Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 194 of 272
PDF/HTML Page 206 of 284

 

background image
विद्याधरब्रह्मचारिसम्बन्धिनीकथा प्रसिद्धेति निश्चयेन पुनस्तस्यैव व्यवहारामूढदृष्टिगुणस्य
प्रसादेनान्तस्ततत्त्वबहिस्तत्त्वनिश्चये जाते सति समस्तमिथ्यात्वरागादिशुभाशुभसंकल्प-
विकल्पेष्टात्मबुद्धिमुपादेयबुद्धिं हितबुद्धिं ममत्वभावं त्यक्त्वा त्रिगुप्तिरूपेण विशुद्धज्ञानदर्शन-
स्वभावे निजात्मनि यन्निश्चलावस्थानं तदेवामूढदृष्टित्वमिति
संकल्पविकल्पलक्षणं कथ्यते
पुत्रकलत्रादौ बहिर्द्रव्ये ममेदमिति कल्पना संकल्पः, अभ्यन्तरे सुख्यहं दुःख्यहमिति
हर्षविषादकारणं विकल्प इति
अथवा वस्तुवृत्त्या संकल्प इति कोऽर्थो विकल्प इति तस्यैव
पर्यायः ।।।।
अथोपगूहनगुणं कथयति भेदाभेदरत्नत्रयभावनारूपो मोक्षमार्गः स्वभावेन शुद्ध एव
तावत्, तत्राज्ञानिजननिमित्तेन तथैवाशक्तजननिमित्तेन च धर्मस्य पैशुन्यं दूषणमपवादो
दुष्प्रभावना यदा भवति तदागमाविरोधेन यथाशक्त्यऽर्थेन धर्मोपदेशेन वा यद्धर्मार्थं दोषस्य
झम्पनं निवारणं क्रियते तद्व्यवहारनयेनोपगूहनं भण्यते
तत्र मायाब्रह्मचारिणा
શ્રાવિકા તથા ચન્દ્રપ્રભ નામના વિદ્યાધર બ્રહ્મચારીની કથાઓ પ્રસિદ્ધ છે. નિશ્ચયથી તો તે
જ વ્યવહાર
અમૂઢદ્રષ્ટિગુણના પ્રસાદથી અંતઃતત્ત્વ અને બહિઃતત્ત્વનો નિશ્ચય થતાં સમસ્ત
મિથ્યાત્વરાગાદિ શુભાશુભ સંકલ્પવિકલ્પોમાં ઇષ્ટબુદ્ધિઆત્મબુદ્ધિઉપાદેયબુદ્ધિ
હિતબુદ્ધિમમત્વભાવનો ત્યાગ કરીને ત્રિગુપ્તિરૂપે વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવી નિજાત્મામાં જે
નિશ્ચળ સ્થિતિ કરવી, તે જ અમૂઢદ્રષ્ટિપણું છે. સંકલ્પ અને વિકલ્પનું લક્ષણ કહે છેઃ
પુત્ર, સ્ત્રી આદિ બાહ્યદ્રવ્યોમાં ‘આ મારાં છે’ એવી કલ્પના તે સંકલ્પ છે, અંતરંગમાં ‘હું
સુખી છું, હું દુઃખી છું’ એમ હર્ષ
વિષાદ કરવો તે વિકલ્પ છે, અથવા વાસ્તવિકપણે
સંકલ્પનો અર્થ શું? વિકલ્પ એ જ. (સંકલ્પ એ જ વિકલ્પ) તે તેની જ પર્યાય છે. (સંકલ્પ,
વિકલ્પની જ પર્યાય છે). ૪.
હવે ઉપગૂહનગુણ કહે છેઃભેદાભેદ રત્નત્રયની ભાવનારૂપ મોક્ષમાર્ગ
સ્વભાવથી શુદ્ધ જ છે. તેમાં અજ્ઞાની મનુષ્યોના નિમિત્તે તથા અશક્ત મનુષ્યોના નિમિત્તે
ધર્મની નિન્દા
દોષઅપવાદ કે અપ્રભાવના જ્યારે થાય છે, ત્યારે આગમના અવિરોધપણે
શક્તિ અનુસાર ધનથી કે ધર્મોપદેશથી ધર્મને માટે જે દોષોને ઢાંકવામાં આવે છે અથવા
દૂર કરવામાં આવે છે, તે વ્યવહારનયથી ઉપગૂહનગુણ કહેવાય છે. તે વિષયમાં માયાચારથી
૧. વ્યવહારના પ્રસાદથી અર્થાત્ જ્યારે પોતાની સન્મુખતારૂપ નિશ્ચય પ્રસાદ હોય, ત્યારે નિમિત્તને
વ્યવહારનયે પ્રસાદ કહેવામાં આવે છે.
૨. ભેદ રત્નત્રય વ્યવહારનયે શુદ્ધ છે અને અભેદ રત્નત્રય નિશ્ચયનયે શુદ્ધ છે, બન્ને સાથે હોય છે.
૧૯૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ