‘‘विषयकषाओगाढो दुस्सुदिदुच्चित्त दुट्ठगोठ्ठिजुदो । उग्गो उम्मग्गपरो उवओगो जस्स सो असुहो ।।’’
[અર્થઃ — જેનો ઉપયોગ વિષય – કષાયોમાં મગ્ન છે, દુઃશ્રુતિ (વિકથા), દુષ્ટ ચિત્ત અને
દુષ્ટ ગોષ્ઠી (ખરાબ સોબત) સહિત છે, જે ઉગ્ર છે અને ઉન્માર્ગમાં તત્પર છે, તેને તે
અશુભ ઉપયોગ૨ છે.]’’ — આ ગાથામાં કહેલ લક્ષણોવાળા અશુભોપયોગથી નિવૃત્તિ અને
તેનાથી વિપરીત શુભોપયોગમાં પ્રવૃત્તિ, તેને હે શિષ્ય! તું ચારિત્ર જાણ. આચાર – આરાધના
આદિ ચરણાનુયોગનાં શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે તે ચારિત્ર પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને
ત્રણ ગુપ્તિરૂપ છે, તોપણ અપહૃતસંયમ નામનું શુભોપયોગલક્ષણવાળું સરાગચારિત્ર છે. ત્યાં,
જે બાહ્યમાં પાંચ ઇન્દ્રિયોના વિષય આદિનો ત્યાગ છે, તે ઉપચરિત – અસદ્ભૂતવ્યવહાર-
નયથી ચારિત્ર છે અને અંતરંગમાં જે રાગાદિનો ત્યાગ છે, તે અશુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર
છે; — એ રીતે નયવિભાગ જાણવો. એ પ્રમાણે નિશ્ચયચારિત્રના સાધક વ્યવહારચારિત્રનું
વ્યાખ્યાન કર્યું. ૪૫.
હવે, તે જ વ્યવહારચારિત્રથી સાધ્ય૨ નિશ્ચયચારિત્રનું નિરૂપણ કરે છેઃ —
‘‘विसयकसाओगाढो दुस्सुदिदुच्चित्तदुट्ठगोट्ठिजुदो । उग्गो उम्मग्गपरो उवओगो जस्स सो
असुहो ।।१।।’’ इति गाथाकथितलक्षणादशुभोपयोगान्निवृत्तिस्तद्विलक्षणे शुभोपयोगे प्रवृत्तिश्च हे
शिष्य ! चारित्रं जानीहि । तच्चाचाराराधनादिचरणशास्त्रोक्तप्रकारेण पञ्चमहाव्रतपञ्च-
समितित्रिगुप्तिरूपमप्यपहृतसंयमाख्यं शुभोपयोगलक्षणं सरागचारित्राभिधानं भवति । तत्र योऽसौ
बहिर्विषये पञ्चेन्द्रियविषयादिपरित्यागः स उपचरितासद्भूतव्यवहारेण यश्चाभ्यन्तरे
रागादिपरिहारः स पुनरशुद्धनिश्चयेनेति नयविभागो ज्ञातव्यः । एवं निश्चयचारित्रसाधकं
व्यवहारचारित्रं व्याख्यातमिति ।।४५।।
अथ तेनैव व्यवहारचारित्रेण साध्यं निश्चयचारित्रं निरूपयति : —
बहिरब्भंतरकिरियारोहो भवकारणप्पणासट्ठं ।
णाणिस्स जं जिणुत्तं तं परमं सम्मचारित्तं ।।४६।।
૧. શ્રી પ્રવચનસાર ગા. ૧૫૮.
૨. આનું સ્પષ્ટીકરણ ગા. ૪૫ની ફૂટનોટમાં આવી ગયું છે.
બાહ્યાભ્યંતર કિરિયા રોકિ, આતમ શુદ્ધ ગહૈ અવલોકિ,
આસ્રવ બંધ અભાવ નિમિત્ત, જ્ઞાની ધહૈં પરમ ચારિત્ત. ૪૬.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૧૭