વડે વિશેષરૂપ બધા પદાર્થોને જાણે છે. વળી આ વિશેષ છેઃ — જ્યારે દર્શન વડે આત્માનું
ગ્રહણ થાય છે ત્યારે આત્માની સાથે અવિનાભૂત જ્ઞાનનું પણ (દર્શન દ્વારા) ગ્રહણ થઈ
જાય છે, અને જ્ઞાનનું ગ્રહણ થતાં જ્ઞાનના વિષયભૂત બાહ્ય વસ્તુનું પણ ગ્રહણ થઈ
જાય છે.
પ્રશ્નઃ — જે આત્માને ગ્રહણ કરે છે તેને આપ જો દર્શન કહો છો, તો ‘જે પદાર્થોનું
સામાન્ય ગ્રહણ તે દર્શન છે,’ એ ગાથાનો અર્થ આપના કથનથી કેવી રીતે ઘટી શકે?
ઉત્તરઃ — ‘સામાન્ય – ગ્રહણ’ એટલે ‘આત્માનું ગ્રહણ’; તે દર્શન છે.
પ્રશ્નઃ — ‘સામાન્ય’નો અર્થ ‘આત્મા’ કેવી રીતે છે?
ઉત્તરઃ — આત્મા વસ્તુનું જ્ઞાન કરતાં, ‘હું આને જાણું’, ‘આને ન જાણું’ એવો
વિશેષ – પક્ષપાત કરતો નથી, પરંતુ સામાન્યરૂપે વસ્તુને જાણે છે, તે કારણે ‘સામાન્ય’ શબ્દ
વડે ‘આત્મા’ કહેવામાં આવે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ઘણું કહેવાથી શું? જો કોઈ
પણ તર્ક અને સિદ્ધાંતનો અર્થ જાણીને, એકાન્ત દુરાગ્રહનો ત્યાગ કરીને, નયવિભાગ વડે
મધ્યસ્થ વૃત્તિ રાખીને વ્યાખ્યાન કરે છે તો બન્નેય અર્થ (તર્કનો અને સિદ્ધાંતનો) સિદ્ધ
થાય છે. કેવી રીતે સિદ્ધ થાય છે? તર્કમાં મુખ્યતાથી અન્યમતનું વ્યાખ્યાન છે; ત્યાં જ્યારે
કોઈ અન્યમતી પૂછે કે, જૈનસિદ્ધાંતમાં જીવનાં દર્શન અને જ્ઞાન એ બે ગુણ કહ્યા છે તે
કેવી રીતે ઘટી શકે છે? ત્યારે તેને કહેવામાં આવે કે ‘જે આત્માને ગ્રહણ કરે છે તે દર્શન
છે’ તો તેઓ સમજી શકતા નથી, એટલે આચાર્યોએ તેમને પ્રતીતિ કરાવવા માટે સ્થૂળ
गृहीते सति ज्ञानविषयभूतं बहिर्वस्त्वपि गृहीतं भवति इति । अथोक्तं भवता यद्यात्मग्राहकं
दर्शनं भण्यते, तर्हि ‘‘जं सामण्णं गहणं भावाणं तद्दर्शनम्’’ इति गाथार्थः कथं घटते ?
तत्रोत्तरं — सामान्यग्रहणमात्मग्रहणं तद्दर्शनम् । कस्मादिति चेत् ? आत्मा वस्तुपरिच्छित्तिं
कुर्वन्निदं जानामीदं न जानामीति विशेषपक्षपातं न करोति; किन्तु सामान्येन वस्तु परिच्छिनत्ति
तेन कारणेन सामान्यशब्देनात्मा भण्यत इति गाथार्थः ।
किं बहुना, यदि कोऽपि तर्कार्थं सिद्धान्तार्थं च ज्ञात्वैकान्तदुराग्रहत्यागेन नयविभागेन
मध्यस्थवृत्त्या व्याख्यानं करोति, तदा द्वयमपि घटत इति । कथमिति चेत् ? तर्के मुख्यवृत्त्या
परसमयव्याख्यानं, तत्र यदा कोऽपि परसमयी पृच्छति — जैनागमे दर्शनं ज्ञानं चेति गुणद्वयं
जीवस्य कथ्यते, तत्कथं घटत इति ? तदा तेषामात्मग्राहकं दर्शनमिति कथिते सति ते न
जानन्ति । पश्चादाचार्यैस्तेषां प्रतीत्यर्थं स्थूलव्याख्यानेन बहिर्विषये यत् सामान्यपरिच्छेदनं तस्य
૨૧૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ