Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 37 : Moksha Tattvanu Kathan, 38 : Punya-Papna Swaroopanu Kathan ; Adhikar Trijo:Mokshamarga Adhikar; Mokshamarga Adhikar; Vyavahar Ane Nishchay Mokshamarganu Swaroop; Abhedpane Aatma Ja Mokshamarga Chhe; Samyagdarshananu Kathan; Pachish Dosh Rahit Samyaktvanu Kathan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 15

 

Page 169 of 272
PDF/HTML Page 181 of 284
single page version

background image
ફરીવાર ‘सडणं’ શબ્દ શા માટે કહ્યો? સમાધાનપહેલાં જે ‘सडदि’ શબ્દ કહ્યો હતો તેના
દ્વારા નિર્મળ આત્માના અનુભવનું ગ્રહણ કરનાર ભાવનિર્જરા નામના પરિણામના
સામર્થ્યનું કથન કર્યું હતું, દ્રવ્યનિર્જરાનું નહિ. ‘इदि दुविहा’ એ રીતે દ્રવ્ય અને ભાવરૂપ
નિર્જરા બે પ્રકારની છે.
અહીં, શિષ્ય પૂછે છેસવિપાક નિર્જરા નરકાદિ ગતિઓમાં અજ્ઞાનીઓને પણ
(થતી) જોવામાં આવે છે. તે સમ્યગ્જ્ઞાનીઓને જ હોય એવો નિયમ નથી. તેનો ઉત્તર
અહીં જે સંવરપૂર્વકની મોક્ષના કારણરૂપ નિર્જરા છે, તે જ ગ્રહણ કરવી. જે
અજ્ઞાનીઓની નિર્જરા છે તે તો ગજસ્નાનવત્ નિષ્ફળ છે, કારણ કે થોડાં કર્મ ખરે છે અને
તે ઘણાં વધારે બાંધે છે, તે કારણે તે ગ્રહણ કરવા યોગ્ય નથી. સરાગ સમ્યગ્દ્રષ્ટિઓની
જે નિર્જરા છે તે જો કે અશુભ કર્મોનો વિનાશ કરે છે, તોપણ સંસારની સ્થિતિ ઘટાડે
છે, તે ભવમાં તીર્થંકર પ્રકૃતિ આદિ વિશિષ્ટ પ્રકારના પુણ્યબંધનું કારણ થાય છે અને
પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. વીતરાગ સમ્યગ્દ્રષ્ટિઓને પુણ્ય અને પાપ બન્નેનો નાશ
થતાં તે ભવમાં પણ મુક્તિનું કારણ થાય છે. શ્રીકુંદકુંદાચાર્યદેવે તે જ કહ્યું છેઃ ‘‘અજ્ઞાની
જે કર્મો લાખ કરોડ ભવોમાં ખપાવે છે તે કર્મો જ્ઞાની ત્રિગુપ્તિમાં ગુપ્ત થઈને
ઉચ્છ્વાસમાત્રમાં ખપાવે છે.’’
तेनैव द्रव्यनिर्जरा लब्धा, पुनरपि, ‘‘सडणं’’ किमर्थं भणितम् ? तत्रोत्तरम्तेन
सडदिशब्देन निर्मलात्मानुभूतिग्रहणभावनिर्जराभिधानपरिणामस्य सामर्थ्यमुक्तं, न च
द्रव्यनिर्जरेति
‘‘इदि दुविहा’’ इति द्रव्यभावरूपेण निर्जरा द्विविधा भवति
अत्राह शिष्य :सविपाकनिर्जरा नरकादिगतिष्वज्ञानिनामपि दृश्यते संज्ञानिनामेवेति
नियमो नास्ति तत्रोत्तरम्अत्रैवमोक्षकारणं या संवरपूर्विका निर्जरा सैव ग्राह्या या
पुनरज्ञानिनां निर्जरा सा गजस्नानवन्निष्फला यतः स्तोकं कर्म निर्जरयति बहुतरं बध्नाति,
तेन कारणेन सा न ग्राह्या या तु सरागसद्दृष्टीनां निर्जरा सा यद्यप्यशुभकर्मविनाशं करोति
तथापि संसारस्थितिं स्तोकां कुरुते तद्भवे तीर्थकरप्रकृत्यादिविशिष्टपुण्यबन्धकारणं भवति
पारम्पर्येण मुक्तिकारणं चेति वीतरागसद्दृष्टीनां पुनः पुण्यपापद्वयविनाशे तद्भवेऽपि
मुक्तिकारणमिति उक्तं च श्री कुन्दकुन्दाचार्यदेवैः ‘‘जं अण्णाणी कम्मं खवेदि
भवसदसहस्सकोडीहिं तं णाणी तिहिंगुत्तो खवेदि उस्सासमेत्तेण ’’ कश्चिदाह
૧. શ્રી પ્રવચનસાર ગાથા ૨૩૮.

Page 170 of 272
PDF/HTML Page 182 of 284
single page version

background image
કોઈ કહે છે કે, સમ્યગ્દ્રષ્ટિઓને ‘વીતરાગ’ વિશેષણનું શું પ્રયોજન છે? ‘રાગાદિ
હેય છે, એ ભાવ મારા નથી’ એ પ્રમાણે ભેદવિજ્ઞાન થતાં, તેને રાગનો અનુભવ થવા
છતાં પણ, જ્ઞાનમાત્રથી મોક્ષ થઈ જાય છે. (તો પછી ‘વીતરાગ’ વિશેષણનું શું પ્રયોજન
છે?) સમાધાનઃ
અંધારામાં બે મનુષ્યો છે, એકના હાથમાં દીવો છે અને બીજો દીવા
વિનાનો છે, તે (દીવા વિનાના) મનુષ્યને કૂવામાં પડવાનું કે સર્પાદિનું જ્ઞાન નથી, તેથી
તેનો વિનાશ થાય તો તેમાં તેનો દોષ નથી. પરંતુ જેના હાથમાં દીવો છે તે કૂવામાં પડવા
વગેરેથી વિનાશ પામે તો તેને દીવાનું ફળ ન મળ્યું. જે કૂવામાં પડવા વગેરેમાંથી બચે
છે તેને દીવો રાખવાનું ફળ છે. તેવી રીતે કોઈ પણ જીવ ‘રાગાદિ હેય છે, મારા ભાવ
નથી’ એ પ્રમાણે ભેદવિજ્ઞાન જાણતો નથી, ત્યાંસુધી તો તે કર્મથી બંધાય છે અને બીજો
કોઈ જીવ રાગાદિથી ભેદવિજ્ઞાન થવા છતાં પણ જેટલા અંશે રાગાદિનો અનુભવ કરે છે
તેટલા અંશે તે પણ બંધાય જ છે, તેને પણ રાગાદિના ભેદવિજ્ઞાનનું ફળ નથી. જે રાગાદિથી
ભેદવિજ્ઞાન થતાં રાગાદિનો ત્યાગ કરે છે તેને ભેદવિજ્ઞાનનું ફળ છે, એમ જાણવું. તે જ
કહ્યું છે
‘ચક્ષુથી દેખવાનું ફળ સર્પાદિ દોષનો ત્યાગ કરવો તે છે; જોવા છતાં પણ સર્પના
દરમાં પડનારને નેત્ર નિરર્થક છે.’’
सद्दृष्टीनां वीतरागविशेषेणं किमर्थं, ‘‘रागादयो हेयो, मदीया न भवन्ति’’ इति भेदविज्ञाने
जाते सति रागानुभवेऽपि ज्ञानमात्रेण मोक्षो भवतीति
तत्र परिहारः अन्धकारे पुरुषद्वयम्
एकः प्रदीपहस्तस्तिष्ठति, अन्यः पुनरेकः प्रदीपरहितस्तिष्ठति स च कूपे पतनं सर्पादिकं
वा न जानाति, तस्य विनाशे दोषो नास्ति यस्तु प्रदीपहस्तस्तस्य कूपपतनादिविनाशे
प्रदीपफलं नास्ति यस्तु कूपपतनादिकं त्यजति तस्य प्रदीपफलमस्ति तथा कोऽपि रागादयो
हेया मदीया न भवन्तीति भेदविज्ञानं न जानाति स कर्मणा बध्यते तावत्, अन्यः कोऽपि
रागादिभेदविज्ञाने जातेऽपि यावतांशेन रागादिकमनुभवति तावतांशेन सोऽपि बध्यत एव,
तस्यापि रागादिभेदविज्ञानफलं नास्ति
यस्तु रागादिभेदविज्ञाने जाते सति रागादिकं त्यजति
तस्य भेदविज्ञानफलमस्तीति ज्ञातव्यम् तथा चोक्तं‘चक्खुस्स दंसणस्स य सारो
सप्पादिदोसपरिहार चक्खू होइ णिरत्थं दट्ठूण विले पडंतस्स’ ।।३६।। एवं
૧. અહીં જે સરાગ સમ્યગ્દ્રષ્ટિઓ કહ્યા તે જીવોને સમ્યગ્દર્શન તો યથાર્થ જ પ્રગટ્યું છે, પણ ચારિત્ર
અપેક્ષાએ તેમને મુખ્યપણે રાગ હયાત હોવાથી તેમને ‘સરાગ સમ્યગ્દ્રષ્ટિઓ’ કહ્યા છે. વળી તેમને જે
શુભ અનુષ્ઠાન છે તે માત્ર ઉપચારથી જ ‘નિશ્ચય સાધક (નિશ્ચયના સાધનભૂત)’ કહેવામાં આવ્યું છે,
એમ સમજવું. (જુઓ, શ્રી પંચાસ્તિકાય સંગ્રહ, પા. ૨૫૯ ફૂટનોટ.)
૨. શ્રી ભગવતી આરાધના ગાથા ૧૨.

Page 171 of 272
PDF/HTML Page 183 of 284
single page version

background image
આ પ્રમાણે નિર્જરાતત્ત્વના વ્યાખ્યાનમાં એક સૂત્રથી ચોથું સ્થળ પૂરું થયું. ૩૬.
હવે, મોક્ષતત્ત્વનું કથન કરે છેઃ
ગાથા ૩૭
ગાથાર્થઃજે સર્વ કર્મોના નાશનું કારણ છે એવા આત્માના પરિણામ તેને
ભાવમોક્ષ જાણવો; કર્મોનું આત્માથી સર્વથા પૃથક્ થવું તે દ્રવ્યમોક્ષ છે.
ટીકાઃજોકે સામાન્યપણે સંપૂર્ણ કર્મમળ - કલંકરહિત, શરીરરહિત આત્માનું
આત્યંતિક, સ્વાભાવિક, અચિંત્ય, અદ્ભુત, અનુપમ, સંપૂર્ણ - નિર્મળ કેવળજ્ઞાનાદિ અનંત
ગુણોનાં સ્થાનરૂપ જે અવસ્થાન્તર (આવી જે વિશિષ્ટ અવસ્થા) તે જ મોક્ષ કહેવાય છે,
તોપણ વિશેષપણે ભાવ અને દ્રવ્યના ભેદથી તે (મોક્ષ) બે પ્રકારનો છેએમ વાર્ત્તિક છે.
તે આ રીતે છે‘णेयो स भावमुक्खो’ તેને ભાવમોક્ષ જાણવો. તે કોણ? ‘‘अप्पणो हु
परिणामो’’ નિશ્ચયરત્નત્રયાત્મક કારણ સમયસારરૂપ ‘हु’ પ્રગટ આત્માના પરિણામ. કેવા
निर्जराव्याख्याने सूत्रेणैकेन चतुर्थस्थलं गतम्
अथ मोक्षतत्त्वमावेदयति :
सव्वस्स कम्मणो जो खयहेदू अप्पणो हु परिणामो
णेयो स भावमुक्खो दव्वविमुक्खो य कम्मपुहभावो ।।३७।।
सर्वस्य कर्मणः यः क्षयहेतुः आत्मनः हि परिणामः
ज्ञेयः सः भावमोक्षः द्रव्यविमोक्षः च कर्म्मपृथग्भावः ।।३७।।
व्याख्यायद्यपि सामान्येन निरवशेषनिराकृतकर्ममलकलंकस्याशरीरस्यात्मन
आत्यन्तिकस्वाभाविकाचिन्त्याद्भुतानुपमसकलविमलकेवलज्ञानाद्यनन्तगुणास्पदमवस्थान्तरं मोक्षो
भण्यते तथापि विशेषेण भावद्रव्यरूपेण द्विधा भवतीति वार्तिकम्
तद्यथा‘‘णेयो स
भावमुक्खो’’ णेयो ज्ञातव्यः स भावमोक्षः स कः ? ‘‘अप्पणो हु परिणामो’’
निश्चयरत्नत्रयात्मककारणसमयसाररूपो ‘‘हु’’ स्फु टमात्मनः परिणामः कथंभूतः ?
સર્વ કર્મકા ક્ષયકર ભાવ, ચેતનકૈ હ્વૈ મોક્ષસુભાવ;
કર્મજીવ ન્યારે જો હોય, દ્રવ્ય - વિમોક્ષ કહાવૈ સોય. ૩૭.

Page 172 of 272
PDF/HTML Page 184 of 284
single page version

background image
પરિણામ? ‘‘सव्वस्स कम्मणो जो खयहेदू’’ સર્વ દ્રવ્યભાવરૂપ મોહનીય આદિ ચાર
ઘાતીકર્મોના નાશનું જે કારણ છે તે.
દ્રવ્યમોક્ષનું કથન કરે છેઃ ‘‘दव्वविमुक्खो’’ અયોગી ગુણસ્થાનના છેલ્લા સમયે
દ્રવ્યમોક્ષ થાય છે. તે (દ્રવ્યમોક્ષ) કેવો છે? ‘‘कम्मपुहभावो’’ ટંકોત્કીર્ણ શુદ્ધબુદ્ધ જેનો એક
સ્વભાવ છે એવા પરમાત્માથી, આયુષ્ય આદિ શેષ ચાર અઘાતીકર્મોનું પણ અત્યંતપણે
પૃથક્ થવું
ભિન્ન થવુંછૂટી જવું, તે દ્રવ્યમોક્ષ છે.
તે મુક્તાત્માના સુખનું વર્ણન કરવામાં આવે છે‘‘આત્માના ઉપાદાનથી સિદ્ધ,
સ્વયં અતિશયતાવાળું, બાધારહિત, વિશાળ, વૃદ્ધિ અને હ્નાસથી રહિત, વિષયોથી રહિત,
પ્રતિપક્ષભાવ રહિત, અન્ય દ્રવ્યોની અપેક્ષા વિનાનું, નિરુપમ, અપાર, શાશ્વત, સર્વદા ઉત્કૃષ્ટ
તથા અનંતસારભૂત પરમસુખ તે સિદ્ધોને હોય છે.’’
શંકાઃઇન્દ્રિયસુખ એ જ સુખ છે, સિદ્ધ જીવોને ઇન્દ્રિય અને શરીરનો અભાવ
હોવાથી પૂર્વોક્ત અતીન્દ્રિય સુખ કેવી રીતે હોઈ શકે? તેનો ઉત્તર આપવામાં આવે
છેઃ
સાંસારિક સુખ તો સ્ત્રીસેવનાદિ પાંચ ઇન્દ્રિયના વિષયોથી જ ઉત્પન્ન થાય છે,
પરંતુ પાંચ ઇન્દ્રિયના વિષયોના વ્યાપારરહિત, અવ્યાકુળ ચિત્તવાળા મનુષ્યોને જે સુખ છે
તે અતીન્દ્રિય સુખ છે, તે અહીં પણ દેખવામાં આવે છે. પાંચ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન
થતા વિકલ્પોની જાળરહિત, નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત પરમ યોગીઓને રાગાદિનો અભાવ
‘‘सव्वस्स कम्मणो जो खयहेदू’’ सर्वस्य द्रव्यभावरूपमोहनीयादिघातिचतुष्टयकर्मणो यः
क्षयहेतुरिति
द्रव्यमोक्षं कथयति ‘‘दव्वविमुक्खो’’ अयोगिचरमसमये द्रव्यविमोक्षो भवति
कोऽसौ ? ‘‘कम्मपुहभावो’’ टङ्कोत्कीर्णशुद्धबुद्धैकस्वभावपरमात्मन आयुरादिशेषाघाति-
कर्मणामपि य आत्यन्तिकपृथग्भावो विश्लेषो विघटनमिति
तस्य मुक्तात्मनः सुखं कथ्यते ‘‘आत्मोपादानसिद्धं स्वयमतिशयवद्वीतबाधं विशालं
वृद्धिह्रासव्यपेतं विषयविरहितं निःप्रतिद्वन्द्वभावम् अन्यद्रव्यानपेक्षं निरुपमममितं शाश्वतं
सर्वकालमुत्कृष्टानंतसारं परमसुखमतस्तस्य सिद्धस्य जातं ’’ कश्चिदाहइन्द्रियसुखमेव
सुखं, मुक्तात्मनामिन्द्रियशरीराभावे पूर्वोक्तमतीन्द्रियसुखं कथं घटत इति ? तत्रोत्तरं दीयते
सांसारिकसुखं तावत् स्त्रीसेवनादिपञ्चेन्द्रियविषयप्रभवमेव, यत्पुनः पञ्चेन्द्रियविषय-
व्यापाररहितानां निर्व्याकुलचित्तानां पुरुषाणां सुखं तदतीन्द्रियसुखमत्रैव दृश्यते
पञ्चेन्द्रियमनोजनितविकल्पजालरहितानां निर्विकल्पसमाधिस्थानां परमयोगिनां रागादिरहितत्वेन

Page 173 of 272
PDF/HTML Page 185 of 284
single page version

background image
હોવાથી જે સ્વસંવેદ્ય આત્મસુખ છે તે વિશેષરૂપે અતીન્દ્રિય સુખ છે; અને જે ભાવકર્મ
દ્રવ્યકર્મનોકર્મ રહિત, આત્માના સર્વપ્રદેશે આહ્લાદરૂપ એવા એક પારમાર્થિક
પરમાનંદપરિણત મુક્ત જીવોને જે અતીન્દ્રિય સુખ છે, તે અત્યંત વિશેષરૂપે અતીન્દ્રિય સુખ
જાણવું.
અહીં, શિષ્ય કહે છેસંસારી જીવોને નિરંતર કર્મોનો બંધ થાય છે તેવી જ રીતે
કર્મોનો ઉદય પણ હોય છે, શુદ્ધાત્મભાવનાનો પ્રસંગ નથી; તો મોક્ષ કેવી રીતે થાય? તેનો
ઉત્તરઃ
જેવી રીતે કોઈ બુદ્ધિમાન મનુષ્ય, શત્રુની નિર્બળ અવસ્થા જોઈને વિચાર કરે
છે કે ‘આ મારે મારવાનો પ્રસંગ છે,’ પછી પુરુષાર્થ કરીને શત્રુને હણે છે, તેમ કર્મોની
પણ એકરૂપ અવસ્થા રહેતી નથી, જ્યારે કર્મની સ્થિતિ અને અનુભાગ હીન થતાં તે લઘુ
અને ક્ષીણ થાય છે, ત્યારે બુદ્ધિમાન ભવ્ય જીવ આગમભાષાથી
‘खयउवसमियविसोही देसण
पाउग्ग करणलद्धी य चत्तारि वि सामण्णा करणं पुण होदि सम्मत्ते ।। (અર્થઃક્ષયોપશમ,
વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણલબ્ધિ; એમાંથી ચાર તો સામાન્ય છે અને કરણલબ્ધિ
સમ્યક્ત્વ થવાના સમયે થાય છે.)’
આ ગાથામાં કહેલી પાંચ લબ્ધિ નામક
(નિર્મળભાવનાવિશેષરૂપ ખડ્ગથી) અને અધ્યાત્મભાષાથી નિજશુદ્ધાત્માભિમુખ પરિણામ
નામક વિશેષ પ્રકારની નિર્મળભાવનારૂપ ખડ્ગથી પુરુષાર્થ કરીને કર્મશત્રુને હણે છે.
અંતઃકોટાકોટીપ્રમાણ કર્મની સ્થિતિરૂપ તથા લતા અને કાષ્ઠસ્થાનીય અનુભાગરૂપ
કર્મનું
स्वसंवेद्यमात्मसुखं तद्विशेषेणातीन्द्रियम् यच्च भावकर्मद्रव्यकर्मनोकर्मरहितानां सर्वप्रदेशाह्लादैक-
पारमार्थिकपरमानन्दपरिणतानां मुक्तात्मनामतीन्द्रियसुखं तदत्यन्तविशेषेण ज्ञातव्यम् अत्राह
शिष्यःसंसारिणां निरन्तरं कर्मबन्धोस्ति, तथैवोदयोऽप्यस्ति, शुद्धात्मभावनाप्रस्तावो नास्ति,
कथं मोक्षो भवतीति ? तत्र प्रत्युत्तरंयथा शत्रोः क्षीणावस्थां दृष्ट्वा कोऽपि धीमान्
पर्यालोचयत्ययं मम हनने प्रस्तावस्ततः पौरुषं कृत्वा शत्रुं हन्ति तथा कर्मणामप्येकरूपावस्था
नास्ति, हीयमानस्थित्यनुभागत्वेन कृत्वा यदा लघुत्वं क्षीणत्वं भवति तदा धीमान् भव्य
आगमभाषया ‘खयउवसमिय विसोही देसण पाउग्ग करणलद्धी य
चत्तारि वि सामण्णा
करणं पुण होइ सम्मत्ते ’ इति गाथाकथितलब्धिपञ्चकसंज्ञेनाध्यात्मभाषया
निजशुद्धात्माभिमुखपरिणामसंज्ञेन च निर्मलभावनाविशेषखड्गेन पौरुषं कृत्वा कर्मशत्रुं
हन्तीति
यत्पुनरन्तः कोटाकोटीप्रमितकर्मस्थितिरूपेण तथैव लतादारुस्थानीयानुभागरूपेण च
૧. શ્રી ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૬૫૦. સમ્યગ્દર્શન સંબંધી આ શાસ્ત્રની ગાથા ૪૧ ની ફૂટનોટમાં
કરણલબ્ધિની વિગત લખી છે તે વાંચવી.

Page 174 of 272
PDF/HTML Page 186 of 284
single page version

background image
લઘુત્વ થવા છતાં પણ આ જીવ આગમભાષાથી અધઃકરણ, અપૂર્વકરણ અને
અનિવૃત્તિકરણ નામક અને અધ્યાત્મભાષાથી સ્વશુદ્ધાત્માભિમુખ પરિણતિરૂપ એવી
કર્મહનનબુદ્ધિ કોઈ પણ કાળે નહિ કરે, તો તે અભવ્યત્વગુણનું લક્ષણ જાણવું.
બીજાં પણ નવ દ્રષ્ટાંતો મોક્ષના વિષયમાં જાણવાં. ‘‘रयण दीव दिणयर दहिउ, दुद्धउ
घीव पहाणु सुण्णुरुप्पफलिहउ अगणि, णव दिट्ठंता जाणि ।। (અર્થઃરત્ન, દીપક, સૂર્ય, દૂધ,
દહીં, ઘી, પત્થર, સોનું, ચાંદી, સ્ફટિકમણિ અને અગ્નિએ રીતે નવ દ્રષ્ટાંત જાણવાં.).’’
શંકા :અનાદિકાળથી જીવ મોક્ષ પામે છે, તેથી આ જગત કદીક ખાલી થઈ જશે?
તેનું સમાધાાન :જેમ ભવિષ્યકાળના સમયો ક્રમેક્રમે પસાર થવાથી જોકે ભવિષ્યકાળની
સમયરાશિમાં ઘટાડો થાય છે, તોપણ તેનો કદી અંત થતો નથી. તેમ જીવો મોક્ષે જતાં જોકે
જીવોની રાશિમાં ઘટાડો થાય છે, તોપણ તેનો અંત થતો નથી. જો જીવ મોક્ષમાં જતાં સંસારમાં
જીવની શૂન્યતા થતી હોય તો ભૂતકાળમાં ઘણા જીવો મોક્ષે ગયા છે, તોપણ અત્યારે જગતમાં
જીવોની શૂન્યતા કેમ દેખાતી નથી? વળી અભવ્ય જીવો અને અભવ્ય સમાન ભવ્યજીવોનો
મોક્ષ નથી, તો પછી જગતમાં જીવોની શૂન્યતા કેવી રીતે થાય? ૩૭.
આવી રીતે, સંક્ષેપમાં મોક્ષતત્ત્વના વ્યાખ્યાનરૂપ એક સૂત્રથી પાંચમું સ્થળ સમાપ્ત
થયું.
कर्मलघुत्वे जाते अपि सत्ययं जीव आगमभाषया अधःप्रवृत्तिकरणापूर्व-
करणानिवृत्तिकरणसंज्ञामध्यात्मभाषया स्वशुद्धात्माभिमुखपरिणतिरूपां कर्महननबुद्धिं क्वापि
काले न करिष्यतीति तदभव्यत्वगुणस्यैव लक्षणं ज्ञातव्यमिति
अन्यदपि दृष्टान्तनवकं
मोक्षविषये ज्ञातव्यम्‘‘रयण दीव दिणयर दहिउ दुद्धउ घीव पहाणु सुण्णुरुप्पफलिहउ
अगणि, णव दिट्ठंता जाणि ’ नन्वनादिकाले मोक्षं गच्छतां जीवानां जगच्छून्यं
भविष्यतीति ? तत्र परिहारःयथा भाविकालसमयानां क्रमेण गच्छतां यद्यपि
भाविकालसमयराशेः स्तोकत्वं भवति तथाप्यवसानं नास्ति तथा मुक्तिं गच्छतां जीवानां
यद्यपि जीवराशेः स्तोकत्वं भवति तथाप्यवसानं नास्ति इति चेत्तर्हि पूर्वकाले बहवोऽपि जीवा
मोक्षं गता इदानीं जगतः शून्यत्वं किं न दृश्यते ? किञ्चाभव्यानामभव्यसमानभव्यानां च
मोक्षो नास्ति कथं शून्यत्वं भविष्यतीति
।।३७।। एवं संक्षेपेण मोक्षतत्त्वव्याख्यानेनैकसूत्रेण
पञ्चमं स्थलं गतम्
૧. શ્રી યોગસાર ગાથા ૫૭

Page 175 of 272
PDF/HTML Page 187 of 284
single page version

background image
હવે, આગળ છઠ્ઠા સ્થળમાં ‘‘ગાથાના પૂર્વાર્ધથી પુણ્ય - પાપરૂપ બે પદાર્થોનું સ્વરૂપ
અને ઉત્તરાર્ધથી પુણ્ય અને પાપ પ્રકૃતિઓની સંખ્યા હું કહું છું’’ એવો અભિપ્રાય મનમાં
રાખીને ભગવાન આ સૂત્રનું પ્રતિપાદન કરે છે.
ગાથા ૩૮
ગાથાર્થઃશુભ અને અશુભ પરિણામોથી યુક્ત જીવો ખરેખર પુણ્યપાપરૂપ
હોય છે; શાતાવેદનીય, શુભ આયુ, શુભ નામ તથા ઉચ્ચ ગોત્ર એ પુણ્યપ્રકૃતિ છે, બાકીની
બધી પાપપ્રકૃતિઓ છે.
ટીકાઃ‘‘पुण्णं पावं हवंति खलु जीवा’’ ચિદાનન્દ એક સહજ શુદ્ધસ્વભાવથી
જીવો પુણ્ય, પાપ, બંધ, મોક્ષ આદિ પર્યાયરૂપ વિકલ્પોથી રહિત હોવા છતાં પણ
પરંપરાથી ચાલ્યા આવતા અનાદિકર્મબંધરૂપ પર્યાયથી ખરેખર
સ્પષ્ટપણે પુણ્ય અને
પાપરૂપ થાય છે. કેવા પ્રકારના થઈને? ‘‘सुहअसुहभावजुत्ता’’ उद्वममिथ्यात्वविषं भावय
दृष्टिं च कुरु परां भक्तिम् भावनमस्काररतो ज्ञाने युक्तो भव सदापि ।। पञ्च महाव्रतरक्षां
अतः ऊर्ध्वं षष्ठस्थले गाथापूर्वार्धेन पुण्यपापपदार्थद्वयस्वरूपमुत्तरार्धेन च
पुण्यपापप्रकृतिसंख्यां कथयामीत्यभिप्रायं मनसि धृत्वा भगवान् सूत्रमिदम् प्रतिपादयति :
सुहअसुहभावजुत्ता पुण्णं पावं हवंति खलु जीवा
सादं सुहाउ णामं गोदं पुण्णं पराणि पावं च ।।३८।।
शुभाशुभभावयुक्ताः पुण्यं पापं भवन्ति खलु जीवाः
सातं शुभायुः नाम गोत्रं पुण्यं पराणि पापं च ।।३८।।
व्याख्या‘‘पुण्णं पावं हवंति खलु जीवा’’ चिदानन्दैकसहजशुद्धस्वभावत्वेन
पुण्यपापबन्धमोक्षादिपर्यायरूपविकल्परहिता अपि सन्तानागतानादिकर्मबन्धपर्यायेण पुण्यं पापं
च भवन्ति खलु स्फु टं जीवाः
कथंभूताः सन्तः ? ‘‘सुहअसुहभावजुत्ता’’ ‘‘उद्वममिथ्यात्वविषं
भावय दृष्टिं च कुरु परां भक्तिम् भावनमस्काररतो ज्ञाने युक्तो भव सदापि
શુભ અર અશુભ ભાવજુત જીવ, ભાવ પુણ્ય અરુ પાપ સદીવ;
સાતા શુભ ગોત્તર અરુ નામ, આયુ પુણ્ય, પર પાપ નકામ. ૩૮.

Page 176 of 272
PDF/HTML Page 188 of 284
single page version

background image
कोपचतुष्कस्य निग्रहं परमम् दुर्दान्तेन्द्रियविजयं तपःसिद्धिविधौ कुरूद्योगम् ।। (અર્થઃ
મિથ્યાત્વરૂપી વિષનું વમન કરો, સમ્યગ્દર્શનની ભાવના કરો, ઉત્કૃષ્ટ ભક્તિ કરો અને
ભાવનમસ્કારમાં તત્પર થઈને સદા જ્ઞાનમાં જોડાઓ. પાંચ મહાવ્રતોની રક્ષા કરો,
ક્રોધાદિ ચાર કષાયોનો પૂર્ણ નિગ્રહ કરો, પ્રબળ ઇન્દ્રિયોનો વિજય કરો અને તપને
સિદ્ધ કરવાની વિધિનો ઉદ્યમ કરો.) આ રીતે ઉપરની બે આર્યામાં કહેલા લક્ષણવાળા
શુભોપયોગરૂપ પરિણામથી અને તેનાથી વિપરીત અશુભોપયોગરૂપ પરિણામથી યુક્ત
પરિણત જીવો પુણ્ય - પાપરૂપ થાય છે. હવે, પુણ્ય અને પાપના ભેદ કહે છે. ‘‘सादं
सुहाउ णामं गोदं पुण्णं’’ શાતાવેદનીય, શુભ આયુ, શુભ નામ અને ઉચ્ચ ગોત્ર
એ કર્મ તો પુણ્યરૂપ છે. ‘‘पराणि पावं च’’ તેનાથી અન્ય કર્મો પાપ છે. તે આ
પ્રમાણેશાતાવેદનીય એક, તિર્યંચ, મનુષ્ય અને દેવએ ત્રણ આયુષ્ય, સુભગ,
યશઃકીર્તિ, તીર્થંકરપણું વગેરે નામકર્મની સાડત્રીસ અને ઉચ્ચ ગોત્ર એકએ રીતે
કુલ બેંતાળીસ પુણ્યપ્રકૃતિઓ જાણવી, બાકીની બ્યાસી પાપપ્રકૃતિ છે. ‘દર્શનવિશુદ્ધિ,
વિનયસંપન્નતા, શીલ અને વ્રતોમાં અતિચારરહિત આચરણ, નિરંતર જ્ઞાનોપયોગ,
સંવેગ, શક્તિ અનુસાર ત્યાગ, શક્તિ અનુસાર તપ, સાધુસમાધિ, વૈયાવૃત્ય કરવી,
અર્હંતભક્તિ, આચાર્યભક્તિ, બહુશ્રુતભક્તિ, પ્રવચનભક્તિ, આવશ્યકોમાં હાનિ ન
કરવી, માર્ગ
- પ્રભાવના અને પ્રવચન - વાત્સલ્યએ તીર્થંકરપ્રકૃતિના બંધનાં કારણ છે.’
એ ઉપરોક્ત લક્ષણવાળા સોળ ભાવનાઓથી ઉત્પન્ન તીર્થંકર નામકર્મ વિશિષ્ટ પુણ્ય
पञ्चमहाव्रतरक्षां कोपचतुष्कस्य निग्रहं परमम् दुर्दान्तेन्द्रियविजयं तपःसिद्धिविधौ
कुरूद्योगम् ’’ इत्यार्याद्वयकथितलक्षणेन शुभोपयोगभावेन परिणामेन तद्वि-
लक्षणेनाशुभोपयोगपरिणामेन च युक्ताः परिणताः इदानीं पुण्यपापभेदान् कथयति ‘‘सादं
सुहाउ णामं गोदं पुण्णं’’ सद्वेद्यशुभायुर्नामगोत्राणि पुण्यं भवति ‘‘पराणि पावं च’’
तस्मादपराणि कर्माणि पापं चेति
तद्यथासद्वेद्यमेकं, तिर्यग्मनुष्यदेवायुस्त्रयं, सुभग-
यशःकीर्त्तितीर्थकरत्वादिनामप्रकृतीनां सप्तत्रिंशत्, तथोच्चैर्गोत्रमिति समुदायेन
द्विचत्वारिंशत्संख्याः पुण्यप्रकृतयो विज्ञेयाः
शेषा द्वयशीतिपापमिति तत्र ‘दर्शनविशुद्धि-
र्विनयसंपन्नता शीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसीसाधुसमाधि-
र्वैयावृत्त्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिमार्गप्रभावनाप्रवचनवत्सलत्वमिति
तीर्थकरत्वस्य’ इत्युक्तलक्षणषोडशभावनोत्पन्नतीर्थकरनामकर्मैव विशिष्टं पुण्यम्
૧. અજ્ઞાત શાસ્ત્ર.

Page 177 of 272
PDF/HTML Page 189 of 284
single page version

background image
છે. સોળ ભાવનાઓમાં પરમાગમની ભાષાથી ‘‘मूढत्रयं मदाश्चाष्टौ तथानायतनानि षट्
अष्टौ शंकादयश्चेति द्रग्दोषाः पञ्चविंशतिः ।। (અર્થઃત્રણ મૂઢતા, આઠ મદ, છ
અનાયતન અને આઠ શંકાદિ દોષએ પચીસ સમ્યગ્દર્શના દોષ છે.)’’ એ શ્લોકમાં
કહેલ પચીસ મળરહિત (સમ્યક્ત્વભાવના) અને અધ્યાત્મભાષાથી નિજ શુદ્ધાત્મા
ઉપાદેય છે એવી રુચિરૂપ સમ્યક્ત્વની ભાવના જ મુખ્ય છે, એમ જાણવું.
શંકાઃસમ્યગ્દ્રષ્ટિ જીવને તો પુણ્યપાપ બન્ને હેય છે, તો તે પુણ્ય કેમ કરે?
ત્યાં યુક્તિ સહિત સમાધાન આપે છેજેમ કોઈ મનુષ્ય બીજા દેશમાં રહેતી (પોતાની)
મનોહર સ્ત્રીની પાસેથી આવેલ મનુષ્યોને તે અર્થે દાન આપે છે અને સન્માન વગેરે કરે છે,
તેમ સમ્યગ્દ્રષ્ટિ પણ ઉપાદેયરૂપે નિજ શુદ્ધાત્માની જ ભાવના કરે છે અને જ્યારે
ચારિત્રમોહના ઉદયથી તેમાં (શુદ્ધાત્માની ભાવના કરવામાં) અસમર્થ હોય છે; ત્યારે નિર્દોષ
પરમાત્મસ્વરૂપ અર્હંત અને સિદ્ધોની તથા તેમના આરાધક આચાર્ય, ઉપાધ્યાય અને
સાધુઓની, પરમાત્મપદની પ્રાપ્તિ માટે અને વિષય
કષાયોથી બચવા માટે, દાન - પૂજા
વગેરેથી અથવા ગુણોની સ્તુતિથી પરમભક્તિ કરે છે. તે ભોગાકાંક્ષાદિ નિદાનરહિત
પરિણામથી તથા નિઃસ્પૃહવૃત્તિથી વિશિષ્ટ પુણ્યનો આસ્રવ થાય છે, જેમ ખેડૂતને ચોખાની
ખેતી કરતાં ઘાસ, ફોતરાં વગેરે મળે જ છે તેમ. તે પુણ્યથી જીવ સ્વર્ગમાં દેવેન્દ્ર,
લોકાન્તિકદેવ વગેરેની વિભૂતિ પામીને વિમાન, પરિવાર વગેરે સંપદાઓને જીર્ણ તૃણસમાન
षोडशभावनासु मध्ये परमागमभाषया ‘‘मूढत्रयं मदाश्चाष्टौ तथानायतनानि षट् अष्टौ
शंकादयश्चेतिं द्रग्दोषाः पञ्चविंशतिः ’’ इति श्लोककथितपञ्चविंशतिमलरहिता
तथाध्यात्मभाषया निजशुद्धात्मोपादेयरुचिरूपा सम्यक्त्वभावनैव मुख्येति विज्ञेयम्
‘सम्यग्दृष्टेर्जीवस्य पुण्यपापद्वयमपि हेयम्,’ कथं पुण्यं करोतीति ? तत्र युक्तिमाह यथा
कोऽपि देशान्तरस्थमनोहरस्त्रीसमीपादागतपुरुषाणां तदर्थे दानसन्मानादिकं करोति तथा
सम्यग्दृष्टिः अप्युपादेयरूपेण स्वशुद्धात्मानमेव भावयति चारित्रमोहोदयात्तत्रासमर्थः सन्
निर्दोषपरमात्मस्वरूपाणामर्हत्सिद्धानां तदाराधकाचार्योपाध्यायसाधूनां च परमात्मपदप्राप्त्यर्थं
विषयकषायवञ्चनार्थं च दानपूजादिना गुणस्तवनादिना वा परमभक्तिं करोति तेन
भोगाकाङ्क्षादिनिदानरहितपरिणामेन कुटुम्बिनां (कृषकानां) पलालमिव अनीहितवृत्त्या
विशिष्टपुण्यमास्रवति तेन च स्वर्गे देवेन्द्रलोकान्तिकादिविभूतिं प्राप्य विमानपरिवारादिसंपदं
૧. જ્ઞાનાર્ણવ પૃ. ૯૩

Page 178 of 272
PDF/HTML Page 190 of 284
single page version

background image
ગણતો થકો પાંચ મહાવિદેહોમાં જઈને જુએ છે. શું જુએ છે? ‘તે આ સમવસરણ છે, તે
આ વીતરાગ સર્વજ્ઞ ભગવાન છે, તે આ ભેદાભેદ રત્નત્રયના આરાધક ગણધરદેવાદિ છે;’
જે પહેલાં સાંભળ્યા હતા તેમને આજ પ્રત્યક્ષ જોયા’
એમ સમજીને ધર્મમાં બુદ્ધિ વિશેષ
દ્રઢ કરીને ચોથા ગુણસ્થાનને યોગ્ય આત્મભાવનાને ન છોડતાં, ભોગ ભોગવવા છતાં પણ
ધર્મધ્યાનમાં કાળ નિર્ગમન કરીને સ્વર્ગમાંથી આવીને તીર્થંકરાદિ પદને પામે છે, તોપણ
પૂર્વભવમાં ભાવેલી વિશિષ્ટ ભેદજ્ઞાનની વાસનાના બળથી મોહ કરતા નથી. પછી જિનદીક્ષા
લઈને, પુણ્ય અને પાપથી રહિત નિજ પરમાત્માના ધ્યાન વડે મોક્ષે જાય છે. મિથ્યાદ્રષ્ટિ તો
તીવ્ર નિદાનબંધવાળાં પુણ્યથી ભોગ પ્રાપ્ત કરીને પછી અર્ધ ચક્રવર્તી રાવણ આદિની જેમ
નરકે જાય છે.
આ પ્રમાણે ઉપરોક્ત લક્ષણવાળાં પુણ્ય - પાપરૂપ બે પદાર્થ સાથે પૂર્વોક્ત સાત તત્ત્વો
જ નવ પદાર્થ છે, એમ જાણવું. ૩૮.
એ પ્રમાણે શ્રી નેમિચન્દ્ર સૈદ્ધાન્તિકદેવે રચેલ દ્રવ્યસંગ્રહ નામના ગ્રંથમાં
‘‘आसवबंधण’’ આદિ એક સૂત્ર ગાથા, ત્યારપછી દશ ગાથાઓ દ્વારા છ સ્થળએ રીતે
કુલ અગિયાર સૂત્રો વડે સાત તત્ત્વ અને નવ પદાર્થોનું પ્રતિપાદન કરનાર બીજો મહાધિકાર
સમાપ્ત થયો. ૨.
❁ ❁ ❁
जीर्णतृणमिव गणयन् पञ्चमहाविदेहेषु गत्वा पश्यति किं पश्यतीति चेत्तदिदं
समवसरणं, त एते वीतरागसर्वज्ञाः, त एते भेदाभेदरत्नत्रयाराधका गणधरदेवादयो ये पूर्वं
श्रूयन्ते त इदानीं प्रत्यक्षेण दृष्टा इति मत्वा विशेषेण दृढधर्ममतिर्भूत्वा चतुर्थगुणस्थान-
योग्यामात्मनो भावनामपरित्यजन् भोगानुभवेऽपि सति धर्मध्यानेन कालं नीत्वा स्वर्गादागत्य
तीर्थकरादिपदे प्राप्तेऽपि पूर्वभवभावितविशिष्टभेदज्ञानवासनाबलेन मोहं न करोति ततो
जिनदीक्षां गृहीत्वा पुण्यपापरहितनिजपरमात्मध्यानेन मोक्षं गच्छतीति
मिथ्यादृष्टिस्तु तीव्र-
निदानबन्ध पुण्येन भोगं प्राप्य पश्चादर्द्धचक्रवर्त्तिरावणादिवन्नरकं गच्छतीति एवमुक्तलक्षण-
पुण्यपापपदार्थद्वयेन सह पूर्वोक्तानि सप्ततत्त्वान्येव नव पदार्था भवन्तीति ज्ञातव्यम्
इति श्री नेमिचन्द्रसैद्धान्तिकदेवविरचिते द्रव्यसंग्रहग्रन्थे ‘‘आसवबंधण’’ इत्यादि एका
सूत्रगाथा तदनन्तरं गाथादशकेन स्थलषट्कं चेति समुदायेनैकादशसूत्रैः
सप्ततत्त्वनवपदार्थप्रतिपादकनामा द्वितीयोमहाधिकारः समाप्तः
।।।।

Page 179 of 272
PDF/HTML Page 191 of 284
single page version

background image
મોક્ષમાર્ગ અધિાકાર
अतः ऊर्ध्वं विंशतिगाथापर्यन्तं मोक्षमार्गं कथयति तत्रादौ ‘‘सम्मद्दंसण’’
इत्याद्यष्टगाथाभिर्निश्चयमोक्षमार्गव्यवहारमोक्षमार्गप्रतिपादकमुख्यत्वेन प्रथमः अन्तराधिकारस्ततः
परम् ‘‘दुविहं पि मुक्खहेउं’’ इति प्रभृतिद्वादशसूत्रैर्ध्यानध्यातृध्येयध्यानफलकथनमुख्यत्वेन
द्वितीयोऽन्तराधिकारः
इति तृतीयाधिकारे समुदायेन पातनिका
अथ प्रथमतः सूत्रपूर्वार्धेन व्यवहारमोक्षमार्गमुत्तरार्धेन च निश्चयमोक्षमार्ग
निरूपयति :
सम्मद्दंसणणाणं चरणं मोक्खस्स कारणं जाणे
ववहारा णिच्छयदो तत्तियमइओ णिओ अप्पा ।।३९।।
અહીંથી આગળ, વીસ ગાથા સુધી મોક્ષમાર્ગનું કથન કરે છે. ત્યાં પ્રારંભમાં
‘‘सम्मद्दंसण’’ ઇત્યાદિ આઠ ગાથાઓ દ્વારા નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગના
પ્રતિપાદનની મુખ્યતાથી પ્રથમ અંતરાધિકાર છે, ત્યારપછી ‘‘दुविहं पि मुक्खहेउं’’ વગેરે
બાર સૂત્રો દ્વારા ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનફળના કથનની મુખ્યતાથી દ્વિતીય
અંતરાધિકાર છે. એ પ્રમાણે ત્રીજા અધિકારમાં સમૂહરૂપે ભૂમિકા છે.
હવે, પ્રથમ જ સૂત્રના પૂર્વાર્ધથી વ્યવહારમોક્ષમાર્ગ અને ઉત્તરાર્ધથી
નિશ્ચયમોક્ષમાર્ગ કહે છેઃ
અબ સુનિ દર્શન જ્ઞાન સુસાર, ચારિત, શિવ - કારન વ્યવહાર;
નિશ્ચય એક આતમા જાનિ, તીનાંમયી મોક્ષમગ માનિ. ૩૯.

Page 180 of 272
PDF/HTML Page 192 of 284
single page version

background image
सम्यग्दर्शनं ज्ञानं चरणं मोक्षस्य कारणं जानीहि
व्यवहारात् निश्चयतः तत्त्रिकमयः निजः आत्मा ।।३९।।
व्याख्या‘‘सम्मद्दंसणणाणं चरणं मोक्खस्स कारणं जाणे ववहारा’’
सम्यग्दर्शनज्ञानचारित्रत्रयं मोक्षस्य कारणं, हे शिष्य ! जानीहि व्यवहारनयात् ‘‘णिच्छयदो
तत्तियमइओ णिओ अप्पा’’ निश्चयतस्तत्त्रितयमयो निजात्मेति तथाहि वीतरागसर्वज्ञप्रणीत-
षड्द्रव्यपञ्चास्तिकायसप्ततत्त्वनवपदार्थसम्यक्श्रद्धानज्ञानव्रताद्यनुष्ठानविकल्परूपो व्यवहारमोक्ष-
मार्गः
निजनिरञ्जनशुद्धात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणैकाग्य्रापरिणतिरूपो निश्चयमोक्षमार्गः
ગાથા ૩૯
ગાથાર્થઃસમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રને વ્યવહારનયથી મોક્ષનું
કારણ જાણો. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રમય નિજ આત્માને નિશ્ચયથી
મોક્ષનું કારણ જાણો.
ટીકાઃ‘‘सम्मद्दंसणणाणं चरणं मोक्खस्स कारणं जाणे ववहारा’’હે શિષ્ય!
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રએ ત્રણને વ્યવહારનયથી મોક્ષનું કારણ
જાણો. ‘‘णिच्छयदो तत्तियमइओ णिओ अप्पा’’ નિશ્ચયથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્રએ ત્રણમય નિજાત્મા જ મોક્ષનું કારણ છે. તે સમજાવવામાં આવે છેઃ
વીતરાગસર્વજ્ઞપ્રણીત છ દ્રવ્ય, પંચાસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોનાં સમ્યક્શ્રદ્ધાન,
જ્ઞાન અને વ્રતાદિ આચરણના વિકલ્પરૂપ
વ્યવહારમોક્ષમાર્ગ છે; નિજ નિરંજન
શુદ્ધાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાનજ્ઞાનઆચરણની એકાગ્રપરિણતિરૂપ નિશ્ચયમોક્ષમાર્ગ છે.
૧. ‘‘જૈનશાસ્ત્રોનું પરમાર્થે વીતરાગપણું જ તાત્પર્ય છે. આ વીતરાગપણાને વ્યવહારનિશ્ચયના અવિરોધ
વડે જ અનુસરવામાં આવે તો ઇષ્ટસિદ્ધિ થાય છે, પરંતુ અન્યથા નહીં.’’ [જુઓ, શ્રી પંચાસ્તિકાય
ગાથા ૧૭૨ ટીકા પૃષ્ઠ ૨૫૪.] ‘‘છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તેમજ
મહાવ્રતાદિ સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય
વ્યવહારના અવિરોધનું (સુમેળનું)
ઉદાહરણ છે. પાંચમા ગુણસ્થાને તે ગુણસ્થાનને યોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તેમજ દેશવ્રતાદિ
સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય
વ્યવહારના અવિરોધનું ઉદાહરણ છે.’’ [જુઓ, શ્રી
પંચાસ્તિકાય ગાથા ૧૭૨, પૃષ્ઠ ૨૫૪ ફૂટનોટ. ૨]
૨. વિકલ્પ છે તે રાગ છે અને તેનો હર સમયે અંશે અભાવ થતો જાય છે અર્થાત્ કથંચિત્ ભિન્ન
સાધ્યસાધન ભાવનો અભાવ થતો જાય છે, તેથી તેને વ્યવહારમોક્ષમાર્ગ કહે છે. [ જુઓ,
પંચાસ્તિકાય પૃષ્ઠ ૨૩૫૨૩૬.]

Page 181 of 272
PDF/HTML Page 193 of 284
single page version

background image
अथवा स्वशुद्धात्मभावनासाधकबहिर्द्रव्याश्रितो व्यवहारमोक्षमार्गः केवलस्वसंवित्तिसमुत्पन्न-
रागादिविकल्पोपाधिरहितसुखानुभूतिरूपोनिश्चयमोक्षमार्गः अथवा धातुपाषाणेऽग्निवत्साधको
व्यवहारमोक्षमार्गः, सुवर्णस्थानीयनिर्विकारस्वोपलब्धिसाध्यरूपो निश्चयमोक्षमार्गः एवं संक्षेपेण
व्यवहारनिश्चयमोक्षमार्गलक्षणं ज्ञातव्यमिति ।।३९।।
अथाभेदेन सम्यग्दर्शनज्ञानचारित्राणि स्वशुद्धात्मैव तेन कारणेन
निश्चयेनात्मैव निश्चयमोक्षमार्ग इत्याख्याति अथवा पूर्वोक्तमेव निश्चयमोक्षमार्गं प्रकारान्तरेण
दृढयति :
रयणत्तयं ण वट्टइ अप्पाणं मुइत्तु अण्णदवियह्मि
तह्मा तत्तियमइउ होदि हु मुक्खस्स कारणं आदा ।।४०।।
અથવા સ્વશુદ્ધાત્મભાવનાનો સાધક, બાહ્યપદાર્થાશ્રિત વ્યવહારમોક્ષમાર્ગ છે; માત્ર
સ્વસંવેદનથી ઉત્પન્ન, રાગાદિ વિકલ્પની ઉપાધિથી રહિતએવા સુખની અનુભૂતિરૂપ
નિશ્ચયમોક્ષમાર્ગ છે. અથવા ધાતુપાષાણની બાબતમાં અગ્નિસમાન સાધક તે
વ્યવહારમોક્ષમાર્ગ છે અને સુવર્ણસમાન નિર્વિકાર નિજાત્માની ઉપલબ્ધિરૂપ સાધ્ય તે
નિશ્ચયમોક્ષમાર્ગ છે. આ પ્રમાણે સંક્ષેપથી વ્યવહાર અને નિશ્ચય મોક્ષમાર્ગનું લક્ષણ
જાણવું. ૩૯.
હવે, અભેદપણે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તે શુદ્ધાત્મા જ છે, તે કારણે નિશ્ચયથી
આત્મા જ નિશ્ચયમોક્ષમાર્ગ છે, એમ કહે છે. અથવા પૂર્વોક્ત નિશ્ચયમોક્ષમાર્ગ બીજા પ્રકારે
દ્રઢ કરે છેઃ
૧. જેમને તે અનુષ્ઠાન છે તેને માત્ર ઉપચારથી જ સ્વશુદ્ધાત્માની ભાવનાનો સાધક કહેવામાં આવ્યો છે,
એમ સમજવું. ( પંચાસ્તિકાય સંગ્રહ ગુજરાતી, પૃષ્ઠ ૨૫૯ ફૂટનોટ.)
૨. જુઓ, શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૬૦ ટીકા પા. ૨૩૫૨૩૬ બન્ને આચાર્યોની ટીકા. અગ્નિ તો
નિમિત્તમાત્ર છે તેમ વ્યવહાર નિમિત્તમાત્ર છે. આ ક્રિયાકાંડ પરિણતિ છે તે તો રાગ છે. ધર્મી જીવને
તેનું માહાત્મ્ય કેમ હોઈ શકે? જુઓ, શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭૨ ટીકા પા. ૨૬૨.
દર્શન બોધ ચારિત્ર જુ તીન, આતમવિન પરમૈં ન પ્રવીન;
તાતૈં તીનાંમયી સુ આપ, કારન મોક્ષ કહ્યૌ વિન પાપ. ૪૦.

Page 182 of 272
PDF/HTML Page 194 of 284
single page version

background image
रत्नत्रयं न वर्त्तते आत्मानं मुक्त्वा अन्यद्रव्ये
तस्मात् तत्त्रिकमयः भवति खलु मोक्षस्य कारणं आत्मा ।।४०।।
व्याख्या :‘रयणत्तयं ण वट्टइ अप्पाणं मुइत्तु अण्णदवियह्मि’ रत्नत्रयं न वर्त्तते
स्वकीयशुद्धात्मानं मुक्त्वा अन्याचेतने द्रव्ये ‘तह्मा तत्तियमइउ होदि हु मुक्खस्स कारणं
आदा’ तस्मात्तत्त्रितयमय आत्मैव निश्चयेन मोक्षस्य कारणं भवतीति जानीहि अथ विस्तरः
रागादिविकल्पोपाधिरहितचिच्चमत्कारभावनोत्पन्नमधुररसास्वादसुखोऽहमिति निश्चयरुचिरूपं
सम्यग्दर्शनं, तस्यैव सुखस्य समस्तविभावेभ्यः स्वसंवेदनज्ञानेन पृथक् परिच्छेदनं सम्यग्ज्ञानं,
तथैव दृष्टश्रुतानुभूतभोगाकाङ्क्षाप्रभृतिसमस्तापध्यानरूपमनोरथजनितसंकल्पविकल्पजालत्यागेन
तत्रैव सुखे रतस्य सन्तुष्टस्य तृप्तस्यैकाकारपरमसमरसीभावेन द्रवीभूतचित्तस्य पुनः पुनः
स्थिरीकरणं सम्यक्चारित्रम्
इत्युक्तलक्षणं निश्चयरत्नत्रयं शुद्धात्मानं विहायान्यत्र
ગાથા ૪૦
ગાથાર્થઃઆત્મા સિવાય અન્ય દ્રવ્યમાં રત્નત્રય રહેતાં નથી, તે કારણે
રત્નત્રયમયી આત્મા જ મોક્ષનું કારણ છે.
ટીકાઃ‘‘रयणत्तयं ण वट्टइ अप्पाणं मुइत्तु अण्णदवियह्मि’’ નિજ શુદ્ધાત્માને છોડીને
અન્ય અચેતન દ્રવ્યમાં રત્નત્રય વર્તતાંરહેતાં નથી. ‘‘तह्मा तत्तियमइउ होदि हु मुक्खस्स कारणं
आदा’’તેથી તે રત્નત્રયમય આત્મા જ નિશ્ચયથી મોક્ષનું કારણ થાય છે, એમ તું જાણ.
હવે વિસ્તાર કરે છે‘રાગાદિવિકલ્પઉપાધિરહિત, ચિત્ચમત્કારની ભાવનાથી ઉત્પન્ન
મધુરરસના આસ્વાદરૂપ સુખ હું છું’ એવી નિશ્ચય રુચિરૂપ સમ્યક્દર્શન છે. તે જ સુખને
સમસ્ત વિભાવોથી સ્વસંવેદનજ્ઞાનવડે પૃથક્ જાણવું, તે સમ્યગ્જ્ઞાન છે. તેવી જ રીતે દ્રષ્ટ
શ્રુતઅનુભૂત ભોગોની આકાંક્ષા વગેરે સમસ્ત ખોટા ધ્યાનરૂપ મનોરથથી ઉત્પન્ન સંકલ્પ
વિકલ્પની જાળના ત્યાગ વડે તે જ સુખમાં લીનસંતુષ્ટતૃપ્ત અને એકાકાર પરમ -
સમરસીભાવથી ભીંજાયેલા ચિત્તને ફરી ફરીને સ્થિર કરવું તે સમ્યક્ચારિત્ર છે. આ પ્રમાણે
૧. આ ગાથામાં સ્વાત્મતત્ત્વસ્વરૂપ નિજ શુદ્ધાત્માને જએટલે કે નિશ્ચય રત્નત્રયમય શુદ્ધાત્માને જમોક્ષનું
કારણ કહ્યું છે. તેથી સિદ્ધ થયું કે વિકલ્પરાગ ખરેખર મોક્ષનું કારણ નથી, પર્યાયે પર્યાયે રાગનો અભાવ
થતો જાય છે અને શુદ્ધિ વધતી જાય છે. એ રીતે સાતમા ગુણસ્થાનના સાતિશય વિભાગમાં નિર્વિકલ્પતા
વધતાં ક્ષપકશ્રેણીમાં આઠમે, નવમે, દશમે ગુણસ્થાને ચડતાં દશમાને અંતે સંપૂર્ણ વીતરાગ થઈ, બારમે
ગુણસ્થાને સંપૂર્ણ વીતરાગપણે રહી, તેના અંતે કેવળજ્ઞાનરૂપ ભાવમોક્ષ પ્રગટ કરે છે.

Page 183 of 272
PDF/HTML Page 195 of 284
single page version

background image
घटपटादिबहिर्द्रव्ये न वर्त्तते यतस्ततः कारणादभेदनयेनानेकद्रव्यात्मकैकपानकवत्तदेव
सम्यग्दर्शनं, तदेव सम्यग्ज्ञानं, तदेव सम्यक्चारित्रं, तदेव स्वात्मतत्त्वमित्युक्तलक्षणं
निजशुद्धात्मानमेव मुक्तिकारणं जानीहि
।।४०।।
एवं प्रथमस्थले सूत्रद्वयेन निश्चयव्यवहारमोक्षमार्गस्वरूपं संक्षेपेण व्याख्याय तदनन्तरं
द्वितीयस्थले गाथाषट्कपर्यन्तं सम्यक्त्वादित्रयं क्रमेण विवृणोति तत्रादौ सम्यक्त्वमाह :
जीवादीसद्दहणं सम्मत्तं रूवमप्पणो तं तु
दुरभिणिवेसविमुक्कं णाणं सम्मं खु होदि सदि जह्मि ।।४१।।
जीवादिश्रद्धानं सम्यक्त्वं रूपं आत्मनः तत् तु
दुरभिनिवेशविमुक्तं ज्ञानं सम्यक् खलु भवति सति यस्मिन् ।।४१।।
કહેલાં લક્ષણ નિશ્ચયરત્નત્રય શુદ્ધાત્માને છોડીને બીજે ઘટપટાદિ બહિર્દ્રવ્યોમાં રહેતાં
નથી. તે કારણે અભેદનયથી અનેકદ્રવ્યમય એક પીણાંની જેમ તે જ સમ્યગ્દર્શન છે, તે
જ સમ્યગ્જ્ઞાન છે, તે જ સમ્યક્ચારિત્ર છે, તે જ સ્વાત્મતત્ત્વ છે. એ પ્રમાણે ઉક્ત
લક્ષણવાળા નિજ શુદ્ધાત્માને જ મુક્તિનું કારણ તમે જાણો. ૪૦.
આ રીતે, પ્રથમ સ્થળમાં બે ગાથાઓ દ્વારા સંક્ષેપમાં નિશ્ચય અને વ્યવહાર
મોક્ષમાર્ગનું સ્વરૂપ કહીને, પછી બીજા સ્થળમાં છ ગાથા સુધી સમ્યક્ત્વ આદિ ત્રણનું
ક્રમપૂર્વક વર્ણન કરે છે. તેમાં પ્રથમ જ સમ્યગ્દર્શનનું કથન કરે છેઃ
ગાથા ૪૧
ગાથાર્થઃજીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વ આત્માનું
સ્વરૂપ છે. આ સમ્યક્ત્વ થતાં દુરભિનિવેશરહિત સમ્યક્જ્ઞાન થાય છે.
૧. અહીં સુખની મુખ્યતાથી નિશ્ચય સમ્યગ્દર્શન, નિશ્ચય સમ્યગ્જ્ઞાન અને નિશ્ચય ચારિત્રની વ્યાખ્યા છે. તેથી
સિદ્ધ થાય છે કેચતુર્થ ગુણસ્થાને જે શુદ્ધ સમ્યગ્દર્શન પ્રગટે છે તેની સાથે જ ભૂમિકા પ્રમાણે શુદ્ધ
આત્મિક સુખ પ્રગટે છે.
જીવાદિક તત્ત્વનિકી કરૈ, શ્રદ્ધા સો સમ્યક્ત્વ હૂઁ વરૈ;
યાહીતૈં સમ્યક્ હ્વૈ જ્ઞાન, દુર આશય - વિન આતમ માન. ૪૧.

Page 184 of 272
PDF/HTML Page 196 of 284
single page version

background image
व्याख्या :‘‘जीवादीसद्दहणं सम्मत्तं’’ वीतरागसर्वज्ञप्रणीतशुद्धजीवादितत्त्वविषये
चलमलिनागाढरहितत्वेन श्रद्धानं रुचिर्निश्चय इदमेवेत्थमेवेति निश्चयबुद्धिः सम्यग्दर्शनम्
‘‘रूवमप्पणो तं तु’’ तच्चाभेदनयेन रूपं स्वरूपं तु; पुनः कस्य ? आत्मन आत्मपरिणाम
इत्यर्थः
तस्य सामर्थ्यं माहात्म्यं दर्शयति ‘‘दुरभिणिवेसविमुक्कं णाणं सम्मं खु होदि सदि
जह्मि’’ यस्मिन् सम्यक्त्वे सति ज्ञानं सम्यग् भवति स्फु टं कथम्भूतं सम्यग्भवति ?
‘‘दुरभिणिवेसविमुक्कं’’ चलितप्रतिपत्तिगच्छत्तृणस्पर्शशुक्तिकाशकलरजतविज्ञानसदृशैः संशय-
विभ्रमविमोहैर्मुक्तं रहितमित्यर्थः
ટીકાઃ‘‘जीवादीसद्दहणं सम्मत्तं’’ વીતરાગસર્વજ્ઞપ્રણીત શુદ્ધ જીવાદિ તત્ત્વોમાં
ચળ, મળ, અગાઢ (દોષ) રહિત શ્રદ્ધારુચિનિશ્ચય અને ‘આ જ છે, આવી રીતે જ છે,’
એવી નિશ્ચયબુદ્ધિ તે સમ્યગ્દર્શન છે. ‘‘रूवमप्पणो तं तु’’ અને તે સમ્યગ્દર્શન અભેદનયથી
સ્વરૂપ છે. કોનું સ્વરૂપ છે? આત્માનું; તે આત્માના પરિણામ છે, એમ અર્થ છે.
તેનું (સમ્યગ્દર્શનનું) સામર્થ્ય અને માહાત્મ્ય દેખાડે છે; ‘‘दुरभिणिवेसविमुक्कं णाणं सम्मं
खु होदि सदि जह्मि’’ જે સમ્યક્ત્વ થતાં જ્ઞાન પ્રગટપણે સમ્યક્ થઈ જાય છે. કેવું સમ્યક્
થાય છે? ‘‘दुरभिणिवेसविमुक्कं’’ ચલાયમાન સંશયજ્ઞાન (અર્થાત્ આમ હશે કે આમ એવા)
સંશયથી, ગમન કરતાં તૃણસ્પર્શ થતાં ‘શેનો સ્પર્શ થયો’ તેના અનિશ્ચયરૂપ વિભ્રમથી અને
‘છીપના ટુકડામાં, ચાંદીનું જ્ઞાન થાય’ એવા વિમોહથી
એ ત્રણે દોષોથી રહિત સમ્યક્જ્ઞાન
થઈ જાય છે.
૧. તે આત્માના પરિણામ હોવાથી શુદ્ધ પરિણામ છે. સમ્યગ્દર્શન પ્રગટ થતી વખતે ‘‘નિષ્ક્રિય ચિન્માત્રભાવને
પામે છે.’’ એમ શ્રી પ્રવચનસાર ગાથા ૮૦ પા-૧૩૮ માં કહ્યું છે તે જ નિર્વિકલ્પ દશા છે. શ્રી
જયસેનાચાર્ય કહે છે કે ‘‘આગમની ભાષાથી અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ નામના
પરિણામવિશેષોના બળથી જે વિશેષભાવ દર્શનમોહનો અભાવ કરવાને સમર્થ છે, તેમાં પોતાના આત્માને
જોડે છે. ત્યારપછી નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ માટે
જેમ પર્યાયરૂપે મોતીના દાણા, ગુણરૂપે સફેદી
આદિ અભેદનયથી એક હારરૂપ જ માલૂમ પડે છે તેમપૂર્વે કહેલાં દ્રવ્યગુણપર્યાય અભેદનયથી
આત્મા જ છે, એવી ભાવના કરતાં કરતાં દર્શનમોહનો અંધકાર નષ્ટ થઈ જાય છે.’’ (શ્રી પ્રવચનસાર
શ્રી જયસેનાચાર્ય ટીકા પા. ૧૩૮)
વળી, શ્રી પ્રવચનસાર ગાથા ૧૯૪ની ટીકામાં પણ નીચેના શબ્દોમાં તે જ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું
છે. (પા. ૩૫૮-૩૫૯)
ટીકાઃ‘‘યથોક્ત વિધિ વડે શુદ્ધાત્માને જે ધ્રુવ જાણે છે તેને તેમાં જ પ્રવૃત્તિ દ્વારા શુદ્ધાત્મતત્ત્વ
હોય છે, તેથી અનંત શક્તિવાળા ચિન્માત્ર પરમઆત્માનું એકાગ્ર સંચેતનધ્યાન હોય છે અને તેથી

Page 185 of 272
PDF/HTML Page 197 of 284
single page version

background image
इतो विस्तार :सम्यक्त्वे सति ज्ञानं सम्यग्भवतीति यदुक्तं तस्य विवरणं क्रियते
तथाहिगौतमाग्निभूतिवायुभूतिनामानो विप्राः पञ्चपञ्चशतब्राह्मणोपाध्याया वेदचतुष्टयं,
ज्योतिष्कव्याकरणादिषडङ्गानि, मनुस्मृत्याद्यष्टादशस्मृतिशास्त्राणि तथा भारताद्यष्टादशपुराणानि
मीमांसान्यायविस्तर इत्यादिलौकिकसर्वशास्त्राणि यद्यपि जानन्ति तथापि तेषां हि ज्ञानं
सम्यक्त्वं विना मिथ्याज्ञानमेव
यदा पुनः प्रसिद्धकथान्यायेन श्रीवीरवर्द्धमानस्वामितीर्थकर-
परमदेवसमवसरणे मानस्तम्भावलोकनमात्रादेवागमभाषया दर्शनचारित्रमोहनीयोपशमक्षय-
संज्ञेनाध्यात्मभाषया स्वशुद्धात्माभिमुखपरिणामसंज्ञेन च कालादिलब्धिविशेषेण मिथ्यात्वं विलयं
गतं तदा तदेव मिथ्याज्ञानं सम्यग्ज्ञानं जातम्
ततश्च ‘जयति भगवान्’ इत्यादि नमस्कारं
कृत्वा जिनदीक्षां गृहीत्वा कचलोचानन्तरमेव चतुर्ज्ञानसप्तर्द्धिसम्पन्नास्त्रयोऽपि गणधरदेवाः
संजाताः गौतमस्वामी भव्योपकारार्थं द्वादशाङ्गश्रुतरचनां कृतवान्; पश्चान्निश्चयरत्नत्रय-
એનો વિસ્તાર‘સમ્યગ્દર્શન થતાં જ્ઞાન સમ્યક્ થાય છે’ એમ જે કહ્યું તેનું વિવરણ
કરવામાં આવે છેઃપાંચસો પાંચસો બ્રાહ્મણોને ભણાવનાર ગૌતમ, અગ્નિભૂતિ અને
વાયુભૂતિ નામના બ્રાહ્મણો ચાર વેદ, જ્યોતિષવ્યાકરણ વગેરે છ અંગ, મનુસ્મૃતિ વગેરે
અઢાર સ્મૃતિશાસ્ત્રો, મહાભારતાદિ અઢાર પુરાણો, મીમાંસા, ન્યાયવિસ્તાર વગેરે સમસ્ત
લૌકિક શાસ્ત્રો જાણતા હતા, તોપણ તેમનું જ્ઞાન સમ્યક્ત્વ વિના મિથ્યાજ્ઞાન જ હતું. જ્યારે
પ્રસિદ્ધ કથા પ્રમાણે શ્રી મહાવીર વર્દ્ધમાન તીર્થંકર પરમદેવના સમવસરણમાં માનસ્તંભને
જોવા માત્રથી જ આગમભાષા
અપેક્ષાએ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયકર્મના
ઉપશમક્ષય નામક (કાલાદિલબ્ધિ વિશેષથી) અને અધ્યાત્મભાષાની અપેક્ષાએ
નિજશુદ્ધાત્માભિમુખ પરિણામ નામક કાલાદિલબ્ધિ વિશેષથી મિથ્યાત્વ નાશ પામ્યું, ત્યારે
તે જ મિથ્યાજ્ઞાન સમ્યગ્જ્ઞાન થયું. પછી ‘ભગવાનનો વિજય હો’ ઇત્યાદિ પ્રકારે નમસ્કાર
કરીને જિનદીક્ષા લઈને કેશલોચ કરતાં જ ચાર જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય)
અને સાત ૠદ્ધિસંપન્ન થઈને ત્રણેય ગણધરદેવ થઈ ગયા. ગૌતમસ્વામીએ ભવ્ય જીવોના
ઉપકારને માટે બાર અંગરૂપ શ્રુતની રચના કરી. પછી તે ત્રણેય નિશ્ચયરત્નત્રયની
સાકાર ઉપયોગવાળાને કે અનાકાર ઉપયોગવાળાનેબન્નેને અવિશેષપણે એકાગ્રસંચેતનની પ્રસિદ્ધિ
હોવાથી અનાદિ સંસારથી બંધાયેલી અતિદ્રઢ મોહગ્રંથિ (મોહની દુષ્ટ ગાંઠ) છૂટી જાય છે.
આથી એમ કહ્યું કેમોહગ્રંથિભેદ (દર્શનમોહરૂપી ગાંઠનું ભેદાવુંતૂટવું) તે શુદ્ધાત્માની ઉપલબ્ધિનું
ફળ છે.’’
૧. વ્યવહાર રત્નત્રયનો ક્રમે ક્રમે અભાવ થતાં અને શુદ્ધિ ક્રમે ક્રમે હરેક સમયે વૃદ્ધિંગત થતાં
નિશ્ચયરત્નત્રયની પૂર્ણતા કરી મોક્ષ પામ્યા, એમ સમજવું.

Page 186 of 272
PDF/HTML Page 198 of 284
single page version

background image
भावनाबलेन त्रयोऽपि मोक्षं गताः शेषाः पश्चदशशतप्रमितब्राह्मणा जिनदीक्षां गृहीत्वा
यथासम्भवं स्वर्गं मोक्षं च गताः अभव्यसेनः पुनरेकादशाङ्गधारकोऽपि सम्यक्त्वं विना
मिथ्याज्ञानी सञ्जात इति एवं सम्यक्त्वमाहात्म्येन ज्ञानतपश्चरणव्रतोपशमध्यानादिकं
मिथ्यारूपमपि सम्यग्भवति तदभावे विषयुक्तदुग्धमिव सर्वं वृथेति ज्ञातव्यम्
तच्च सम्यक्त्वं पञ्चविंशतिमलरहितं भवति तद्यथादेवतामूढलोकमूढसमयमूढभेदेन
मूढत्रयं भवति तत्र क्षुधाद्यष्टादशदोषरहितमनन्तज्ञानाद्यनन्तगुणसहितं वीतरागसर्वज्ञदेवता-
स्वरूपमजानन् ख्यातिपूजालाभरूपलावण्यसौभाग्यपुत्रकलत्रराज्यादिविभूतिनिमित्तं रागद्वेषो-
पहतार्त्तरौद्रपरिणतक्षेत्रपालचण्डिकादिमिथ्यादेवानां यदाराधनं करोति जीवस्तद्देवतामूढत्वं
भण्यते
न च ते देवाः किमपि फलं प्रयच्छन्ति कथमिति चेत् ? रावणेन रामस्वामि-
लक्ष्मीधरविनाशार्थं बहुरूपिणी विद्या साधिता, कौरवैस्तु पाण्डवनिर्मूलनार्थं कात्यायनी विद्या
ભાવનાના બળથી મોક્ષ પામ્યા. બાકીના પંદરસો બ્રાહ્મણો જિનદીક્ષા લઈને યથાસંભવ સ્વર્ગે
કે મોક્ષે ગયા. પરંતુ અભવ્યસેન અગિયાર અંગનો પાઠી હોવા છતાં પણ સમ્યક્ત્વ વિના
મિથ્યાજ્ઞાની રહ્યો. આ રીતે સમ્યક્ત્વના માહાત્મ્યથી જ્ઞાન, તપશ્ચરણ
, વ્રત, ઉપશમ, ધ્યાન
વગેરે મિથ્યારૂપ હોય તે પણ સમ્યક્ થઈ જાય છે. અને તેના (સમ્યક્ત્વના) વિના એ
બધાં ઝેર સહિતના દૂધની જેમ વૃથા છે, એમ જાણવું.
અને તે સમ્યક્ત્વ પચીસ દોષરહિત હોય છે. તે આ પ્રમાણેદેવમૂઢતા, લોકમૂઢતા
અને સમયમૂઢતાએ ત્રણ મૂઢતા છે.
ક્ષુધા આદિ અઢાર દોષરહિત, અનંતજ્ઞાનાદિ અનંતગુણસહિત વીતરાગસર્વજ્ઞદેવનું
સ્વરૂપ નહિ જાણતો જે જીવ ખ્યાતિ, પૂજા, લાભ, રૂપ, લાવણ્ય, સૌભાગ્ય, પુત્ર, સ્ત્રી,
રાજ્ય આદિ વૈભવને માટે, રાગ
દ્વેષથી હણાયેલા, આર્ત અને રૌદ્ર પરિણામોવાળા
ક્ષેત્રપાળ, ચંડિકા આદિ મિથ્યાદેવોનું આરાધન કરે છે તેને દેવમૂઢતા કહે છે. તે દેવો કાંઈ
પણ ફળ આપતા નથી.
પ્રશ્નઃ(ફળ નથી દેતા) તે કઈ રીતે? ઉત્તરરાવણે રામચંદ્ર અને લક્ષ્મણનો
વિનાશ કરવા માટે બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી; કૌરવોએ પાંડવોનો નાશ કરવા માટે
કાત્યાયની વિદ્યા સાધી; કંસે નારાયણનો (કૃષ્ણનો) વિનાશ કરવા માટે ઘણી વિદ્યાઓ
સાધી; પરંતુ તે વિદ્યાઓ દ્વારા રામચંદ્ર, પાંડવો અને કૃષ્ણ નારાયણનું કાંઈ પણ અનિષ્ટ
૧. સમ્યક્ત્વ પામ્યા વિનાનું જ્ઞાન, તપશ્ચરણ, વ્રત, નિયમ, ધ્યાન વગેરે સર્વે મિથ્યા છે, એમ સમજવું.
માટે સમ્યગ્દર્શન પ્રગટ કરવા પ્રથમ પ્રયત્નપુરુષાર્થ કરવો એવી ભગવાનની આજ્ઞા સમજવી.

Page 187 of 272
PDF/HTML Page 199 of 284
single page version

background image
साधिता, कंसेन च नारायणविनाशार्थं बह्व्योऽपि विद्याः समाराधितास्ताभिः कृतं न किमपि
रामस्वामिपाण्डवनारायणानाम्
तैस्तु यद्यपि मिथ्यादेवता नानुकूलितास्तथापि निर्मल-
सम्यक्त्वोपार्जितेन पूर्वकृतपुण्येन सर्वं निर्विघ्नं जातमिति अथ लोकमूढत्वं कथयति
गङ्गादिनदीतीर्थस्थानसमुद्रस्नानप्रातःस्नानजलप्रवेशमरणाग्निप्रवेशमरणगोग्रहणादिमरणभूम्यग्निवट-
वृक्षपूजादीनि पुण्यकारणानि भवन्तीति यद्वदन्ति तल्लोकमूढत्वं विज्ञेयम्
अन्यदपि
लौकिकपारमार्थिकहेयोपादेयस्वपरज्ञानरहितानामज्ञानिजनानां प्रवाहेन यद्धर्मानुष्ठानं तदपि
लोकमूढत्वं विज्ञेयमिति
अथ समयमूढत्वमाह अज्ञानिजनचिच्चमत्कारोत्पादकं ज्योतिष्कमन्त्र-
वादादिकं दृष्ट्वा वीतरागसर्वज्ञप्रणीतसमयं विहाय कुदेवागमलिङ्गिनां भयाशास्नेहलोभैर्धर्मार्थं
प्रणामविनयपूजापुरस्कारादिकरणं समयमूढत्वमिति
एवमुक्तलक्षणं मूढत्रयं सराग-
सम्यग्दृष्टयवस्थायां परिहरणीयमिति त्रिगुप्तावस्थालक्षणवीतरागसम्यक्त्वप्रस्तावे पुनर्निज-
થયું નહિ. તેમણે (રામ વગેરેએ) જોકે મિથ્યાદેવોની આરાધના ન કરી, તોપણ નિર્મળ
સમ્યક્ત્વથી ઉપાર્જિત
પૂર્વે કરેલાં પુણ્યથી તેમનાં સર્વ વિઘ્ન દૂર થયાં.
હવે, લોકમૂઢતાનું કથન કરે છેઃ ‘ગંગા આદિ નદીરૂપ તીર્થોમાં સ્નાન, સમુદ્રમાં
સ્નાન, પ્રાતઃકાળમાં સ્નાન, જળમાં પ્રવેશ કરીને મરવું, અગ્નિમાં પ્રવેશ કરીને મરવું, ગાયનું
પૂંછડું પકડીને મરવું, ભૂમિ
અગ્નિવડવૃક્ષની પૂજા કરવીએ બધાં પુણ્યનાં કારણ છે’,
એમ જે કહે છે તેને લોકમૂઢતા જાણવી. લૌકિકપારમાર્થિક હેયઉપાદેય અને સ્વ
પરજ્ઞાનરહિત અજ્ઞાનીઓનું પ્રવાહથી (કુળ પરંપરાથી) ચાલ્યું આવતું બીજું પણ જે કાંઈ
ધર્માચરણ છે તે પણ લોકમૂઢતા છે, એમ જાણવું.
હવે, સમયમૂઢતા કહે છેઃઅજ્ઞાનીઓના મનમાં ચમત્કાર (આશ્ચર્ય) ઉત્પન્ન
કરનાર જ્યોતિષ, મંત્રવાદ વગેરે દેખીને વીતરાગસર્વજ્ઞપ્રણીત ધર્મ છોડી દઈને ખોટા દેવ
શાસ્ત્ર અને વેશધારીઓને ભય, આશા, સ્નેહ અને લોભથી ધર્મને માટે પ્રણામ, વિનય,
પૂજા, સત્કાર વગેરે કરવાં તે સમયમૂઢતા છે.
આ ઉક્ત લક્ષણવાળી ત્રણે મૂઢતા સરાગસમ્યગ્દ્રષ્ટિની અવસ્થામાં ત્યાગવા યોગ્ય
છે.
१. ‘आराधना न कृता’ इति पाठान्तरं
૨. નિર્મળ સમ્યક્ત્વ સાથે રહેલા શુભરાગથી ઉપાર્જિત પુણ્યએમ અહીં સમજવું.
૩. સરાગસમ્યગ્દ્રષ્ટિના અર્થ માટે જુઓ પા. ૧૭૩ ફૂટનોટ.

Page 188 of 272
PDF/HTML Page 200 of 284
single page version

background image
निरञ्जननिर्दोषपरमात्मैव देव इति निश्चयबुद्धिर्देवतामूढरहितत्वं विज्ञेयम् तथैव च
मिथ्यात्वरागादिमूढभावत्यागेन स्वशुद्धात्मन्येवावस्थानं लोकमूढरहितत्वं विज्ञेयम् तथैव च
समस्तशुभाशुभसंकल्पविकल्परूपपरभावत्यागेन निर्विकारतात्त्विकपरमानन्दैकलक्षणपरमसमरसी-
भावेन तस्मिन्नेव सम्यग्रूपेणायनं गमनं परिणमनं समयमूढरहितत्वं बोद्धव्यम्
इति मूढत्रयं
व्याख्यातम्
अथ मदाष्टस्वरूपं कथ्यते विज्ञानैश्वर्यज्ञानतपःकुलबलजातिरूपसंज्ञं मदाष्टकं
सरागसम्यग्दृष्टिभिस्त्याज्यमिति वीतरागसम्यग्दृष्टीनां पुनर्मानकषायादुत्पन्नमदमात्सर्यादिसमस्त-
विकल्पजालपरिहारेण ममकाराहंकाररहिते स्वशुद्धात्मनि भावनैव मदाष्टकत्याग इति
ममकाराहङ्कारलक्षणं कथयति कर्मजनितदेहपुत्रकलत्रादौ ममेदमिति ममकारस्तत्रैवाभेदेन
મનવચનકાયાની ગુપ્તિરૂપ અવસ્થા જેનું લક્ષણ છે એવા વીતરાગ સમ્યક્ત્વના
પ્રસંગે તો‘પોતાના નિરંજન, નિર્દોષ પરમાત્મા જ દેવ છે’ એવી નિશ્ચયબુદ્ધિ જ
દેવમૂઢતાથી રહિતપણું છે એમ જાણવું; તથા મિથ્યાત્વરાગાદિ મૂઢભાવોનો ત્યાગ કરીને
જે પોતાના શુદ્ધ આત્મામાં જ સ્થિતિ છે તે લોકમૂઢતાથી રહિતપણું છે એમ જાણવું; તેવી
જ રીતે સમસ્ત શુભાશુભ સંકલ્પ-વિકલ્પરૂપ પરભાવનો ત્યાગ કરીને, નિર્વિકાર તાત્ત્વિક
પરમાનંદ જેનું એક લક્ષણ છે એવા પરમ સમરસીભાવથી તેમાં જ (શુદ્ધાત્મામાં જ) સમ્યક્
પ્રકારે અયન
ગમનપરિણમન છે તે સમયમૂઢતાથી રહિતપણું છે, એમ જાણવું. એ પ્રમાણે
ત્રણ મૂઢતાનું વ્યાખ્યાન કર્યું.
હવે, આઠ મદોનું સ્વરૂપ કહે છેઃવિજ્ઞાન, ઐશ્વર્ય, જ્ઞાન, તપ, કુળ, બળ, જાતિ
અને રૂપએ આઠે મદોનો ત્યાગ સરાગ સમ્યગ્દ્રષ્ટિઓએ કરવો જોઈએ. વીતરાગ
સમ્યક્દ્રષ્ટિઓને તો માનકષાયથી ઉત્પન્ન થતા મદ, માત્સર્ય (ઇર્ષ્યા ) આદિ સમસ્ત
વિકલ્પજાળના ત્યાગ વડે, મમકારઅહંકાર રહિત નિજ શુદ્ધાત્મામાં ભાવના તે જ આઠ
મદોનો ત્યાગ છે. મમકાર અને અહંકારનું લક્ષણ કહે છેઃકર્મજનિત દેહ, પુત્ર, સ્ત્રી
૨. જે જીવોને યથાર્થ સમ્યગ્દર્શન તો ચતુર્થ ગુણસ્થાને પ્રગટ્યું છે અને ચારિત્ર અપેક્ષાએ જેને વીતરાગતા
પ્રગટી છે તેને વીતરાગ સમ્યક્ત્વી કહેવાય છે. બીજા સાચા સમ્યગ્દ્રષ્ટિને સાથે ચારિત્રદશામાં ચોથે,
પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને જે રાગ રહ્યો છે, તેનું જ્ઞાન કરાવવા તેને સરાગ સમ્યગ્દ્રષ્ટિ કહે છે. છઠ્ઠા
ગુણસ્થાનધારી મુનિને નિર્જરા અપેક્ષાએ વીતરાગસમ્યગ્દ્રષ્ટિ કહ્યા છે. (જુઓ, શ્રી સમયસાર, શ્રી
જયસેનાચાર્ય ટીકા ગા. ૨૦૧
૨).......તથા આસ્રવ અપેક્ષાએ તેને જ સરાગસમ્યગ્દ્રષ્ટિ કહ્યા છે. માટે
સર્વત્ર જે અપેક્ષાએ કથન કર્યું હોય તે અપેક્ષા યથાર્થપણે સમજવી. (જુઓ, શ્રી સમયસાર ગા. ૧૭૭
૧૭૮ ની શ્રી જયસેનાચાર્ય ટીકા.)