Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 199 of 272
PDF/HTML Page 211 of 284

 

background image
नरनारकादिकुत्सितस्थानेषु जन्म न भवतीति कथयति ‘‘सम्यग्दर्शनशुद्धानारकतिर्यङ्-
नपुंसकस्त्रीत्वानि दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च व्रजन्ति नाप्यव्रतिकाः ’’ इतः परं
मनुष्यगतिमुत्पन्नसम्यग्दृष्टेः प्रभावं कथयति ‘‘ओजस्तेजोविद्यावीर्ययशोवृद्धिविजय-
विभवसनाथाः महाकुला महार्था मानवतिलका भवन्ति दर्शनपूताः ’’ अथ देवगतौ पुनः
प्रकीर्णकदेववाहनदेवकिल्विषदेवनीचदेवत्रयं विहायान्येषु महर्द्धिकदेवेषूत्पद्यते सम्यग्दृष्टिः
इदानीं सम्यक्त्वग्रहणात्पूर्वं देवायुष्कं विहाय ये बद्धायुष्कास्तान् प्रति सम्यक्त्वमाहात्म्यं
कथयति
‘‘हेट्ठिमछप्पुढवीणं जोइसवणभवणसव्वइत्थीणं पुण्णिदरे ण हि सम्मो ण सासणो
णारयापुण्णे ’’ तमेवार्थं प्रकारान्तरेण कथयति ‘‘ज्योतिर्भावनभौमेषु षट्स्वधः श्वभ्रभूमिषु
तिर्यक्षु नृसुरस्त्रीषु सद्दृष्टिनर्वै जायते’’ अथौपशमिकदेवकक्षायिकाभिधान-
વ્રત ન હોય, તોપણ નિન્દ્ય નરનારક આદિના સ્થાનમાં જન્મ થતો નથી, એમ કહે છેઃ
‘‘सम्यग्दर्शनशुद्धा नारकतिर्यग्नपुंसकस्त्रीत्वानि दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च व्रजन्ति नाप्यव्रतिकाः ।।
(અર્થઃજેમને સમ્યગ્દર્શન શુદ્ધ છે પણ અવ્રતી છે તેઓ પણ નરકગતિ, તિર્યંચગતિ,
નપુંસકપણું, સ્ત્રીપણું, નીચકુળ, અંગહીન શરીર, અલ્પ આયુષ્ય અને દરિદ્રપણાને પામતા
નથી.)’’ હવે, આગળ મનુષ્યગતિમાં ઉત્પન્ન સમ્યગ્દ્રષ્ટિ જીવોના પ્રભાવનું કથન કરે છેઃ
‘‘ओजस्तेजोविद्यावीर्ययशोवृद्धिविजयविभवसनाथाः उत्तमकुला महार्था मानवतिलका भवन्ति
दर्शनपूताः ।। [અર્થઃજે દર્શનથી પવિત્ર છે તે ઉત્સાહ, તેજ, વિદ્યા, વીર્ય, યશ, વૃદ્ધિ, વિજય
અને વૈભવ સહિત, ઉત્તમ કુળવાળા, ખૂબ ધનવાન અને મનુષ્યોમાં શિરોમણિ થાય છે.]’’
વળી દેવગતિમાં પ્રકીર્ણક દેવ, વાહન દેવ, કિલ્વિષ દેવ અને ત્રણ હલકા દેવો (વ્યન્તર
ભવનવાસીજ્યોતિષી) સિવાયના મહાૠદ્ધિધારક દેવોમાં સમ્યગ્દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે.
હવે, સમ્યક્ત્વના ગ્રહણ પહેલાં જેમણે દેવઆયુષ્ય બાંધ્યું હોય તેમની બાબતમાં
સમ્યક્ત્વનું માહાત્મ્ય કહે છે. ‘‘हेट्ठिमछप्पुढवीणं जोइसवणभवणसव्वइत्थीणं पुण्णिदरे ण हि सम्मो
ण सासणो णारयापुण्णे ।। [અર્થઃનીચેના છ નરકોમાં, જ્યોતિષી, વ્યન્તર અને ભવનવાસી
દેવોમાં, બધી સ્ત્રીઓમાં, લબ્ધ્યપર્યાપ્તકોમાં સમ્યગ્દ્રષ્ટિ ઉત્પન્ન થતો નથી; તથા સાસાદન
સમ્યગ્દ્રષ્ટિ અપર્યાપ્ત નારકીપણે ઉપજતા નથી.]’’
તે જ અર્થ બીજા પ્રકારે કહે છેઃ
‘‘ज्योतिर्भावनाभौमेषु षट्स्वधः श्वभ्रूमिषु तिर्यक्षु नृसुरस्त्रीषु सद्दृष्टिर्नैव जायते ।। [અર્થઃ
१. निकायत्रितये पूर्वे श्वभ्रभूमिषु षट्स्वधः वनितासु समस्तासु सम्यग्दृष्टिर्न जायते ।।२९८।।
૨. શ્રી રત્નકરંડ શ્રાવકાચાર ગાથા ૩૫. ૩.શ્રી રત્નકરંડ શ્રાવકાચાર ગાથા ૩૬.
૪. શ્રી ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૧૨૮.
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૯૯