Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 195 of 272
PDF/HTML Page 207 of 284

 

background image
पार्श्वभट्टारकप्रतिमालग्नरत्नहरणे कृते सत्युपगूहनविषये जिनदत्तश्रेष्ठिकथा प्रसिद्धेति अथवा
रुद्रजनन्या जयेष्ठासंज्ञाया लोकापवादे जाते सति यद्दोषझम्पनं कृतं तत्र
चेलिनीमहादेवीकथेति
तथैव निश्चयेन पुनस्तस्यैव व्यवहारोपगूहनगुणस्य सहकारित्वेन
निजनिरञ्जननिर्दोषपरमात्मनः प्रच्छादका ये मिथ्यात्वरागादिदोषास्तेषां तस्मिन्नेव परमात्मनि
सम्यग्श्रद्धानज्ञानानुष्ठानरूपं यद्ध्यानं तेन प्रच्छादनं विनाशनं गोपनं झम्पनं
तदेवोपगूहनमिति
।।।।
अथ स्थितीकरणं कथयति भेदाभेदरत्नत्रयधारकस्य चातुर्वर्णसङ्घस्य मध्ये यदा
कोऽपि दर्शनचारित्रमोहोदयेन दर्शनं ज्ञानं चारित्रं वा परित्यक्तं वाञ्छति तदागमाविरोधेन
यथाशक्त्या धर्मश्रवणेन वा अर्थेन वा सामर्थ्येन वा केनाप्युपायेन यद्धर्मे स्थिरत्वं क्रियते
तद्व्यवहारेण स्थितीकरणमिति
तत्र च पुष्पडालतपोधनस्य स्थिरीकरणप्रस्तावे
वारिषेणकुमारकथाऽऽगमप्रसिद्धेति निश्चयेन पुनस्तेनैव व्यवहारेण स्थितीकरणगुणेन धर्मदृढत्वे
जाते सति दर्शनचारित्रमोहोदयजनितसमस्तमिथ्यात्वरागादिविकल्पजालत्यागेन निजपरमात्म-
બ્રહ્મચારીએ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમામાં જડિત રત્નની ચોરી કરી, ત્યારે જિનદત્ત
શ્રેષ્ઠીએ જે ઉપગૂહન કર્યું તે કથા પ્રસિદ્ધ છે. અથવા રુદ્રની જ્યેષ્ઠા નામની માતાની
લોકનિંદા થઈ, ત્યારે તેનો દોષ ઢાંકનાર ચેલિની મહારાણીની કથા પ્રસિદ્ધ છે. નિશ્ચયથી
તો, તે જ વ્યવહાર ઉપગૂહનગુણના સહકારીપણાથી
નિજ નિરંજન નિર્દોષ પરમાત્માના
આચ્છાદક મિથ્યાત્વરાગાદિ દોષોનું, તે જ પરમાત્માનાં સમ્યક્શ્રદ્ધાનજ્ઞાનઆચરણરૂપ
ધ્યાન વડે પ્રચ્છાદનનાશગોપનઢાંકણ કરવું, તે જ ઉપગૂહનગુણ છે. ૫.
હવે, સ્થિતિકરણગુણનું કથન કરે છેઃભેદાભેદ રત્નત્રયના ધારક (મુનિ,
અર્જિકા, શ્રાવક, શ્રાવિકારૂપ) ચાર પ્રકારના સંઘમાંથી કોઈ જ્યારે દર્શન અને ચારિત્રમોહના
ઉદયથી દર્શન, જ્ઞાન કે ચારિત્રનો ત્યાગ કરવાની ઇચ્છા કરે ત્યારે આગમથી અવિરુદ્ધપણે
શક્તિ પ્રમાણે ધર્મશ્રવણથી, ધનથી, સામર્થ્યથી અથવા કોઈ પણ ઉપાયથી તેને ધર્મમાં સ્થિર
કરવામાં આવે છે તે વ્યવહારથી સ્થિતિકરણ છે. પુષ્પડાલ મુનિને ધર્મમાં સ્થિર કરવાના
પ્રસંગમાં વારિષેણકુમારની કથા આગમપ્રસિદ્ધ છે. નિશ્ચયથી તો, તે જ વ્યવહાર
સ્થિતિકરણ ગુણથી ધર્મમાં દ્રઢતા થતાં દર્શન અને ચારિત્રમોહના ઉદયથી ઉત્પન્ન સમસ્ત
૧. સહકારી = નિમિત્ત.
૨. ભેદાભેદ રત્નત્રય એકીસાથે પાંચ તથા છ ગુણસ્થાને હોય છે, એમ અહીં બતાવ્યું છે.
૩. વ્યવહાર
સ્થિતિકરણ ગુણના નિમિત્તે.
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૯૫