વ્યાખ્યાનથી બાહ્ય વિષયમાં જે સામાન્યનું ગ્રહણ છે તેનું નામ સત્તાવલોકનરૂપ દર્શન
સ્થાપિત કર્યું. અને જે ‘આ સફેદ છે’ ઇત્યાદિ વિશેષ પરિચ્છેદન થયું તેને જ્ઞાન સંજ્ઞા આપી.
એ રીતે દોષ નથી. સિદ્ધાંતમાં મુખ્યપણે સ્વસમયનું વ્યાખ્યાન હોય છે; ત્યાં સૂક્ષ્મ વ્યાખ્યાન
કરતાં આચાર્યોએ ‘જે આત્માને ગ્રહણ કરે છે તે દર્શન છે’ એમ વ્યાખ્યાન કર્યું. એ પ્રમાણે
એમાં પણ દોષ નથી.
અહીં, શિષ્ય શંકા કરે છેઃ — સત્તાવલોકનરૂપ દર્શનનો જ્ઞાનની સાથે ભેદ જાણવો
પણ તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન અને વસ્તુવિચારરૂપ સમ્યગ્જ્ઞાન — એ બે વચ્ચે ભેદ
જણાતો નથી. જો કહો કે ‘કેમ નથી જણાતો?’ તો કહીએ છીએ કે સમ્યગ્દર્શનમાં પદાર્થનો
નિશ્ચય છે, તેવી જ રીતે સમ્યગ્જ્ઞાનમાં પણ છે; તો તેમનામાં શો તફાવત છે?
સમાધાનઃ — પદાર્થના ગ્રહણમાં જાણવારૂપ ક્ષયોપશમિક – વિશેષ ‘જ્ઞાન’ કહેવાય છે અને
તે જ્ઞાનમાં જ ભેદનયથી, વીતરાગ સર્વજ્ઞે કહેલા શુદ્ધાત્મા આદિ તત્ત્વોમાં ‘આ જ છે, આમ
જ છે’ એવો નિશ્ચય તે સમ્યક્ત્વ છે. નિર્વિકલ્પ અભેદનયથી તો જે સમ્યગ્જ્ઞાન છે તે જ
સમ્યગ્દર્શન છે.
શંકાઃ — એમ કઈ રીતે? ઉત્તરઃ — ‘અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ, અદેવમાં દેવબુદ્ધિ,
અધર્મમાં ધર્મબુદ્ધિ’ ઇત્યાદિ વિપરીત અભિનિવેશરહિત જ્ઞાનની જ ‘સમ્યક્’ વિશેષણથી
કહેવામાં આવતી અવસ્થાવિશેષને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. શંકાઃ — જો
सत्तावलोकनदर्शनसंज्ञा स्थापिता, यच्च शुक्लमिदमित्यादिविशेषपरिच्छेदनं तस्य ज्ञानसंज्ञा
स्थापितेति दोषो नास्ति । सिद्धान्ते पुनः स्वसमयव्याख्यानं मुख्यवृत्त्या । तत्र सूक्ष्मव्याख्याने
क्रियमाणे सत्याचार्यैरात्मग्राहकं दर्शनं व्याख्यातमित्यत्रापि दोषो नास्ति ।
अत्राह शिष्यः — सत्तावलोकनदर्शनस्य ज्ञानेन सह भेदो ज्ञातस्तावदिदानीं
यत्तत्त्वार्थश्रद्धानरूपं सम्यग्दर्शनं वस्तुविचाररूपं सम्यग्ज्ञानं तयोर्विशेषो न ज्ञायते । कस्मादिति
चेत् ? सम्यग्दर्शने पदार्थनिश्चयोऽस्ति, तथैव सम्यग्ज्ञाने च, को विशेष इति ? अत्र
परिहारः — अर्थग्रहणपरिच्छित्तिरूपः क्षयोपशमविशेषो ज्ञानं भण्यते, तत्रैव भेदनयेन
वीतरागसर्वज्ञप्रणीतशुद्धात्मादितत्त्वेष्विदमेवेत्थमेवेति निश्चयसम्यक्त्वमिति । अविकल्परूपेणा-
भेदनयेन पुनर्यदेव सम्यग्ज्ञानं तदेव सम्यक्त्वमिति । कस्मादिति चेत् ? अतत्त्वे तत्त्वबुद्धिरदेवे
देवबुद्धिरधर्मे धर्मबुद्धिरित्यादिविपरीताभिनिवेशरहितस्य ज्ञानस्यैव सम्यग्विशेषणवाच्यो-
ऽवस्थाविशेषः सम्यक्त्वं भण्यते यतः कारणात् ।
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૧૩