ગાથા ૪૭
ગાથાર્થઃ — ધ્યાન કરવાથી મુનિ નિયમથી નિશ્ચય અને વ્યવહારરૂપ મોક્ષમાર્ગ
પામે છે. તેથી તમે ચિત્તને એકાગ્ર કરીને ધ્યાનનો સારી રીતે અભ્યાસ કરો.
ટીકાઃ — ‘‘दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा’’ કારણ કે, મુનિ
નિયમથી ધ્યાન દ્વારા બન્ને પ્રકારના મોક્ષનાં કારણોને પ્રાપ્ત કરે છે. વિશેષઃ —
કારણ કે, નિશ્ચયરત્નત્રયસ્વરૂપ નિશ્ચય – મોક્ષહેતુ અર્થાત્ નિશ્ચય મોક્ષમાર્ગ અને
વ્યવહારરત્નત્રયાત્મક વ્યવહાર – મોક્ષહેતુ અર્થાત્ વ્યવહાર મોક્ષમાર્ગ જેમનું ૧સાધ્ય –
સાધક ભાવરૂપે પહેલાં કથન કર્યું છે, તે બન્ને પ્રકારના મોક્ષમાર્ગોને નિર્વિકાર
સ્વસંવેદનરૂપ પરમધ્યાન વડે મુનિ પ્રાપ્ત કરે છે ‘‘तह्मा पयत्तचित्ता जूयं झाणं
समब्भसह’’ તે કારણે એકાગ્રચિત્ત થઈને હે ભવ્યજનો! તમે ધ્યાનનો સમ્યક્ પ્રકારે
અભ્યાસ કરો. વિસ્તારથી કહીએ તો – તે કારણે દેખેલા, સાંભળેલા અને પૂર્વે
અનુભવેલા અનેક મનોરથરૂપ સમસ્ત શુભાશુભ રાગાદિ વિકલ્પજાળનો ત્યાગ કરીને,
પરમ સ્વાસ્થ્યથી ઉત્પન્ન સહજાનંદ જેનું એક લક્ષણ છે એવા સુખામૃતના રસાસ્વાદના
અનુભવમાં સ્થિર થઈને, તમે ધ્યાનનો અભ્યાસ કરો. ૪૭.
द्विविधं अपि मोक्षहेतुं ध्यानेन प्राप्नोति यत् मुनिः नियमात् ।
तस्मात् प्रयत्नचित्ताः यूयं ध्यानं समभ्यसत ।।४७।।
व्याख्या — ‘‘दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा’’ द्विविधमपि
मोक्षहेतुं ध्यानेन प्राप्नोति यस्मात् मुनिर्नियमात् । तद्यथा — निश्चयरत्नत्रयात्मकं निश्चयमोक्षहेतुं
निश्चयमोक्षमार्गं तथैव व्यवहाररत्नत्रयात्मकं व्यवहारमोक्षहेतुं व्यवहारमोक्षमार्गं च यं
साध्यसाधकभावेन कथितवान् पूर्वं, तद् द्विविधमपि निर्विकारस्वसंवित्त्यात्मकपरमध्यानेन मुनिः
प्राप्नोति यस्मात्कारणात् ‘‘तह्मा पयत्तचित्ता जूयं झाणं समब्भसह’’ तस्मात् प्रयत्नचित्ताः
सन्तो हे भव्या यूयं ध्यानं सम्यगभ्यसत । तथाहि — तस्मात्कारणात् दृष्टश्रुतानुभूतना-
नामनोरथरूपसमस्तशुभाशुभरागादिविकल्पजालं त्यक्त्वा, परमस्वास्थ्यसमुत्पन्नसहजानन्दैक-
लक्षणसुखामृतरसास्वादानुभवे स्थित्वा च ध्यानाभ्यासं कुरुत यूयमिति ।।४७।।
૧. સાથે બંને રહે છે તેથી સહચારી, સહકારી, નિમિત્ત, સાધન કહેવામાં આવે છે, પણ તે નિશ્ચય સાધન
નથી. તે તો શુભાશુભબંધનું કારણ છે, પરિહરવા યોગ્ય છે, માહાત્મ્યથી વારવા યોગ્ય છે. શ્રી
પંચાસ્તિકાય ગાથા ૧૬૬ થી ૧૭૨.
૨૨૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ