Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 196 of 272
PDF/HTML Page 208 of 284

 

background image
स्वभावभावनोत्पन्नपरमानन्दैकलक्षणसुखामृतरसास्वादेन तल्लयतन्मयपरमसमरसीभावेन चित्त-
स्थितीकरणमेव स्थितीकरणमिति
।।।।
अथ वात्सल्याभिधानं सप्तमाङ्गं प्रतिपादयति बाह्याभ्यन्तररत्नत्रयाधारे चतुर्विधसंघे
वत्से धेनुवत्पञ्चेन्द्रियविषयनिमित्तं पुत्रकलत्रसुवर्णादिस्नेहवद्वा यदकृत्रिमस्नेहकरणं तद्
व्यवहारेण वात्सल्यं भण्यते
तत्र च हस्तिनागपुराधिपतिपद्मराजसंबन्धिना बलिनामदुष्टमन्त्रिणा
निश्चयव्यवहाररत्नत्रयाराधकाकम्पनाचार्यप्रभृतिसप्तशतयतीनामुपसर्गे क्रियमाणे सति
विष्णुकुमारनाम्ना निश्चयव्यवहारमोक्षमार्गाराधकपरमयतिना विकुर्वणर्द्धिप्रभावेण वामनरूपं कृत्वा
बलिमन्त्रिपार्श्व पादत्रयप्रमाणभूमिप्रार्थनं कृत्वा पश्चादेकः पादो मेरुमस्तके दत्तो द्वितीयो
मानुषोत्तरपर्वते तृतीयपादस्यावकाशो नास्तीति वचनछलेन मुनिवात्सल्यनिमित्तं बलिमन्त्री बद्ध
इत्येका तावदागमप्रसिद्धा कथा
द्वितीया च दशपुरनगराधिपतेर्वज्रकर्णनाम्नः उज्जयिनी-
नगराधिपतिना सिंहोदरमहाराजेन जैनोऽयं, मम नमस्कारं न करोतीति मत्वा दशपुरनगरं
મિથ્યાત્વરાગાદિ વિકલ્પજાળનો ત્યાગ કરીને નિજ પરમાત્મસ્વભાવની ભાવનાથી ઉત્પન્ન
પરમાનંદ જેનું એક લક્ષણ છે, એવા સુખામૃતના રસાસ્વાદ વડે પરમાત્મામાં તલ્લીનતન્મય
પરમ સમરસીભાવથી ચિત્તને સ્થિર કરવું, તે જ સ્થિતિકરણગુણ છે. ૬.
હવે, વાત્સલ્ય નામનું સાતમું અંગ કહે છેઃબાહ્ય અને અભ્યંતર રત્નત્રયના ધારક
એવા ચતુર્વિધ સંઘ પ્રત્યે, ગાયને વાછરડા પ્રત્યે હોય છે તેમ અથવા પાંચ ઇન્દ્રિયના વિષયનાં
નિમિત્તભૂત પુત્ર, સ્ત્રી, સુવર્ણાદિ પ્રત્યે સ્નેહ હોય છે તેમ, જે સ્વાભાવિક સ્નેહ હોવો તેને
વ્યવહારથી વાત્સલ્ય ગુણ કહે છે. તે બાબતમાં હસ્તિનાગપુરના રાજા પદ્મરાજના બલિ
નામના દુષ્ટ મંત્રીએ જ્યારે નિશ્ચય
- વ્યવહાર રત્નત્રયના આરાધક શ્રી અકંપનાચાર્ય વગેરે
સાતસો મુનિઓને ઉપસર્ગ કર્યો, ત્યારે નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગના આરાધક વિષ્ણુકુમાર
નામના મુનિએ વિક્રિયાૠદ્ધિના પ્રભાવથી, વામનરૂપ ધારણ કરીને બલિ નામના મંત્રી પાસે
ત્રણ ડગલાં જેટલી ભૂમિ માગીને, એક પગ મેરુપર્વતના શિખર ઉપર મૂક્યો, બીજો
માનુષોત્તર પર્વત ઉપર મૂક્યો અને ત્રીજું ડગલું મૂકવાનું સ્થાન ખાલી નથી, એમ કહીને
વચનના બહાને મુનિઓના વાત્સલ્ય નિમિત્તે બલિ નામના મંત્રીને બાંધ્યો
એવી એક
આગમપ્રસિદ્ધ કથા છે. બીજી એક વાત્સલ્યની કથા, દશપુરનગરના વજ્રકર્ણ નામના રાજાની,
રામાયણમાં પ્રસિદ્ધ છે; ઉજ્જયિનીના રાજા સિંહોદરે ‘આ વજ્રકર્ણ જૈન છે અને મને
નમસ્કાર કરતો નથી’ એમ જાણીને દશરથપુરનગરને ઘેરો ઘાલીને ઘોર ઉપસર્ગ કર્યો. ત્યારે
૧૯૬ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ