દર્શનાવરણ – એ બે કહેવામાં આવે છે; તે છદ્મમાં જે રહે છે તે છદ્મસ્થ છે. આ પ્રમાણે
તર્કના અભિપ્રાયથી સત્તાવલોકનરૂપ દર્શનનું વ્યાખ્યાન કર્યું.
હવે, આગળ સિદ્ધાંતના અભિપ્રાયથી કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ —
આગળના જ્ઞાનની ઉત્પત્તિ માટે જે પ્રયત્ન, તે – રૂપ જે પોતાના આત્માનું પરિચ્છેદન –
અવલોકન તે દર્શન કહેવાય છે. ત્યારપછી બાહ્ય વિષયમાં વિકલ્પરૂપે જે પદાર્થનું ગ્રહણ
તે જ્ઞાન છે; એ વાર્તિક છે. જેમ કોઈ મનુષ્ય પહેલાં ઘટ સંબંધી વિકલ્પ કરે છે; પછી
પટનું જ્ઞાન કરવાનું મન થતાં તે ઘટના વિકલ્પથી ખસીને જે સ્વરૂપમાં પ્રયત્ન – અવલોકન –
પરિચ્છેદન કરે છે, તે દર્શન છે. ત્યારપછી ‘આ પટ છે’ એવો નિશ્ચય અથવા બાહ્ય
વિષયરૂપે પદાર્થના ગ્રહણરૂપ જે વિકલ્પ કરે છે, તે જ્ઞાન કહેવાય છે.
અહીં, શિષ્ય પૂછે છેઃ — જો આત્મગ્રાહક (પોતાનું ગ્રહણ કરનારું) તે દર્શન અને
પરગ્રાહક (પરને જાણે) તે જ્ઞાન કહેવાય તો જેમ નૈયાયિકમતમાં જ્ઞાન આત્માને જાણતું
નથી, તેમ જૈનમતમાં પણ જ્ઞાન આત્માને જાણતું નથી એવું દૂષણ આવે છે. તેનું સમાધાન
ઃ — નૈયાયિક મતમાં જ્ઞાન જુદું અને દર્શન જુદું એમ બે ગુણ નથી. તે કારણે તેમને
(નૈયાયિકોને) આત્માના જ્ઞાનના અભાવરૂપ દોષ આવે છે. પરંતુ જૈનમતમાં તો (આત્મા)
જ્ઞાનગુણથી પરદ્રવ્યને જાણે છે અને દર્શનગુણથી આત્માને જાણે છે — એ પ્રમાણે આત્માના
ज्ञानदर्शनावरणद्वयं भण्यते, तत्र तिष्ठन्तीति छद्मस्थाः । एवं तर्काभिप्रायेण सत्तावलोकनदर्शनं
व्याख्यातम् ।
अत ऊर्ध्वं सिद्धान्ताभिप्रायेण कथ्यते । तथाहि — उत्तरज्ञानोत्पत्तिनिमित्तं यत् प्रयत्नं
तद्रूपं यत् स्वस्यात्मनः परिच्छेदनमवलोकनं तद्दर्शनं भण्यते । तदनन्तरं यद्बहिर्विषये
विकल्परूपेण पदार्थग्रहणं तद्ज्ञानमिति वार्त्तिकम् । यथा कोऽपि पुरुषो घटविषयविकल्पं
कुर्वन्नास्ते, पश्चात् परपरिज्ञानार्थं चित्ते जाते सति घटविकल्पाद्व्यावर्त्त्य यत् स्वरूपे
प्रयत्नमवलोकनं परिच्छेदनं करोति तद्दर्शनमिति । तदनन्तरं पटोऽयमिति निश्चयं
यद्बहिर्विषयरूपेण पदार्थग्रहणविकल्पं करोति तद् ज्ञानं भण्यते ।
अत्राह शिष्य : — यद्यात्मग्राहकं दर्शनं, परग्राहकं ज्ञानं भण्यते, तर्हि यथा
नैयायिकमते ज्ञानमात्मानं न जानाति; तथा जैनमतेऽपि ज्ञानमात्मानं न जानातीति दूषणं
प्राप्नोति । अत्र परिहारः । नैयायिकमते ज्ञानं पृथग्दर्शनं पृथगिति गुणद्वयं नास्ति; तेन कारणेन
तेषामात्मपरिज्ञानाभावदूषणं प्राप्नोति । जैनमते पुनर्ज्ञानगुणेन परद्रव्यं जानाति दर्शनगुणेनात्मानं
૨૧૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ