परिवेष्टय घोरोपसर्गे क्रियमाणे भेदाभेदरत्नत्रयभावनाप्रियेण रामस्वामिना वज्रकर्णवात्सल्य-
निमित्तं सिंहोदरो बद्ध इति रामायणमध्ये प्रसिद्धेयं वात्सल्यकथेति । निश्चयवात्सल्यं पुनस्तस्यैव
व्यवहारवात्सल्यगुणस्य सहकारित्वेन धर्मे दृढत्वे जाते सति मिथ्यात्वरागादिसमस्त-
शुभाशुभबहिर्भावेषु प्रीतिं त्यक्त्वा रागादिविकल्पोपाधिरहितपरमस्वास्थ्यसंवित्तिसञ्जात-
सदानन्दैकलक्षणसुखामृतरसास्वादं प्रति प्रीतिकरणमेवेति सप्तमाङ्गं व्याख्यातम् ।।७।।
अथाष्टमाङ्गं नाम प्रभावनागुणं कथयति । श्रावकेन दानपूजादिना तपोधनेन च
तपःश्रुतादिना जैनशासनप्रभावना कर्तव्येति व्यवहारेण प्रभावनागुणो ज्ञातव्यः । तत्र
पुनरुत्तरमथुरायां जिनसमयभावनशीलाया उर्विल्लामहादेव्याः प्रभावननिमित्तमुपसर्गे जाते सति
वज्रकुमारनाम्ना विद्याधरश्रमणेनाकाशे जैनरथभ्रमणेन प्रभावना कृतेत्येका आगमप्रसिद्धा कथा ।
द्वितीया तु जिनसमयप्रभावनाशीलवप्रामहादेवीनामस्वकीयजनन्या निमित्तं स्वस्य धर्मानुरागेण
च हरिषेणनामदशमचक्रवर्तिना तद्भवमोक्षगामिना जिनसमयप्रभावनार्थमुत्तुङ्गतोरणजिनचैत्यालय-
मण्डितं सर्वभूमितलं कृतमिति रामायणे प्रसिद्धेयं कथा । निश्चयेन पुनस्तस्यैव व्यवहार-
ભેદાભેદરત્નત્રયની ભાવના જેમને પ્રિય હતી એવા રામચંદ્રે વજ્રકર્ણ પ્રત્યેના વાત્સલ્યના
નિમિત્તે સિંહોદરને બાંધ્યો. ( — આ વાત્સલ્યકથા રામાયણમાં પ્રસિદ્ધ છે.) નિશ્ચય વાત્સલ્ય
તો, તે જ વ્યવહાર વાત્સલ્યગુણના સહકારીપણાથી ધર્મમાં દ્રઢતા થતાં, મિથ્યાત્વ – રાગાદિ
સમસ્ત શુભાશુભ બહિર્ભાવોમાં પ્રીતિ છોડીને રાગાદિ વિકલ્પોપાધિરહિત, પરમ સ્વાસ્થ્યના
સંવેદનથી ઉત્પન્ન સદાનંદ (નિત્ય આનંદ) જેનું એક લક્ષણ છે એવા સુખામૃતના રસાસ્વાદમાં
પ્રીતિ કરવી તે જ છે. એ પ્રમાણે સાતમા અંગનું વ્યાખ્યાન કર્યું. ૭.
હવે, પ્રભાવનાગુણ નામના આઠમા અંગનું કથન કરે છેઃ — શ્રાવકે દાન – પૂજા
આદિ દ્વારા અને મુનિએ તપ – શ્રુત આદિથી જૈનશાસનની પ્રભાવના કરવી — એ વ્યવહારથી
પ્રભાવનાગુણ જાણવો. તે વિષયમાં ઉત્તર મથુરામાં જિનસમયની પ્રભાવના કરવાના
સ્વભાવવાળી ઉર્વિલ્લામહાદેવીને પ્રભાવના નિમિત્તે ઉપસર્ગ થતાં વજ્રકુમાર નામના
વિદ્યાધર શ્રમણે આકાશમાં જૈનરથ ફેરવીને પ્રભાવના કરી હતી — એ એક આગમપ્રસિદ્ધ
કથા છે. અને બીજી કથા આ છેઃ — તદ્ભવ મોક્ષગામી હરિષેણ નામના દશમા
ચક્રવર્તીએ, જિનસમયની પ્રભાવનાશીલ પોતાની માતા વપ્રામહાદેવીના નિમિત્તે અને પોતાના
ધર્માનુરાગથી, જૈનમતની પ્રભાવના માટે ઊંચાં તોરણવાળાં જિનમંદિરોથી સમસ્ત પૃથ્વીને
વિભૂષિત કરી હતી. આ કથા રામાયણમાં પ્રસિદ્ધ છે. નિશ્ચયથી તો, તે જ વ્યવહાર
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૯૭