Bruhad Dravya Sangrah (Gujarati). Samyaktvana Atha Anganu Swaroop; Samyatvano Mahima; Samyakgyananu Swaroop; Samyakgyanana Bhed; Char Anuyoganu Swaroop; Vikalp Rahit Sattanu Grahan Karnar Darshananu Kathan; Mukta Jeevone Darshan Ane Gyan Ek Sathe Ja Thay Chhe.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 15

 

Page 189 of 272
PDF/HTML Page 201 of 284
single page version

background image
गौरस्थूलादिदेहोऽहं राजाहमित्यहङ्कारलक्षणमिति
अथानायतनषट्कं कथयति मिथ्यादेवो, मिथ्यादेवाराधका, मिथ्यातपो, मिथ्यातपस्वी,
मिथ्यागमो, मिथ्यागमधराः पुरुषाश्चेत्युक्तलक्षणमनायतनषट्कं सरागसम्यग्दृष्टीनां त्याज्यं
भवतीति
वीतरागसम्यग्दृष्टीनां पुनः समस्तदोषायतनभूतानां मिथ्यात्वविषयकषायरूपायतनानां
परिहारेणकेवलज्ञानाद्यनन्तगुणायतनभूते स्वशुद्धात्मनि निवास एवानायतनसेवापरिहार इति
अनायतनशब्दस्यार्थः कथ्यते सम्यक्त्वादिगुणानामायतनं गृहमावास आश्रय आधारकरणं
निमित्तमायतनं भण्यते तद्विपक्षभूतमनायतनमिति
अतः परं शंकाद्यष्टमलत्यागं कथयति निःशंकाद्यष्टगुणप्रतिपालनमेव शङ्काद्यष्ट-
मलत्यागो भण्यते तद्यथारागादिदोषा अज्ञानं वाऽसत्यवचनकारणं तदुभयमपि वीतराग-
सर्वज्ञानां नास्ति, ततः कारणात्तत्प्रणीते हेयोपादेयतत्त्वे मोक्षे मोक्षमार्गे च भव्यैः शंका संशयः
આદિમાં ‘આ મારું છે’ એ પ્રકારની બુદ્ધિ તે મમકાર છે અને તેમાં જ અભેદપણે ‘ગોરું,
જાડું વગેરે શરીર તે હું છું, રાજા તે હું છું’ એ અહંકારનું લક્ષણ છે.
હવે, છ અનાયતનોનું કથન કરે છેઃમિથ્યાદેવ, મિથ્યાદેવોના આરાધકો,
મિથ્યાતપ, મિથ્યા તપસ્વી, મિથ્યા આગમ, મિથ્યાશાસ્ત્રના પંડિતોએ ઉપરોક્ત
લક્ષણવાળાં છ અનાયતનોનો ત્યાગ સરાગસમ્યગ્દ્રષ્ટિઓએ કરવો જોઈએ. વીતરાગ
સમ્યગ્દ્રષ્ટિઓને તો સમસ્ત દોષોના સ્થાનભૂત મિથ્યાત્વ
વિષયકષાયરૂપ આયતનોના
ત્યાગથી કેવળજ્ઞાનાદિ અનંતગુણના સ્થાનભૂત સ્વશુદ્ધાત્મામાં નિવાસ કરવો તે જ
અનાયતનોની સેવાનો ત્યાગ છે. અનાયતન શબ્દનો અર્થ કહેવામાં આવે છે.
સમ્યક્ત્વાદિ ગુણોના આયતન
ઘરઆવાસઆશ્રયઆધારના નિમિત્તને ‘આયતન’ કહે
છે અને તેનાથી વિપરીત તે ‘અનાયતન’ છે.
હવે પછી, શંકા આદિ આઠ દોષોના ત્યાગનું કથન કરે છેનિઃશંકતા આદિ
આઠ ગુણોનું પાલન કરવું તે જ શંકાદિ આઠ દોષોનો ત્યાગ કહેવાય છે. તે આ
રીતે છે
રાગાદિ દોષો અથવા અજ્ઞાન અસત્ય વચનનું કારણ છે અને એ બન્નેય
(રાગાદિ અને અજ્ઞાન) વીતરાગસર્વજ્ઞદેવમાં નથી, તે કારણે તેમનાં કહેલાં હેય
ઉપાદેય તત્ત્વમાં, મોક્ષમાં અને મોક્ષમાર્ગમાં ભવ્યોએ શંકાસંશયસંદેહ કરવા યોગ્ય

Page 190 of 272
PDF/HTML Page 202 of 284
single page version

background image
सन्देहो न कर्त्तव्य तत्र शंकादिदोषपरिहारविषये पुनरञ्जनचौरकथा प्रसिद्धा तत्रैव
विभीषणकथा तथाहिसीताहरणप्रघट्टके रावणस्य रामलक्ष्मणाभ्यां सह संग्रामप्रस्तावे
विभीषणेन विचारितं रामस्तावदष्टमबलदेवो लक्ष्मणश्चाष्टमो वासुदेवो रावणश्चाष्टमः प्रतिवासुदेव
इति
तस्य च प्रतिवासुदेवस्य वासुदेवहस्तेन मरणमिति जैनागमे कथितमास्ते, तन्मिथ्या न
भवतीति निःशंको भूत्वा, त्रैलोक्यकण्टकं रावणं स्वकीयज्येष्ठभ्रातरं त्यक्त्वा,
त्रिंशदक्षौहिणीप्रमितचतुरंगबलेन सह स रामस्वामिपार्श्वे गत इति
तथैव देवकीवसुदेवद्वयं
निःशङ्कं ज्ञातव्यम् तथाहियदा देवकीबालकस्य मारणनिमित्तं कंसेन प्रार्थना कृता तदा
ताभ्यां पर्यालोचितं मदीयः पुत्रो नवमो वासुदेवो भविष्यति तस्य हस्तेन जरासिन्धुनाम्नो
नवमप्रतिवासुदेवस्य कंसस्यापि मरणं भविष्यतीति जैनागमे भणितं तिष्ठतीति,
નથી. ત્યાં શંકા આદિ દોષના ત્યાગની બાબતમાં અંજનચોરની કથા પ્રસિદ્ધ છે. તે
બાબતમાં જ વિભીષણની કથા પણ (પ્રસિદ્ધ) છે. તે આ રીતેસીતાહરણ
પ્રકરણમાં રાવણને રામલક્ષ્મણ સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો, ત્યારે વિભીષણે
વિચાર કર્યો કે રામ તો આઠમા બળદેવ છે અને લક્ષ્મણ આઠમા વાસુદેવ છે, તથા
રાવણ આઠમા પ્રતિવાસુદેવ છે. તે પ્રતિવાસુદેવનું મરણ વાસુદેવના હાથે થાય છે, એમ
જૈન આગમમાં કહ્યું છે, તે મિથ્યા થઈ શકતું નથી;
એમ નિઃશંક થઈને પોતાના
મોટાભાઈ, ત્રણ લોકના કંટકરૂપ રાવણને છોડીને, (પોતાની) ત્રીસ અક્ષૌહિણી ચતુરંગ
સેના સહિત તે રામચંદ્રની પાસે ચાલ્યો ગયો. તેવી જ રીતે દેવકી અને વસુદેવ
એ બન્નેને પણ નિઃશંક જાણવાં. તે આ પ્રમાણેજ્યારે દેવકીના પુત્રને મારવાને
માટે કંસે પ્રાર્થના કરી, ત્યારે તે બન્નેએ (દેવકી અને વસુદેવે) વિચાર્યું કે મારો પુત્ર
નવમો વાસુદેવ થશે અને તેના હાથે જરાસિન્ધુ નામના નવમા પ્રતિવાસુદેવનું અને
કંસનું પણ મરણ થશે, એમ જૈન આગમમાં કહ્યું છે તેમ જ અતિમુક્ત ભટ્ટારકે
૧. આ કથા સંબંધમાં મોક્ષમાર્ગપ્રકાશકમાં નીચે પ્રમાણે કહ્યું છે. પા. ૨૭૬. ‘‘વળી પ્રથમાનુયોગમાં
ઉપચારરૂપ કોઈ ધર્મઅંગ થતાં ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ. જેમ જીવોને શંકાકાંક્ષાદિ ન કરતાં
તેને સમ્યક્ત્વ થયું કહીએ છીએ; પણ કોઈ કાર્યમાં શંકાકાંક્ષાદિ ન કરવા માત્રથી સમ્યક્ત્વ તો ન
થાય. સમ્યક્ત્વ તો તત્ત્વશ્રદ્ધા થતાં જ થાય છે; પરંતુ અહીં નિશ્ચયસમ્યક્ત્વનો તો વ્યવહારસમ્યક્ત્વમાં
ઉપચાર કર્યો તથા વ્યવહારસમ્યક્ત્વના કોઈ અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યક્ત્વનો ઉપચાર કર્યો; એ પ્રમાણે
તેને ઉપચારથી સમ્યક્ત્વ થયું કહીએ છીએ.’’
નોટઃઉપચારથી સમ્યગ્જ્ઞાન તથા ઉપચારથી સમ્યક્ ચારિત્રનું સ્વરૂપ પણ ત્યાં કહ્યું છે, તે ત્યાંથી
સમજી લેવું.

Page 191 of 272
PDF/HTML Page 203 of 284
single page version

background image
तथैवातिमुक्तभट्टारकैरपि कथितमिति निश्चित्य कंसाय स्वकीयं बालकं दत्तम् तथा
शेषभव्यैरपि जिनागमे शंका न कर्तव्येति इदं व्यवहारेण निःशंकितत्वं व्याख्यानम् निश्चयेन
पुनस्तस्यैव व्यवहारनिःशंकागुणस्य सहकारित्वेनेहलोकपरलोकात्राणागुप्तिमरणव्याधि-
वेदनाऽऽकस्मिक अभिधानभयसप्तकं मुक्त्वा घोरोपसर्गपरीषहप्रस्तावेऽपि शुद्धोपयोगलक्षण-
निश्चयरत्नत्रयभावनैव निःशंकगुणो ज्ञातव्य इति
।।।।
अथ निष्कांक्षितागुणं कथयति इहलोकपरलोकाशारूपभोगाकांक्षानिदानत्यागेन
केवलज्ञानाद्यनन्तगुणव्यक्तिरूपमोक्षार्थं दानपूजातपश्चरणाद्यनुष्ठानकरणं निष्कांक्षागुणो भण्यते
तथानन्तमतीकन्याकथा प्रसिद्धा द्वितीया च सीतामहादेवीकथा सा कथ्यते सीता यदा
लोकापवादपरिहारार्थं दिव्ये शुद्धा जाता तदा रामस्वामिना दत्तं पट्टमहादेवीविभूतिपदं त्यक्त्वा
सकलभूषणानगारकेवलिपादमूले कृतान्तवक्रादिराजभिस्तथा बहुराज्ञीभिश्च सह जिनदीक्षां
પણ કહ્યું છે;એમ નિશ્ચય કરીને કંસને પોતાનું બાળક આપ્યું. તે જ પ્રમાણે બીજા
ભવ્ય જીવોએ પણ જિનાગમમાં શંકા ન કરવી.
આ વ્યવહારનયથી નિઃશંકિત અંગનું વ્યાખ્યાન કર્યું. નિશ્ચયથી તો, તે જ
વ્યવહારનિઃશંકિતગુણના સહકારીપણા વડે આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાનો
ભય, અગુપ્તિનો ભય, મરણનો ભય, વ્યાધિવેદનાનો ભય અને અકસ્માતનો ભય
સાત ભયો છોડીને ઘોર ઉપસર્ગ કે પરિષહ આવવા છતાં પણ શુદ્ધોપયોગરૂપ
નિશ્ચયરત્નત્રયની ભાવના તે જ નિઃશંકિતગુણ જાણવો. ૧.
હવે, નિષ્કાંક્ષિતગુણનું કથન કરે છેઃઆ લોક અને પરલોકની તૃષ્ણારૂપ
ભોગાકાંક્ષાનિદાનના ત્યાગ વડે કેવળજ્ઞાનાદિ અનંત ગુણોની પ્રગટતારૂપ મોક્ષને માટે દાન,
પૂજા, તપશ્ચરણ વગેરે આચરણ કરવાં તે નિઃકાંક્ષિતગુણ કહેવાય છે. આ ગુણમાં
અનન્તમતી કન્યાની કથા
પ્રસિદ્ધ છે. બીજી સીતા મહાદેવીની કથા છે. તે કહેવામાં આવે
છેઃજ્યારે સીતા લોકોની નિંદા દૂર કરવા માટે અગ્નિકુંડમાં પ્રવેશીને શુદ્ધ (નિર્દોષ)
થયાં ત્યારે રામચંદ્રે આપેલ પટ્ટમહારાણીવિભૂતિપદ છોડીને, સકલભૂષણ નામના
કેવળજ્ઞાની મુનિના પાદમૂલમાં, કૃતાન્તવક્ર વગેરે રાજાઓ અને ઘણી રાણીઓની સાથે
૧. જેને નિશ્ચયનિશંકિતગુણ પ્રગટે તેને આ ઉપચાર લાગુ પડે, એમ સમજવું.
૨. મોક્ષમાર્ગપ્રકાશક અ. ૮ પા. ૨૭૬ માં ઉપચારનું સ્વરૂપ બતાવ્યું છે, તે આ કથાઓને લાગુ પડે છે.

Page 192 of 272
PDF/HTML Page 204 of 284
single page version

background image
गृहीत्वा शशिप्रभाधार्मिकासमुदायेन सह ग्रामपुरखेटकादिविहारेण भेदाभेदरत्नत्रयभावनया
द्विषष्टिवर्षाणि जिनसमयप्रभावनां कृत्वा पश्चादवसाने त्रयस्त्रिंशद्दिवसपर्यन्तं निर्विकार-
परमात्मभावनासहितं संन्यासं कृत्वाऽच्युताभिधानषोडशस्वर्गे प्रतीन्द्रतां याता
ततश्च
निर्मलसम्यक्त्वफलं दृष्ट्वा धर्मानुरागेण नरके रावणलक्ष्मणयोः संबोधनं कृत्वेदानीं स्वर्गे
तिष्ठति
अग्रे स्वर्गादागत्य सकलचक्रवर्ती भविष्यति तौ च रावणलक्ष्मीधरौ तस्य पुत्रौ
भविष्यतः ततश्च तीर्थंकरपादमूले पूर्वभवान्तरं दृष्ट्वा पुत्रद्वयेन सह परिवारेण च सह
जिनदीक्षां गृहीत्वा भेदाभेदरत्नत्रयभावनया पञ्चानुत्तरविमाने त्रयोप्यहमिन्द्रा भविष्यन्ति
तस्मादागत्य रावणस्तीर्थकरो भविष्यति, सीता च गणधर इति, लक्ष्मीधरो धातकीखण्डद्वीपे
तीर्थकरो भविष्यति
इति व्यवहारनिष्कांक्षितागुणो विज्ञातव्यः निश्चयेन पुनस्तस्यैव
व्यवहारनिष्कांक्षागुणस्य सहकारित्वेन दृष्टश्रुतानुभूतपञ्चेन्द्रियभोगत्यागेन निश्चयरत्नत्रय-
भावनोत्पन्नपारमार्थिकस्वात्मोत्थसुखामृतरसे चित्तसन्तोषः स एव निष्कांक्षागुण इति
।।।।
જિનદીક્ષા લઈને, શશિપ્રભા વગેરે આર્યિકાઓના સમૂહ સાથે, ગ્રામ, પુર, ખેટક આદિમાં
વિહાર કરતાં થકાં, ભેદાભેદરત્નત્રયની ભાવનાથી બાસઠ વર્ષ સુધી જૈનમતની પ્રભાવના
કરીને પછી અંત સમયે તેત્રીસ દિવસ સુધી નિર્વિકાર પરમાત્માની ભાવના સહિત સંન્યાસ
કરીને (
સમાધિમરણ કરીને) અચ્યુત નામના સોળમા સ્વર્ગમાં પ્રતીન્દ્ર થયાં; અને પછી
નિર્મળ સમ્યક્ત્વનું ફળ દેખીને ધર્માનુરાગથી નરકમાં રાવણ અને લક્ષ્મણને સંબોધન કરીને
અત્યારે સ્વર્ગમાં (રહ્યાં) છે. આગળ ઉપર સ્વર્ગમાંથી નીકળીને સીતાનો જીવ ચક્રવર્તી થશે;
રાવણ અને લક્ષ્મણના જીવ તેના (સીતાના જીવના) પુત્રો થશે. પછી તીર્થંકરદેવના
પાદમૂલમાં પોતાના પૂર્વભવ જોઈને, પરિવાર સહિત બન્ને પુત્રો તથા સીતાનો જીવ
જિનદીક્ષા લઈને ભેદાભેદરત્નત્રયની ભાવનાથી પંચ અનુત્તર વિમાનમાં ત્રણે જણા
અહમિન્દ્રો થશે. ત્યાંથી નીકળીને રાવણ તીર્થંકર થશે અને સીતા (તેમના) ગણધર થશે.
લક્ષ્મણ ધાતકીખંડદ્વીપમાં તીર્થંકર થશે. આ પ્રમાણે વ્યવહાર નિષ્કાંક્ષિતગુણ જાણવો.
નિશ્ચયથી તો, તે જ વ્યવહાર નિઃકાંક્ષિતગુણના સહકારીપણાથી
, દ્રષ્ટ, શ્રુત અને અનુભૂત
પંચેન્દ્રિયભોગોનો ત્યાગ કરીને, નિશ્ચયરત્નત્રયની ભાવનાથી ઉત્પન્ન પારમાર્થિક
નિજાત્મજનિત સુખામૃતના રસમાં ચિત્તનો સંતોષ તે જ નિષ્કાંક્ષિતગુણ છે. ૨.
૧. સહકારીપણાથી = નિમિત્તપણાથી; નિમિત્ત ઉપાદાનમાં કાંઈ વિશિષ્ટતા લાવતું નથી, પણ તે જ
પ્રકારના ઉચિત નિમિત્તની સન્નિધિ હોય છે. (જુઓ, શ્રી પ્રવચનસાર ગાથા ૯૫ ટીકા પા. ૧૭૨
આવૃત્તિ બીજી.)

Page 193 of 272
PDF/HTML Page 205 of 284
single page version

background image
अथ निर्विचिकित्सागुणं कथयति भेदाभेदरत्नत्रयाराधकभव्यजीवानां
दुर्गन्धबीभत्सादिकं दृष्ट्वा धर्मबुद्ध्या कारुण्यभावेन वा यथायोग्यं विचिकित्सापरिहरणं
द्रव्यनिर्विचिकित्सागुणो भण्यते
यत्पुनर्जैनसमये सर्वं समीचीनं परं किन्तु वस्त्राप्रावरणं
जलस्नानादिकं च न कुर्वन्ति तदेव दूषणमित्यादिकुत्सितभावस्य विशिष्टविवेकबलेन परिहरणं
सा भाव निर्विचिकित्सा भण्यते
अस्य व्यवहारनिर्विचिकित्सागुणस्य विषय उद्दायन-
महाराजकथा रुक्मिणीमहादेवीकथा चागमप्रसिद्धा ज्ञातव्येति निश्चयेन पुनस्तस्यैव व्यवहार-
निर्विचिकित्सागुणस्य बलेन समस्तद्वेषादिविकल्परूपकल्लोलमालात्यागेन निर्मलात्मानुभूति-
लक्षणे निजशुद्धात्मनि व्यवस्थानं निर्विचिकित्सागुण इति
।।।।
इतः परं अमूढदृष्टिगुणं कथयति वीतरागसर्वज्ञप्रणीतागमार्थाद्बहिर्भूतैः
कुदृष्टिभिर्यत्प्रणीतं धातुवादखन्यवादहरमेखलक्षुद्रविद्याव्यन्तरविकुर्वणादिकमज्ञानिजन-
चिच्चमत्कारोत्पादकं दृष्ट्वा श्रुत्वा च योऽसौ मूढभावेन धर्मबुद्ध्या तत्र रुचिं भक्तिं न कुरुते
स एव व्यवहारोऽमूढदृष्टिरुच्यते
तत्र चोत्तरमथुरायां उदुरुलिभट्टारकरेवतीश्राविकाचन्द्रप्रभनाम
હવે નિર્વિચિકિત્સાગુણ કહે છેઃભેદાભેદ રત્નત્રયના આરાધક ભવ્ય જીવોની
દુર્ગંધ, ખરાબ આકૃતિ વગેરે દેખીને ધર્મબુદ્ધિથી અથવા કરુણાભાવથી યોગ્યતા પ્રમાણે
ગ્લાનિ તજવી તેને દ્રવ્ય
નિર્વિચિકિત્સા ગુણ કહે છે. ‘‘જૈનમતમાં બધી બાબતો સારી છે
પણ મુનિને વસ્ત્રરહિતપણું તથા તેઓ જળસ્નાનાદિ નથી કરતા તે જ દોષ છે’’એવો
કુત્સિત ભાવ, વિશિષ્ટ વિવેકબળ વડે તજવો તે ભાવનિર્વિચિકિત્સા કહેવાય છે. આ
વ્યવહારનિર્વિચિકિત્સાગુણના વિષયમાં ઉદ્દાયન મહારાજાની અને રુક્મિણી મહાદેવીની
કથા આગમપ્રસિદ્ધ જાણવી. નિશ્ચયથી તો, તે જ વ્યવહારનિર્વિચિકિત્સા ગુણના બળથી
સમસ્ત દ્વેષાદિ વિકલ્પરૂપ તરંગોનો ત્યાગ કરીને નિર્મળ આત્માનુભૂતિ જેનું લક્ષણ છે, એવી
નિજ શુદ્ધાત્મામાં સ્થિતિ તે જ નિર્વિચિકિત્સાગુણ છે. ૩.
હવે આગળ, અમૂઢદ્રષ્ટિગુણનું કથન કરે છેઃવીતરાગસર્વજ્ઞપ્રણીત આગમના
અર્થથી વિપરીત કુદ્રષ્ટિઓએ રચેલાં જે રસાયણશાસ્ત્ર, ખનિજવિદ્યા, હરમેખલ, ક્ષુદ્રવિદ્યા,
વ્યન્તર
વિકુર્વણ વગેરે અજ્ઞાનીઓના ચિત્તમાં વિસ્મય ઉત્પન્ન કરનાર શાસ્ત્રો જોઈને અને
સાંભળીને જે કોઈ જીવ મૂઢતાથી તેમાં ધર્મબુદ્ધિ વડે રુચિ કે ભક્તિ કરતો નથી, તે જ
વ્યવહાર
અમૂઢદ્રષ્ટિ કહેવાય છે. તે વિષયમાં ઉત્તર મથુરામાં ઉદુરુલિ ભટ્ટારક, રેવતી
૧. વ્યવહાર બળ અર્થાત્ નિમિત્તકારણ.

Page 194 of 272
PDF/HTML Page 206 of 284
single page version

background image
विद्याधरब्रह्मचारिसम्बन्धिनीकथा प्रसिद्धेति निश्चयेन पुनस्तस्यैव व्यवहारामूढदृष्टिगुणस्य
प्रसादेनान्तस्ततत्त्वबहिस्तत्त्वनिश्चये जाते सति समस्तमिथ्यात्वरागादिशुभाशुभसंकल्प-
विकल्पेष्टात्मबुद्धिमुपादेयबुद्धिं हितबुद्धिं ममत्वभावं त्यक्त्वा त्रिगुप्तिरूपेण विशुद्धज्ञानदर्शन-
स्वभावे निजात्मनि यन्निश्चलावस्थानं तदेवामूढदृष्टित्वमिति
संकल्पविकल्पलक्षणं कथ्यते
पुत्रकलत्रादौ बहिर्द्रव्ये ममेदमिति कल्पना संकल्पः, अभ्यन्तरे सुख्यहं दुःख्यहमिति
हर्षविषादकारणं विकल्प इति
अथवा वस्तुवृत्त्या संकल्प इति कोऽर्थो विकल्प इति तस्यैव
पर्यायः ।।।।
अथोपगूहनगुणं कथयति भेदाभेदरत्नत्रयभावनारूपो मोक्षमार्गः स्वभावेन शुद्ध एव
तावत्, तत्राज्ञानिजननिमित्तेन तथैवाशक्तजननिमित्तेन च धर्मस्य पैशुन्यं दूषणमपवादो
दुष्प्रभावना यदा भवति तदागमाविरोधेन यथाशक्त्यऽर्थेन धर्मोपदेशेन वा यद्धर्मार्थं दोषस्य
झम्पनं निवारणं क्रियते तद्व्यवहारनयेनोपगूहनं भण्यते
तत्र मायाब्रह्मचारिणा
શ્રાવિકા તથા ચન્દ્રપ્રભ નામના વિદ્યાધર બ્રહ્મચારીની કથાઓ પ્રસિદ્ધ છે. નિશ્ચયથી તો તે
જ વ્યવહાર
અમૂઢદ્રષ્ટિગુણના પ્રસાદથી અંતઃતત્ત્વ અને બહિઃતત્ત્વનો નિશ્ચય થતાં સમસ્ત
મિથ્યાત્વરાગાદિ શુભાશુભ સંકલ્પવિકલ્પોમાં ઇષ્ટબુદ્ધિઆત્મબુદ્ધિઉપાદેયબુદ્ધિ
હિતબુદ્ધિમમત્વભાવનો ત્યાગ કરીને ત્રિગુપ્તિરૂપે વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવી નિજાત્મામાં જે
નિશ્ચળ સ્થિતિ કરવી, તે જ અમૂઢદ્રષ્ટિપણું છે. સંકલ્પ અને વિકલ્પનું લક્ષણ કહે છેઃ
પુત્ર, સ્ત્રી આદિ બાહ્યદ્રવ્યોમાં ‘આ મારાં છે’ એવી કલ્પના તે સંકલ્પ છે, અંતરંગમાં ‘હું
સુખી છું, હું દુઃખી છું’ એમ હર્ષ
વિષાદ કરવો તે વિકલ્પ છે, અથવા વાસ્તવિકપણે
સંકલ્પનો અર્થ શું? વિકલ્પ એ જ. (સંકલ્પ એ જ વિકલ્પ) તે તેની જ પર્યાય છે. (સંકલ્પ,
વિકલ્પની જ પર્યાય છે). ૪.
હવે ઉપગૂહનગુણ કહે છેઃભેદાભેદ રત્નત્રયની ભાવનારૂપ મોક્ષમાર્ગ
સ્વભાવથી શુદ્ધ જ છે. તેમાં અજ્ઞાની મનુષ્યોના નિમિત્તે તથા અશક્ત મનુષ્યોના નિમિત્તે
ધર્મની નિન્દા
દોષઅપવાદ કે અપ્રભાવના જ્યારે થાય છે, ત્યારે આગમના અવિરોધપણે
શક્તિ અનુસાર ધનથી કે ધર્મોપદેશથી ધર્મને માટે જે દોષોને ઢાંકવામાં આવે છે અથવા
દૂર કરવામાં આવે છે, તે વ્યવહારનયથી ઉપગૂહનગુણ કહેવાય છે. તે વિષયમાં માયાચારથી
૧. વ્યવહારના પ્રસાદથી અર્થાત્ જ્યારે પોતાની સન્મુખતારૂપ નિશ્ચય પ્રસાદ હોય, ત્યારે નિમિત્તને
વ્યવહારનયે પ્રસાદ કહેવામાં આવે છે.
૨. ભેદ રત્નત્રય વ્યવહારનયે શુદ્ધ છે અને અભેદ રત્નત્રય નિશ્ચયનયે શુદ્ધ છે, બન્ને સાથે હોય છે.

Page 195 of 272
PDF/HTML Page 207 of 284
single page version

background image
पार्श्वभट्टारकप्रतिमालग्नरत्नहरणे कृते सत्युपगूहनविषये जिनदत्तश्रेष्ठिकथा प्रसिद्धेति अथवा
रुद्रजनन्या जयेष्ठासंज्ञाया लोकापवादे जाते सति यद्दोषझम्पनं कृतं तत्र
चेलिनीमहादेवीकथेति
तथैव निश्चयेन पुनस्तस्यैव व्यवहारोपगूहनगुणस्य सहकारित्वेन
निजनिरञ्जननिर्दोषपरमात्मनः प्रच्छादका ये मिथ्यात्वरागादिदोषास्तेषां तस्मिन्नेव परमात्मनि
सम्यग्श्रद्धानज्ञानानुष्ठानरूपं यद्ध्यानं तेन प्रच्छादनं विनाशनं गोपनं झम्पनं
तदेवोपगूहनमिति
।।।।
अथ स्थितीकरणं कथयति भेदाभेदरत्नत्रयधारकस्य चातुर्वर्णसङ्घस्य मध्ये यदा
कोऽपि दर्शनचारित्रमोहोदयेन दर्शनं ज्ञानं चारित्रं वा परित्यक्तं वाञ्छति तदागमाविरोधेन
यथाशक्त्या धर्मश्रवणेन वा अर्थेन वा सामर्थ्येन वा केनाप्युपायेन यद्धर्मे स्थिरत्वं क्रियते
तद्व्यवहारेण स्थितीकरणमिति
तत्र च पुष्पडालतपोधनस्य स्थिरीकरणप्रस्तावे
वारिषेणकुमारकथाऽऽगमप्रसिद्धेति निश्चयेन पुनस्तेनैव व्यवहारेण स्थितीकरणगुणेन धर्मदृढत्वे
जाते सति दर्शनचारित्रमोहोदयजनितसमस्तमिथ्यात्वरागादिविकल्पजालत्यागेन निजपरमात्म-
બ્રહ્મચારીએ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમામાં જડિત રત્નની ચોરી કરી, ત્યારે જિનદત્ત
શ્રેષ્ઠીએ જે ઉપગૂહન કર્યું તે કથા પ્રસિદ્ધ છે. અથવા રુદ્રની જ્યેષ્ઠા નામની માતાની
લોકનિંદા થઈ, ત્યારે તેનો દોષ ઢાંકનાર ચેલિની મહારાણીની કથા પ્રસિદ્ધ છે. નિશ્ચયથી
તો, તે જ વ્યવહાર ઉપગૂહનગુણના સહકારીપણાથી
નિજ નિરંજન નિર્દોષ પરમાત્માના
આચ્છાદક મિથ્યાત્વરાગાદિ દોષોનું, તે જ પરમાત્માનાં સમ્યક્શ્રદ્ધાનજ્ઞાનઆચરણરૂપ
ધ્યાન વડે પ્રચ્છાદનનાશગોપનઢાંકણ કરવું, તે જ ઉપગૂહનગુણ છે. ૫.
હવે, સ્થિતિકરણગુણનું કથન કરે છેઃભેદાભેદ રત્નત્રયના ધારક (મુનિ,
અર્જિકા, શ્રાવક, શ્રાવિકારૂપ) ચાર પ્રકારના સંઘમાંથી કોઈ જ્યારે દર્શન અને ચારિત્રમોહના
ઉદયથી દર્શન, જ્ઞાન કે ચારિત્રનો ત્યાગ કરવાની ઇચ્છા કરે ત્યારે આગમથી અવિરુદ્ધપણે
શક્તિ પ્રમાણે ધર્મશ્રવણથી, ધનથી, સામર્થ્યથી અથવા કોઈ પણ ઉપાયથી તેને ધર્મમાં સ્થિર
કરવામાં આવે છે તે વ્યવહારથી સ્થિતિકરણ છે. પુષ્પડાલ મુનિને ધર્મમાં સ્થિર કરવાના
પ્રસંગમાં વારિષેણકુમારની કથા આગમપ્રસિદ્ધ છે. નિશ્ચયથી તો, તે જ વ્યવહાર
સ્થિતિકરણ ગુણથી ધર્મમાં દ્રઢતા થતાં દર્શન અને ચારિત્રમોહના ઉદયથી ઉત્પન્ન સમસ્ત
૧. સહકારી = નિમિત્ત.
૨. ભેદાભેદ રત્નત્રય એકીસાથે પાંચ તથા છ ગુણસ્થાને હોય છે, એમ અહીં બતાવ્યું છે.
૩. વ્યવહાર
સ્થિતિકરણ ગુણના નિમિત્તે.

Page 196 of 272
PDF/HTML Page 208 of 284
single page version

background image
स्वभावभावनोत्पन्नपरमानन्दैकलक्षणसुखामृतरसास्वादेन तल्लयतन्मयपरमसमरसीभावेन चित्त-
स्थितीकरणमेव स्थितीकरणमिति
।।।।
अथ वात्सल्याभिधानं सप्तमाङ्गं प्रतिपादयति बाह्याभ्यन्तररत्नत्रयाधारे चतुर्विधसंघे
वत्से धेनुवत्पञ्चेन्द्रियविषयनिमित्तं पुत्रकलत्रसुवर्णादिस्नेहवद्वा यदकृत्रिमस्नेहकरणं तद्
व्यवहारेण वात्सल्यं भण्यते
तत्र च हस्तिनागपुराधिपतिपद्मराजसंबन्धिना बलिनामदुष्टमन्त्रिणा
निश्चयव्यवहाररत्नत्रयाराधकाकम्पनाचार्यप्रभृतिसप्तशतयतीनामुपसर्गे क्रियमाणे सति
विष्णुकुमारनाम्ना निश्चयव्यवहारमोक्षमार्गाराधकपरमयतिना विकुर्वणर्द्धिप्रभावेण वामनरूपं कृत्वा
बलिमन्त्रिपार्श्व पादत्रयप्रमाणभूमिप्रार्थनं कृत्वा पश्चादेकः पादो मेरुमस्तके दत्तो द्वितीयो
मानुषोत्तरपर्वते तृतीयपादस्यावकाशो नास्तीति वचनछलेन मुनिवात्सल्यनिमित्तं बलिमन्त्री बद्ध
इत्येका तावदागमप्रसिद्धा कथा
द्वितीया च दशपुरनगराधिपतेर्वज्रकर्णनाम्नः उज्जयिनी-
नगराधिपतिना सिंहोदरमहाराजेन जैनोऽयं, मम नमस्कारं न करोतीति मत्वा दशपुरनगरं
મિથ્યાત્વરાગાદિ વિકલ્પજાળનો ત્યાગ કરીને નિજ પરમાત્મસ્વભાવની ભાવનાથી ઉત્પન્ન
પરમાનંદ જેનું એક લક્ષણ છે, એવા સુખામૃતના રસાસ્વાદ વડે પરમાત્મામાં તલ્લીનતન્મય
પરમ સમરસીભાવથી ચિત્તને સ્થિર કરવું, તે જ સ્થિતિકરણગુણ છે. ૬.
હવે, વાત્સલ્ય નામનું સાતમું અંગ કહે છેઃબાહ્ય અને અભ્યંતર રત્નત્રયના ધારક
એવા ચતુર્વિધ સંઘ પ્રત્યે, ગાયને વાછરડા પ્રત્યે હોય છે તેમ અથવા પાંચ ઇન્દ્રિયના વિષયનાં
નિમિત્તભૂત પુત્ર, સ્ત્રી, સુવર્ણાદિ પ્રત્યે સ્નેહ હોય છે તેમ, જે સ્વાભાવિક સ્નેહ હોવો તેને
વ્યવહારથી વાત્સલ્ય ગુણ કહે છે. તે બાબતમાં હસ્તિનાગપુરના રાજા પદ્મરાજના બલિ
નામના દુષ્ટ મંત્રીએ જ્યારે નિશ્ચય
- વ્યવહાર રત્નત્રયના આરાધક શ્રી અકંપનાચાર્ય વગેરે
સાતસો મુનિઓને ઉપસર્ગ કર્યો, ત્યારે નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગના આરાધક વિષ્ણુકુમાર
નામના મુનિએ વિક્રિયાૠદ્ધિના પ્રભાવથી, વામનરૂપ ધારણ કરીને બલિ નામના મંત્રી પાસે
ત્રણ ડગલાં જેટલી ભૂમિ માગીને, એક પગ મેરુપર્વતના શિખર ઉપર મૂક્યો, બીજો
માનુષોત્તર પર્વત ઉપર મૂક્યો અને ત્રીજું ડગલું મૂકવાનું સ્થાન ખાલી નથી, એમ કહીને
વચનના બહાને મુનિઓના વાત્સલ્ય નિમિત્તે બલિ નામના મંત્રીને બાંધ્યો
એવી એક
આગમપ્રસિદ્ધ કથા છે. બીજી એક વાત્સલ્યની કથા, દશપુરનગરના વજ્રકર્ણ નામના રાજાની,
રામાયણમાં પ્રસિદ્ધ છે; ઉજ્જયિનીના રાજા સિંહોદરે ‘આ વજ્રકર્ણ જૈન છે અને મને
નમસ્કાર કરતો નથી’ એમ જાણીને દશરથપુરનગરને ઘેરો ઘાલીને ઘોર ઉપસર્ગ કર્યો. ત્યારે

Page 197 of 272
PDF/HTML Page 209 of 284
single page version

background image
परिवेष्टय घोरोपसर्गे क्रियमाणे भेदाभेदरत्नत्रयभावनाप्रियेण रामस्वामिना वज्रकर्णवात्सल्य-
निमित्तं सिंहोदरो बद्ध इति रामायणमध्ये प्रसिद्धेयं वात्सल्यकथेति
निश्चयवात्सल्यं पुनस्तस्यैव
व्यवहारवात्सल्यगुणस्य सहकारित्वेन धर्मे दृढत्वे जाते सति मिथ्यात्वरागादिसमस्त-
शुभाशुभबहिर्भावेषु प्रीतिं त्यक्त्वा रागादिविकल्पोपाधिरहितपरमस्वास्थ्यसंवित्तिसञ्जात-
सदानन्दैकलक्षणसुखामृतरसास्वादं प्रति प्रीतिकरणमेवेति सप्तमाङ्गं व्याख्यातम्
।।।।
अथाष्टमाङ्गं नाम प्रभावनागुणं कथयति श्रावकेन दानपूजादिना तपोधनेन च
तपःश्रुतादिना जैनशासनप्रभावना कर्तव्येति व्यवहारेण प्रभावनागुणो ज्ञातव्यः तत्र
पुनरुत्तरमथुरायां जिनसमयभावनशीलाया उर्विल्लामहादेव्याः प्रभावननिमित्तमुपसर्गे जाते सति
वज्रकुमारनाम्ना विद्याधरश्रमणेनाकाशे जैनरथभ्रमणेन प्रभावना कृतेत्येका आगमप्रसिद्धा कथा
द्वितीया तु जिनसमयप्रभावनाशीलवप्रामहादेवीनामस्वकीयजनन्या निमित्तं स्वस्य धर्मानुरागेण
च हरिषेणनामदशमचक्रवर्तिना तद्भवमोक्षगामिना जिनसमयप्रभावनार्थमुत्तुङ्गतोरणजिनचैत्यालय-
मण्डितं सर्वभूमितलं कृतमिति रामायणे प्रसिद्धेयं कथा
निश्चयेन पुनस्तस्यैव व्यवहार-
ભેદાભેદરત્નત્રયની ભાવના જેમને પ્રિય હતી એવા રામચંદ્રે વજ્રકર્ણ પ્રત્યેના વાત્સલ્યના
નિમિત્તે સિંહોદરને બાંધ્યો. (
આ વાત્સલ્યકથા રામાયણમાં પ્રસિદ્ધ છે.) નિશ્ચય વાત્સલ્ય
તો, તે જ વ્યવહાર વાત્સલ્યગુણના સહકારીપણાથી ધર્મમાં દ્રઢતા થતાં, મિથ્યાત્વરાગાદિ
સમસ્ત શુભાશુભ બહિર્ભાવોમાં પ્રીતિ છોડીને રાગાદિ વિકલ્પોપાધિરહિત, પરમ સ્વાસ્થ્યના
સંવેદનથી ઉત્પન્ન સદાનંદ (નિત્ય આનંદ) જેનું એક લક્ષણ છે એવા સુખામૃતના રસાસ્વાદમાં
પ્રીતિ કરવી તે જ છે. એ પ્રમાણે સાતમા અંગનું વ્યાખ્યાન કર્યું. ૭.
હવે, પ્રભાવનાગુણ નામના આઠમા અંગનું કથન કરે છેઃશ્રાવકે દાનપૂજા
આદિ દ્વારા અને મુનિએ તપશ્રુત આદિથી જૈનશાસનની પ્રભાવના કરવીએ વ્યવહારથી
પ્રભાવનાગુણ જાણવો. તે વિષયમાં ઉત્તર મથુરામાં જિનસમયની પ્રભાવના કરવાના
સ્વભાવવાળી ઉર્વિલ્લામહાદેવીને પ્રભાવના નિમિત્તે ઉપસર્ગ થતાં વજ્રકુમાર નામના
વિદ્યાધર શ્રમણે આકાશમાં જૈનરથ ફેરવીને પ્રભાવના કરી હતી
એ એક આગમપ્રસિદ્ધ
કથા છે. અને બીજી કથા આ છેઃતદ્ભવ મોક્ષગામી હરિષેણ નામના દશમા
ચક્રવર્તીએ, જિનસમયની પ્રભાવનાશીલ પોતાની માતા વપ્રામહાદેવીના નિમિત્તે અને પોતાના
ધર્માનુરાગથી, જૈનમતની પ્રભાવના માટે ઊંચાં તોરણવાળાં જિનમંદિરોથી સમસ્ત પૃથ્વીને
વિભૂષિત કરી હતી. આ કથા રામાયણમાં પ્રસિદ્ધ છે. નિશ્ચયથી તો, તે જ વ્યવહાર

Page 198 of 272
PDF/HTML Page 210 of 284
single page version

background image
प्रभावनागुणस्य बलेन मिथ्यात्वविषयकषायप्रभृतिसमस्तविभावपरिणामरूपपरसमयानां प्रभावं
हत्वा शुद्धोपयोगलक्षणस्वसंवेदनज्ञानेन विशुद्धज्ञानदर्शनस्वभावनिजशुद्धात्मनः प्रकाशनमनु-
भवनमेव प्रभावनेति
।।।।
एवमुक्तप्रकारेण मूढत्रयमदाष्टकषडनायतनशङ्काद्यष्टमलरहितं शुद्धजीवादितत्त्वार्थश्रद्धान-
लक्षणं सरागसम्यक्त्वाभिधानं व्यवहारसम्यक्त्वं विज्ञेयम् तथैव तेनैव व्यवहारसम्यक्त्वेन
पारम्पर्येण साध्यं शुद्धोपयोगलक्षणनिश्चयरत्नत्रयभावनोत्पन्नपरमाह्लादैकरूपसुखामृतरसास्वाद-
नमेवोपादेयमिन्द्रियसुखादिकं च हेयमिति रुचिरूपं वीतरागचारित्राविनाभूतं वीतराग-
सम्यक्त्वाभिधानं निश्चयसम्यक्त्वं च ज्ञातव्यमिति
अत्र व्यवहारसम्यक्त्वमध्ये निश्चयसम्यक्त्वं
किमर्थं व्याख्यातमिति चेत् ? व्यवहारसम्यक्त्वेन निश्चयसम्यक्त्वं साध्यत इति साध्य-
साधकभावज्ञापनार्थमिति
इदानीं येषां जीवानां सम्यग्दर्शनग्रहणात्पूर्वमायुर्बन्धो नास्ति तेषां व्रताभावेऽपि
પ્રભાવના ગુણના બળથી મિથ્યાત્વવિષયકષાયાદિ સમસ્ત વિભાવપરિણામરૂપ
પરસમયોનો પ્રભાવ નષ્ટ કરીને શુદ્ધોપયોગલક્ષણ સ્વસંવેદનજ્ઞાન વડે વિશુદ્ધ
જ્ઞાનદર્શનસ્વભાવી નિજ શુદ્ધાત્માનું પ્રકાશન
અનુભવન કરવું, તે જ પ્રભાવના છે. ૮.
આ રીતે ઉક્ત પ્રકારે ત્રણ મૂઢતા, આઠ મદ, છ અનાયતન અને શંકા આદિ આઠ
દોષો વિનાનું શુદ્ધ જીવાદિતત્ત્વાર્થોનું શ્રદ્ધાન જેનું લક્ષણ છે એવું સરાગસમ્યક્ત્વ નામનું
વ્યવહાર
સમ્યક્ત્વ જાણવું. તેવી જ રીતે તે જ વ્યવહારસમ્યક્ત્વથી પરંપરાએ સાધ્ય
એવું, શુદ્ધોપયોગલક્ષણ નિશ્ચયરત્નત્રયની ભાવનાથી ઉત્પન્ન પરમાહ્લાદ જેનું એક રૂપ છે,
એવા સુખામૃતરસનો આસ્વાદ જ ઉપાદેય છે અને ઇન્દ્રિયસુખાદિ હેય છે એવી રુચિરૂપ,
વીતરાગચારિત્રનું અવિનાભાવી વીતરાગ
સમ્યક્ત્વ નામનું નિશ્ચયસમ્યક્ત્વ જાણવું.
પ્રશ્નઃઅહીં વ્યવહારસમ્યક્ત્વના કથનમાં નિશ્ચયસમ્યક્ત્વનું કથન કેમ કર્યું? ઉત્તરઃ
વ્યવહારસમ્યક્ત્વથી નિશ્ચયસમ્યક્ત્વની સિદ્ધિ થાય છે, એમ સાધ્યસાધકભાવ
જણાવવાને માટે કથન કર્યું છે.
હવે, જે જીવોને સમ્યગ્દર્શનના ગ્રહણ થવા પહેલાં આયુષ્યનો બંધ થયો ન હોય તેમને
૧. બળથી = નિમિત્તથી.
૨. ભૂમિકા યોગ્ય વ્યવહાર અર્થાત્ શુભરાગ સાથેનું અનુપચરિત સાચું સમ્યગ્દર્શન.

Page 199 of 272
PDF/HTML Page 211 of 284
single page version

background image
नरनारकादिकुत्सितस्थानेषु जन्म न भवतीति कथयति ‘‘सम्यग्दर्शनशुद्धानारकतिर्यङ्-
नपुंसकस्त्रीत्वानि दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च व्रजन्ति नाप्यव्रतिकाः ’’ इतः परं
मनुष्यगतिमुत्पन्नसम्यग्दृष्टेः प्रभावं कथयति ‘‘ओजस्तेजोविद्यावीर्ययशोवृद्धिविजय-
विभवसनाथाः महाकुला महार्था मानवतिलका भवन्ति दर्शनपूताः ’’ अथ देवगतौ पुनः
प्रकीर्णकदेववाहनदेवकिल्विषदेवनीचदेवत्रयं विहायान्येषु महर्द्धिकदेवेषूत्पद्यते सम्यग्दृष्टिः
इदानीं सम्यक्त्वग्रहणात्पूर्वं देवायुष्कं विहाय ये बद्धायुष्कास्तान् प्रति सम्यक्त्वमाहात्म्यं
कथयति
‘‘हेट्ठिमछप्पुढवीणं जोइसवणभवणसव्वइत्थीणं पुण्णिदरे ण हि सम्मो ण सासणो
णारयापुण्णे ’’ तमेवार्थं प्रकारान्तरेण कथयति ‘‘ज्योतिर्भावनभौमेषु षट्स्वधः श्वभ्रभूमिषु
तिर्यक्षु नृसुरस्त्रीषु सद्दृष्टिनर्वै जायते’’ अथौपशमिकदेवकक्षायिकाभिधान-
વ્રત ન હોય, તોપણ નિન્દ્ય નરનારક આદિના સ્થાનમાં જન્મ થતો નથી, એમ કહે છેઃ
‘‘सम्यग्दर्शनशुद्धा नारकतिर्यग्नपुंसकस्त्रीत्वानि दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च व्रजन्ति नाप्यव्रतिकाः ।।
(અર્થઃજેમને સમ્યગ્દર્શન શુદ્ધ છે પણ અવ્રતી છે તેઓ પણ નરકગતિ, તિર્યંચગતિ,
નપુંસકપણું, સ્ત્રીપણું, નીચકુળ, અંગહીન શરીર, અલ્પ આયુષ્ય અને દરિદ્રપણાને પામતા
નથી.)’’ હવે, આગળ મનુષ્યગતિમાં ઉત્પન્ન સમ્યગ્દ્રષ્ટિ જીવોના પ્રભાવનું કથન કરે છેઃ
‘‘ओजस्तेजोविद्यावीर्ययशोवृद्धिविजयविभवसनाथाः उत्तमकुला महार्था मानवतिलका भवन्ति
दर्शनपूताः ।। [અર્થઃજે દર્શનથી પવિત્ર છે તે ઉત્સાહ, તેજ, વિદ્યા, વીર્ય, યશ, વૃદ્ધિ, વિજય
અને વૈભવ સહિત, ઉત્તમ કુળવાળા, ખૂબ ધનવાન અને મનુષ્યોમાં શિરોમણિ થાય છે.]’’
વળી દેવગતિમાં પ્રકીર્ણક દેવ, વાહન દેવ, કિલ્વિષ દેવ અને ત્રણ હલકા દેવો (વ્યન્તર
ભવનવાસીજ્યોતિષી) સિવાયના મહાૠદ્ધિધારક દેવોમાં સમ્યગ્દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે.
હવે, સમ્યક્ત્વના ગ્રહણ પહેલાં જેમણે દેવઆયુષ્ય બાંધ્યું હોય તેમની બાબતમાં
સમ્યક્ત્વનું માહાત્મ્ય કહે છે. ‘‘हेट्ठिमछप्पुढवीणं जोइसवणभवणसव्वइत्थीणं पुण्णिदरे ण हि सम्मो
ण सासणो णारयापुण्णे ।। [અર્થઃનીચેના છ નરકોમાં, જ્યોતિષી, વ્યન્તર અને ભવનવાસી
દેવોમાં, બધી સ્ત્રીઓમાં, લબ્ધ્યપર્યાપ્તકોમાં સમ્યગ્દ્રષ્ટિ ઉત્પન્ન થતો નથી; તથા સાસાદન
સમ્યગ્દ્રષ્ટિ અપર્યાપ્ત નારકીપણે ઉપજતા નથી.]’’
તે જ અર્થ બીજા પ્રકારે કહે છેઃ
‘‘ज्योतिर्भावनाभौमेषु षट्स्वधः श्वभ्रूमिषु तिर्यक्षु नृसुरस्त्रीषु सद्दृष्टिर्नैव जायते ।। [અર્થઃ
१. निकायत्रितये पूर्वे श्वभ्रभूमिषु षट्स्वधः वनितासु समस्तासु सम्यग्दृष्टिर्न जायते ।।२९८।।
૨. શ્રી રત્નકરંડ શ્રાવકાચાર ગાથા ૩૫. ૩.શ્રી રત્નકરંડ શ્રાવકાચાર ગાથા ૩૬.
૪. શ્રી ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૧૨૮.

Page 200 of 272
PDF/HTML Page 212 of 284
single page version

background image
सम्यक्त्वत्रयमध्ये कस्यां गतौ कस्य सम्यक्त्वस्य सम्भवोऽस्तीति कथयति
‘‘सौधर्मादिष्वसंख्याब्दायुष्कतिर्यक्षु नृष्वपि रत्नप्रभावनौ च स्यात्सम्यक्त्वत्रयमङ्गिनाम् ’’
कर्मभूमिजपुरुषे च त्रयं सम्भवति बद्धायुष्के लब्धायुष्केऽपि किन्त्वौपशमिकपर्याप्तावस्थायां
महर्द्धिकदेवेष्वेव ‘‘शेषेषु देवतिर्यक्षु षट्स्वधः श्वभ्रभूमिषु द्वौ वेदकोपशमकौ स्यातां
पर्याप्तदेहिनाम् ’’ इति निश्चयव्यवहाररत्नत्रयात्मकमोक्षमार्गावयविनः प्रथमावयवभूतस्य
सम्यक्त्वस्य व्याख्यानेन गाथा गता ।।४१।।
अथ रत्नत्रयात्मकमोक्षमार्गद्वितीयावयवरूपस्य सम्यग्ज्ञानस्य स्वरूपं प्रतिपादयति
જ્યોતિષી, ભવનવાસી અને વ્યન્તરદેવોમાં, નીચેની છ નરકની પૃથ્વીઓમાં, તિર્યંચોમાં,
મનુષ્ય સ્ત્રીઓમાં અને દેવાંગનાઓમાં સમ્યગ્દ્રષ્ટિ ઉત્પન્ન થતા
નથી.]’’
ઔપશમિક, વેદક અને ક્ષાયિક નામના ત્રણ સમ્યક્ત્વોમાંથી કઈ ગતિમાં ક્યું
સમ્યક્ત્વ સંભવે છે, તેનું કથન કરે છેઃ‘‘સૌધર્મ આદિ સ્વર્ગોમાં, અસંખ્ય વર્ષના
આયુષ્યવાળા તિર્યંચોમાં, મનુષ્યોમાં અને રત્નપ્રભા પ્રથમ નરકમાં ત્રણે સમ્યક્ત્વ હોય છે.
૨.’’ જેમણે આયુષ્ય બાંધ્યું હોય કે ન બાંધ્યું હોય તેવા કર્મભૂમિના મનુષ્યોમાં ત્રણે
સમ્યક્ત્વ હોય છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં ઔપશમિક સમ્યક્ત્વ મહર્દ્ધિક દેવોમાં જ
હોય છે.
‘‘शेषेषु देवतिर्यक्षु षट्स्वधः श्वभ्रभूमिषु द्वौ वेदकोपशमकौ स्यातां पर्याप्तदेहिनाम्
[અર્થઃબાકીના દેવો અને તિર્યંચોમાં અને નીચેની છ નરક ભૂમિઓમાં પર્યાપ્ત જીવોને
વેદક અને ઉપશમ એ બે જ સમ્યક્ત્વ હોય છે.]’’
આ રીતે નિશ્ચયવ્યવહાર રત્નત્રયાત્મક મોક્ષમાર્ગે જે અવયવી તેના પ્રથમ
અવયવરૂપ સમ્યક્ત્વનું વ્યાખ્યાન કરનારી ગાથા પૂરી થઈ. ૪૧.
હવે, રત્નત્રયાત્મક મોક્ષમાર્ગના બીજા અવયવરૂપ સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ
१. नृभोगभूमितिर्यक्षु सौधर्मादिषु नाकिषु आद्ययां श्वभ्रभूमौ च सम्यक्त्वत्रयमिष्यते ।।३००।।
२. शेष त्रिदशतिर्यक्षु षट्स्वधः श्वभ्रभूमिषु पर्याप्तेषु द्वयं ज्ञेयं क्षायिकेण विनांगिषु ।।३०१।।
(अमितगति) पंचसंग्रह प्रथम परिच्छेद
૩. શ્રી સુભાષિત રત્નસંદોહ ગાથા ૮૨૯.
૪. નિશ્ચયવ્યવહાર રત્નત્રય એક સાથે જ હોય છે. વ્યવહારનો હર સમય અંશે અભાવ થઈ નિશ્ચય
રત્નત્રય વૃદ્ધિંગત થાય છે.

Page 201 of 272
PDF/HTML Page 213 of 284
single page version

background image
संसयविमोहविब्भमविवज्जियं अप्पपरसरूवस्स
गहणं सम्मण्णाणं सायारमणेयभेयं तु ।।४२।।
संशयविमोहविभ्रमविवर्जित आत्मपरस्वरूपस्य
ग्रहणं सम्यक् ज्ञानं साकारं अनेकभेदं च ।।४२।।
व्याख्या :‘‘संसयविमोहविब्भमविवज्जियं’’ ‘‘संशयः’’ शुद्धात्मतत्त्वादिप्रतिपादक-
मागमज्ञानं किं वीतरागसर्वज्ञप्रणीतं भविष्यति परसमयप्रणीतं वेति, संशयः तत्र दृष्टान्तः
स्थाणुर्वा पुरुषो वेति ‘‘विमोहः’ परस्परसापेक्षनयद्वयेन द्रव्यगुणपर्यायादिपरिज्ञानाभावो
विमोहः तत्र दृष्टान्तःगच्छत्तृणस्पर्शवद्दिग्मोहवद्वा ‘‘विभ्रमः’’ अनेकान्तात्मकवस्तुनो
नित्यक्षणिकैकान्तादिरूपेण ग्रहणं विभ्रमः तत्र दृष्टान्त :शुक्तिकायां रजतविज्ञानवत्
પ્રતિપાદન કરે છેઃ
ગાથા ૪૨
ગાથાર્થઃઆત્મા અને પરપદાર્થોના સ્વરૂપને સંશય, વિમોહ અને વિભ્રમરહિત
જાણવું તે સમ્યક્જ્ઞાન છે; તે સાકાર અને અનેક ભેદોવાળું છે.
ટીકાઃ‘‘संसयविमोहविब्भमविवज्जियं’’ સંશયશુદ્ધ આત્મતત્ત્વાદિનું પ્રતિપાદક
શાસ્ત્રજ્ઞાન શું વીતરાગ સર્વજ્ઞે કહેલું તે સત્ય હશે કે અન્યમતીઓએ કહેલું સત્ય હશે, એ
સંશય છે. તેનું દ્રષ્ટાંત
ઝાડનું ઠૂંઠું છે કે માણસ છે? વિમોહપરસ્પર સાપેક્ષ દ્રવ્યાર્થિક
અને પર્યાયાર્થિક એ બન્ને નયો પ્રમાણે દ્રવ્યગુણપર્યાયાદિના જ્ઞાનનો અભાવ તે વિમોહ
છે. ત્યાં દ્રષ્ટાંતગમન કરનાર પુરુષને પગમાં તૃણ આદિનો સ્પર્શ થતાં સ્પષ્ટ જ્ઞાન ન
થાય કે શેનો સ્પર્શ થયો તે અથવા દિશા ભૂલાઈ જવી તે. વિભ્રમઅનેકાન્તાત્મક વસ્તુને
‘આ નિત્ય જ છે,’ ‘આ ક્ષણિક જ છે’ એમ એકાન્તરૂપ જાણવું, તે વિભ્રમ છે. તેનું
૧. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એકબીજાની અપેક્ષા સહિત હોય છે, નિરપેક્ષ હોતા નથી. જેમકે, દ્રવ્યનું
જ્ઞાન મુખ્ય હોય ત્યારે પર્યાયનું જ્ઞાન ગૌણ હોય છે, સર્વથા અભાવરૂપ હોતું નથીપર્યાયનો સર્વથા
અસ્વીકાર હોતો નથી.
સંસય વિમોહ વિભ્રમ દૂરિ, આપા પરકૂં ગહૈ જરૂરિ;
સો હૈ સમ્યક્જ્ઞાન, અનેક, ભેદ લીયેં સાકાર અટેક. ૪૨.

Page 202 of 272
PDF/HTML Page 214 of 284
single page version

background image
‘‘विवज्जियं’’ इत्युक्तलक्षणसंशयविमोहविभ्रमैर्वर्जितं, ‘‘अप्पपरसरूवस्स गहणं’’ सहजशुद्ध-
केवलज्ञानदर्शनस्वभावस्वात्मरूपस्य ग्रहणं परिच्छेदनं परिच्छित्तिस्तथा परद्रव्यस्य च भावकर्म-
द्रव्यकर्मनोकर्मरूपस्य जीवसम्बन्धिनस्तथैव पुद्गलादिपञ्चद्रव्यरूपस्य परकीयजीवरूपस्य च
परिच्छेदनं यत्तत् ‘‘सम्मण्णाणं’’ सम्यग्ज्ञानं भवति
तच्च कथंभूतं ? ‘‘सायारं’’ घटोऽयं
पटोऽयमित्यादिग्रहणव्यापाररूपेण साकारं सविकल्पं व्यवसायात्मकं निश्चयात्मकमित्यर्थः
पुनश्च किं विशिष्टं ? ‘‘अणेयभेयं तु’’ अनेकभेदं तु पुनरिति
तस्य भेदाः कथ्यन्ते मतिश्रुतावधिमनःपर्ययकेवलज्ञानभेदेन पञ्चधा अथवा
श्रुतज्ञानापेक्षया द्वादशाङ्गमङ्गबाह्यं चेति द्विभेदम् द्वादशाङ्गानां नामानि कथ्यन्ते आचारं,
सूत्रकृतं, स्थानं, समवायनामधेयं, व्याख्याप्रज्ञप्तिः, ज्ञातृकथा, उपासकाध्ययनं, अन्तकृतदशं,
अनुत्तरोपपादिकदशं, प्रश्नव्याकरणं, विपाकसूत्रं, दृष्टिवादश्चेति
दृष्टिवादस्य च परिकर्म-
सूत्रप्रथमानुयोगपूर्वगतचूलिकाभेदेन पञ्चभेदाः कथ्यन्ते तत्र चन्द्रसूर्यजम्बूद्वीपद्वीपसागर-
व्याख्याप्रज्ञप्तिभेदेन परिकर्म पञ्चविधं भवति सूत्रमेकभेदमेव प्रथमानुयोगोऽप्येकभेदः
દ્રષ્ટાંતછીપમાં ચાંદીનું જ્ઞાન. ‘‘विवज्जियं’’ આ પૂર્વોક્ત લક્ષણોવાળા સંશય, વિમોહ અને
વિભ્રમથી રહિત, ‘‘अप्पपरसरूवस्स गहणं’’ સહજ શુદ્ધ કેવળજ્ઞાનદર્શનસ્વભાવી
નિજાત્મસ્વરૂપનું ગ્રહણપરિચ્છેદનપરિચ્છિતિ અને પરદ્રવ્યનું સ્વરૂપ અર્થાત્ ભાવકર્મ
દ્રવ્યકર્મનોકર્મનું સ્વરૂપ, પુદ્ગલ આદિ પાંચ દ્રવ્યોનું સ્વરૂપ તથા અન્ય જીવનું સ્વરૂપ
જાણવું તે ‘‘सम्मण्णाणं’’ સમ્યક્જ્ઞાન છે. તે કેવું છે? ‘‘सायारं’’ આ ઘટ છે, આ વસ્ત્ર છે
ઇત્યાદિ જાણવાના વ્યાપારરૂપે સાકાર છે; સવિકલ્પવ્યવસાયાત્મકનિશ્ચયાત્મક એવો
(‘સાકાર’નો) અર્થ છે. વળી કેવું છે? ‘‘अणेयभेयं तु’’ અનેક ભેદોવાળું છે.
સમ્યગ્જ્ઞાનના ભેદ કહેવામાં આવે છેઃમતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન,
મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનએ ભેદોથી સમ્યગ્જ્ઞાન પાંચ પ્રકારનું છે અથવા
શ્રુતજ્ઞાનની અપેક્ષાએ દ્વાદશાંગ અને અંગબાહ્યએ રીતે બે પ્રકારનું છે. બાર અંગનાં નામ
કહેવામાં આવે છેઃઆચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અંગ,
જ્ઞાતૃકથાંગ, ઉપાસકાધ્યયનાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરોપપાદિકદશાંગ, પ્રશ્નવ્યાકરણાંગ,
વિપાકસૂત્રાંગ અને દ્રષ્ટિવાદ
એ બાર અંગોનાં નામ છે. દ્રષ્ટિવાદ નામના બારમા અંગના
પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચૂલિકાએ પાંચ ભેદોનું કથન કરવામાં આવે
છેઃતેમાં ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ અને
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિએ રીતે પરિકર્મ પાંચ પ્રકારે છે. સૂત્ર એક જ પ્રકારે છે. પ્રથમાનુયોગનો

Page 203 of 272
PDF/HTML Page 215 of 284
single page version

background image
पूर्वगतं पुनरुत्पादपूर्वं, अग्रायणीयं, वीर्यानुप्रवादं, अस्तिनास्तिप्रवादं, ज्ञानप्रवादं, सत्यप्रवादं,
आत्मप्रवादं, कर्मप्रवादं, प्रत्याख्यानं, विद्यानुवादं, कल्याणनामधेयं, प्राणानुवादं, क्रियाविशालं,
लोकसंज्ञं, पूर्वं चेति चतुर्दशभेदम्
जलगतस्थलगताकाशगतहरमेखलादिमायास्वरूप-
शाकिन्यादिरूपपरावर्त्तनभेदेन चूलिका पञ्चविधा चेति संक्षेपेण द्वादशाङ्गव्याख्यानम् अङ्गबाह्यं
पुनः सामायिकं, चतुर्विंशतिस्तवं, वन्दना, प्रतिक्रमणं, वैनयिकं, कृतिकर्म, दशवैकालिकम्,
उत्तराध्ययनं, कल्पव्यवहारः, कल्पाकल्पं, महाकल्पं, पुण्डरीकं, महापुण्डरीकं, अशीतिकं चेति
चतुर्दशप्रकीर्णकसंज्ञं बोद्धव्यमिति
अथवा वृषभादिचतुर्विंशतितीर्थङ्करभरतादिद्वादशचक्रवर्त्तिविजयादिनवबलदेव त्रिपृष्ठादि-
नववासुदेवसुग्रीवादिनवप्रतिवासुदेवसम्बन्धित्रिषष्ठिपुरुषपुराणभेदभिन्नः प्रथमानुयोगो भण्यते
उपासकाध्ययनादौ श्रावकधर्मम्, आचाराराधनादौ यतिधर्मं च यत्र मुख्यत्वेन कथयति स
चरणानुयोगो भण्यते
त्रिलोकसारे जिनान्तरलोकविभागादिग्रन्थव्याख्यानं करणानुयोगो
विज्ञेयः प्राभृततत्त्वार्थसिद्धान्तादौ यत्र शुद्धाशुद्धजीवादिषड्द्रव्यादीनां मुख्यवृत्त्या व्याख्यानं
પણ એક ભેદ છે. પૂર્વગતના ચૌદ ભેદ છેઃઉત્પાદપૂર્વ, અગ્રાયણીપૂર્વ, વીર્યાનુપ્રવાદપૂર્વ,
અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ, જ્ઞાનપ્રવાદપૂર્વ, સત્યપ્રવાદપૂર્વ, આત્મપ્રવાદપૂર્વ, કર્મપ્રવાદપૂર્વ,
પ્રત્યાખ્યાનપૂર્વ, વિદ્યાનુવાદપૂર્વ, કલ્યાણપૂર્વ, પ્રાણાનુવાદપૂર્વ, ક્રિયાવિશાલપૂર્વ અને
લોકબિન્દુસારપૂર્વ. જળગત ચૂલિકા, સ્થળગત ચૂલિકા, આકાશગત ચૂલિકા, હરમેખલા આદિ
માયાસ્વરૂપ ચૂલિકા અને શાકિની આદિ રૂપપરાવર્તન ચૂલિકા
એ રીતે ચૂલિકા પાંચ
પ્રકારની છે. એ રીતે સંક્ષેપમાં બાર અંગનું વ્યાખ્યાન છે અને જે અંગબાહ્ય શ્રુતજ્ઞાન છે
તે સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વન્દના, પ્રતિક્રમણ, વૈનયિક, કૃતિકર્મ, દશવૈકાલિક,
ઉત્તરાધ્યયન, કલ્પવ્યવહાર, કલ્પાકલ્પ, મહાકલ્પ, પુંડરીક, મહાપુંડરીક અને અશીતિક
એ રીતે ચૌદ પ્રકારના પ્રકીર્ણકરૂપ જાણવું.
અથવા શ્રી ૠષભનાથ આદિ ચોવીસ તીર્થંકર, ભરતાદિ બાર ચક્રવર્તી, વિજય
આદિ નવ બળદેવ, ત્રિપૃષ્ઠ આદિ નવ નારાયણ અને સુગ્રીવ આદિ નવ પ્રતિનારાયણ
સંબંધી ત્રેસઠ શલાકા પુરુષોના પુરાણભેદે ભેદવાળો પ્રથમાનુયોગ કહેવાય છે.
ઉપાસકાધ્યયનાદિમાં શ્રાવકધર્મનું અને આચાર આરાધના આદિમાં યતિધર્મનું જ્યાં મુખ્યપણે
કથન કરવામાં આવે છે તે ચરણાનુયોગ કહેવાય છે. ત્રિલોકસારમાં તીર્થંકરોનો અંતરકાળ
અને લોકવિભાગ આદિનું વ્યાખ્યાન છે
એવા ગ્રન્થ કરણાનુયોગના જાણવા. પ્રાભૃત અને
તત્ત્વાર્થસિદ્ધાંતાદિમાં જ્યાં મુખ્યપણે શુદ્ધઅશુદ્ધ જીવાદિ છ દ્રવ્ય વગેરેનું વ્યાખ્યાન કરવામાં

Page 204 of 272
PDF/HTML Page 216 of 284
single page version

background image
क्रियते स द्रव्यानुयोगो भण्यते इत्युक्तलक्षणानुयोगचतुष्टयरूपेण चतुर्विधं श्रुतज्ञानं ज्ञातव्यम्
अनुयोगोऽधिकारः परिच्छेदः प्रकरणमित्याद्येकोऽर्थः अथवा षड्द्रव्यपञ्चास्तिकायसप्ततत्त्व-
नवपदार्थेषु (मध्ये) निश्चयनयेन स्वकीय शुद्धात्मद्रव्यं, स्वशुद्धजीवास्तिकायो निजशुद्धात्मतत्त्वं
निजशुद्धात्मपदार्थ उपादेयः
शेषं च हेयमिति संक्षेपेण हेयोपादेय भेदेन द्विधा
व्यवहारज्ञानमिति
इदानीं तेनैव विकल्परूपव्यवहारज्ञानेन साध्यं निश्चयज्ञानं कथ्यते तथाहिरागात्
परकलत्रादिवाञ्छारूपं, द्वेषात् परवधबन्धच्छेदादिवाञ्छारूपं, च मदीयापध्यानं कोऽपि न
जानातीति मत्वा स्वशुद्धात्मभावनासमुत्पन्नसदानन्दैकलक्षणसुखामृतरसनिर्मलजलेन चित्तशुद्धि-
मकुर्वाणः सन्नयं जीवो बहिरङ्गबकवेषेण यल्लोकरञ्जनां करोति तन्मायाशल्यं भण्यते
निजनिरञ्जननिर्दोषपरमात्मैवोपादेय इति रुचिरूपसम्यक्त्वाद्विलक्षणं मिथ्याशल्यं भण्यते
निर्विकारपरमचैतन्यभावनोत्पन्नपरमाह्लादैकरूपसुखामृतरसास्वादमलभमानोऽयं जीवो दृष्ट-
આવે છે, તે દ્રવ્યાનુયોગ કહેવાય છે. આ રીતે ઉક્ત લક્ષણવાળા ચાર અનુયોગરૂપે ચાર
પ્રકારનું શ્રુતજ્ઞાન જાણવું. અનુયોગ, અધિકાર, પરિચ્છેદ અને પ્રકરણ વગેરેનો એક જ અર્થ
છે. અથવા છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોમાં નિશ્ચયનયથી પોતાનું
શુદ્ધાત્મદ્રવ્ય, સ્વશુદ્ધજીવાસ્તિકાય, નિજ શુદ્ધાત્મતત્ત્વ અને નિજ શુદ્ધાત્મપદાર્થ ઉપાદેય
છે અને બાકીનું હેય છે
એમ સંક્ષેપમાં હેયઉપાદેયના ભેદથી વ્યવહારજ્ઞાન બે
પ્રકારનું છે.
હવે, તે જ વિકલ્પરૂપ વ્યવહારજ્ઞાનથી સાધ્ય નિશ્ચયજ્ઞાનનું કથન કરે છે. તે આ
પ્રમાણેરાગથી પરસ્ત્રી આદિની વાંછારૂપ અને દ્વેષથી બીજાને હણવા, બાંધવા, છેદવા
આદિની વાંછારૂપ મારું દુર્ધ્યાન છે, તેને કોઈ પણ જાણતું નથી એમ વિચારીને
સ્વશુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન સદાનંદ (નિત્ય આનંદ) જેનું એક લક્ષણ છે, એવા
સુખામૃતરસરૂપ નિર્મળ જળથી (પોતાના) ચિત્તની શુદ્ધિ ન કરતાં, આ જીવ બહારમાં
બગલાના જેવો વેષ ધારણ કરીને લોકોનું રંજન કરે છે તે માયાશલ્ય કહેવાય છે. ‘નિજ
નિરંજન
નિર્દોષ પરમાત્મા જ ઉપાદેય છે’ એવી રુચિરૂપ સમ્યક્ત્વથી વિલક્ષણ મિથ્યાશલ્ય
કહેવાય છે. નિર્વિકાર પરમચૈતન્યની ભાવનાથી ઉત્પન્ન પરમાહ્લાદ જેનું એક રૂપ છે એવા
૧. સર્વ પ્રકારની શુદ્ધિ નિજ નિરંજન નિર્દોષ પરમાત્માના જ આશ્રયે થાય છે, અન્ય પ્રકારે નહિએવું
જ્ઞાન કરાવવા તેને જ ઉપાદેય કહેવામાં આવે છે.

Page 205 of 272
PDF/HTML Page 217 of 284
single page version

background image
સુખામૃતરસનો સ્વાદ ન લેતાં આ જીવ જોયેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોમાં જે
નિરંતર ચિત્તને રોકે છે, તેને નિદાનશલ્ય કહેવામાં આવે છે. ઉપરોક્ત લક્ષણવાળાં ત્રણ
શલ્ય, વિભાવપરિણામ વગેરે સમસ્ત શુભાશુભ સંકલ્પ
વિકલ્પરહિત, પરમ સ્વાસ્થ્યના
સંવેદનથી ઉત્પન્ન થયેલ તાત્ત્વિક પરમાનંદ જેનું એક લક્ષણ છે; એવા સુખામૃતથી તૃપ્ત
પોતાના આત્મા વડે પોતાનું સમ્યક્ નિર્વિકલ્પપણે વેદન
પરિજ્ઞાનઅનુભવન એવું જે
નિર્વિકલ્પસ્વસંવેદનજ્ઞાન તે જ નિશ્ચયજ્ઞાન કહેવાય છે.
અહીં, શિષ્ય શંકા કરે છેઃઉપરોક્ત પ્રકારે પ્રાભૃત ગ્રંથમાં જે નિર્વિકલ્પ
સ્વસંવેદનજ્ઞાન કહેવામાં આવ્યું છે તે ઘટતું નથી. ‘શા માટે ઘટતું નથી?’ એમ કહેવામાં
આવે તો કારણ કહેવામાં આવે છેઃ
જેમ જૈનમતમાં સત્તાવલોકનરૂપ ચક્ષુ આદિ દર્શન
નિર્વિકલ્પ કહેવાય છે તેમ બૌદ્ધમતમાં જ્ઞાન નિર્વિકલ્પ કહેવાય છે. પરંતુ તે નિર્વિકલ્પ હોવા
છતાં (ત્યાં) વિકલ્પને ઉત્પન્ન કરનાર કહેવાય છે. જૈનમતમાં તો જ્ઞાન વિકલ્પને ઉત્પન્ન
કરનાર જ નથી, પણ સ્વરૂપથી જ સવિકલ્પ છે અને તેવી જ રીતે સ્વપરપ્રકાશક છે. શંકાનો
પરિહારઃ
જૈનસિદ્ધાંતમાં જ્ઞાનને કથંચિત્ સવિકલ્પ અને કથંચિત્ નિર્વિકલ્પ માનવામાં
આવે છે. તે આ પ્રમાણેજેમ કે વિષયાનંદરૂપ જે સંવેદન છે તે રાગ સંવેદનના વિકલ્પરૂપ
श्रुतानुभूतभोगेषु यन्नियतम् निरन्तरम् चित्तम् ददाति तन्निदानशल्यमभिधीयते
इत्युक्तलक्षणशल्यत्रयविभावपरिणामप्रभृतिसमस्तशुभाशुभसङ्कल्पविकल्परहितेन परमस्वास्थ्य-
संवित्तिसमुत्पन्नतात्त्विकपरमानंदैकलक्षणसुखामृततृप्तेन स्वेनात्मना स्वस्य सम्यग्निर्विकल्परूपेण
वेदनं परिज्ञानमनुभवनमिति निर्विकल्पस्वसंवेदनज्ञानमेव निश्चयज्ञानं भण्यते
अत्राह शिष्यः इत्युक्तप्रकारेण प्राभृतग्रन्थे यन्निर्विकल्पस्वसंवेदनज्ञानं भण्यते, तन्न
घटते कस्मादितिचेत् ? तदुच्यतेसत्तावलोकरूपं चक्षुरादिदर्शनं यथा जैनमते निर्विकल्पं
कथ्यते, तथा बौद्धमते ज्ञानं निर्विकल्पकं भण्यते, परं किन्तु तन्निर्विकल्पमपि विकल्पजनकं
भवति
जैनमते तु विकल्पस्योत्पादकं भवत्येव न, किन्तु स्वरूपेणैव सविकल्पमिति तथैव
स्वपरप्रकाशकं चेति तत्र परिहारः कथंचित् सविकल्पकं निर्विकल्पकं च तथाहियथा
विषयानन्दरूपं स्वसंवेदनं रागसंवित्तिविकल्परूपेण सविकल्पमपि शेषानीहितसूक्ष्मविकल्पानां
सद्भावेऽपि सति तेषां मुख्यत्वं नास्ति तेन कारणेन निर्विकल्पमपि भण्यते
तथा
स्वशुद्धात्मसंवित्तिरूपं वीतरागस्वसंवेदनज्ञानमपि स्वसंवित्त्याकारैकविकल्पेन सविकल्पमपि
बहिर्विषयानीहितसूक्ष्मविकल्पानां सद्भावेऽपि सति तेषां मुख्यत्वं नास्ति तेन कारणेन

Page 206 of 272
PDF/HTML Page 218 of 284
single page version

background image
હોવાથી સવિકલ્પ છે, તોપણ બાકીના અનિચ્છિત સૂક્ષ્મવિકલ્પોનો સદ્ભાવ હોવા છતાં તેમનું
મુખ્યપણું નથી તે કારણે નિર્વિકલ્પ પણ કહેવાય છે; તેવી જ રીતે સ્વશુદ્ધાત્માના સંવેદનરૂપ
વીતરાગસ્વસંવેદનજ્ઞાન પણ સ્વસંવેદનના એક આકારરૂપ વિકલ્પમય હોવાથી સવિકલ્પ છે,
તોપણ બાહ્ય
વિષયોના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પોનો સદ્ભાવ હોવા છતાં તેમનું મુખ્યપણું
ન હોવાથી નિર્વિકલ્પ પણ કહેવાય છે. અહીં અપૂર્વ સ્વસંવેદનના આકારરૂપ અંતર્મુખ
પ્રતિભાસ હોવા છતાં બાહ્ય વિષયોના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પો પણ છે જ, તે જ કારણે
જ્ઞાન સ્વપરપ્રકાશક પણ સિદ્ધ થાય
છે. જો આ સવિકલ્પ - નિર્વિકલ્પ અને સ્વપરપ્રકાશક
જ્ઞાનનું વ્યાખ્યાન આગમ, અધ્યાત્મ અને તર્કશાસ્ત્રને અનુસરીને વિશેષરૂપે કરવામાં આવે
તો ઘણો વિસ્તાર થઈ જાય. પણ (દ્રવ્યસંગ્રહ) અધ્યાત્મશાસ્ત્ર હોવાથી તે વિસ્તાર કર્યો નથી.
આ રીતે રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ જે અવયવી તેના બીજા અવયવરૂપ જ્ઞાનના
વ્યાખ્યાન દ્વારા ગાથા સમાપ્ત થઈ. ૪૨.
હવે, વિકલ્પરહિત સત્તાનું ગ્રહણ કરનાર દર્શનનું કથન કરે છેઃ
निर्विकल्पमपि भण्यते यत एवेहापूर्वस्वसंवित्त्याकारान्तर्मुखप्रतिभासेऽपि बहिर्विषयानीहित-
सूक्ष्माविकल्पा अपि सन्ति तत एव कारणात् स्वपरप्रकाशकं च सिद्धम् इदं तु
सविकल्पकनिर्विकल्पकस्य तथैव स्वपरप्रकाशकस्य ज्ञानस्य च व्याख्यानं यद्यागमाध्यात्मतर्क-
शास्त्रानुसारेण विशेषेण व्याख्यायते तदा महान् विस्तारो भवति
च चाध्यात्मशास्त्रत्वान्न कृत
इति
एवं रत्नत्रयात्मकमोक्षमार्गावयविनो द्वितीयावयवभूतस्य ज्ञानस्य व्याख्यानेन गाथा
गता ।।४२।।
अथ निर्विकल्पसत्ताग्राहकं दर्शनं कथयति :
जं सामण्णं गहणं भावाणं णेव कट्टुमायारं
अविसेसिदूण अट्ठे दंसणमिदि भण्णए समए ।।४३।।
૧. શ્રી સમયસાર મોક્ષઅધિકાર ગાથા ૨૯૨ ની શ્રી જયસેનાચાર્ય કૃત ટીકા. પા. ૩૮૩૩૮૪. (શ્રી
રાજચંદ્ર જૈન શાસ્ત્રમાળા)
દર્શન અવલોકન, સો જુદા, ગહૈ વસ્તુ સામાન્યહિ તદા;
વિન આકાર વિશેષનિ હીન, જિનમત ભાષૈ યોં પરવીન. ૪૩.

Page 207 of 272
PDF/HTML Page 219 of 284
single page version

background image
ગાથા ૪૩
ગાથાર્થઃપદાર્થોમાં વિશેષપણું કર્યા વિના (ભેદ પાડ્યા વિના), આકાર અર્થાત્
વિકલ્પ કર્યા વિના, પદાર્થોનું જે સામાન્યપણે (સત્તાવલોકનરૂપ) ગ્રહણ તેને પરમાગમમાં
દર્શન કહેવામાં આવે છે.
વ્યાખ્યાઃ‘‘जं सामण्णं गहणं भावाणं’’ જે સામાન્યપણે અર્થાત્ સત્તાવલોકનરૂપે
ગ્રહણ કરવુંપરિચ્છેદન કરવું; કોનું ગ્રહણ કરવું? પદાર્થોનુંભાવોનું ગ્રહણ કરવું; કેવી
રીતે? ‘‘णेव कट्टुमायारं’’ ન કરીને; શું ન કરીને? આકાર અથવા વિકલ્પ; તે પણ શું કરીને?
‘‘अविसेसिदूण अट्ठे’’ પદાર્થોનો વિશેષ (ભેદ) ન કરીને; ક્યા રૂપે? આ સફેદ છે, આ કૃષ્ણ
છે, આ દીર્ઘ છે, આ હ્નસ્વ છે, આ ઘટ છે, આ પટ છે ઇત્યાદિ રૂપે; ‘‘दंसणमिदि भण्णए
समए’’ તે પરમાગમમાં સત્તાવલોકનરૂપ દર્શન કહેવાય છે. આ દર્શનને જ તત્ત્વાર્થશ્રદ્ધાન
લક્ષણવાળું સમ્યગ્દર્શન ન કહેવું. શા માટે ન કહેવું? કેમ કે તે શ્રદ્ધાન તો વિકલ્પરૂપ
છે અને આ દર્શન વિકલ્પરહિત છે. અહીં તાત્પર્ય આ છેઃ જ્યારે કોઈ પણ કંઈ પણ
અવલોકે છે
જુએ છે, ત્યારે જ્યાં સુધી તે વિકલ્પ ન કરે ત્યાં સુધી સત્તામાત્રના ગ્રહણરૂપ
દર્શન કહેવાય છે, પછી શુક્લ વગેરે વિકલ્પ થતાં જ્ઞાન કહેવાય છે. ૪૩.
यत् सामान्यं ग्रहणं भावानां नैव कृत्वा आकारम्
अविशेषयित्वा अर्थान् दर्शनं इति भण्यते समये ।।४३।।
व्याख्या‘‘जं सामण्णं गहणं भावाणं’’ यत् सामान्येन सत्तावलोकनेन ग्रहणं
परिच्छेदनं, केषां ? भावानां पदार्थानां; किं कृत्वा ? ‘‘णेव कट्टुमायारं’’ नैव कृत्वा, कं ?
आकारं विकल्पं, तदपि किं कृत्वा ? ‘‘अविसेसिदूण अट्ठे’’ अविशेष्याविभेद्यार्थान्; केन
रूपेण ? शुक्लोऽयं, कृष्णोऽयं, दीर्घोऽयं, ह्स्वोऽयं, घटोऽयं, पटोऽयमित्यादि
‘‘दंसणमिदि
भण्णए समए’’ तत्सत्तावलोकं दर्शनमिति भण्यते समये परमागमे नेदमेव
तत्त्वार्थश्रद्धानलक्षणं सम्यग्दर्शनं वक्तव्यम् कस्मादितिचेत् ? तत्र श्रद्धानं विकल्परूपमिदं तु
निर्विकल्पं यतः अयमत्र भावःयदा कोऽपि किमप्यवलोकयति पश्यति, तदा यावत्
विकल्पं न करोति तावत् सत्तामात्रग्रहणं दर्शनं भण्यते, पश्चाच्छुक्लादिविकल्पे जाते
ज्ञानमिति
।।४३।।
૧. તે શ્રદ્ધા તો વિકલ્પરૂપ છે=તે શ્રદ્ધા બધા પદાર્થોથી ભિન્ન નિજ શુદ્ધ પરમાત્મદ્રવ્યને વિષય બનાવે છે.
૨. અર્થોના આકારોનું અવભાસન તે વિકલ્પ.

Page 208 of 272
PDF/HTML Page 220 of 284
single page version

background image
હવે છદ્મસ્થોને જ્ઞાન, સત્તાવલોકનરૂપ દર્શનપૂર્વક થાય છે અને મુક્ત જીવોને દર્શન
અને જ્ઞાન એક સાથે જ થાય છેએમ પ્રતિપાદન કરે છેઃ
ગાથા ૪૪
ગાથાર્થઃછદ્મસ્થ જીવોને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે કેમ કે છદ્મસ્થોને જ્ઞાન
અને દર્શન એ બન્ને ઉપયોગ એક સાથે હોતા નથી. કેવળી ભગવાનને જ્ઞાન અને દર્શન
એ બન્નેય ઉપયોગ એક સાથે હોય છે.
ટીકાઃ‘‘दंसणपुव्वं णाणं छदमत्थाणं’’ છદ્મસ્થસંસારી જીવોને સત્તાવલોકનરૂપ
દર્શનપૂર્વક જ્ઞાન હોય છે. કેમ? ‘‘ण दोण्णि उवउग्गा जुगवं जह्मा’’ કારણ કે, છદ્મસ્થોને
જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગએ બન્ને એક સાથે હોતા નથી. ‘‘केवलिणाहे जुगवं तु ते
दो वि’’ કેવળીભગવાનને જ્ઞાન અને દર્શન ઉપયોગ બન્ને એક સાથે જ હોય છે.
તેનો વિસ્તારઃચક્ષુ આદિ ઇન્દ્રિયોના પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે પોતાને
अथ छद्मस्थानां ज्ञानं सत्तावलोकनदर्शनपूर्वकं भवति, मुक्तात्मनां युगपदिति
प्रतिपादयति :
दंसणपुव्वं णाणं छदमत्थाणं ण दोण्णि उवउग्गा
जुगवं जह्मा केवलिणाहे जुगवं तु ते दो वि ।।४४।।
दर्शनपूर्व्वं ज्ञानं छद्मस्थानां न द्वौ उपयोगौ
युगपत् यस्मात् केवलिनाथे युगपत् तु तौ द्वौ अपि ।।४४।।
व्याख्या‘‘दंसणपुव्वं णाणं छदमत्थाणं’’ सत्तावलोकनदर्शनपूर्वकं ज्ञानं भवति
छद्मस्थानां संसारिणां कस्मात् ? ‘‘ण दोण्णि उवउग्गा जुगवं जह्मा’’ ज्ञानदर्शनोपयोगद्वयं
युगपन्न भवति यस्मात् ‘‘केवलिणाहे जुगवं तु ते दो वि’’ केवलिनाथे तु युगपत्तौ
ज्ञानदर्शनोपयोगौ द्वौ भवति इति
अथ विस्तर :चक्षुरादीन्द्रियाणां स्वकीयस्वकीयक्षयोपशमानुसारेण तद्योग्यदेश-
છદમસ્થાકૈ ક્રમતેં જાન, પહલૈં દર્શન પીછૈં જ્ઞાન,
દો ઉપયોગ ન એકૈં કાલ, કેવલજ્ઞાની યુગપત ભાલ. ૪૪