Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Jyotishlokanu Varnan, 35 : Urdhvalokanu Varnan, 35 : Devonu Ayushya, 35 : Bodhidurlabha Anupreksha, 35 : Dharma Anupreksha, 35 : Parishahjayanu Kathan, 35 : Chharitranu Kathan, 36 : Sanvarpoorvak Nirjara Tattvanu Swaroop.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 15

 

Page 149 of 272
PDF/HTML Page 161 of 284
single page version

background image
યોજન છે. નદીની પાસે વક્ષાર પર્વતોની ઊંચાઈ અને અંતમાં નીલ નિષધની પાસે ચારસો
યોજન છે. મેરુ પર્વત સિવાય બાકીના પર્વતોની ઊંચાઈ જેવી જંબૂદ્વીપમાં કહી હતી, તેવી
જ પુષ્કરાર્ધ સુધીના દ્વીપોમાં જાણવી. તથા ક્ષેત્ર, પર્વત નદી, દેશ, નગરાદિનાં નામ પણ
તે જ છે. તેવી જ રીતે બે કોશ ઊંચી, પાંચસો ધનુષ્ય પહોળી, પદ્મરાગ રત્નમય વનાદિની
વેદિકા પણ બધે સમાન છે. આ પુષ્કરાર્ધદ્વીપમાં પણ ચક્રના આરાના આકારના પર્વતો અને
આરાનાં છિદ્રો જેવાં ક્ષેત્રો જાણવાં. માનુષોત્તર પર્વતના અંદરના ભાગમાં જ મનુષ્યો રહે
છે, બહારના ભાગમાં નહીં. તે મનુષ્યોનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ
પલ્યનું અને મધ્યમાં મધ્યમ ભેદો અનેક છે. તિર્યંચોનું આયુષ્ય પણ મનુષ્યોની સમાન છે.
આ રીતે અસંખ્ય દ્વીપ
સમુદ્રોમાં વિસ્તૃત તિર્યક્
લોકની મધ્યમાં અઢીદ્વીપપ્રમાણ
મનુષ્યલોકનું સંક્ષેપમાં વ્યાખ્યાન કર્યું.
હવે, માનુષોત્તર પર્વતથી બહારના ભાગમાં સ્વયંભૂરમણ દ્વીપના અર્ધભાગને
વીંટળાઈને જે નાગેન્દ્ર નામનો પર્વત છે, તેના પૂર્વ ભાગમાં જે અસંખ્ય દ્વીપસમુદ્રો છે,
તેમાં જો કે ‘વ્યંતરદેવ નિરંતર રહે છે’ એ વચન પ્રમાણે વ્યંતર દેવોના આવાસ છે તથા
એક પલ્યપ્રમાણ આયુષ્યવાળા તિર્યંચોની જઘન્ય ભોગભૂમિ પણ છે, એમ જાણવું. નાગેન્દ્ર
પર્વતની બહાર સ્વયંભૂરમણ અર્ધદ્વીપમાં અને સ્વયંભૂરમણ સમુદ્રમાં વિદેહક્ષેત્ર સમાન સદૈવ
शतपञ्चकं, नील निषध पार्श्वे गजदन्तानि योजन चतुः शतानि नदीसमीपे वक्षारेषु
चान्त्यनिषधनीलसमीपे चतुःशतं च शेषपर्वतानां च मेरुं त्यक्त्वा यदेव जम्बूद्वीपे भणितं
तदेवार्धतृतीयद्वीपेषु च विज्ञेयम् तथा नामानि च क्षेत्रपर्वतनदीदेशनगरादीनां तान्येव तथैव
क्रोशद्वयोत्सेधा पञ्चशतधनुर्विस्तारा पद्मरागरत्नमयी वनादीनां वेदिका सर्वत्र समानेति
अत्रापि चक्राराकारवत्पर्वता आरधिवरसंस्थानानि क्षेत्राणि ज्ञातव्यानि मानुषोत्तर-
पर्वतादभ्यन्तरभाग एव मनुष्यास्तिष्ठन्ति, न च बहिर्भागे तेषां च जघन्यजीवितमन्त-
र्मुहूर्तप्रमाणम्, उत्कर्षेण पल्यत्रयं, मध्ये मध्यमविकल्पा बहवस्तथा तिरश्चां च
एवमसंख्येयद्वीपसमुद्रविस्तीर्णतिर्यग्लोकमध्येऽर्धतृतीयद्वीपप्रमाणः संक्षेपेण मनुष्यलोको
व्याख्यातः
अथ मानुषोत्तरपर्वतसकाशाद्वबहिर्भागे स्वयम्भूरमणद्वीपार्धं परिक्षिप्य योऽसौ
नागेन्द्रनामा पर्वतस्तस्मात्पूर्वभागे ये संख्यातीता द्वीपसमुद्रास्तिष्ठन्ति तेषु यद्यपि ‘व्यन्तरा
निरन्तरा’ इति वचनाद् व्यन्तरदेवावासास्तिष्ठन्ति तथापि पल्यप्रमाणायुषां तिरश्चां सम्बन्धिनी
जघन्यभोगभूमिरिति ज्ञेयम्
नागेन्द्रपर्वताद्बहिर्भागे स्वयम्भूरमणद्वीपार्धे समुद्रे च

Page 150 of 272
PDF/HTML Page 162 of 284
single page version

background image
કર્મભૂમિ અને ચોથો કાળ રહે છે, પરંતુ ત્યાં મનુષ્યો નથી. આ રીતે તિર્યક્લોકના તથા
તેના મધ્યભાગમાં આવેલા મનુષ્ય લોકના પ્રતિપાદન વડે સંક્ષેપમાં મધ્યમલોકનું વ્યાખ્યાન
સમાપ્ત થયું. મનુષ્યલોકમાં ત્રણસો અઠાણું અને તિર્યક્લોકમાં નન્દીશ્વરદ્વીપ, કુંડલદ્વીપ અને
રુચકદ્વીપમાં ક્રમશઃ બાવન, ચાર અને ચાર અકૃત્રિમ, સ્વતંત્ર જિનગૃહો જાણવાં.
હવે પછી જ્યોતિષ્ક લોકનું વર્ણન કરે છે. તે આ પ્રમાણેચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રો
અને પ્રકીર્ણક તારા; એ રીતે જ્યોતિષી દેવ પાંચ પ્રકારના છે. તેમાંથી આ મધ્યલોકના
પૃથ્વીતળથી સાતસો નેવું યોજન ઉપર આકાશમાં તારાનાં વિમાનો છે, તેનાથી દશ યોજન
ઉપર સૂર્યનાં વિમાનો છે, તેનાથી એંસી યોજન ઉપર ચંદ્રનાં વિમાનો છે, ત્યાર પછી
ત્રૈલોક્યસારમાં કહેલ ક્રમ પ્રમાણે ચાર યોજન ઉપર અશ્વિની આદિ નક્ષત્રોનાં વિમાન છે,
તેના પછી ચાર યોજન ઉપર બુધનાં વિમાન છે, તેના પછી ત્રણ યોજન ઉપર શુક્રનાં વિમાન
છે, પછી ત્રણ યોજન ઉપર બૃહસ્પતિનાં વિમાન છે, ત્યાર પછી ત્રણ યોજન ઉપર મંગળનાં
વિમાન છે, ત્યાંથી પણ ત્રણ યોજન ઉપર શનિશ્ચરનાં વિમાન છે. તે જ કહ્યું છે
‘‘સાતસો નેવું, દસ, એંસી, ચાર, ચાર, ત્રણ, ત્રણ, ત્રણ અને ત્રણ યોજન ઉપર ક્રમપૂર્વક
पुनर्विदेहवत्सर्वदैव कर्मभूमिश्चतुर्थकालश्च परं किन्तु मनुष्या न सन्ति
एवमुक्तलक्षणतिर्यग्लोकस्य तदभ्यन्तरं मध्यभागवर्त्तिनो मनुष्यलोकस्य च प्रतिपादनेन संक्षेपेण
मध्यमलोकव्याख्यानं समाप्तम्
अथ मनुष्यलोके द्विंहीनशतचतुष्टयं तिर्यग्लोके तु
नन्दीश्वरकुण्डलरुचकाभिधानद्वीपत्रयेषु क्रमेण द्विपञ्चाशच्चतुष्टयचतुष्टयसंख्याश्चाकृत्रिमाः
स्वतन्त्रजिनगृहा ज्ञातव्याः
अत ऊर्ध्वं ज्योतिर्लोकः कथ्यते तद्यथाचन्द्रादित्यग्रहनक्षत्राणि प्रकीर्णतारकाश्चेति
ज्योतिष्कदेवाः पञ्चविधा भवन्ति तेषां मध्येऽस्माद्भूमितलादुपरिनवत्यधिकसप्तशत-
योजनान्याकाशे गत्वा तारकविमानाः सन्ति, ततोऽपि योजनदशकं गत्वा सूर्यविमानाः, ततः
परमशीतियोजनानि गत्वा चन्द्रविमानाः, ततोऽपि त्रैलोक्यसारकथितक्रमेण योजनचतुष्टयं गते
अश्विन्यादिनक्षत्रविमानाः, ततः परं योजनचतुष्टयं गत्वा बुधविमानाः, ततः परं योजनत्रयं
गत्वा शुक्रविमानाः, ततः परं योजनत्रये गते बृहस्पतिविमानाः, ततो योजनत्रयानन्तरं
मंगलविमानाः, ततोऽपि योजनत्रयान्तरं शनैश्वरविमाना इति
तथा चोक्तं ‘‘णउदुत्तरसत्तसया
૧. ત્રિલોકસાર ગાથા ૩૩૨

Page 151 of 272
PDF/HTML Page 163 of 284
single page version

background image
તારા, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, બુધ, શુક્ર, બૃહસ્પતિ, મંગળ અને શનિશ્ચરનાં વિમાન છે. ૧.’’
તે જ્યોતિષી દેવો અઢીદ્વીપમાં મેરુની પ્રદક્ષિણા કરીને નિરંતર પરિભ્રમણ કરે છે. ત્યાં ઘડી,
પ્રહર, દિવસાદિરૂપ સ્થૂળ વ્યવહારકાળ; સમય, નિમિષાદિ સૂક્ષ્મ વ્યવહાર કાળની જેમ જોકે
સમય, ઘડી આદિ વિવક્ષિત ભેદોથી રહિત, અનાદિ અનંત કાળાણુ દ્રવ્યમય નિશ્ચયકાળરૂપ
ઉપાદાનથી ઉત્પન્ન થાય છે, તોપણ નિમિત્તભૂત કુંભાર વડે ઉપાદાનરૂપી માટીના પિંડમાંથી
બનેલ ઘડાની જેમ ચન્દ્ર, સૂર્ય આદિ જ્યોતિષી દેવોનાં વિમાનોના ગમન
આગમનથી એ
વ્યવહારકાળ પ્રગટ થાય છે તથા જણાય છે, તે કારણે ઉપચારથી તે જ્યોતિષી દેવોથી
કરાયેલો છે, એમ કહેવાય છે. નિશ્ચયકાળ તો, કુંભારના ચાકડાના ભ્રમણમાં નીચેની ખીલી
બહિરંગ સહકારી થાય છે તેમ, તે વિમાનોના ગમનરૂપ પરિણામનું બહિરંગ સહકારી
કારણ થાય છે.
હવે, અઢીદ્વીપમાં ચંદ્ર અને સૂર્યની સંખ્યા કહે છે. તે આ પ્રમાણેજંબૂદ્વીપમાં બે
ચંદ્ર અને બે સૂર્ય છે, લવણોદક સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. ધાતકીખંડ દ્વીપમાં
બાર ચંદ્ર અને બાર સૂર્ય છે, કાલોદક સમુદ્રમાં બેંતાળીસ ચંદ્ર અને બેંતાળીસ સૂર્ય છે,
પુષ્કરાર્ધદ્વીપમાં બોંતેર ચંદ્ર અને બોંતેર સૂર્ય છે.
ત્યારપછી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં સ્થિત જંબૂદ્વીપના ચંદ્ર અને સૂર્યનું થોડું વર્ણન
दस सीदी चउदुगं तु तिचउक्कं तारारविससिरिक्खा बुहभग्गवअंगिरारसणी ’’ ते च
ज्योतिष्कदेवा अर्धतृतीयद्वीपेषु निरंतरं मेरोः प्रदक्षिणेन परिभ्रमणगतिं कुर्वन्ति तत्र
घटिकाप्रहरदिवसादिरूपः स्थूलव्यवहारकालः समयनिमिषादिसूक्ष्मव्यवहारकालवत् यद्यप्यनादि-
निधनेन समयघटिकादिविवक्षितविकल्परहितेनकालाणुद्रव्यरूपेण निश्चयकालेनोपादानभूतेन
जन्यते तथापि चन्द्रादित्यादिज्योतिष्कदेवविमानगमनागमनेन कुम्भकारेण निमित्तभूतेन
मृत्पिण्डोपादानजनितघट इव व्यज्यते प्रकटीक्रियते ज्ञायते तेन कारणेनोपचारेण
ज्योतिष्कदेवकृत इत्यभिधीयते
निश्चयकालस्तु तद्विमानगतिपरिणतेर्बहिरङ्गसहकारिकारणं
भवति कुम्भकारचक्रभ्रमणस्याधस्तनशिलावदिति
इदानीमर्धतृतीयद्वीपेषु चन्द्रादित्यसंख्या कथ्यते तथाहिजम्बूद्वीपे चन्द्रद्वयं सूर्यद्वयं
च, लवणोदे चतुष्टयं, धातकीखण्डद्वीपे द्वादश चन्द्रादित्याश्च, कालोदकसमुद्रे
द्विचत्वारिंशच्चन्द्रादित्याश्च, पुष्करार्धे द्वीपे द्वासप्ततिचन्द्रादित्याः चेति
ततः परं
भरतैरावतस्थितजम्बूद्वीपचन्द्रसूर्ययोः किमपि विवरणं क्रियते
तद्यथाजम्बूद्वीपाभ्यन्तरे

Page 152 of 272
PDF/HTML Page 164 of 284
single page version

background image
કરવામાં આવે છે. તે આ પ્રમાણેજંબૂદ્વીપની અંદર એકસો એંસી યોજન અને બહારમાં
અર્થાત્ લવણ સમુદ્રમાં ત્રણસો ત્રીસ યોજન, એમ કુલ પાંચસો દસ યોજન પ્રમાણ ગમન
ક્ષેત્ર કહેવાય છે, તે ચંદ્ર અને સૂર્ય બંનેનું એક જ ગમનક્ષેત્ર છે. તેમાં ભરતક્ષેત્ર અને
બહારના ભાગના ગમન
ક્ષેત્રમાં સૂર્યના માર્ગ એકસો ચોરાસી છે અને ચંદ્રના માર્ગ પંદર
જ છે. તેમાં જંબૂદ્વીપમાં કર્કટ સંક્રાન્તિના દિવસે, દક્ષિણાયનના પ્રારંભમાં, નિષધ પર્વત ઉપર
પ્રથમ માર્ગમાં સૂર્યનો પ્રથમ ઉદય થાય છે. ત્યાં સૂર્ય વિમાનમાં સ્થિત નિર્દોષ પરમાત્મ
જિનેશ્વરના અકૃત્રિમ બિંબને પ્રત્યક્ષ જોઈને, અયોધ્યા નગરીમાં સ્થિત ભરત ચક્રવર્તી નિર્મળ
સમ્યક્ત્વના અનુરાગથી પુષ્પાંજલિ આપીને અર્ધ્ય આપે છે. તે માર્ગમાં સ્થિત ભરતક્ષેત્રના
સૂર્યનું ઐરાવતક્ષેત્રના સૂર્ય સાથે અને ભરતક્ષેત્રના ચંદ્રનું ઐરાવતક્ષેત્રના ચંદ્ર સાથે જે અંતર
રહે છે, તે વિશેષપણે આગમમાંથી જાણી લેવું.
હવે ‘‘શતભિષા, ભરણી, આર્દ્રા, સ્વાતિ, અશ્લેષા અને જ્યેષ્ઠાએ છ નક્ષત્ર
જઘન્ય છે; રોહિણી, વિશાખા, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ
એ છ નક્ષત્ર ઉત્તમ છે અને બાકીનાં નક્ષત્રો મધ્યમ છે.’’ એ પ્રમાણે ગાથામાં કહેલા ક્રમ
અનુસાર જે જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ નક્ષત્ર છે, તેમાંથી ક્યા નક્ષત્રમાં કેટલા દિવસ
સૂર્ય રહે છે તે કહે છે. ‘‘એક
મુહૂર્તમાં ચંદ્ર ૧૭૬૮, સૂર્ય ૧૮૩૦ અને નક્ષત્ર ૧૮૩૫
योजनानामशीतिशतं बहिर्भागे लवणसमुद्रसम्बन्धे त्रिंशदधिकशतत्रयमिति समुदायेन
दशोत्तरयोजनशतपञ्चकं चारक्षेत्रं भण्यते, तत् चन्द्रादित्ययोरेकमेव
तत्र भरतेन (सह)
बहिर्भागे तस्मिंश्चारक्षेत्रे सूर्यस्य चतुरशीतिशतसंख्या मार्गा भवन्ति, चन्द्रस्य पञ्चदशैव तत्र
जम्बूद्वीपाभ्यन्तरे कर्कटसंक्रान्तिदिने दक्षिणायनप्रारम्भे निषधपर्वतस्योपरि प्रथममार्गे सूर्यः
प्रथमोदयं करोति
यत्र सूर्यविमानस्थं निर्दोषपरमात्मनो जिनेश्वरस्याकृत्रिमं जिनबिम्बम्
प्रत्यक्षेण दृष्ट्वा अयोध्यानगरीस्थितो निर्मलसम्यक्त्वानुरागेण भरतचक्री पुष्पाञ्जलिमुत्क्षिप्यार्घ्यं
ददातीति
तन्मार्गस्थितभरतक्षेत्रादित्यस्यैरावतादित्येन सह तथापि चन्द्रस्यान्यचन्द्रेण सह
यदन्तरं भवति तद्विशेषेणागमतो ज्ञातव्यम्
अथ ‘‘सदभिस भरणी अद्दा सादी असलेस्स जेट्ठमवर वरा रोहिणि विसाह पुणव्वसु
तिउत्तरा मज्झिमा सेसा ’’ इति गाथाकथितक्रमेण यानि जघन्योत्कृष्टमध्यमनक्षत्राणि तेषु
मध्ये कस्मिन्नक्षत्रे कियन्ति दिनान्यादित्यस्तिष्ठतीति ‘‘इंदु रवीदो रिक्खा सत्तठ्ठि पंच
गगणखंडहिया अहियहिदरिक्खखंडा रिक्खे इंदुरवीअत्थणमुहुत्ता ’’ इत्यनेन
૧. ત્રિલોકસાર ગાથા ૩૯૯.

Page 153 of 272
PDF/HTML Page 165 of 284
single page version

background image
ગગનખંડોમાં ગમન કરે છે, તેથી ૬૭ અને ૫ (૧૮૩૫-૧૭૬૮=૬૭; ૧૮૩૫
-૧૮૩૦=૫) અધિક ભાગોથી નક્ષત્રખંડને ભાગવાથી જે મુહૂર્ત આવે તે મુહૂર્ત ચંદ્ર અને
સૂર્યનાં આસન્ન મુહૂર્ત જાણવાં. અર્થાત્ એક નક્ષત્ર ઉપર એટલા મુહૂર્ત સુધી ચંદ્ર અને
સૂર્યની સ્થિતિ જાણવી. આ રીતે આ ગાથા દ્વારા આગમમાં કહેલ ક્રમથી ભિન્ન-ભિન્ન
દિવસોનો સરવાળો કરવાથી ત્રણસો છાસઠ દિવસો થાય છે. જ્યારે દ્વીપની અંદરથી દક્ષિણ
દિશાની બહાર સૂર્ય ગમન કરે છે, ત્યારે એકસો ત્યાસી દિવસોને દક્ષિણાયન નામ મળે
છે અને જ્યારે સૂર્ય સમુદ્ર તરફથી ઉત્તર દિશાની અંદરના માર્ગોમાં આવે છે, ત્યારે બાકીના
એકસો ત્યાસી દિવસોને ઉત્તરાયણ નામ મળે છે. તેમાં જ્યારે દ્વીપની અંદર કર્કટ સંક્રાન્તિના
દિવસે દક્ષિણાયનની શરૂઆતમાં પ્રથમ માર્ગની પરિધિમાં સૂર્ય હોય છે, ત્યારે સૂર્ય
વિમાનના આતપનો પૂર્વ
- પશ્ચિમ વિસ્તાર ચોરાણું હજાર પાંચસો પચીસ યોજન પ્રમાણ હોય
છે એમ જાણવું. તે વખતે અઢાર મુહૂર્તનો દિવસ અને બાર મુહૂર્તની રાત્રિ થાય છે. પછી
ત્યાંથી ક્રમે ક્રમે આતપની હાનિ થતાં બે મુહૂર્તના એકસઠમા ભાગમાંથી એક ભાગ જેટલો
દરરોજ દિવસ ઘટે છે. અને તે લવણ સમુદ્રના અંતિમ માર્ગમાં માહ મહિનામાં
મકરસંક્રાંતિના ઉત્તરાયણના દિવસે સૂર્યવિમાનના આતપનો પૂર્વ
- પશ્ચિમ વિસ્તાર જઘન્યપણે
ત્રેસઠ હજાર સોળ યોજન પ્રમાણ રહે ત્યાં સુધી ઘટે છે. તેવી જ રીતે બાર મુહૂર્તોનો
દિવસ થાય છે અને અઢાર મુહૂર્તોની રાત્રિ થાય છે. અન્ય વિશેષ વ્યાખ્યાન લોકવિભાગ
વગેરેમાંથી જાણવું.
गाथासुत्रेणागमकथितक्रमेण पृथक् पृथगानीय मेलापके कृते सति षडधिक-
षष्टियुतत्रिशतसंख्यदिनानि भवन्ति
तस्य दिनसमूहार्धस्य यदा द्वीपाभ्यन्तराद्दक्षिणेन
बहिर्भागेषु दिनकरो गच्छति तदा दक्षिणायनसंज्ञा; यदा पुनः समुद्रात्सका-
शादुत्तरेणाभ्यन्तरमार्गेषु समायाति तदोत्तरायणसंज्ञेति
तत्र यदा द्वीपाभ्यन्तरे प्रथममार्गपरिधौ
कर्कटसंक्रान्तिदिने दक्षिणायनप्रारम्भे तिष्ठत्यादित्यस्तदा चतुर्णवतिसहस्रपञ्चविंशत्यधिक-
पञ्चयोजनशतप्रमाण उत्कर्षेणादित्यविमानस्य पूर्वापरेणातपविस्तारो ज्ञेयः
तत्र
पुनरष्टादशमुहूर्तैर्दिवसो भवति द्वादशमुहूर्तै रात्रिरिति ततः क्रमेणातपहानौ सत्यां
मुहूर्तद्वयस्यैकषष्टिभागीकृतस्यैको भागो दिवसमध्ये दिनं प्रति हीयते यावल्लवण-
समुद्रेऽवसानमार्गे माघमासे मकरसंक्रान्तावुत्तरायणदिवसे त्रिषष्टिसहस्राधिकषोडशयोजनप्रमाणो
जघन्येनादित्यविमानस्य पूर्वापरेणातपविस्तारो भवति
तथैव द्वादशमुहूर्तैर्दिवसो
भवत्यष्टादशमुहूर्तै रात्रिश्चेति शेषं विशेषव्याख्यानं लोकविभागादौ विज्ञेयम्

Page 154 of 272
PDF/HTML Page 166 of 284
single page version

background image
મનુષ્યક્ષેત્રની બહાર જે જ્યોતિષીનાં વિમાનો છે તેમનું ગમન થતું નથી. તે
માનુષોત્તર પર્વતની બહાર પચાસ હજાર યોજન જઈને, ગોળાકારે પંક્તિના ક્રમે પહેલા
ક્ષેત્રને વીંટળાઈને રહે છે. ત્યાં પ્રથમ વલયમાં એકસો ચુંમાળીસ ચંદ્ર અને સૂર્ય પરસ્પરના
અંતરે રહે છે. તેનાથી આગળ એક એક લાખ યોજન જતાં તે જ ક્રમે એકેક વલય થાય
છે. વિશેષ આ છે કે પ્રત્યેક વલયમાં ચાર ચાર ચંદ્ર અને ચાર ચાર સૂર્યોની વૃદ્ધિ
પુષ્કરાર્ધના બાહ્ય ભાગમાં આઠમા વલય સુધી થાય છે. પછી પુષ્કર સમુદ્રના પ્રવેશમાં
સ્થિત વેદિકાથી પચાસ હજાર યોજન પ્રમાણ જળભાગમાં જઈને પ્રથમ વલયમાં એકસો
ચુંમાળીસ ચંદ્ર અને સૂર્યનું જે પહેલાં વ્યાખ્યાન કર્યું છે તેનાથી બમણા ચંદ્ર અને સૂર્યવાળું
પ્રથમ વલય છે. ત્યારપછી પૂર્વોક્ત પ્રકારે એકેક લાખ યોજન જતાં એકેક વલય છે. પ્રત્યેક
વલયમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્યની વૃદ્ધિ થાય છે. આ જ ક્રમે સ્વયંભૂરમણ સમુદ્રના
બહારના ભાગની વેદિકા સુધી જ્યોતિષી દેવોનું અવસ્થાન જાણવું. જગત્ પ્રતરના
અસંખ્યાતમા ભાગ પ્રમાણ આ અસંખ્ય જ્યોતિષી વિમાનો અકૃત્રિમ સુવર્ણમય અને
રત્નમય જિન
ચૈત્યાલયોથી શોભિત જાણવાં. એ પ્રમાણે સંક્ષેપમાં જ્યોતિષ્ક લોકનું કથન
પૂરું થયું.
હવે પછી, ઊર્ધ્વલોકનું કથન કરે છે. તે આ પ્રમાણેસૌધર્મ, ઇશાન, સાનત્કુમાર,
ये तु मनुष्यक्षेत्राद्बहिर्भागे ज्योतिष्कविमानास्तेषां चलनं नास्ति ते च
मानुषोत्तरपर्वताद्बहिर्भागे पञ्चाशत्सहस्राणि योजनानां गत्वा वलयाकारं पंक्तिक्रमेण पूर्वक्षेत्रं
परिवेष्टय तिष्ठन्ति
तत्र प्रथमवलये चतुश्चत्वारिंशदधिकशतप्रमाणाश्चन्द्रास्तथादित्या-
श्चान्तरान्तरेण तिष्ठन्ति ततः परं योजनलक्षे लक्षे गते तेनैव क्रमेण वलयं भवति अयन्तु
विशेषःवलये वलये चन्द्रचतुष्टयं सूर्यचतुष्टयं च वर्धते यावत्पुष्करार्धबहिर्भागे वलयाष्ट-
कमिति ततः पुष्करसमुद्रप्रवेशे वेदिकायाः सकाशात्पंचाशत्सहस्रप्रमितयोजनानि जलमध्ये
प्रविश्य यत्पूर्वं चतुश्चत्वारिंशदधिकशतप्रमाणं प्रथमवलयं व्याख्यातं तस्माद् द्विगुणसंख्यानं
प्रथमवलयं भवति
तदनन्तरं पूर्ववद्योजनलक्षे गते वलयं भवति चन्द्रचतुष्टयस्य सूर्यचतुष्टयस्य
च वृद्धिरित्यनेनैव क्रमेण स्वयम्भूरमणसमुद्रबहिर्भागवेदिकापर्यन्तं ज्योतिष्कदेवानामवस्थानं
बोधव्यम्
एते च प्रतरासंख्येयभागप्रमिता असंख्येया ज्योतिष्कविमाना अकृत्रिमसुवर्णमय-
रत्नमयजिनचैत्यालयमण्डिता ज्ञातव्याः इति संक्षेपेण ज्योतिष्कलोकव्याख्यानं समाप्तम्
अथानन्तरमूर्ध्वलोकः कथ्यते
तथाहिसौधर्मेशानसानत्कुमारमाहेन्द्रब्रह्मब्रह्मोत्तर-

Page 155 of 272
PDF/HTML Page 167 of 284
single page version

background image
માહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાંતવ, કાપિષ્ટ, શુક્ર, મહાશુક્ર, શતાર, સહસ્રાર, આનત, પ્રાણત,
આરણ અને અચ્યુત નામનાં સોળ સ્વર્ગ છે. ત્યાંથી આગળ નવ ગ્રૈવેયક વિમાન છે, ત્યાંથી
ઉપર નવ અનુદિશ નામનાં નવ વિમાનોનું એક પટલ છે, તેનાથી પણ ઉપર પાંચ અનુત્તર
નામનાં પાંચ વિમાનોનું એક પટલ છે. એ રીતે ઉક્ત ક્રમે ઉપર ઉપર વૈમાનિક દેવો રહે
છે. આ વાર્તિક અર્થાત્ સંગ્રહવાક્ય અથવા સમુદાય-કથન છે. આદિમાં બાર, મધ્યમાં આઠ
અને અંતે ચાર યોજન પ્રમાણ ગોળ વ્યાસવાળી, ચાળીસ યોજન ઊંચી જે મેરુ પર્વતની
ચૂલિકા છે તેની ઉપર દેવકુરુ અથવા ઉત્તરકુરુ નામની ઉત્તમ ભોગભૂમિના મનુષ્યના વાળના
અગ્રભાગ જેટલે અંતરે ૠજુ વિમાન છે. ચૂલિકા સહિત મેરુ પર્વતની ઊંચાઈનું પ્રમાણ
એક લાખ યોજન છે. તે (ઊંચાઈ)નાથી શરૂ કરીને દોઢ રાજુ પ્રમાણ જે આકાશક્ષેત્ર છે
ત્યાં સુધી સૌધર્મ અને ઇશાન નામનાં બે સ્વર્ગ છે. તેના ઉપર દોઢ રાજુ સુધી સાનત્કુમાર
અને માહેન્દ્ર નામનાં બે સ્વર્ગ છે, ત્યાંથી અર્ધા રાજુ સુધી બ્રહ્મ અને બ્રહ્મોત્તર નામનાં
બે સ્વર્ગ છે, ત્યાંથી પણ અર્ધા રાજુ સુધી લાંતવ અને કાપિષ્ટ નામનાં બે સ્વર્ગ છે. ત્યાંથી
ઉપર અર્ધા રાજુ સુધી શુક્ર અને મહાશુક્ર નામનાં બે સ્વર્ગ જાણવાં. ત્યારપછી અર્ધા રાજુ
સુધી શતાર અને સહસ્રાર નામનાં બે સ્વર્ગ છે, ત્યારપછી આગળ અર્ધા રાજુ સુધી આનત
અને પ્રાણત નામનાં બે સ્વર્ગ છે, ત્યારપછી અર્ધા રાજુ સુધી આકાશમાં આરણ અને
અચ્યુત નામનાં બે સ્વર્ગ છે. ત્યાં પ્રથમનાં બે યુગલોમાં પોતપોતાનાં સ્વર્ગનાં નામવાળા
लान्तवकापिष्टशुक्रमहाशुक्रशतारसहस्रारानतप्राणतारणाच्युतसंज्ञाः षोडश स्वर्गाः ततोऽपि
नवग्रैवेयकसंज्ञास्ततश्च नवानुदिशसंज्ञं नवविमानसंख्यमेकपटलं ततोऽपि पंचानुत्तरसंज्ञं
पंचविमानसंख्यमेकपटलं चेत्युक्तक्रमेणोपर्युपरि वैमानिकदेवास्तिष्ठन्तीति वार्त्तिकं सङ्ग्रहवाक्यं
समुदायकथनमिति यावत्
आदिमध्यान्तेषु द्वादशाष्टचतुर्योजनवृत्तविष्कम्भा
चत्वारिंशत्प्रमितयोजनोत्सेधा या मेरुचूलिका तिष्ठति तस्या उपरि कुरुभूमिजमर्त्यवालाग्रान्तरितं
पुनऋर्ृजुविमानमस्ति
तदादिं कृत्वा चूलिकासहितलक्षयोजनप्रमाणं मेरूत्सेधमान-
मर्द्धाधिकैकरज्जूप्रमाणं यदाकाशक्षेत्रं तत्पर्यन्तं सौधर्मैज्ञानसंज्ञं स्वर्गयुगलं तिष्ठति ततः
परमर्द्धाधिकैकरज्जुपर्यन्तं सानत्कुमारमाहेन्द्रसंज्ञं स्वर्गयुगलं भवति, तस्मादर्द्धरज्जुप्रमाणाकाश-
पर्यन्तं ब्रह्मब्रह्मोत्तराभिधानं स्वर्गयुगलमस्ति, ततोऽप्यर्द्धरज्जुपर्यन्तं लांतवकापिष्टनामस्वर्ग-
युगलमस्ति, ततश्चार्द्धरज्जुपर्यन्तं शुक्रमहाशुक्राभिधानं स्वर्गद्वयं ज्ञातव्यम्, तदनंतरमर्द्धरज्जुपर्यन्तं
शतारसहस्रारसंज्ञं स्वर्गयुगलं भवति, ततोऽप्यर्द्धरज्जुपर्यन्तमानतप्राणतनाम स्वर्गयुगलं, ततः
परमर्द्धरज्जुपर्यन्तमाकाशं यावदारणाच्युताभिधानं स्वर्गद्वयं ज्ञातव्यमिति
तत्र प्रथमयुगलद्वये

Page 156 of 272
PDF/HTML Page 168 of 284
single page version

background image
ચાર ઇન્દ્રો જાણવા. વચ્ચેનાં ચાર યુગલોમાં પોતપોતાના પ્રથમ સ્વર્ગનાં નામવાળા ચાર
ઇન્દ્રો છે. આ રીતે સમૂહરૂપે સોળ સ્વર્ગોમાં બાર ઇન્દ્રો જાણવા. સોળ સ્વર્ગોથી ઉપર
એક રાજુમાં નવ ગ્રૈવેયક, નવ અનુદિશ અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવો છે. ત્યારપછી
બાર યોજન આગળ જતાં આઠ યોજન જાડી અને મનુષ્યલોક (અઢી દ્વીપ) જેવડી
પિસ્તાળીસલાખ યોજનના વિસ્તારવાળી મોક્ષશિલા છે. તેની ઉપર ઘનોદધિ, ઘનવાત અને
તનુવાત નામના ત્રણ વાયુ છે. ત્યાં તનુવાત વલયની મધ્યમાં અને લોકના અંતે કેવળજ્ઞાનાદિ
અનંત ગુણસહિત સિદ્ધો છે.
હવે, સ્વર્ગનાં પટલોની સંખ્યા કહે છેસૌધર્મ અને ઇશાન સ્વર્ગમાં એકત્રીસ,
સાનત્કુમાર અને માહેન્દ્ર સ્વર્ગમાં સાત, બ્રહ્મ અને બ્રહ્મોત્તર સ્વર્ગમાં ચાર, લાંતવ અને
કાપિષ્ટ સ્વર્ગમાં બે, શુક્ર અને મહાશુક્ર સ્વર્ગમાં એક, શતાર અને સહસ્રાર સ્વર્ગમાં એક,
આનત અને પ્રાણત સ્વર્ગમાં ત્રણ, અને આરણ તથા અચ્યુત સ્વર્ગમાં ત્રણ પટલ છે. નવ
ગ્રૈવેયકોમાં નવ, નવ અનુદિશોમાં એક અને પાંચ અનુત્તરોમાં એક પટલ છે. એ રીતે
સમૂહમાં ઉપર ઉપર ત્રેસઠ પટલ જાણવાં. તે જ કહ્યું છે૧ કે-‘‘સૌધર્મ યુગલમાં એકત્રીસ,
સાનત્કુમાર યુગલમાં સાત, બ્રહ્મયુગલમાં ચાર, લાંતવ યુગલમાં બે, શુક્ર યુગલમાં એક,
શતાર યુગલમાં એક, આનત આદિ ચાર સ્વર્ગોમાં છ, પ્રત્યેક ત્રણે ગ્રૈવેયકોમાં ત્રણ ત્રણ,
स्वकीयस्वकीयस्वर्गनामानश्चत्वार इन्द्रा विज्ञेयाः, मध्ययुगलचतुष्टये पुनः स्वकीय-
स्वकीयप्रथमस्वर्गाभिधान एकैक एवेन्द्रो भवति, उपरितनयुगलद्वयेऽपि स्वकीयस्वकीय-
स्वर्गनामानश्चत्वार इन्द्रा भवन्तिः इति समुदायेन षोडशस्वर्गेषु द्वादशेन्द्रा ज्ञातव्याः
षोडशस्वर्गादूर्ध्वमेकरज्जमध्ये नवग्रैवेयकनवानुदिशपञ्चानुत्तरविमानवासिदेवास्तिष्ठन्ति ततः परं
तत्रैव द्वादशयोजनेषु गतेष्वष्टयोजनबाहुल्या मनुष्यलोकवत्पञ्चाधिकचत्वारिंशल्लक्षयोजनविस्तारा
मोक्षशिला भवति
तस्या उपरि घनोदधिघनवाततनुवातत्रयमस्ति तत्र तनुवातमध्ये लोकान्ते
केवलज्ञानाद्यनन्तगुणसहिताः सिद्धाः तिष्ठन्ति
इदानीं स्वर्गपटलसंख्या कथ्यतेसौधर्मेशानयोरेकत्रिंशत्, सनत्कुमारमाहेन्द्रयोः सप्त,
ब्रह्मब्रह्मोत्तरयोश्चत्वारि, लान्तवकापिष्टयोर्द्धयम्, शुक्रमहाशुक्रयोः पटलमेकम्, शतार-
सहस्रारयोरेकम्, आनतप्राणतयोस्त्रयम्, आरणाच्युतयोस्त्रयमिति
नवसु ग्रैवेयकेषु नवकं,
नवानुदिशेषु पुनरेकं, पञ्चानुत्तरेषु चैकमिति समुदायेनोपर्युपरि त्रिषष्टिपटलानि ज्ञातव्यानि
तथा चोक्तम्‘‘इगत्तीससत्तचत्तारिदोण्णिएक्केक्कछक्कचदुकप्पे तित्तियएक्केकिंदियणामा उडु
૧. ત્તિલોકપન્નતિ. ૮/૧૫૯

Page 157 of 272
PDF/HTML Page 169 of 284
single page version

background image
નવ અનુદિશોમાં એક, પાંચ અનુત્તરોમાં એકએમ સમૂહરૂપે ત્રેસઠ ઇન્દ્રક હોય છે.’’
હવે, આગળ પ્રથમ પટલનું વ્યાખ્યાન કરે છે. મેરુપર્વતની ચૂલિકાની ઉપર
મનુષ્યક્ષેત્ર જેટલા વિસ્તારવાળા પૂર્વોક્ત ૠજુ વિમાનની ઇન્દ્રક સંજ્ઞા છે. તેની ચારે
દિશાઓમાં પંક્તિરૂપે સર્વ દ્વીપ અને સમુદ્રોની ઉપર પ્રત્યેક દિશામાં જે અસંખ્ય યોજન
વિસ્તારવાળા ત્રેસઠ વિમાનો છે, તેની ‘શ્રેણીબદ્ધ’ સંજ્ઞા છે. પંક્તિરહિત પુષ્પોની પેઠે ચારે
વિદિશાઓમાં જે સંખ્યાત અને અસંખ્યાત યોજન વિસ્તારવાળાં વિમાનો છે, તેમની
‘‘પ્રકીર્ણક’’ સંજ્ઞા છે. એ રીતે સમૂહમાં પ્રથમ પટલનું લક્ષણ જાણવું. તેમાં પૂર્વ, પશ્ચિમ
અને દક્ષિણ
એ ત્રણ શ્રેણિઓનાં વિમાનો, તે ત્રણ દિશાઓની વચ્ચેની બે વિદિશાઓનાં
વિમાનો સૌધર્મ (નામના પ્રથમ સ્વર્ગ) સંબંધી છે. બાકીની બે વિદિશાનાં વિમાનો અને
ઉત્તર શ્રેણીનાં વિમાન ઇશાન સ્વર્ગ સંબંધી છે. જિન ભગવાને જોયા પ્રમાણે આ પટલથી
ઉપર સંખ્યાત અને અસંખ્યાત યોજન જતાં તે જ ક્રમ પ્રમાણે દ્વિતીય આદિ પટલ છે.
વિશેષ એ છેચારે શ્રેણીઓમાં પ્રત્યેક પટલમાં દરેક દિશામાં એકેક વિમાન ઓછું
થાય છે અને પાંચ અનુત્તર પટલમાં ચારે દિશાઓમાં એકેક વિમાન રહે છે. આ સૌધર્મ
આદિ વિમાનો ચોર્યાસી લાખ, સત્તાણું હજાર, ત્રેવીસ અકૃત્રિમ, સુવર્ણમય જિનગૃહોથી
શોભિત છે, એમ જાણવું.
आदि तेसट्ठी ’’
अतः परं प्रथमपटलव्याख्यानं क्रियते ऋजु विमानं यदुक्तं पूर्वं मेरुचूलिकाया उपरि
तस्य मनुष्यक्षेत्रप्रमाणविस्तारस्येन्द्रकसंज्ञा तस्य चतुर्दिग्भागेष्वसंख्येययोजनविस्ताराणि
पंक्तिरूपेण सर्वद्वीपसमुद्रेषूपरि प्रतिदिशं यानि त्रिषष्टिविमानानि तिष्ठन्ति तेषां श्रेणीबद्धसंज्ञा
यानि च पंक्तिरहितपुष्पप्रकरवद्विदिक्चतुष्टये तिष्ठन्ति तेषां संख्येयासंख्येययोजनविस्ताराणां
प्रकीर्णकसंज्ञा
इति समुदायेन प्रथमपटललक्षणं ज्ञातव्यम् तत्र पूर्वापरदक्षिण-
श्रेणित्रयविमानानि, तन्मध्ये विदिग्द्वयविमानानि च सौधर्मसम्बन्धीनि भवन्ति, शेषविदिग्द्वय-
विमानानि तथोत्तरश्रेणिविमानानि च पुनरीशानसम्बन्धीनि
अस्मात्पटलादुपरि जिनदृष्टमानेन
संख्येयान्यसंख्येयानि योजनानि गत्वा तेनैव क्रमेण द्वितीयादिपटलानि भवन्ति अयं च
विशेषःश्रेणीचतुष्टये पटले पटले प्रतिदिशमेकैकविमानं हीयते यावत् पञ्चानुत्तरपटले
चतुर्दिक्ष्वैकैकविमानं तिष्ठति एते सौधर्मादिविमानाश्चतुरशीतिलक्षसप्तनवतिसहस्र-
त्रयोविंशतिप्रमिता अकृत्रिमसुवर्णमयजिनगृहमण्डिता ज्ञातव्या इति

Page 158 of 272
PDF/HTML Page 170 of 284
single page version

background image
હવે, દેવોના આયુષ્યનું પ્રમાણ કહે છે. ભવનવાસી દેવોમાં જઘન્ય આયુષ્ય દશ
હજાર વર્ષનું છે. અસુરકુમાર નામના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગર, નાગકુમારોનું
ત્રણ પલ્ય, સુપર્ણકુમારોનું અઢી પલ્ય, દ્વીપકુમારોનું બે પલ્ય અને બાકીના છ પ્રકારના
ભવનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દોઢ પલ્યનું છે. વ્યંતરદેવોમાં જઘન્ય આયુષ્ય દશ હજાર
વર્ષનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યથી કાંઈક અધિક છે. જ્યોતિષી દેવોમાં જઘન્ય
આયુષ્ય એક પલ્યના આઠમા ભાગ જેટલું છે. ચંદ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્ય અને એક
લાખ વર્ષ છે તથા સૂર્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્ય અને એક હજાર વર્ષ છે, બાકીના
જ્યોતિષી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આગમ અનુસાર જાણવું. સૌધર્મ અને ઇશાન સ્વર્ગના
દેવોનું જઘન્ય આયુષ્ય એક પલ્યથી કાંઈક અધિક અને ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરથી કાંઈક
અધિક છે. સાનત્કુમાર અને માહેન્દ્ર સ્વર્ગના દેવોનું આયુષ્ય સાત સાગરથી કાંઈક અધિક,
બ્રહ્મ-બ્રહ્મોત્તરમાં દશ સાગરથી કાંઈક અધિક, લાંતવ-કાપિષ્ટમાં ચૌદ સાગરથી કાંઈક
અધિક, શુક્રમહાશુક્રમાં સોળ સાગરથી કાંઈક અધિક, શતારસહસ્રારમાં અઢાર સાગરથી
કાંઈક અધિક, આનતપ્રાણતમાં વીસ સાગર અને આરણઅચ્યુતમાં બાવીસ સાગરનું
ઉત્કૃષ્ટ આયુષ્ય છે.
ત્યારપછી અચ્યુત સ્વર્ગથી ઉપર કલ્પાતીત નવ ગ્રૈવેયકોમાં દરેકમાં ક્રમશઃ બાવીસ
સાગર પ્રમાણથી એકેક સાગર વધારે વધારે છે અને એમ કરતાં છેલ્લી નવમી ગ્રૈવેયકમાં
એકત્રીસ સાગરનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. નવ અનુદિશ પટલમાં બત્રીસ સાગરનું અને પાંચ
अथ देवानामायुःप्रमाणं कथ्यते भवनवासिषु जघन्येन दशवर्षसहस्राणि, उत्कर्षेण
पुनरसुरकुमारेषु सागरोपमं, नागकुमारेषु पल्यत्रयं, सुपर्णे सार्धद्वयं, द्वीपकुमारे द्वयं,
शेषकुलषट्के सार्धपल्यमिति
व्यन्तरे जघन्येन दशवर्षसहस्राणि, उत्कर्षेण पल्यमधिकमिति
ज्योतिष्कदेवे जघन्येन पल्याष्टमविभागः, उत्कर्षेण चन्द्रे लक्षवर्षाधिकं पल्यम्, सूर्ये सहस्राधिकं
पल्यं, शेषज्योतिष्कदेवानामागमानुसारेणेति
अथ सौधर्मैज्ञानयोर्जघन्येन साधिकपल्यं, उत्कर्षेण
साधिकसागरोपमद्वयं, सानत्कुमार माहेन्द्रयोः साधिकसागरोपमसप्तकं, ब्रह्मब्रह्मोत्तरयोः
साधिकसागरोपमदशकं, लान्तवकापिष्टयोः साधिकानि चतुर्दशसागरोपमानि, शुक्रमहाशुक्रयोः
षोडश साधिकानि, शतारसहस्रारयोरष्टादशसाधिकानि, आनतप्राणतयोर्विंशतिरेव,
आरणाच्युतयोर्द्धाविंशतिरिति
अतः परमच्युतादूर्ध्वं कल्पातीतनवग्रैवेयकेषु द्वाविंशतिसागरोपम-
प्रमाणादूर्ध्वमेकैकसागरोपमे वर्धमाने सत्येकत्रिंशत्सागरोपमान्यवसानग्रैवेयके भवन्ति
नवानुदिशपटले द्वात्रिंशत्, पञ्चानुत्तरपटले त्रयस्त्रिंशत्, उत्कृष्टायुः प्रमाणं ज्ञातव्यम् तदायुः

Page 159 of 272
PDF/HTML Page 171 of 284
single page version

background image
અનુત્તર પટલમાં તેત્રીસ સાગરના ઉત્કૃષ્ટ આયુષ્યનું પ્રમાણ જાણવું.
સૌધર્મ આદિ સ્વર્ગમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે આયુષ્ય સર્વાર્થસિદ્ધિ સિવાય ઉપર
ઉપરના સ્વર્ગમાં જઘન્ય આયુષ્ય છે. બાકીનું વિશેષ વ્યાખ્યાન ત્રિલોકસાર આદિમાંથી
જાણવું.
વિશેષઆદિમધ્યઅંતરહિત, શુદ્ધબુદ્ધ એકસ્વભાવ પરમાત્મામાં સકલ
નિર્મલ કેવળજ્ઞાનરૂપ નેત્ર વડે અરીસામાં પ્રતિબિંબોની પેઠે, શુદ્ધાત્મા આદિ પદાર્થો
આલોકિત થાય છે
દેખાય છેજણાય છેપરિચ્છિન્ન થાય છે; તેથી તે કારણે તે જ
(શુદ્ધાત્મા જ) નિશ્ચયલોક છે અથવા તે નિશ્ચયલોક નામના પોતાના શુદ્ધ પરમાત્મામાં
અવલોકન તે નિશ્ચયલોક છે.
‘‘सण्णाओ य तिलेस्सा इंदियवसदाय अत्तरुद्दाणि णाणं च दुप्पउत्तं
मोहो पावप्पदा होंति ।। (શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૪૦.)
[અર્થઃસંજ્ઞા, ત્રણ લેશ્યા, ઇન્દ્રિયોને વશ થવું, આર્ત અને રૌદ્ર ધ્યાન, દુષ્પ્રયુક્ત
(ખોટા કામમાં જોડાયેલું ) જ્ઞાન અને મોહએ બધાં પાપ આપનાર છે.]’’આ ગાથામાં
કહેલા વિભાવપરિણામથી શરૂ કરીને સમસ્ત શુભાશુભ સંકલ્પવિકલ્પ ત્યાગીને, નિજ
શુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન પરમઆહ્લાદરૂપ એક સુખામૃતના રસાસ્વાદના અનુભવથી જે
ભાવના હોય, તે જ નિશ્ચયલોકાનુપ્રેક્ષા છે. બાકીની વ્યવહારથી છે.
એ રીતે, સંક્ષેપથી લોક - અનુપ્રેક્ષાનું વ્યાખ્યાન સમાપ્ત થયું. ૧૦.
सौधर्मादिषु स्वर्गेषु यदुत्कृष्टं तत्परस्मिन् परस्मिन् स्वर्गे सर्वार्थसिद्धिं विहाय जघन्यं चेति
शेषं विशेषव्याख्यानं त्रिलोकसारादौ बोद्धव्यम्
किञ्चआदिमध्यान्तमुक्ते शुद्धबुद्धैकस्वभावे परमात्मनि सकलविमलकेवल-
ज्ञानलोचनेनादर्शे विम्बानीव शुद्धात्मादिपदार्था लोक्यन्ते दृश्यन्ते ज्ञायन्ते परिच्छिद्यन्ते
यतस्तेन कारणेन स एव निश्चयलोकस्तस्मिन्निश्चयलोकाख्ये स्वकीयशुद्धपरमात्मनि अवलोकनं
वा स निश्चयलोकः
‘‘सण्णाओ य तिलेस्सा इंदियवसदाय अत्तरुद्दाणि णाणं च दुप्पउत्तं
मोहो पावप्पदा होंति ’’ इति गाथोदितविभावपरिणाममादिं कृत्वा समस्त-
शुभाशुभसंकल्पविकल्पत्यागेन निजशुद्धात्मभावनोत्पन्नपरमाह्लादैकसुखामृतरसास्वादानुभवनेन च
या भावना सैव निश्चयलोकानुप्रेक्षा
शेषा पुनर्व्यवहारेणेत्येवं संक्षेपेण लोकानुप्रेक्षाव्याख्यानं
समाप्तम् ।।१०।।

Page 160 of 272
PDF/HTML Page 172 of 284
single page version

background image
હવે, બોધિદુર્લભ અનુપ્રેક્ષા કહે છેઃ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી,
પર્યાપ્ત, મનુષ્ય, ઉત્તમદેશ, ઉત્તમકુળ, સુંદરરૂપ, ઇન્દ્રિયોની પૂર્ણતા, નીરોગપણું, લાંબું
આયુષ્ય, ઉત્તમ બુદ્ધિ, સત્ધર્મનું શ્રવણ, ગ્રહણ, ધારણ તથા શ્રદ્ધાન, સંયમ, વિષયસુખથી
છૂટવું અને ક્રોધાદિ કષાયોની નિવૃત્તિ
એ બધાં ઉત્તરોત્તર દુર્લભ છે. કદાચ કાકતાલીય
ન્યાયથી એ બધાં પ્રાપ્ત થવા છતાં તેમની પ્રાપ્તિરૂપ ‘બોધિ’ના ફળભૂત એવી સ્વશુદ્ધાત્માના
સંવેદનાત્મક
નિર્મળ ધર્મધ્યાનશુક્લધ્યાનરૂપ પરમ સમાધિ દુર્લભ છે. જો પ્રશ્ન કરવામાં
આવે કે પરમસમાધિ દુર્લભ કેમ છે? સમાધાનતેને (પરમસમાધિને) રોકનાર મિથ્યાત્વ,
વિષય, કષાય, નિદાનબંધ આદિ વિભાવપરિણામોનું (જીવમાં) પ્રબલપણું છે તેથી
(પરમસમાધિ દુર્લભ છે). માટે જે (પરમસમાધિ) જ નિરંતર ભાવવા યોગ્ય છે. તેની
ભાવના રહિત જીવોનું ફરી ફરી સંસારમાં પતન થાય છે. કહ્યું છે કેઃ
‘‘જો મનુષ્ય
अथ बोधिदुर्लभानुप्रेक्षां कथयति तथाहि एकेन्द्रियविकलेन्द्रियपंचेन्द्रियसंज्ञिपर्याप्त-
मनुष्यदेशकुलरूपेन्द्रियपटुत्वनिर्व्याध्यायुष्कवरबुद्धिसद्धर्मश्रवणग्रहणधारणश्रद्धानसंयमविषयसुख-
व्यावर्त्तनक्रोधादिकषायनिवर्त्तनेषु परं परं दुर्लभेषु कथंचित् काकतालीयन्यायेन लब्धेष्वपि
तल्लब्धिरूपबोधेः फलभूतस्वशुद्धात्मसंवित्त्यात्मकनिर्मलधर्मध्यानशुक्लध्यानरूपः परमसमाधि-
र्दुर्लभः
कस्मादिति चेत्तत्प्रतिबन्धकमिथ्यात्वविषयकषायनिदानबन्धादिविभावपरिणामानां
प्रवलत्वादिति तस्मात् स एव निरन्तरं भावनीयः तद्भावनारहितानां पुनरपि संसारे
पतनमिति तथा चोक्तम्‘‘इत्यतिदुर्लभरूपां बोधिं लब्ध्वा यदि प्रमादी स्यात्
संसृतिभीमारण्ये भ्रमति वराको नरः सुचिरम् ’’ पुनश्चोक्तं मनुष्यभवदुर्लभत्वम्
૧. બોધિદુર્લભ અનુપ્રેક્ષા સંબંધમાં શ્રી જયચંદ્રજી પંડિત કૃત ‘બાર ભાવના’ ગ્રંથમાં કહ્યું છે કેઃ
बोधि आपका भाव है निश्चय दुर्लभ नाहि
भवमें प्राप्ति कठिन है यह व्यवहार कहाहि ।। (बोधि दुर्लभ)
અર્થઃબોધિ (જ્ઞાન) આત્માનો સ્વભાવ છે, તેથી તે નિશ્ચયથી દુર્લભ નથી. સંસારમાં આત્મજ્ઞાન
(બોધિ) ને દુર્લભ તો વ્યવહારનયથી કહેલ છે.
૨. શ્રી કુંદકુંદાચાર્યદેવ દ્વાદશાનુપ્રેક્ષા શાસ્ત્રની ગાથા ૮૪ માં કહે છે કેઃ‘‘કર્મોદયથી થતી પર્યાયના કારણે
ક્ષાયોપશમિક જ્ઞાન હેય છે તથા નિજ આત્મદ્રવ્ય ઉપાદેય છે, એવો નિશ્ચય થવો તે સમ્યગ્જ્ઞાન છે.’’
તથા ગાથા ૮૬ માં કહે છે કેઃ‘‘એ પ્રકારે સ્વદ્રવ્ય તથા પરદ્રવ્યનું ચિંતવન કરવાથી હેયઉપાદેયનું
જ્ઞાન થાય છે, પણ નિશ્ચયનયમાં હેયઉપાદેયનો વિકલ્પ નથી. મુનિઓએ સંસારનો વિરામ કરવા માટે
બોધિનું ચિંતવન કરવું જોઈએ.’’ (બોધિદુર્લભ ભાવના.)

Page 161 of 272
PDF/HTML Page 173 of 284
single page version

background image
અત્યંત દુર્લભ એવી ‘બોધિ’ ને પામીને પણ પ્રમાદી થાય છે, તો તે બિચારો સંસારરૂપી
ભયંકર વનમાં લાંબા સમય સુધી ભ્રમણ કરે છે.
’’
વળી, મનુષ્યભવની દુર્લભતા વિષે કહ્યું છે‘‘અશુભ પરિણામોની બહુલતા,
સંસારની વિશાળતા, યોનિયોની અતિ મોટી વિપુલતાઆ બધું મનુષ્યયોનિને બહુ દુર્લભ
બનાવે છે. ૧.’’
હવે, બોધિ અને સમાધિનું લક્ષણ કહે છે. નહિ પ્રાપ્ત કરેલ સમ્યગ્દર્શન, જ્ઞાન,
ચારિત્રની પ્રાપ્તિ કરવી તે બોધિ છે અને તેમને (સમ્યગ્દર્શનાદિને) જ નિર્વિઘ્નપણે બીજા
ભવમાં સાથે લઈ જવાં તે સમાધિ છે. આ રીતે સંક્ષેપમાં (બોધિ) દુર્લભ અનુપ્રેક્ષા સમાપ્ત
થઈ. ૧૧.
હવે, ધર્મ અનુપ્રેક્ષા કહે છે. તે આ પ્રમાણેસંસારમાં પડતા જીવને ઉદ્ધારીને
નાગેન્દ્ર, ચક્રવર્તી, દેવેન્દ્ર વગેરેથી પૂજ્ય, અવ્યાબાધ અનંત સુખાદિ અનંત ગુણોરૂપ
લક્ષણવાળા મોક્ષપદમાં જે મૂકે છે તે ધર્મ છે. તે ધર્મના ભેદ કહેવામાં આવે છે.
અહિંસાલક્ષણવાળો, ગૃહસ્થ
અને મુનિરૂપ લક્ષણવાળો, ઉત્તમ ક્ષમાદિ લક્ષણવાળો, નિશ્ચય-
વ્યવહાર રત્નત્રયાત્મક અથવા શુદ્ધાત્માના સંવેદનરૂપ મોહક્ષોભરહિત આત્માના પરિણામ-
વાળો ધર્મ છે. આ ધર્મની પ્રાપ્તિ નહીં થવાથી અનંત ભૂતકાળમાં ‘‘णिच्चिदरधाउसत्त य तरुदस
‘‘अशुभपरिणामबहुलता लोकस्य विपुलता, महामहती योनिविपुलता च कुरुते सुदुर्लभां
मानुषीं योनिम् ’’ बोधिसमाधिलक्षणं कथ्यतेसम्यग्दर्शनज्ञानचारित्राणामप्राप्तप्रापणं
बोधिस्तेषामेव निर्विघ्नेन भवान्तरप्रापणं समाधिरिति एवं संक्षेपेण दुर्लभानुप्रेक्षा समाप्ता ।।११।।
अथ धर्मानुप्रेक्षां कथयति तद्यथासंसारे पतन्तं जीवमुद्धृत्य
नागेन्द्रनरेन्द्रदेवेन्द्रादिवन्द्ये अव्याबाधानंतसुखाद्यनंतगुणलक्षणे मोक्षपदे धरतीति धर्मः तस्य च
भेदाः कथ्यन्तेअहिंसालक्षणः सागारानगारलक्षणो वा उत्तमक्षमादिलक्षणो वा
निश्चयव्यवहाररत्नत्रयात्मको वा शुद्धात्मसंवित्त्यात्मकमोहक्षोभरहितात्मपरिणामो वा धर्मः
अस्य धर्मस्यालाभेऽतीतानन्तकाले ‘‘णिच्चिदरधाउसत्त य तरुदस वियलेंदियेसु छच्चेव
૧. પરમાત્મપ્રકાશ ગાથા ૯ ટીકા
૨. અજ્ઞાત શાસ્ત્રની ગાથાથી.
૩. શ્રી કુંદકુંદાચાર્યદેવ ધર્મઅનુપ્રેક્ષા ગાથા ૮૨ માં કહે છે કે
‘‘નિશ્ચયનયથી જીવ ગૃહસ્થધર્મ અને
મુનિધર્મથી ભિન્ન છે, માટે બન્ને ધર્મોમાં મધ્યસ્થ ભાવના રાખી નિરંતર શુદ્ધ આત્માનું ચિંતવન કરવું.’’

Page 162 of 272
PDF/HTML Page 174 of 284
single page version

background image
वियलेंदियेसु छच्चेव सुरणिरयतिरियचउरो चउदस मणुयेसु सदसहस्सा ।।’’ [અર્થઃવનસ્પતિમાં
સાત લાખ, ઇતર નિગોદ વનસ્પતિમાં સાત લાખ, પૃથ્વીકાયમાં સાત લાખ, જળકાયમાં
સાત લાખ, તેજકાયમાં સાત લાખ, વાયુકાયમાં સાત લાખ, પ્રત્યેક વનસ્પતિમાં દસ લાખ,
બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચૌરિન્દ્રિયમાં બબ્બે લાખ, દેવ
નારકી અને તિર્યંચમાં ચાર
ચાર લાખ તથા મનુષ્યોમાં ચૌદ લાખ]’’ એ પ્રમાણે આ ગાથામાં કહ્યા પ્રમાણે ચોર્યાસી
લાખ યોનિઓમાં, પરમ સ્વાસ્થ્ય ભાવનાથી ઉત્પન્ન નિર્વ્યાકુળ પારમાર્થિકસુખથી વિપરીત
પંચેન્દ્રિય સુખની અભિલાષાથી ઉત્પન્ન વ્યાકુળતાને ઉત્પન્ન કરનારાં દુઃખોને સહન કરતો
આ જીવ ભમ્યો છે. જ્યારે જીવને આવા પ્રકારના વિશિષ્ટ ગુણવાળા ધર્મની પ્રાપ્તિ થાય
છે ત્યારે રાજાધિરાજ, અર્ધમાંડલિક, મહામાંડલિક, બળદેવ, વાસુદેવ, કામદેવ, ચક્રવર્તી,
દેવેન્દ્ર, ગણધરદેવ અને તીર્થંકર પરમદેવના પદ તથા તીર્થંકરના પ્રથમ ત્રણ કલ્યાણકો (ગર્ભ,
જન્મ અને તપ) સુધીના વિવિધ પ્રકારના વૈભવનાં સુખો પામીને પછી અભેદ રત્નત્રયની
ભાવનાના બળથી અક્ષય અનંત સુખાદિ ગુણોનાં સ્થાનભૂત અર્હંતપદ અને સિદ્ધપદને પ્રાપ્ત
કરે છે. તે કારણે ધર્મ જ પરમરસનું રસાયણ, નિધિઓનું નિધાન, કલ્પવૃક્ષ, કામધેનુ અને
ચિન્તામણિ છે. વિશેષ શું કહેવું? જેઓ જિનેન્દ્રદેવે કહેલા ધર્મને પામીને દ્રઢ શ્રદ્ધાવાળા
(સમ્યક્દ્રષ્ટિ) થયા છે, તે જ ધન્ય છે. કહ્યું પણ છે કે
‘‘धन्या ये प्रतिबुद्धा धर्मे खलु जिनवरैः
समुपदिष्टे ये प्रतिपन्ना धर्मं स्वभावनोपस्थितमनीषाः ।।’’ [અર્થઃજિનવરોએ સમ્યક્ પ્રકારે
ઉપદેશેલા ધર્મથી જેઓ પ્રતિબોધ પામ્યા છે, તે ખરેખર ધન્ય છે અને જેઓએ સ્વ
ભાવનામાં પોતાની બુદ્ધિ જોડીને ધર્મ પ્રાપ્ત કર્યો છે, તેઓને ધન્ય છે.]’’
सुरणिरयतिरियचउरो चउदस मणुयेसु सदसहस्सा ’’ इति गाथाकथितचतुरशीतियोनिलक्षेषु
मध्ये परमस्वास्थ्यभावनोत्पन्ननिर्व्याकुलपारमार्थिकसुखविलक्षणानि पञ्चेन्द्रियसुखाभिलाषजनित-
व्याकुलत्वोत्पादकानि दुःखानि सहमानः सन् भ्रमितोऽयं जीवः
यदा पुनरेवंगुणविशिष्टस्य
धर्मस्य लाभो भवति तदा राजाधिराजार्द्धमाण्डलिकमहामाण्डलिकबलदेववासुदेवकामदेव-
सकलचक्रवर्त्तिदेवेन्द्रगणधरदेवतीर्थंकरपरमदेव प्रथमकल्याणत्रयपर्यन्तं विविधाभ्युदयसुखं प्राप्य
पश्चादभेदरत्नत्रयभावनाबलेनाक्षयानंतसुखादिगुणास्पदमर्हत्पदं सिद्धपदं च लभते
तेन कारणेन
धर्म एव परमरसरसायनं निधिनिधानं कल्पवृक्षः कामधेनुश्चिन्तामणिरिति किं बहुना, ये
जिनेश्वरप्रणीतं धर्मं प्राप्य दृढमतयो जातास्त एव धन्याः तथा चोक्तम् ‘‘धन्या ये प्रतिबुद्धा
धर्मे खलु जिनवरैः समुपदिष्टे ये प्रतिपन्ना धर्मं स्वभावनोपस्थितमनीषाः ’’ इति
૧. શ્રી ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૮૯૨. અજ્ઞાત શાસ્ત્રની ગાથાથી.

Page 163 of 272
PDF/HTML Page 175 of 284
single page version

background image
એ રીતે, સંક્ષેપમાં ધર્મઅનુપ્રેક્ષા સમાપ્ત થઈ. ૧૨.
એ રીતે, પૂર્વોક્ત લક્ષણવાળી અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ,
અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મતત્ત્વના ચિંતનરૂપ
સંજ્ઞાવાળી, આસ્રવરહિત શુદ્ધાત્મતત્ત્વમાં પરિણતિરૂપ સંવરના કારણભૂત બાર અનુપ્રેક્ષા
સમાપ્ત થઈ.
હવે, પરિષહજયનું કથન કરે છેભૂખ, તરસ, શીત, ગરમી, ડાંસમચ્છર,
નગ્નપણું, અરતિ, સ્ત્રી, ગમન, આસન, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ,
તૃણસ્પર્શ, મળ, સત્કાર
પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શનએ બાવીસ પરિષહો
જાણવા. તે ક્ષુધાદિ વેદનાઓનો તીવ્ર ઉદય થવા છતાં પણ, સુખદુઃખ, જીવનમરણ,
લાભઅલાભ, નિંદાપ્રશંસા આદિમાં સમતારૂપ પરમ સામાયિક વડેકે જે (પરમ-
સામાયિક) નવાં શુભાશુભ કર્મોનો સંવર કરવામાં અને જૂનાં શુભાશુભ કર્મોની નિર્જરા
કરવામાં સમર્થ છે તેના વડે
નિજ પરમાત્મભાવનાથી ઉત્પન્ન નિર્વિકાર, નિત્યાનંદલક્ષણ
સુખામૃતના અનુભવમાંથી ચલિત ન થવું તે પરિષહજય છે.
હવે, ચારિત્રનું કથન કરે છેશુદ્ધોપયોગલક્ષણ નિશ્ચયરત્નત્રયમયી પરિણતિરૂપ
નિજશુદ્ધાત્મસ્વરૂપમાં જે ચરવુંસ્થિતિ કરવી તે ચારિત્ર છે. તે તારતમ્યભેદથી પાંચ પ્રકારનું
संक्षेपेण धर्मानुप्रेक्षा समाप्ता ।।१२।।
इत्युक्तलक्षणा अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वास्रवसंवरनिर्जरालोकबोधिदुर्लभ-
धर्मतत्त्वानुचिन्तनसंज्ञा निरास्रवशुद्धात्मतत्त्वपरिणतिरूपस्य संवरस्य कारणभूता द्वादशानुप्रेक्षाः
समाप्ताः
अथ परीषहजयः कथ्यतेक्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्या-
शय्याऽऽक्रोशवधयाचनालाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाऽज्ञानादर्शनानीति द्वाविंशति-
परीषहा विज्ञेयाः
तेषां क्षुधादिवेदनानां तीव्रोदयेऽपि सुखदुःखजीवितमरणलाभालाभनिंदा-
प्रशंसादिसमतारूपपरमसामायिकेन नवतरशुभाशुभकर्मसंवरणचिरंतनशुभाशुभकर्मनिर्जरण-
समर्थेनायं निजपरमात्मभावनासंजातनिर्विकारनित्यानंदलक्षणसुखामृतसंवित्तेरचलनं स परीषहजय
इति
अथ चारित्रं कथयति शुद्धोपयोगलक्षणनिश्चयरत्नत्रयपरिणते स्वशुद्धात्मस्वरूपे
चरणमवस्थानं चारित्रम् तच्च तारतम्यभेदेन पञ्चविधम्
तथाहिसर्वे जीवाः केवलज्ञानमया

Page 164 of 272
PDF/HTML Page 176 of 284
single page version

background image
છે. તે આ પ્રમાણેસર્વે જીવો કેવળજ્ઞાનમય છે એવી ભાવનાથી જે સમતારૂપ પરિણામ
તે સામાયિક છે અથવા પરમ સ્વાસ્થ્યના બળથી યુગપત્ સમસ્ત શુભાશુભ સંકલ્પ
વિકલ્પોના ત્યાગરૂપ સમાધિ જેનું લક્ષણ છે તે સામાયિક છે અથવા નિર્વિકાર સ્વસંવેદનના
બળથી રાગદ્વેષના પરિહારરૂપ સામાયિક છે અથવા નિજ શુદ્ધાત્માના અનુભવના બળથી
આર્ત અને રૌદ્રધ્યાનના પરિત્યાગરૂપ સામાયિક છે અથવા સમસ્ત સુખદુઃખાદિમાં
મધ્યસ્થભાવરૂપ સામાયિક છે.
હવે, છેદોપસ્થાપનનું કથન કરે છેઃ જ્યારે એક સાથે સમસ્ત વિકલ્પોના ત્યાગરૂપ
પરમ સામાયિકમાં સ્થિત થવાને આ જીવ અશક્ત હોય છે, ત્યારે ‘સમસ્ત હિંસા, અસત્ય,
ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરતિ તે વ્રત છે’
એ પ્રમાણે આ પાંચ પ્રકારના વિકલ્પ-
ભેદ વડેવ્રતરૂપ છેદ વડે રાગાદિ વિકલ્પરૂપ સાવદ્યોથી પોતાને પાછો વાળીને
નિજશુદ્ધાત્મામાં પોતાને સ્થાપે છે, તે છેદોપસ્થાપન છે અથવા છેદ અર્થાત્ વ્રતનો ભંગ
થતાં નિર્વિકાર સ્વસંવેદનરૂપ નિશ્ચય
પ્રાયશ્ચિત્તથી અથવા તેના સાધક બહિરંગ
વ્યવહારપ્રાયશ્ચિત્તથી પોતાના આત્મામાં સ્થિત થવું, તે છેદોપસ્થાપન છે. હવે,
પરિહારવિશુદ્ધિનું કથન કરે છેઃ
‘‘तीसं वासो जम्मे वासपुहत्तं खु तित्थयरमूले पच्चक्खाणं पढिदो
संज्झूण दुगाउ य विहारो ।। (અર્થઃજે જન્મથી ત્રીસ વર્ષ સુધી સુખમાં વ્યતીત કરીને,
વર્ષ પૃથક્ત્વ (આઠ વર્ષ) સુધી તીર્થંકરનાં ચરણોમાં પ્રત્યાખ્યાન નામનું નવમું પૂર્વ ભણીને,
ત્રણે સંધ્યાકાળ સિવાયના સમયે દરરોજ બે કોશ ગમન કરે છે)’’
આ ગાથામાં કહેલા
इति भावनारूपेण समतालक्षणं सामायिकम्, अथवा परमस्वास्थ्यबलेन युगपत्समस्त-
शुभाशुभसंकल्पविकल्पत्यागरूपसमाधिलक्षणं वा, निर्विकारस्वसंवित्तिबलेन रागद्वेषपरिहाररूपं
वा, स्वशुद्धात्मानुभूतिबलेनार्त्तरौद्रपरित्यागरूपं वा, समस्तसुखदुःखादिमध्यस्थरूपं चेति
अथ
छेदोपस्थापनं कथयतियदा युगपत्समस्तविकल्पत्यागरूपे परमसामायिके स्थातुमशक्तोऽयं
जीवस्तदा समस्तहिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतमित्यनेन पञ्चप्रकारविकल्पभेदेन
व्रतच्छेदेन रागादिविकल्परूपसावद्येभ्यो निवर्त्य निजशुद्धात्मन्यात्मानमुपस्थापयतीति
छेदोपस्थापनम्
अथवा छेदे व्रतखण्डे सति निर्विकारस्वसंवित्तिरूपनिश्चयप्रायश्चित्तेन
तत्साधकबहिरंगव्यवहारप्रायश्चित्तेन वा स्वात्मन्युपस्थापनं छेदोपस्थापनमिति अथ
परिहारविशुद्धिं कथयति‘‘तीसं वासो जम्मे वासपुहत्तं खु तित्थयरमूले पच्चक्खाणं पढिदो
संज्झूण दुगाउ य विहारो ’’ इति गाथाकथितक्रमेण मिथ्यात्वरागादिविकल्पमलानां
૧. શ્રી ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૪૭૩.

Page 165 of 272
PDF/HTML Page 177 of 284
single page version

background image
ક્રમ પ્રમાણે મિથ્યાત્વ, રાગ આદિ વિકલ્પમળોના પ્રત્યાખ્યાનથી‘પરિહારથી’ વિશેષપણે
પોતાના આત્માની જે ‘શુદ્ધિ’ અર્થાત્ નિર્મળતા છે, તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે.
હવે, સૂક્ષ્મસાંપરાય ચારિત્રનું કથન કરે છેઃસૂક્ષ્મ અતીન્દ્રિય
નિજશુદ્ધાત્મસંવેદનના બળથી સૂક્ષ્મલોભ નામના સાંપરાયનોકષાયનો જ્યાં પૂર્ણપણે
ઉપશમ કે ક્ષય થાય છે, તે સૂક્ષ્મસાંપરાય ચારિત્ર છે.
હવે, યથાખ્યાત ચારિત્રનું કથન કરે છે‘યથા’ અર્થાત્ જેવું સહજ
શુદ્ધસ્વભાવપણાને લીધે, નિષ્કંપપણાને લીધે, નિષ્કષાય (કષાય વિનાનું) આત્માનું સ્વરૂપ
છે તેવું જ જે ‘આખ્યાત’ અર્થાત્ કહેવામાં આવ્યું છે, તે યથાખ્યાત ચારિત્ર છે.
હવે, સામાયિકાદિ પાંચ પ્રકારનાં ચારિત્રનું ગુણસ્થાનસ્વામિત્વ કહે છેપ્રમત્ત,
અપ્રમત્ત, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામનાં ચાર ગુણસ્થાનોમાં સામાયિકચારિત્ર અને
છેદોપસ્થાપન ચારિત્ર હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્ર પ્રમત્ત અને અપ્રમત્ત
એ બે
ગુણસ્થાનોમાં હોય છે. સૂક્ષ્મસાંપરાય ચારિત્ર એક સૂક્ષ્મસાંપરાય (દશમા) ગુણસ્થાનમાં જ
હોય છે. યથાખ્યાત ચારિત્ર ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગીજિન અને અયોગીજિન
નામનાં ચાર ગુણસ્થાનોમાં હોય છે.
હવે, સંયમના પ્રતિપક્ષનું કથન કરે છે. દાર્શનિક આદિ અગિયાર પ્રતિમાના
ભેદવાળું, સંયમાસંયમ નામનું દેશચારિત્ર એક પાંચમા ગુણસ્થાનમાં જ જાણવું. અસંયમ
प्रत्याख्यानेन परिहारेण विशेषेण स्वात्मनः शुद्धिर्नैर्मल्यं परिहारविशुद्धिश्चारित्रमिति अथ
सूक्ष्मसाम्परायचारित्रं कथयति सूक्ष्मातीन्द्रियनिजशुद्धात्मसंवित्तिबलेन सूक्ष्मलोभाभिधान-
साम्परायस्य कषायस्य यत्र निरवशेषोपशमनं क्षपणं वा तत्सूक्ष्मसाम्परायचारित्रमिति अथ
यथाख्यातचारित्रं कथयतियथा सहजशुद्धस्वभावत्वेन निष्कम्पत्वेन निष्कषायमात्मस्वरूपं
तथैवाख्यातं कथितं यथाख्यातचारित्रमिति
इदानीं सामायिकादिचारित्रपञ्चकस्य गुणस्थानस्वामित्वं कथयति प्रमत्ता-
प्रमत्तापूर्वानिवृत्तिसंज्ञगुणस्थानचतुष्टये सामायिकचारित्रं भवति छेदोपस्थापनं च, परिहार-
विशुद्धिस्तुप्रमत्ताप्रमत्तगुणस्थानद्वये, सूक्ष्मसांपरायचारित्रं पुनरेकस्मिन्नेव सूक्ष्मसाम्परायगुणस्थाने,
यथाख्यातचारित्रमुपशान्तकषायक्षीणकषायसयोगिजिनायोगिजिनाभिधानगुणस्थानचतुष्टये
भवतीति
अथ संयमप्रतिपक्षं कथयतिसंयमासंयमसंज्ञं दार्शनिकाद्यैकादशभेदभिन्नं
देशचारित्रमेकस्मिन्नेव पञ्चमगुणस्थाने ज्ञातव्यम् असंयमस्तु मिथ्यादृष्टिसासादन-

Page 166 of 272
PDF/HTML Page 178 of 284
single page version

background image
મિથ્યાદ્રષ્ટિ, સાસાદન, મિશ્ર અને અવિરત સમ્યગ્દ્રષ્ટિ નામનાં ચાર ગુણસ્થાનોમાં હોય છે.
આ રીતે ચારિત્રનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
આ રીતે વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, બાર અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્રરૂપ
ભાવસંવરનાં કારણોનું જે વ્યાખ્યાન કર્યું; તેમાં નિશ્ચયરત્નત્રયના સાધક વ્યવહાર - રત્નત્રયરૂપ
શુભોપયોગનું પ્રતિપાદન કરનારાં જે વાક્યો છે તેને પાપાસ્રવના સંવરનાં કારણ જાણવાં.
અને જે વ્યવહારરત્નત્રયથી સાધ્ય શુદ્ધોપયોગલક્ષણવાળા નિશ્ચયરત્નત્રયનું પ્રતિપાદન
કરનારાં વાક્યો છે, તેને પુણ્ય
પાપ એ બન્નેના સંવરનાં કારણ જાણવાં..
અહીં, સોમ નામના રાજશ્રેષ્ઠી કહે છે કે હે ભગવાન્! આ વ્રતાદિ સંવરનાં
કારણોમાં સંવરઅનુપ્રેક્ષા જ સારભૂત છે, તે જ સંવર કરશે, તો પછી વિશેષ વિસ્તારથી
શો લાભ? ભગવાન નેમિચન્દ્ર આચાર્ય કહે છેત્રિગુપ્તિલક્ષણવાળી નિર્વિકલ્પસમાધિમાં
સ્થિત મુનિઓને તેનાથી જ (સંવર - અનુપ્રેક્ષાથી જ) સંવર થઈ જાય છે પણ તેમાં અસમર્થ
જીવોને અનેક પ્રકારે સંવરનો પ્રતિપક્ષી એવો મોહ ઉત્પન્ન થાય છે, તે કારણે આચાર્યો
વ્રતાદિનું વિસ્તાર
કથન કરે છે. ‘‘असिदिसदं किरियाणं अक्किरियाणं तु होइ चुलसीदी सत्तट्ठी
अण्णाणीयं वेणइयाणं हुंति बत्तीसं ।। [અર્થઃક્રિયાવાદીઓના એકસો એંસી,
मिश्राविरतसम्यग्दृष्टिसंज्ञगुणस्थानचतुष्टये भवति इति चारित्रव्याख्यानं समाप्तम्
एवं व्रतसमितिगुप्तिधर्मद्वादशानुप्रेक्षापरीषहजयचारित्राणां भावसंवरकारणभूतानां
यद्व्याख्यानं कृतं, तत्र निश्चयरत्नत्रयसाधकव्यवहाररत्नत्रयरूपस्य शुभोपयोगस्य प्रतिपादकानि
यानि वाक्यानि तानि पापास्रवसंवरणानि ज्ञातव्यानि
यानि तु व्यवहाररत्नत्रयसाध्यस्य
शुद्धोपयोगलक्षणनिश्चयरत्नत्रयस्य प्रतिपादकानि तानि पुण्यपापद्वयसंवरकारणानि भवन्तीति
ज्ञातव्यम्
अत्राह सोमनामराजश्रेष्ठीभगवन्नेतेषु व्रतादिसंवरकारणेषु मध्ये संवरानुप्रेक्षैव
सारभूता, सा चैव संवरं करिष्यति किं विशेषप्रपञ्चेनेति भगवानाह
त्रिगुप्तिलक्षणनिर्विकल्पसमाधिस्थानां यतीनां तयैव पूर्यते तत्रासमर्थानां पुनर्बहुप्रकारेण
संवरप्रतिपक्षभूतो मोहो विजृम्भते, तेन कारणेन व्रतादिविस्तरं कथयन्त्याचार्याः ‘‘असिदिसदं
किरियाणं अक्किरियाणं तु होइ चुलसीदी
सत्तट्ठी अण्णाणीणं वेणइयाणं हुंति बत्तीसं
૧. વ્યવહારકારણ છે. નિશ્ચયનયે ત્રિકાળ શુદ્ધઆત્માને આશ્રયે થતી શુદ્ધતા તે પાપના સંવરરૂપ છે. (જુઓ,
શ્રી પંચાસ્તિકાય ગાથા. ૧૪૧ ટીકા.)
૨. જુઓ, શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૪૨ ટીકા.૩.શ્રી ગોમ્મટસાર કર્મકાંડ ગાથા ૮૭૬

Page 167 of 272
PDF/HTML Page 179 of 284
single page version

background image
અક્રિયાવાદીઓના ચોર્યાસી, અજ્ઞાનીઓના સડસઠ અને વૈનયિકોના બત્રીસ; એવી રીતે કુલ
પાખંડીઓના ત્રણસો ત્રેસઠ ભેદ છે.]’’
‘‘जोगा पयडिपदेसा ठिदिअणुभागा कसायदो हुंति
अपरिणदुच्छिण्णेसु य बंधो ठिदिकारणं णत्थि ।। [અર્થઃયોગથી પ્રકૃતિ અને પ્રદેશ તથા
કષાયથી સ્થિતિ અને અનુભાગબંધ થાય છે, જેમને કષાયનો ઉદય નથી તથા કષાયોનો
ક્ષય થાય છે તેમને (ઉપશાન્ત કષાય, ક્ષીણકષાય અને સયોગી કેવળીને) તત્કાલબંધ (એક
સમયનો બંધ) સ્થિતિનું કારણ નથી.]’’ ૩૫.
આ રીતે, સંવરતત્ત્વના વ્યાખ્યાનમાં બે સૂત્રો વડે ત્રીજું સ્થળ પૂરું થયું.
હવે, સમ્યગ્દ્રષ્ટિ જીવને સંવર પૂર્વક નિર્જરાતત્ત્વ કહે છેઃ
ગાથા ૩૬
ગાથાર્થઃ(આત્માના) જે ભાવથી યથાસમય અથવા તપ વડે ફળ દઈને
કર્મપુદ્ગલો નષ્ટ થાય છે તે નિર્જરા (ભાવનિર્જરા) જાણવી તથા કર્મપુદ્ગલોનું નષ્ટ થવું
તે નિર્જરા (દ્રવ્યનિર્જરા) જાણવી. એ પ્રમાણે નિર્જરા બે પ્રકારની છે.
ટીકાઃ‘णेया’ વગેરે સૂત્રનું વ્યાખ્યાન કરે છેઃ ‘णेया’જાણવી. શું?
जोगा पयडिपदेसा ठिदिअणुभागा कसायदो हुंति अपरिणदुच्छिण्णेसु य बंधो ठिदिकारणं
णत्थि ’’ ।।३५।। एवं संवरतत्त्वव्याख्याने सूत्रद्वयेन तृतीयं स्थलं गतम्
अथ सम्यग्दृष्टिजीवस्य संवरपूर्वकं निर्जरातत्त्वं कथयति :
जह कालेण तवेण य भुत्तरसं कम्मपुग्गलं जेण
भावेण सडदि णेया तस्सडणं चेदि णिज्जरा दुविहा ।।३६।।
यथाकालेन तपसा च भुक्तरसं कर्म्मपुद्गलं येन
भावेन सडति ज्ञेया तत्सडनं चेति निर्जरा द्विविधा ।।३६।।
व्याख्या :‘‘णेया’’ इत्यादिव्याख्यानं क्रियते‘‘णेया’’ ज्ञातव्या का ?
૩. શ્રી ગોમ્મટસાર કર્મકાંડ ગાથા ૨૫૭.
જથા કાલ અર તપપરભાવ, કર્મ નિર્જરૈ રસ દે જાય;
જિનિ ભાવનિતૈં હોય સુભાવ, કર્મ ઝડૈ, ઇમ દોય ગિનાવ. ૩૬.

Page 168 of 272
PDF/HTML Page 180 of 284
single page version

background image
‘णिज्जरा’ભાવનિર્જરા. તે કોણ? નિર્વિકાર પરમચૈતન્યરૂપ ચિત્ચમત્કારના અનુભવથી
ઉત્પન્ન સહજાનંદ જેનો સ્વભાવ છે એવો સુખામૃતરસના આસ્વાદરૂપ ભાવતે
ભાવનિર્જરા છે. ‘जेण भावेण’જે ભાવથીજીવના પરિણામથી. શું થાય છે? ‘सडदि’
જીર્ણ થાય છેપડી જાય છેગળી જાય છેનાશ પામે છે. કોણ (નાશ પામે છે)?
‘कम्मपुग्गलं’ કર્મરૂપી શત્રુઓનો નાશ કરનાર પોતાના શુદ્ધાત્માથી વિપરીત કર્મરૂપી
પુદ્ગલદ્રવ્ય. કેવું થઈને? ‘भुत्तरसं’ પોતાના ઉદયનો કાળ પ્રાપ્ત થતાં જીવને સાંસારિક સુખ
કે દુઃખરૂપે ફળ આપીને. ક્યા કારણે ગળે છે? ‘जहकालेण’ પોતાના સમયે પાકતી કેરીની
જેમ સવિપાક નિર્જરાની અપેક્ષાએ અંતરંગમાં નિજ શુદ્ધાત્માના અનુભવરૂપ પરિણામના
બહિરંગ સહકારી કારણભૂત કાળલબ્ધિરૂપ યથાકાળે (નિર્જરે છે). માત્ર યથાકાળે જ નથી
નિર્જરતા, પરંતુ
‘तवेण य’ અકાળે પકવેલી કેરીઓની જેમ અવિપાક નિર્જરાની અપેક્ષાએ
તપથી પણ નિર્જરે છેકે જે તપ સમસ્ત પરદ્રવ્યોની ઇચ્છાના નિરોધરૂપ અભ્યંતર હોય
છે અને અંતઃતત્ત્વના, સંવેદનના સાધનભૂત અનશન વગેરે બાર પ્રકારનું બહિરંગ હોય
છે.
‘तस्सडणं’ કર્મનું જે ગળવું, તે દ્રવ્ય - નિર્જરા છે.
શંકાઃપહેલાં જે ‘सडदि’ કહ્યું હતું તેનાથી જ દ્રવ્ય - નિર્જરા આવી ગઈ, તો પછી
‘‘णिज्जरा’’ भाव निर्जरा सा का ? निर्विकारपरमचैतन्यचिच्चमत्कारानुभूतिसञ्जातसहजानन्द-
स्वभावसुखामृतरसास्वादरूपो भाव इत्यध्याहारः ‘‘जेण भावेण’’ येन भावेन जीवपरिणामेन
किं भवति ‘‘सडदि’’ विशीर्यते पतति गलति विनश्यति किं कर्तृ ? ‘‘कम्मपुग्गलं’’
कर्मारिविध्वंसकस्वकीयशुद्धात्मनो विलक्षणं कर्मपुद्गलद्रव्यं कथंभूतं ? ‘‘भुत्तरसं’’
स्वोदयकालं प्राप्य सांसारिकसुखदुःखरूपेण भुक्तरसं दत्तफलं केन कारणभूतेन गलति ?
‘‘जहकालेण’’ स्वकालपच्यमानाम्रफलवत्सविपाकनिर्जरापेक्षया, अभ्यन्तरे निजशुद्धात्म-
संवित्तिपरिणामस्य बहिरंगसहकारिकारणभूतेन काललब्धिसंज्ञेन यथाकालेन, न केवलं
यथाकालेन ‘‘तवेण य’’ अकालपच्यमानानामाम्रादिफलवदविपाकनिर्जरापेक्षया, अभ्यन्तरेण
समस्तपरद्रव्येच्छानिरोधलक्षणेन बहिरंगेणान्तस्तत्त्वसंवित्तिसाधकसंभूतेनानशनादिद्वादशविधेन
तपसा चेति
‘‘तस्सडणं’’ कर्म्मणो गलनं यच्च सा द्रव्यनिर्जरा ननु पूर्वं यदुक्तं ‘‘सडदि’’
૧. ચોથા ગુણસ્થાનથી ભાવનિર્જરા શરૂ થાય છે, તેથી તે ગુણસ્થાનથી નિર્વિકાર ચૈતન્યરૂપ ચિત્ચમત્કારના
અનુભવથી ઉત્પન્ન સહજાનંદમય સુખામૃત હોય છે, એમ સમજવું. શ્રી જયસેનાચાર્ય શ્રી પંચાસ્તિકાય
ગાથા ૧૬૩ ની ટીકામાં કહે છે કે ‘તે અનંત સુખને ભવ્ય જીવ જાણે છે, ઉપાદેયપણે શ્રદ્ધે છે અને
પોતપોતાના ગુણસ્થાન અનુસાર અનુભવે છે.’ (જુઓ, ગુજરાતી પંચાસ્તિકાય પા.
૨૪૧.)