Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 215 of 272
PDF/HTML Page 227 of 284

 

background image
ગાથા ૪૫
ગાથાર્થઃઅશુભકાર્યની નિવૃત્તિ અને શુભકાર્યમાં પ્રવૃત્તિતેને (વ્યવહાર)
ચારિત્ર જાણો. વ્રત - સમિતિ - ગુપ્તિરૂપ એવું તે (ચારિત્ર) વ્યવહારનયથી જિનેંદ્રદેવે કહ્યું છે.
ટીકાઃઆ જ સરાગચારિત્રના એકદેશ અવયવરૂપ દેશચારિત્રનું પ્રથમ કથન કરે
છે. તે આ પ્રમાણે છેમિથ્યાત્વાદિ સાત પ્રકૃતિઓના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતાં
અથવા અધ્યાત્મભાષાએ કહીએ તો નિજશુદ્ધાત્માભિમુખ પરિણામ થતાં શુદ્ધાત્મભાવનાથી
ઉત્પન્ન, નિર્વિકાર, વાસ્તવિક સુખામૃતને ઉપાદેય કરીને, સંસાર
શરીર અને ભોગોમાં જે
હેયબુદ્ધિવાળો, સમ્યગ્દર્શનથી શુદ્ધ છે, તે ચતુર્થ ગુણસ્થાનવાળો, વ્રતરહિત દાર્શનિક કહેવાય
છે. જે અપ્રત્યાખ્યાનાવરણ નામના બીજા કષાયનો ક્ષયોપશમ થતાં પૃથ્વી આદિ (
પૃથ્વી,
જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપ) પાંચ સ્થાવરોના વધમાં પ્રવૃત્ત હોવા છતાં પણ
યથાશક્તિ ત્રસના વધથી નિવૃત્ત હોય છે, તે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક કહેવાય છે.
તે શ્રાવકના અગિયાર ભેદ કહેવામાં આવે છેઃસમ્યગ્દર્શનપૂર્વક, મદ્ય, માંસ,
મધ અને પાંચ ઉદુમ્બર ફળોના ત્યાગરૂપ આઠ મૂલગુણોનું પાલન કરતો જે જીવ, યુદ્ધાદિમાં
પ્રવૃત્ત થવા છતાં પણ પાપની વૃદ્ધિ કરનાર શિકાર આદિ સમાન પ્રયોજન વિનાના
જીવઘાતથી નિવૃત્ત થયેલ છે, તે પ્રથમ દાર્શનિક શ્રાવક કહેવાય છે. તે જ દાર્શનિક શ્રાવક
જ્યારે ત્રસ જીવોની હિંસાથી સર્વથા નિવૃત્ત થઈને પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર
अशुभात् विनिवृत्तिः शुभे प्रवृत्तिः च जानीहि चारित्रम्
व्रतसमितिगुप्तिरूपं व्यवहारनयात् तु जिनभणितम् ।।४५।।
व्याख्याअस्यैव सरागचारित्रस्यैकदेशावयवभूतं देशचारित्रं तावत्कथ्यते तद्यथा
मिथ्यात्वादिसप्तप्रकृत्युपशमक्षयोपशमक्षये सति, अध्यात्मभाषया निजशुद्धात्माभिमुखपरिणामे
वा सति शुद्धात्मभावनोत्पन्ननिर्विकारवास्तवसुखामृतमुपादेयं कृत्वा संसारशरीरभोगेषु योऽसौ
हेयबुद्धिः सम्यग्दर्शनशुद्धः स चतुर्थगुणस्थानवर्ती व्रतरहितो दार्शनिको भण्यते
यश्चाप्रत्याख्यानावरणसंज्ञद्वितीयकषायक्षयोपशमे जाते सति पृथिव्यादिपञ्चस्थावरवधे प्रवृत्तोऽपि
यथाशक्त्या त्रसवधे निवृत्तः स पञ्चमगुणस्थानवर्ती श्रावको भण्यते
तस्यैकादशभेदाः कथ्यन्ते तथाहिसम्यक्त्वपूर्वकत्वेन मद्यमांसमधुत्यागोदुम्बर-
पञ्चकपरिहाररूपाष्टमूलगुणसहितः सन् संग्रामादिप्रवृत्तोऽपि पापद्धर्यादिभिर्निष्प्रयोजन-
जीवघादादो निवृत्तः प्रथमो दार्शनिकश्रावको भण्यते
स एव सर्वथा त्रसवधे निवृत्तः सन्
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૧૫