સુખામૃતરસનો સ્વાદ ન લેતાં આ જીવ જોયેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોમાં જે
નિરંતર ચિત્તને રોકે છે, તેને નિદાનશલ્ય કહેવામાં આવે છે. ઉપરોક્ત લક્ષણવાળાં ત્રણ
શલ્ય, વિભાવપરિણામ વગેરે સમસ્ત શુભાશુભ સંકલ્પ – વિકલ્પરહિત, પરમ સ્વાસ્થ્યના
સંવેદનથી ઉત્પન્ન થયેલ તાત્ત્વિક પરમાનંદ જેનું એક લક્ષણ છે; એવા સુખામૃતથી તૃપ્ત
પોતાના આત્મા વડે પોતાનું સમ્યક્ નિર્વિકલ્પપણે વેદન – પરિજ્ઞાન – અનુભવન એવું જે
નિર્વિકલ્પસ્વસંવેદનજ્ઞાન તે જ નિશ્ચયજ્ઞાન કહેવાય છે.
અહીં, શિષ્ય શંકા કરે છેઃ — ઉપરોક્ત પ્રકારે પ્રાભૃત ગ્રંથમાં જે નિર્વિકલ્પ
સ્વસંવેદનજ્ઞાન કહેવામાં આવ્યું છે તે ઘટતું નથી. ‘શા માટે ઘટતું નથી?’ એમ કહેવામાં
આવે તો કારણ કહેવામાં આવે છેઃ — જેમ જૈનમતમાં સત્તાવલોકનરૂપ ચક્ષુ આદિ દર્શન
નિર્વિકલ્પ કહેવાય છે તેમ બૌદ્ધમતમાં જ્ઞાન નિર્વિકલ્પ કહેવાય છે. પરંતુ તે નિર્વિકલ્પ હોવા
છતાં (ત્યાં) વિકલ્પને ઉત્પન્ન કરનાર કહેવાય છે. જૈનમતમાં તો જ્ઞાન વિકલ્પને ઉત્પન્ન
કરનાર જ નથી, પણ સ્વરૂપથી જ સવિકલ્પ છે અને તેવી જ રીતે સ્વપરપ્રકાશક છે. શંકાનો
પરિહારઃ — જૈનસિદ્ધાંતમાં જ્ઞાનને કથંચિત્ સવિકલ્પ અને કથંચિત્ નિર્વિકલ્પ માનવામાં
આવે છે. તે આ પ્રમાણે — જેમ કે વિષયાનંદરૂપ જે સંવેદન છે તે રાગ સંવેદનના વિકલ્પરૂપ
श्रुतानुभूतभोगेषु यन्नियतम् निरन्तरम् चित्तम् ददाति तन्निदानशल्यमभिधीयते ।
इत्युक्तलक्षणशल्यत्रयविभावपरिणामप्रभृतिसमस्तशुभाशुभसङ्कल्पविकल्परहितेन परमस्वास्थ्य-
संवित्तिसमुत्पन्नतात्त्विकपरमानंदैकलक्षणसुखामृततृप्तेन स्वेनात्मना स्वस्य सम्यग्निर्विकल्परूपेण
वेदनं परिज्ञानमनुभवनमिति निर्विकल्पस्वसंवेदनज्ञानमेव निश्चयज्ञानं भण्यते ।
अत्राह शिष्यः । इत्युक्तप्रकारेण प्राभृतग्रन्थे यन्निर्विकल्पस्वसंवेदनज्ञानं भण्यते, तन्न
घटते । कस्मादितिचेत् ? तदुच्यते — सत्तावलोकरूपं चक्षुरादिदर्शनं यथा जैनमते निर्विकल्पं
कथ्यते, तथा बौद्धमते ज्ञानं निर्विकल्पकं भण्यते, परं किन्तु तन्निर्विकल्पमपि विकल्पजनकं
भवति । जैनमते तु विकल्पस्योत्पादकं भवत्येव न, किन्तु स्वरूपेणैव सविकल्पमिति । तथैव
स्वपरप्रकाशकं चेति । तत्र परिहारः । कथंचित् सविकल्पकं निर्विकल्पकं च । तथाहि — यथा
विषयानन्दरूपं स्वसंवेदनं रागसंवित्तिविकल्परूपेण सविकल्पमपि शेषानीहितसूक्ष्मविकल्पानां
सद्भावेऽपि सति तेषां मुख्यत्वं नास्ति तेन कारणेन निर्विकल्पमपि भण्यते । तथा
स्वशुद्धात्मसंवित्तिरूपं वीतरागस्वसंवेदनज्ञानमपि स्वसंवित्त्याकारैकविकल्पेन सविकल्पमपि
बहिर्विषयानीहितसूक्ष्मविकल्पानां सद्भावेऽपि सति तेषां मुख्यत्वं नास्ति तेन कारणेन
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૦૫