Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 211 of 272
PDF/HTML Page 223 of 284

 

background image
જ્ઞાનના અભાવરૂપ દોષ આવતો નથી. એ દોષ કેમ નથી આવતો? જેમ એક જ અગ્નિ
બાળે છે માટે તે દાહક છે અને પકાવે છે માટે તે પાચક છે; વિષયના ભેદથી અગ્નિ
(દાહક અને પાચક) એમ બે પ્રકારના ભેદરૂપ થાય છે; તેવી જ રીતે અભેદનયથી ચૈતન્ય
એક જ હોવા છતાં ભેદનયની વિવક્ષામાં જ્યારે આત્માનું ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે,
ત્યારે તેને ‘દર્શન’ એવું નામ મળે છે અને પછી જ્યારે પરપદાર્થનું ગ્રહણ કરવાને પ્રવૃત્ત
થાય છે, ત્યારે તેને ‘જ્ઞાન’ સંજ્ઞા મળે છે
એ રીતે વિષયના ભેદથી ચૈતન્યના બે ભેદ
થાય છે. વિશેષ એ છે કે જો દર્શનને સામાન્યનું ગ્રાહક અને જ્ઞાનને વિશેષનું ગ્રાહક
કહેવામાં આવે તો જ્ઞાનને પ્રમાણપણું પ્રાપ્ત થતું નથી. પ્રશ્નઃ
કઈ રીતે? ઉત્તરઃ
વસ્તુને ગ્રહણ કરે તે પ્રમાણ છે. વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. જ્ઞાને વસ્તુના એકદેશનું
વિશેષનું જ ગ્રહણ કર્યું, વસ્તુનું ગ્રહણ ન કર્યું. સિદ્ધાંતથી તો નિશ્ચયનયની અપેક્ષાએ ગુણ
અને ગુણી અભિન્ન છે તેથી સંશય, વિમોહ અને વિભ્રમ વિના વસ્તુનું જે જ્ઞાન તે
જ્ઞાનસ્વરૂપ આત્મા જ પ્રમાણ છે; તે દીપકની જેમ સ્વ અને પરના સામાન્ય અને વિશેષને
જાણે છે તે કારણે અભેદપણે તેને જ (તે આત્માને જ) પ્રમાણપણું છે.
શંકાઃજો દર્શન બાહ્યવિષયનું ગ્રહણ ન કરે તો આંધળાની જેમ બધા મનુષ્યોને
અંધપણાનો પ્રસંગ આવે. ઉત્તરઃએમ ન કહેવું જોઈએ, કારણ કે બાહ્ય વિષયમાં
દર્શનનો અભાવ હોવા છતાં (અર્થાત્ તેમાં દર્શન નહિ પ્રવર્તતું હોવા છતાં) આત્મા જ્ઞાન
च जानातीत्यात्मपरिज्ञानाभावदूषणं न प्राप्नोति कस्मादिति चेत् ? यथैकोऽप्यग्निर्दहतीति
दाहकः पचतीति पाचकः, विषयभेदेन द्विधा भिद्यते तथैवाभेदनयेनैकमपि चैतन्यं
भेदनयविवक्षायां यदात्मग्राहकत्वेन प्रवृत्तं तदा तस्य दर्शनमिति संज्ञा, पश्चात् यच्च
परद्रव्यग्राहकत्वेन प्रवृत्तं तस्य ज्ञानसंज्ञेति विषयभेदेन द्विधा भिद्यते
किं च, यदि
सामान्यग्राहकं दर्शनं विशेषग्राहकं ज्ञानं भण्यते, तदा ज्ञानस्य प्रमाणत्वं न प्राप्नोति
कस्मादिति चेत् ? वस्तुग्राहकं प्रमाणं; वस्तु च सामान्यविशेषात्मकं; ज्ञानेन पुनर्वस्त्वेकदेशो
विशेष एव गृहीतो; न च वस्तु
सिद्धान्तेन पुनर्निश्चयेन गुणगुणिनोरभिन्नत्वात् संशय-
विमोहविभ्रमरहितवस्तुज्ञानस्वरूपात्मैव प्रमाणम् स च प्रदीपवत् स्वपरगतं सामान्यं विशेषं
च जानाति तेन कारणेनाभेदेन तस्यैव प्रमाणत्वमिति
अथ मतंयदि दर्शनं बहिर्विषये न प्रवर्त्तते तदान्धवत् सर्वजनानामन्धत्वं
प्राप्नोतीति ? नैवं वक्तव्यम् बहिर्विषये दर्शनाभावेऽपि ज्ञानेन विशेषेण सर्वं परिच्छिनत्तीति
अयं तु विशेषःदर्शनेनात्मनि गृहीते सत्यात्माविनाभूतं ज्ञानमपि गृहीतं भवति; ज्ञाने च
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૧૧