હવે છદ્મસ્થોને જ્ઞાન, સત્તાવલોકનરૂપ દર્શનપૂર્વક થાય છે અને મુક્ત જીવોને દર્શન
અને જ્ઞાન એક સાથે જ થાય છે — એમ પ્રતિપાદન કરે છેઃ —
ગાથા ૪૪
ગાથાર્થઃ — છદ્મસ્થ જીવોને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે કેમ કે છદ્મસ્થોને જ્ઞાન
અને દર્શન એ બન્ને ઉપયોગ એક સાથે હોતા નથી. કેવળી ભગવાનને જ્ઞાન અને દર્શન
એ બન્નેય ઉપયોગ એક સાથે હોય છે.
ટીકાઃ — ‘‘दंसणपुव्वं णाणं छदमत्थाणं’’ છદ્મસ્થ – સંસારી જીવોને સત્તાવલોકનરૂપ
દર્શનપૂર્વક જ્ઞાન હોય છે. કેમ? ‘‘ण दोण्णि उवउग्गा जुगवं जह्मा’’ કારણ કે, છદ્મસ્થોને
જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ — એ બન્ને એક સાથે હોતા નથી. ‘‘केवलिणाहे जुगवं तु ते
दो वि’’ કેવળીભગવાનને જ્ઞાન અને દર્શન ઉપયોગ બન્ને એક સાથે જ હોય છે.
તેનો વિસ્તારઃ — ચક્ષુ આદિ ઇન્દ્રિયોના પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે પોતાને
अथ छद्मस्थानां ज्ञानं सत्तावलोकनदर्शनपूर्वकं भवति, मुक्तात्मनां युगपदिति
प्रतिपादयति : —
दंसणपुव्वं णाणं छदमत्थाणं ण दोण्णि उवउग्गा ।
जुगवं जह्मा केवलिणाहे जुगवं तु ते दो वि ।।४४।।
दर्शनपूर्व्वं ज्ञानं छद्मस्थानां न द्वौ उपयोगौ ।
युगपत् यस्मात् केवलिनाथे युगपत् तु तौ द्वौ अपि ।।४४।।
व्याख्या — ‘‘दंसणपुव्वं णाणं छदमत्थाणं’’ सत्तावलोकनदर्शनपूर्वकं ज्ञानं भवति
छद्मस्थानां संसारिणां । कस्मात् ? ‘‘ण दोण्णि उवउग्गा जुगवं जह्मा’’ ज्ञानदर्शनोपयोगद्वयं
युगपन्न भवति यस्मात् । ‘‘केवलिणाहे जुगवं तु ते दो वि’’ केवलिनाथे तु युगपत्तौ
ज्ञानदर्शनोपयोगौ द्वौ भवति इति ।
अथ विस्तर : — चक्षुरादीन्द्रियाणां स्वकीयस्वकीयक्षयोपशमानुसारेण तद्योग्यदेश-
છદમસ્થાકૈ ક્રમતેં જાન, પહલૈં દર્શન પીછૈં જ્ઞાન,
દો ઉપયોગ ન એકૈં કાલ, કેવલજ્ઞાની યુગપત ભાલ. ૪૪
૨૦૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ