હોવાથી સવિકલ્પ છે, તોપણ બાકીના અનિચ્છિત સૂક્ષ્મવિકલ્પોનો સદ્ભાવ હોવા છતાં તેમનું
મુખ્યપણું નથી તે કારણે નિર્વિકલ્પ પણ કહેવાય છે; તેવી જ રીતે સ્વશુદ્ધાત્માના સંવેદનરૂપ
વીતરાગસ્વસંવેદનજ્ઞાન પણ સ્વસંવેદનના એક આકારરૂપ વિકલ્પમય હોવાથી સવિકલ્પ છે,
તોપણ બાહ્ય – વિષયોના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પોનો સદ્ભાવ હોવા છતાં તેમનું મુખ્યપણું
ન હોવાથી નિર્વિકલ્પ પણ કહેવાય છે. અહીં અપૂર્વ સ્વસંવેદનના આકારરૂપ અંતર્મુખ
પ્રતિભાસ હોવા છતાં બાહ્ય વિષયોના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પો પણ છે જ, તે જ કારણે
જ્ઞાન સ્વપરપ્રકાશક પણ સિદ્ધ થાય૧ છે. જો આ સવિકલ્પ - નિર્વિકલ્પ અને સ્વપરપ્રકાશક
જ્ઞાનનું વ્યાખ્યાન આગમ, અધ્યાત્મ અને તર્કશાસ્ત્રને અનુસરીને વિશેષરૂપે કરવામાં આવે
તો ઘણો વિસ્તાર થઈ જાય. પણ (દ્રવ્યસંગ્રહ) અધ્યાત્મશાસ્ત્ર હોવાથી તે વિસ્તાર કર્યો નથી.
આ રીતે રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ જે અવયવી તેના બીજા અવયવરૂપ જ્ઞાનના
વ્યાખ્યાન દ્વારા ગાથા સમાપ્ત થઈ. ૪૨.
હવે, વિકલ્પરહિત સત્તાનું ગ્રહણ કરનાર દર્શનનું કથન કરે છેઃ —
निर्विकल्पमपि भण्यते । यत एवेहापूर्वस्वसंवित्त्याकारान्तर्मुखप्रतिभासेऽपि बहिर्विषयानीहित-
सूक्ष्माविकल्पा अपि सन्ति तत एव कारणात् स्वपरप्रकाशकं च सिद्धम् । इदं तु
सविकल्पकनिर्विकल्पकस्य तथैव स्वपरप्रकाशकस्य ज्ञानस्य च व्याख्यानं यद्यागमाध्यात्मतर्क-
शास्त्रानुसारेण विशेषेण व्याख्यायते तदा महान् विस्तारो भवति । च चाध्यात्मशास्त्रत्वान्न कृत
इति ।
एवं रत्नत्रयात्मकमोक्षमार्गावयविनो द्वितीयावयवभूतस्य ज्ञानस्य व्याख्यानेन गाथा
गता ।।४२।।
अथ निर्विकल्पसत्ताग्राहकं दर्शनं कथयति : —
जं सामण्णं गहणं भावाणं णेव कट्टुमायारं ।
अविसेसिदूण अट्ठे दंसणमिदि भण्णए समए ।।४३।।
૧. શ્રી સમયસાર મોક્ષઅધિકાર ગાથા ૨૯૨ ની શ્રી જયસેનાચાર્ય કૃત ટીકા. પા. ૩૮૩ – ૩૮૪. (શ્રી
રાજચંદ્ર જૈન શાસ્ત્રમાળા)
દર્શન અવલોકન, સો જુદા, ગહૈ વસ્તુ સામાન્યહિ તદા;
વિન આકાર વિશેષનિ હીન, જિનમત ભાષૈ યોં પરવીન. ૪૩.
૨૦૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ