ગાથા ૪૩
ગાથાર્થઃ — પદાર્થોમાં વિશેષપણું કર્યા વિના (ભેદ પાડ્યા વિના), આકાર અર્થાત્
વિકલ્પ કર્યા વિના, પદાર્થોનું જે સામાન્યપણે (સત્તાવલોકનરૂપ) ગ્રહણ તેને પરમાગમમાં
દર્શન કહેવામાં આવે છે.
વ્યાખ્યાઃ — ‘‘जं सामण्णं गहणं भावाणं’’ જે સામાન્યપણે અર્થાત્ સત્તાવલોકનરૂપે
ગ્રહણ કરવું – પરિચ્છેદન કરવું; કોનું ગ્રહણ કરવું? પદાર્થોનું – ભાવોનું ગ્રહણ કરવું; કેવી
રીતે? ‘‘णेव कट्टुमायारं’’ ન કરીને; શું ન કરીને? આકાર અથવા વિકલ્પ; તે પણ શું કરીને?
‘‘अविसेसिदूण अट्ठे’’ પદાર્થોનો વિશેષ (ભેદ) ન કરીને; ક્યા રૂપે? આ સફેદ છે, આ કૃષ્ણ
છે, આ દીર્ઘ છે, આ હ્નસ્વ છે, આ ઘટ છે, આ પટ છે ઇત્યાદિ રૂપે; ‘‘दंसणमिदि भण्णए
समए’’ તે પરમાગમમાં સત્તાવલોકનરૂપ દર્શન કહેવાય છે. આ દર્શનને જ તત્ત્વાર્થશ્રદ્ધાન
લક્ષણવાળું સમ્યગ્દર્શન ન કહેવું. શા માટે ન કહેવું? કેમ કે તે શ્રદ્ધાન તો વિકલ્પરૂપ૧
છે અને આ દર્શન વિકલ્પરહિત છે. અહીં તાત્પર્ય આ છેઃ જ્યારે કોઈ પણ કંઈ પણ
અવલોકે છે – જુએ છે, ત્યારે જ્યાં સુધી તે વિકલ્પ ન કરે ત્યાં સુધી સત્તામાત્રના ગ્રહણરૂપ
દર્શન કહેવાય છે, પછી શુક્લ વગેરે વિકલ્પ૨ થતાં જ્ઞાન કહેવાય છે. ૪૩.
यत् सामान्यं ग्रहणं भावानां नैव कृत्वा आकारम् ।
अविशेषयित्वा अर्थान् दर्शनं इति भण्यते समये ।।४३।।
व्याख्या — ‘‘जं सामण्णं गहणं भावाणं’’ यत् सामान्येन सत्तावलोकनेन ग्रहणं
परिच्छेदनं, केषां ? भावानां पदार्थानां; किं कृत्वा ? ‘‘णेव कट्टुमायारं’’ नैव कृत्वा, कं ?
आकारं विकल्पं, तदपि किं कृत्वा ? ‘‘अविसेसिदूण अट्ठे’’ अविशेष्याविभेद्यार्थान्; केन
रूपेण ? शुक्लोऽयं, कृष्णोऽयं, दीर्घोऽयं, ह्स्वोऽयं, घटोऽयं, पटोऽयमित्यादि । ‘‘दंसणमिदि
भण्णए समए’’ तत्सत्तावलोकं दर्शनमिति भण्यते समये परमागमे । नेदमेव
तत्त्वार्थश्रद्धानलक्षणं सम्यग्दर्शनं वक्तव्यम् । कस्मादितिचेत् ? तत्र श्रद्धानं विकल्परूपमिदं तु
निर्विकल्पं यतः । अयमत्र भावः — यदा कोऽपि किमप्यवलोकयति पश्यति, तदा यावत्
विकल्पं न करोति तावत् सत्तामात्रग्रहणं दर्शनं भण्यते, पश्चाच्छुक्लादिविकल्पे जाते
ज्ञानमिति ।।४३।।
૧. તે શ્રદ્ધા તો વિકલ્પરૂપ છે=તે શ્રદ્ધા બધા પદાર્થોથી ભિન્ન નિજ શુદ્ધ પરમાત્મદ્રવ્યને વિષય બનાવે છે.
૨. અર્થોના આકારોનું અવભાસન તે વિકલ્પ.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૦૭