હવે, ધ્યાતા – પુરુષનું (ધ્યાન કરનાર પુરુષનું) લક્ષણ કહે છેઃ —
ગાથા ૪૮
ગાથાર્થઃ — જો તમે વિચિત્ર (અનેક પ્રકારના) અથવા વિચિત્ત (વિકલ્પજાળ
રહિત) ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તને સ્થિર કરવા ઇચ્છતા હો, તો ઇષ્ટ અને અનિષ્ટ
ઇન્દ્રિય – વિષયોમાં મોહ, રાગ અને દ્વેષ ન કરો.
ટીકાઃ — ‘‘मा मुज्झह मा रज्जह मा दूसह’’ સમસ્ત મોહ – રાગ – દ્વેષજનિત
વિકલ્પજાળથી રહિત નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન પરમાનંદ જેનું એક લક્ષણ
છે, એવા સુખામૃતના રસથી ઉત્પન્ન થયેલ અને તે જ પરમાત્મસુખના આસ્વાદમાં લીન –
તન્મયરૂપ જે પરમકળા અર્થાત્ પરમ સંવિત્તિ, તેમાં સ્થિર થઈને હે ભવ્ય જીવો! મોહ,
રાગ અને દ્વેષ ન કરો. ક્યા વિષયોમાં? ‘‘इट्ठणिट्ठअट्ठेसु’’ માળા, સ્ત્રી, ચન્દન, તાંબૂલ આદિ
ઇષ્ટ ઇન્દ્રિયવિષયોમાં અને સાપ, વિષ, કંટક, શત્રુ, રોગ વગેરે અનિષ્ટ ઇન્દ્રિયવિષયોમાં.
શું ઇચ્છતા હો તો રાગ – દ્વેષ ન કરવા? ‘‘थिरमिच्छहि जइ चित्तं’’ જો તે જ પરમાત્માના
अथ ध्यातृ – पुरुषलक्षणं कथयति : —
मा मुज्झह मा रज्जह मा दूसह इट्ठणिट्ठअट्ठेसु ।
थिरमिच्छहि जइ चित्तं विचित्तझाणप्पसिद्धीए ।।४८।।
मा मुह्यत मा रज्यत मा द्विष्यत इष्टानिष्टार्थेषु ।
स्थिरं इच्छत यदि चित्तं विचित्रध्यानप्रसिद्ध्यै ।।४८।।
व्याख्या — ‘‘मा मुज्झह मा रज्जह मा दूसह’’ समस्तमोहरागद्वेषजनितविकल्पजाल-
रहितनिजपरमात्मतत्त्वभावनासमुत्पन्नपरमानंदैकलक्षणसुखामृतरसात्सकाशादुद्गता संजाता तत्रैव
परमात्मसुखास्वादे लीना तन्मया या तु परमकला परमसंवित्तिस्तत्र स्थित्वा हे भव्या
मोहरागद्वेषान्मा कुरुत । केषु विषयेषु ? ‘‘इट्ठणिट्ठअट्ठेसु’’ स्रग्वनिताचन्दनताम्बूलादय
इष्टेन्द्रियार्थाः, अहिविषकण्टक शत्रुव्याधिप्रभृतयः पुनरनिष्टेन्द्रियार्थास्तेषु । यदि किम् ?
‘‘थिरमिच्छहि जइ चित्तं’’ तत्रैव परमात्मानुभवे स्थिरं निश्चलं चित्तं यदीच्छत यूयं ।
ઇષ્ટ – અનિષ્ટ વસ્તુકૂં દેખિ, રાગ – દ્વેષ અરુ મોહ ન પેખિ;
જો ચિત્તકૂં થિર કરના હોય, ઐસૈં કિયે ધ્યાન સિધિ હોય. ૪૮.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૨૧