अथ निर्विचिकित्सागुणं कथयति । भेदाभेदरत्नत्रयाराधकभव्यजीवानां
दुर्गन्धबीभत्सादिकं दृष्ट्वा धर्मबुद्ध्या कारुण्यभावेन वा यथायोग्यं विचिकित्सापरिहरणं
द्रव्यनिर्विचिकित्सागुणो भण्यते । यत्पुनर्जैनसमये सर्वं समीचीनं परं किन्तु वस्त्राप्रावरणं
जलस्नानादिकं च न कुर्वन्ति तदेव दूषणमित्यादिकुत्सितभावस्य विशिष्टविवेकबलेन परिहरणं
सा भाव निर्विचिकित्सा भण्यते । अस्य व्यवहारनिर्विचिकित्सागुणस्य विषय उद्दायन-
महाराजकथा रुक्मिणीमहादेवीकथा चागमप्रसिद्धा ज्ञातव्येति । निश्चयेन पुनस्तस्यैव व्यवहार-
निर्विचिकित्सागुणस्य बलेन समस्तद्वेषादिविकल्परूपकल्लोलमालात्यागेन निर्मलात्मानुभूति-
लक्षणे निजशुद्धात्मनि व्यवस्थानं निर्विचिकित्सागुण इति ।।३।।
इतः परं अमूढदृष्टिगुणं कथयति । वीतरागसर्वज्ञप्रणीतागमार्थाद्बहिर्भूतैः
कुदृष्टिभिर्यत्प्रणीतं धातुवादखन्यवादहरमेखलक्षुद्रविद्याव्यन्तरविकुर्वणादिकमज्ञानिजन-
चिच्चमत्कारोत्पादकं दृष्ट्वा श्रुत्वा च योऽसौ मूढभावेन धर्मबुद्ध्या तत्र रुचिं भक्तिं न कुरुते
स एव व्यवहारोऽमूढदृष्टिरुच्यते । तत्र चोत्तरमथुरायां उदुरुलिभट्टारकरेवतीश्राविकाचन्द्रप्रभनाम
હવે નિર્વિચિકિત્સાગુણ કહે છેઃ — ભેદાભેદ રત્નત્રયના આરાધક ભવ્ય જીવોની
દુર્ગંધ, ખરાબ આકૃતિ વગેરે દેખીને ધર્મબુદ્ધિથી અથવા કરુણાભાવથી યોગ્યતા પ્રમાણે
ગ્લાનિ તજવી તેને દ્રવ્ય – નિર્વિચિકિત્સા ગુણ કહે છે. ‘‘જૈનમતમાં બધી બાબતો સારી છે
પણ મુનિને વસ્ત્રરહિતપણું તથા તેઓ જળસ્નાનાદિ નથી કરતા તે જ દોષ છે’’ — એવો
કુત્સિત ભાવ, વિશિષ્ટ વિવેકબળ વડે તજવો તે ભાવ – નિર્વિચિકિત્સા કહેવાય છે. આ
વ્યવહાર – નિર્વિચિકિત્સાગુણના વિષયમાં ઉદ્દાયન મહારાજાની અને રુક્મિણી મહાદેવીની
કથા આગમપ્રસિદ્ધ જાણવી. નિશ્ચયથી તો, તે જ વ્યવહાર – નિર્વિચિકિત્સા ગુણના બળથી૧
સમસ્ત દ્વેષાદિ વિકલ્પરૂપ તરંગોનો ત્યાગ કરીને નિર્મળ આત્માનુભૂતિ જેનું લક્ષણ છે, એવી
નિજ શુદ્ધાત્મામાં સ્થિતિ તે જ નિર્વિચિકિત્સાગુણ છે. ૩.
હવે આગળ, અમૂઢદ્રષ્ટિગુણનું કથન કરે છેઃ — વીતરાગ – સર્વજ્ઞપ્રણીત આગમના
અર્થથી વિપરીત કુદ્રષ્ટિઓએ રચેલાં જે રસાયણશાસ્ત્ર, ખનિજવિદ્યા, હરમેખલ, ક્ષુદ્રવિદ્યા,
વ્યન્તર – વિકુર્વણ વગેરે અજ્ઞાનીઓના ચિત્તમાં વિસ્મય ઉત્પન્ન કરનાર શાસ્ત્રો જોઈને અને
સાંભળીને જે કોઈ જીવ મૂઢતાથી તેમાં ધર્મબુદ્ધિ વડે રુચિ કે ભક્તિ કરતો નથી, તે જ
વ્યવહાર – અમૂઢદ્રષ્ટિ કહેવાય છે. તે વિષયમાં ઉત્તર મથુરામાં ઉદુરુલિ ભટ્ટારક, રેવતી
૧. વ્યવહાર બળ અર્થાત્ નિમિત્તકારણ.
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૯૩