શિક્ષાવ્રત સહિત થાય છે, ત્યારે ‘વ્રતી’ નામનો બીજો શ્રાવક થાય છે. તે જ જ્યારે ત્રણેકાળે
સામાયિક કરે છે ત્યારે ત્રીજી પ્રતિમાધારી, પ્રૌષધ – ઉપવાસ કરે છે ત્યારે ચોથી પ્રતિમાધારી,
સચિત્તના ત્યાગથી પાંચમી પ્રતિમાધારી, દિવસે બ્રહ્મચર્ય પાલન કરવાથી છઠ્ઠી પ્રતિમાધારી,
સર્વથા બ્રહ્મચર્ય પાલન કરવાથી સાતમી પ્રતિમાધારી, આરંભ વગેરે સંપૂર્ણ વ્યાપારના
ત્યાગથી આઠમી પ્રતિમાધારી, પહેરવા – ઓઢવાનાં વસ્ત્રો સિવાય અન્ય સર્વ પરિગ્રહોના
ત્યાગથી નવમી પ્રતિમાધારી, ઘર – વ્યાપાર આદિ સંબંધી સમસ્ત પાપમય કાર્યોમાં સંમતિ
(સલાહ) આપવાનો ત્યાગ કરવાથી દશમી પ્રતિમાધારી અને ઉદ્દિષ્ટ આહારના ત્યાગથી
અગિયારમી પ્રતિમાનો ધારક શ્રાવક થાય છે. આ અગિયાર પ્રકારના શ્રાવકોમાં પહેલી છ
પ્રતિમાવાળા તારતમ્યપણે જઘન્ય શ્રાવક છે, પછીની ત્રણ પ્રતિમાવાળા મધ્યમ શ્રાવક અને
છેલ્લી બે પ્રતિમાવાળા ઉત્તમ શ્રાવકો ગણાય છે — એ પ્રમાણે સંક્ષેપમાં દેશચારિત્રના૧
દાર્શનિક શ્રાવક વગેરે અગિયાર ભેદ જાણવાં.
હવે, એકદેશ ચારિત્રના વ્યાખ્યાન પછી સકળ ચારિત્રનો ઉપદેશ કરે છે —
‘‘असुहादो विणिवित्ती सुहे पवित्ती य जाण चारित्तं’’ હે શિષ્ય! અશુભ કાર્યોથી નિવૃત્તિ અને
શુભ કાર્યોમાં પ્રવૃત્તિને તું ચારિત્ર જાણ. તે કેવું છે? ‘‘वदसमिदिगुत्तिरूवं ववहारणयादु
जिणभणियं’’ વ્રત, સમિતિ અને ગુપ્તિરૂપ છે અને વ્યવહારનયથી શ્રી જિનેંદ્ર ભગવંતોએ
કહેલું છે. તે આ પ્રમાણે છે — પ્રત્યાખ્યાનાવરણ૨ નામના ત્રીજા કષાયનો ક્ષયોપશમ થતાં,
पञ्चाणुव्रतत्रयगुणव्रतशिक्षाव्रतचतुष्टयसहितो द्वितीयव्रतिकसंज्ञो भवति । स एव त्रिकाल-
सामायिके प्रवृत्तः तृतीयः, प्रोषधोपवासे प्रवृत्तश्चतुर्थः, सचित्तपरिहारेण पञ्चमः, दिवा
ब्रह्मचर्येण षष्ठः, सर्वथा ब्रह्मचर्येण सप्तमः, आरम्भादिसमस्तव्यापारनिवृत्तोऽष्टमः, वस्त्रप्रावरणं
विहायान्यसर्वपरिग्रहनिवृत्तोनवमः, गृहव्यापारादिसर्वसावद्यानुमतनिवृत्तो दशमः, उद्दिष्टाहार-
निवृत्त एकादशम इति । एतेष्वेकादशश्रावकेषु मध्ये प्रथमषट्कं तारतम्येन जघन्यम्, ततश्च
त्रयं मध्यमम्, ततो द्वयमुत्तममिति संक्षेपेण दार्शनिकश्रावकाद्येकादशभेदाः ज्ञातव्याः ।
अथैकदेशचारित्रव्याख्यानानन्तरं सकलचारित्रमुपदिशति । ‘‘असुहादो विणिवित्ती सुहे
पवित्ती य जाण चारित्तं’’ अशुभान्निवृत्तिः शुभे प्रवृत्तिश्चापि जानीहि चारित्रम् । तच्च
कथम्भूतं ? ‘‘वदसमिदिगुत्तिरूवं ववहारणयादु जिणभणियं’’ व्रतसमितिगुप्तिरूपं
व्यवहारनयाज्जिनैरुक्तमिति । तथाहि प्रत्याख्यानावरणसंज्ञतृतीयकषायक्षयोपशमे सति
૧. દેશચારિત્ર પાંચમે ગુણસ્થાને અંતરંગમાં મિથ્યાત્વના તથા પ્રથમના બે કષાયના અભાવરૂપ હોય છે.
૨. છઠ્ઠે ગુણસ્થાને અંતરંગમાં મિથ્યાત્વનો ત્યાગ તથા પ્રથમના ત્રણ કષાયનો અભાવ હોય છે.
૨૧૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ