યોગ્ય સ્થાનમાં સ્થિત રૂપાદિ વિષયોનું ગ્રહણ કરવું તે જ સન્નિપાત – સંબંધ અથવા સન્નિકર્ષ
કહેવાય છે. પરંતુ નૈયાયિકમતની જેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનું જે રૂપાદિ પોતપોતાના
વિષયોની પાસે જવું તેને સન્નિકર્ષ ન કહેવો. આવો સંબંધ જેનું લક્ષણ છે એવા લક્ષણવાળું
નિર્વિકલ્પ સત્તાવલોકનરૂપ દર્શન છે; તે દર્શનપૂર્વક ‘આ સફેદ છે’ ઇત્યાદિ અવગ્રહાદિ
વિકલ્પરૂપ, ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થતું તે મતિજ્ઞાન છે. ઉક્ત લક્ષણવાળા
મતિજ્ઞાનપૂર્વક, ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થાય છે તેમ, એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થના
ગ્રહણરૂપ ‘લિંગજ’ (ચિહ્નથી ઉત્પન્ન થતું) અને ઘટાદિ શબ્દોના શ્રવણરૂપ ‘શબ્દજ’
(શબ્દથી ઉત્પન્ન થતું) — એમ બે પ્રકારનું શ્રુતજ્ઞાન છે. અવધિજ્ઞાન, અવધિદર્શનપૂર્વક હોય
છે. ઇહા (નામના) મતિજ્ઞાનપૂર્વક મનઃપર્યયજ્ઞાન હોય છે.
અહીં, શ્રુતજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાનને ઉત્પન્ન કરનારું, અવગ્રહ – ઇહા આદિરૂપ જે
મતિજ્ઞાન કહ્યું તે મતિજ્ઞાન પણ દર્શનપૂર્વક થતું હોવાથી ઉપચારથી દર્શન કહેવાય છે, તે કારણે
શ્રુતજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાન — એ બન્ને પણ દર્શનપૂર્વક જાણવાં. આ રીતે છદ્મસ્થોને
આવરણવાળું ક્ષાયોપશમિક જ્ઞાન હોવાથી દર્શનપૂર્વકજ્ઞાન થાય છે. કેવળીભગવાનને નિર્વિકાર
સ્વસંવેદનથી ઉત્પન્ન નિરાવરણ ક્ષાયિકજ્ઞાન હોવાથી, મેઘરહિત સૂર્યના યુગપદ્ આતપ અને
પ્રકાશની જેમ, દર્શન અને જ્ઞાન (બન્ને) યુગપદ્ જ હોય છે, એમ જાણવું.
પ્રશ્નઃ — છદ્મસ્થ શબ્દનો અર્થ શું છે? ઉત્તરઃ — ‘છદ્મ’ શબ્દથી જ્ઞાનાવરણ અને
स्थितरूपादिविषयाणां ग्रहणमेव सन्निपातः सम्बन्धः सन्निकर्षो भण्यते । न च
नैयायिकमतवच्चक्षुरादीन्द्रियाणां रूपादिस्वकीयस्वकीयविषयपार्श्वे गमनं इति सन्निकर्षो
वक्तव्यः । स एव सम्बन्धो लक्षणं यस्य तल्लक्षणं यन्निर्विकल्पं सत्तावलोकनदर्शनं तत्पूर्वं
शुक्लमिदमित्याद्यवग्रहादिविकल्परूपमिन्द्रियानिन्द्रियजनितं मतिज्ञानं भवति । इत्युक्तलक्षण-
मतिज्ञानपूर्वकं तु धूमादग्निविज्ञानवदर्थादर्थान्तरग्रहणरूपं लिङ्गजं, तथैव घटादिशब्दश्रवणरूपं
शब्दजं चेति द्विविधं श्रुतज्ञानं भवति । अथावधिज्ञानं पुनरवधिदर्शनपूर्वकमिति । ईहामति-
ज्ञानपूर्वकं तु मनःपर्ययज्ञानं भवति ।
अत्र श्रुतज्ञानमनःपर्ययज्ञानजनकं यदवग्रहेहादिरूपं मतिज्ञानं भणितम्, तदपि दर्शन-
पूर्वकत्वादुपचारेण दर्शनं भण्यते, यतस्तेन कारणेन श्रुतज्ञानमनःपर्ययज्ञानद्वयमपि दर्शनपूर्वकं
ज्ञातव्यमिति । एवं छद्मस्थानां सावरणक्षायोपशमिकज्ञानसहितत्वात् दर्शनपूर्वकं ज्ञानं भवति ।
केवलिनां तु भगवतां निर्विकारस्वसंवेदनसमुत्पन्ननिरावरणक्षायिकज्ञानसहितत्वान्निर्मेघादित्ये
युगपदातपप्रकाशवद्दर्शनं ज्ञानं च युगपदेवेति विज्ञेयम् । छद्मस्था इति कोऽर्थः ? छद्मशब्देन
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૦૯