प्रभावनागुणस्य बलेन मिथ्यात्वविषयकषायप्रभृतिसमस्तविभावपरिणामरूपपरसमयानां प्रभावं
हत्वा शुद्धोपयोगलक्षणस्वसंवेदनज्ञानेन विशुद्धज्ञानदर्शनस्वभावनिजशुद्धात्मनः प्रकाशनमनु-
भवनमेव प्रभावनेति ।।८।।
एवमुक्तप्रकारेण मूढत्रयमदाष्टकषडनायतनशङ्काद्यष्टमलरहितं शुद्धजीवादितत्त्वार्थश्रद्धान-
लक्षणं सरागसम्यक्त्वाभिधानं व्यवहारसम्यक्त्वं विज्ञेयम् । तथैव तेनैव व्यवहारसम्यक्त्वेन
पारम्पर्येण साध्यं शुद्धोपयोगलक्षणनिश्चयरत्नत्रयभावनोत्पन्नपरमाह्लादैकरूपसुखामृतरसास्वाद-
नमेवोपादेयमिन्द्रियसुखादिकं च हेयमिति रुचिरूपं वीतरागचारित्राविनाभूतं वीतराग-
सम्यक्त्वाभिधानं निश्चयसम्यक्त्वं च ज्ञातव्यमिति । अत्र व्यवहारसम्यक्त्वमध्ये निश्चयसम्यक्त्वं
किमर्थं व्याख्यातमिति चेत् ? व्यवहारसम्यक्त्वेन निश्चयसम्यक्त्वं साध्यत इति साध्य-
साधकभावज्ञापनार्थमिति ।
इदानीं येषां जीवानां सम्यग्दर्शनग्रहणात्पूर्वमायुर्बन्धो नास्ति तेषां व्रताभावेऽपि
પ્રભાવના ગુણના બળથી૧ મિથ્યાત્વ – વિષય – કષાયાદિ સમસ્ત વિભાવપરિણામરૂપ
પરસમયોનો પ્રભાવ નષ્ટ કરીને શુદ્ધોપયોગલક્ષણ સ્વસંવેદનજ્ઞાન વડે વિશુદ્ધ
જ્ઞાનદર્શનસ્વભાવી નિજ શુદ્ધાત્માનું પ્રકાશન – અનુભવન કરવું, તે જ પ્રભાવના છે. ૮.
આ રીતે ઉક્ત પ્રકારે ત્રણ મૂઢતા, આઠ મદ, છ અનાયતન અને શંકા આદિ આઠ
દોષો વિનાનું શુદ્ધ જીવાદિતત્ત્વાર્થોનું શ્રદ્ધાન જેનું લક્ષણ છે એવું સરાગસમ્યક્ત્વ નામનું
વ્યવહાર૨ – સમ્યક્ત્વ જાણવું. તેવી જ રીતે તે જ વ્યવહાર – સમ્યક્ત્વથી પરંપરાએ સાધ્ય
એવું, શુદ્ધોપયોગલક્ષણ નિશ્ચયરત્નત્રયની ભાવનાથી ઉત્પન્ન પરમાહ્લાદ જેનું એક રૂપ છે,
એવા સુખામૃતરસનો આસ્વાદ જ ઉપાદેય છે અને ઇન્દ્રિયસુખાદિ હેય છે એવી રુચિરૂપ,
વીતરાગચારિત્રનું અવિનાભાવી વીતરાગ – સમ્યક્ત્વ નામનું નિશ્ચય – સમ્યક્ત્વ જાણવું.
પ્રશ્નઃ — અહીં વ્યવહારસમ્યક્ત્વના કથનમાં નિશ્ચયસમ્યક્ત્વનું કથન કેમ કર્યું? ઉત્તરઃ —
વ્યવહાર – સમ્યક્ત્વથી નિશ્ચયસમ્યક્ત્વની સિદ્ધિ થાય છે, એમ સાધ્ય – સાધકભાવ
જણાવવાને માટે કથન કર્યું છે.
હવે, જે જીવોને સમ્યગ્દર્શનના ગ્રહણ થવા પહેલાં આયુષ્યનો બંધ થયો ન હોય તેમને
૧. બળથી = નિમિત્તથી.
૨. ભૂમિકા યોગ્ય વ્યવહાર અર્થાત્ શુભરાગ સાથેનું અનુપચરિત સાચું સમ્યગ્દર્શન.
૧૯૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ