અનુભવમાં તમે સ્થિર – નિશ્ચલ ચિત્ત ઇચ્છતા હો તો. શા માટે સ્થિર ચિત્ત ઇચ્છતા હો?
‘‘विचित्त झाणप्पसिद्धीए’’ ‘વિચિત્ત’ અર્થાત્ અનેક પ્રકારના ધ્યાનની પ્રસિદ્ધિને માટે; અથવા
જે ધ્યાનમાંથી, ચિત્ત વિગત ( – નષ્ટ) થયું હોય અર્થાત્ ચિત્તમાં ઉત્પન્ન થતી શુભાશુભ
વિકલ્પજાળ નષ્ટ થઈ હોય, તે ‘વિચિત્ત’ ધ્યાન છે, એવા ‘વિચિત્ત ધ્યાન’ની સિદ્ધિને માટે.
હવે, પ્રથમ જ આગમભાષાએ તે જ ધ્યાનના અનેક પ્રકારના ભેદોનું કથન કરવામાં
આવે છે. તે આ પ્રમાણે છે — ઇષ્ટ-વિયોગ, અનિષ્ટ - સંયોગ અને રોગ — એ ત્રણેને દૂર
કરવામાં અને ભોગનાં કારણોમાં વાંછારૂપ — એમ ચાર પ્રકારનું આર્ત્તધ્યાન છે. તે
આર્ત્તધ્યાન તારતમ્યતાથી મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનથી માંડીને છઠ્ઠા ગુણસ્થાન સુધીના જીવોને
સંભવે છે. તે આર્ત્તધ્યાન જોકે મિથ્યાદ્રષ્ટિ જીવોને તિર્યંચગતિના બંધનું કારણ થાય છે,
તોપણ જે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પહેલાં તિર્યંચનું આયુષ્ય બંધાઈ ગયું હોય, તે
સિવાયના અન્ય સમ્યગ્દ્રષ્ટિને તે આર્ત્તધ્યાન તિર્યંચગતિનું કારણ થતું નથી. પ્રશ્નઃ — કેમ
કારણ થતું નથી? ઉત્તરઃ — ‘સ્વ શુદ્ધાત્મા જ ઉપાદેય છે’ એવી વિશિષ્ટ ભાવનાના બળથી
તિર્યંચ ગતિના કારણભૂત સંક્લેશ ભાવનો તેમને અભાવ છે, તેથી.
હવે, રૌદ્રધ્યાનનું કથન કરે છેઃ હિંસામાં આનંદ, જૂઠું બોલવામાં આનંદ, ચોરીમાં
આનંદ અને વિષયોનું સંરક્ષણ કરવામાં આનંદથી ઉત્પન્ન થતું ચાર પ્રકારનું રૌદ્રધ્યાન છે.
તે રૌદ્રધ્યાન તારતમ્યતાથી મિથ્યાદ્રષ્ટિથી માંડીને પાંચમા ગુણસ્થાન સુધીના જીવોને સંભવે
છે. તે રૌદ્રધ્યાન મિથ્યાદ્રષ્ટિ જીવોને નરકગતિનું કારણ છે, તોપણ જે જીવે સમ્યક્ત્વ પ્રાપ્ત
કર્યા પહેલાં નરકનું આયુષ્ય બાંધ્યું હોય તે સિવાયના અન્ય સમ્યગ્દ્રષ્ટિઓને તે નરકગતિનું
किमर्थम् ? ‘‘विचित्तझाणप्पसिद्धीए’ विचित्रं नानाप्रकारं यद्ध्यानं तत्प्रसिद्ध्यै निमित्तं । अथवा
विगतं चित्तं चित्तोद्भवशुभाशुभविकल्पजालं यत्र तद्विचित्तं ध्यानम् तदर्थमिति ।
इदानीं तस्यैव ध्यानस्य तावदागमभाषया विचित्रभेदाः कथ्यन्ते । तथाहि —
इष्टवियोगानिष्टसंयोगव्याधिप्रतीकारभोगनिदानेषु वाञ्छारूपं चतुर्विधमार्त्तध्यानम् । तच्च
तारतम्येन मिथ्यादृष्ट्यादिषट्गुणस्थानवर्तिजीवसम्भवम् । यद्यपि मिथ्यादृष्टीनां तिर्यग्गतिकारणं
भवति तथापि बद्धायुष्कं विहाय सम्यग्दृष्टीनां न भवति । कस्मादिति चेत् ?
स्वशुद्धात्मैवोपादेय इति विशिष्टभावनाबलेन तत्कारणभूतसंक्लेशाभावादिति ।
अथ रौद्रध्यानं कथ्यते — हिंसानन्दमृषानन्दस्तेयानन्दविषयसंरक्षणानन्दप्रभवं रौद्रं
चतुविधम् । तारतम्येन मिथ्यादृष्टयादिपञ्चमगुणस्थानवर्त्तिजीवसम्भवम् । तच्च मिथ्यादृष्टीनां
नरकगतिकारणमपि बद्धायुष्कं विहाय सम्यग्दृष्टीनां तत्कारणं न भवति । तदपि कस्मादिति
૨૨૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ