(સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનમાં) ભેદ નથી તો તે બન્ને ગુણોના ઘાતક જ્ઞાનાવરણ અને
મિથ્યાત્વ – બે કર્મ કેમ કહ્યાં છે? સમાધાનઃ — જે કર્મથી પદાર્થને જાણવારૂપ ક્ષયોપશમ
ઢંકાઈ જાય છે, તેનું નામ ‘જ્ઞાનાવરણ’ છે અને તે ક્ષયોપશમવિશેષને વિષે જે કર્મ પૂર્વોક્ત
લક્ષણવાળા વિપરીત અભિનિવેશને ઉત્પન્ન કરે છે, તેનું નામ ‘મિથ્યાત્વ’ છે. એ રીતે
ભેદનયથી આવરણમાં ભેદ છે. નિશ્ચયનયથી તો અભેદવિવક્ષામાં કર્મપણાની અપેક્ષાએ તે
બે આવરણને પણ એક જ જાણવું જોઈએ.
આ રીતે દર્શનપૂર્વક જ્ઞાન થાય છે, એમ કથન કરનારી ગાથા પૂરી થઈ. ૪૪.
હવે, સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનપૂર્વક રત્નત્રયાત્મક મોક્ષમાર્ગના ત્રીજા અવયવરૂપ
અને સ્વશુદ્ધાત્માના અનુભવરૂપ શુદ્ધોપયોગરૂપ લક્ષણવાળા વીતરાગચારિત્રના પરંપરાથી૧
સાધક એવા સરાગચારિત્રનું પ્રતિપાદન કરે છેઃ —
यदि भेदो नास्ति तर्हि कथमावरणद्वयमिति चेत् ? तत्रोत्तरम् — येन
कर्मणार्थपरिच्छित्तिरूपः क्षयोपशमः प्रच्छाद्यते तस्य ज्ञानावरणसंज्ञा, तस्यैव क्षयोपशम-
विशेषस्य यत् कर्म पूर्वोक्तलक्षणं विपरीताभिनिवेशमुत्पादयति तस्य मिथ्यात्वसंज्ञेति
भेदनयेनावरणभेदः । निश्चयनयेन पुनरभेदविवक्षायां कर्मत्वं प्रत्यावरणद्वयमप्येकमेव
विज्ञातव्यम् । एवं दर्शनपूर्वकं ज्ञानं भवतीति व्याख्यानरूपेण गाथा गता ।।४४।।
अथ सम्यग्दर्शनज्ञानपूर्वकं रत्नत्रयात्मकमोक्षमार्गतृतीयावयवभूतं स्वशुद्धात्मानुभूतिरूप-
शुद्धोपयोगलक्षणवीतरागचारित्रस्य पारम्पर्येण साधकं सरागचारित्रं प्रतिपादयतिः —
असुहादो विणिवित्ती सुहे पवित्ती य जाण चारित्तं ।
वदसमिदिगुत्तिरूवं ववहारणयादु जिणभणियम् ।।४५।।
૧. સરાગચારિત્રમાં રહેલા રાગનો ક્રમેક્રમે અભાવ થતાં વીતરાગચારિત્ર પ્રગટે છે, તેથી સરાગચારિત્રને
પરંપરાથી વીતરાગચારિત્રનો સાધક વ્યવહારનયે કહેવાય છે. નિશ્ચયનયે સાધક વીતરાગચારિત્ર પહેલાં
જે શુદ્ધિ હતી તે છે. જુઓ આ શાસ્ત્ર ગાથા ૧૩ની ટીકા છેલ્લો ભાગ. શ્રી નિયમસાર ગાથા ૬૦
નીચેની ફૂટનોટ ૩ પા. ૧૧૭ તથા શ્રી પંચાસ્તિકાય ગા. ૧૫૯ની ફૂટનોટ નં. ૧ તથા ૪ પા. ૨૩૩ –
૨૩૪. તથા ગાથા ૧૬૨ ફૂટનોટ પા. ૨૩૮ – ૨૩૯. ગાથા ૧૭૦ ફૂટનોટ પા. ૨૫૦. ગાથા ૧૭૨
ફૂટનોટ ૩ પા. ૨૫૪.
શુભકૂં ગહૈ અશુભતૈં દૂરિ, ચારિત સો વ્યવહારે પૂરિ,
વ્રત અરુ સમિતિ ગુપ્તિ જામાહિ, મુનિ ધારૈ અતિ યતન કરાહિ. ૪૫.
૨૧૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ