Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 204 of 272
PDF/HTML Page 216 of 284

 

background image
क्रियते स द्रव्यानुयोगो भण्यते इत्युक्तलक्षणानुयोगचतुष्टयरूपेण चतुर्विधं श्रुतज्ञानं ज्ञातव्यम्
अनुयोगोऽधिकारः परिच्छेदः प्रकरणमित्याद्येकोऽर्थः अथवा षड्द्रव्यपञ्चास्तिकायसप्ततत्त्व-
नवपदार्थेषु (मध्ये) निश्चयनयेन स्वकीय शुद्धात्मद्रव्यं, स्वशुद्धजीवास्तिकायो निजशुद्धात्मतत्त्वं
निजशुद्धात्मपदार्थ उपादेयः
शेषं च हेयमिति संक्षेपेण हेयोपादेय भेदेन द्विधा
व्यवहारज्ञानमिति
इदानीं तेनैव विकल्परूपव्यवहारज्ञानेन साध्यं निश्चयज्ञानं कथ्यते तथाहिरागात्
परकलत्रादिवाञ्छारूपं, द्वेषात् परवधबन्धच्छेदादिवाञ्छारूपं, च मदीयापध्यानं कोऽपि न
जानातीति मत्वा स्वशुद्धात्मभावनासमुत्पन्नसदानन्दैकलक्षणसुखामृतरसनिर्मलजलेन चित्तशुद्धि-
मकुर्वाणः सन्नयं जीवो बहिरङ्गबकवेषेण यल्लोकरञ्जनां करोति तन्मायाशल्यं भण्यते
निजनिरञ्जननिर्दोषपरमात्मैवोपादेय इति रुचिरूपसम्यक्त्वाद्विलक्षणं मिथ्याशल्यं भण्यते
निर्विकारपरमचैतन्यभावनोत्पन्नपरमाह्लादैकरूपसुखामृतरसास्वादमलभमानोऽयं जीवो दृष्ट-
આવે છે, તે દ્રવ્યાનુયોગ કહેવાય છે. આ રીતે ઉક્ત લક્ષણવાળા ચાર અનુયોગરૂપે ચાર
પ્રકારનું શ્રુતજ્ઞાન જાણવું. અનુયોગ, અધિકાર, પરિચ્છેદ અને પ્રકરણ વગેરેનો એક જ અર્થ
છે. અથવા છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોમાં નિશ્ચયનયથી પોતાનું
શુદ્ધાત્મદ્રવ્ય, સ્વશુદ્ધજીવાસ્તિકાય, નિજ શુદ્ધાત્મતત્ત્વ અને નિજ શુદ્ધાત્મપદાર્થ ઉપાદેય
છે અને બાકીનું હેય છે
એમ સંક્ષેપમાં હેયઉપાદેયના ભેદથી વ્યવહારજ્ઞાન બે
પ્રકારનું છે.
હવે, તે જ વિકલ્પરૂપ વ્યવહારજ્ઞાનથી સાધ્ય નિશ્ચયજ્ઞાનનું કથન કરે છે. તે આ
પ્રમાણેરાગથી પરસ્ત્રી આદિની વાંછારૂપ અને દ્વેષથી બીજાને હણવા, બાંધવા, છેદવા
આદિની વાંછારૂપ મારું દુર્ધ્યાન છે, તેને કોઈ પણ જાણતું નથી એમ વિચારીને
સ્વશુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન સદાનંદ (નિત્ય આનંદ) જેનું એક લક્ષણ છે, એવા
સુખામૃતરસરૂપ નિર્મળ જળથી (પોતાના) ચિત્તની શુદ્ધિ ન કરતાં, આ જીવ બહારમાં
બગલાના જેવો વેષ ધારણ કરીને લોકોનું રંજન કરે છે તે માયાશલ્ય કહેવાય છે. ‘નિજ
નિરંજન
નિર્દોષ પરમાત્મા જ ઉપાદેય છે’ એવી રુચિરૂપ સમ્યક્ત્વથી વિલક્ષણ મિથ્યાશલ્ય
કહેવાય છે. નિર્વિકાર પરમચૈતન્યની ભાવનાથી ઉત્પન્ન પરમાહ્લાદ જેનું એક રૂપ છે એવા
૧. સર્વ પ્રકારની શુદ્ધિ નિજ નિરંજન નિર્દોષ પરમાત્માના જ આશ્રયે થાય છે, અન્ય પ્રકારે નહિએવું
જ્ઞાન કરાવવા તેને જ ઉપાદેય કહેવામાં આવે છે.
૨૦૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ