमाज्ञाविचयध्यानं भण्यते । तथैव
भेदाभेदरत्नत्रयभावनाबलेनास्माकं परेषां वा कदा कर्मणामपायो विनाशो भविष्यतीति
चिन्तनमपायविचयं ज्ञातव्यम् । शुद्धनिश्चयेन शुभाशुभकर्मविपाकरहितोऽप्ययं जीवः
૧. શ્રી આલાપ પદ્ધતિ ૫.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૨૩