गृहीत्वा शशिप्रभाधार्मिकासमुदायेन सह ग्रामपुरखेटकादिविहारेण भेदाभेदरत्नत्रयभावनया
द्विषष्टिवर्षाणि जिनसमयप्रभावनां कृत्वा पश्चादवसाने त्रयस्त्रिंशद्दिवसपर्यन्तं निर्विकार-
परमात्मभावनासहितं संन्यासं कृत्वाऽच्युताभिधानषोडशस्वर्गे प्रतीन्द्रतां याता । ततश्च
निर्मलसम्यक्त्वफलं दृष्ट्वा धर्मानुरागेण नरके रावणलक्ष्मणयोः संबोधनं कृत्वेदानीं स्वर्गे
तिष्ठति । अग्रे स्वर्गादागत्य सकलचक्रवर्ती भविष्यति । तौ च रावणलक्ष्मीधरौ तस्य पुत्रौ
भविष्यतः । ततश्च तीर्थंकरपादमूले पूर्वभवान्तरं दृष्ट्वा पुत्रद्वयेन सह परिवारेण च सह
जिनदीक्षां गृहीत्वा भेदाभेदरत्नत्रयभावनया पञ्चानुत्तरविमाने त्रयोप्यहमिन्द्रा भविष्यन्ति ।
तस्मादागत्य रावणस्तीर्थकरो भविष्यति, सीता च गणधर इति, लक्ष्मीधरो धातकीखण्डद्वीपे
तीर्थकरो भविष्यति । इति व्यवहारनिष्कांक्षितागुणो विज्ञातव्यः । निश्चयेन पुनस्तस्यैव
व्यवहारनिष्कांक्षागुणस्य सहकारित्वेन दृष्टश्रुतानुभूतपञ्चेन्द्रियभोगत्यागेन निश्चयरत्नत्रय-
भावनोत्पन्नपारमार्थिकस्वात्मोत्थसुखामृतरसे चित्तसन्तोषः स एव निष्कांक्षागुण इति ।।२।।
જિનદીક્ષા લઈને, શશિપ્રભા વગેરે આર્યિકાઓના સમૂહ સાથે, ગ્રામ, પુર, ખેટક આદિમાં
વિહાર કરતાં થકાં, ભેદાભેદરત્નત્રયની ભાવનાથી બાસઠ વર્ષ સુધી જૈનમતની પ્રભાવના
કરીને પછી અંત સમયે તેત્રીસ દિવસ સુધી નિર્વિકાર પરમાત્માની ભાવના સહિત સંન્યાસ
કરીને ( – સમાધિમરણ કરીને) અચ્યુત નામના સોળમા સ્વર્ગમાં પ્રતીન્દ્ર થયાં; અને પછી
નિર્મળ સમ્યક્ત્વનું ફળ દેખીને ધર્માનુરાગથી નરકમાં રાવણ અને લક્ષ્મણને સંબોધન કરીને
અત્યારે સ્વર્ગમાં (રહ્યાં) છે. આગળ ઉપર સ્વર્ગમાંથી નીકળીને સીતાનો જીવ ચક્રવર્તી થશે;
રાવણ અને લક્ષ્મણના જીવ તેના (સીતાના જીવના) પુત્રો થશે. પછી તીર્થંકરદેવના
પાદમૂલમાં પોતાના પૂર્વભવ જોઈને, પરિવાર સહિત બન્ને પુત્રો તથા સીતાનો જીવ
જિનદીક્ષા લઈને ભેદાભેદરત્નત્રયની ભાવનાથી પંચ અનુત્તર વિમાનમાં ત્રણે જણા
અહમિન્દ્રો થશે. ત્યાંથી નીકળીને રાવણ તીર્થંકર થશે અને સીતા (તેમના) ગણધર થશે.
લક્ષ્મણ ધાતકીખંડદ્વીપમાં તીર્થંકર થશે. આ પ્રમાણે વ્યવહાર નિષ્કાંક્ષિતગુણ જાણવો.
નિશ્ચયથી તો, તે જ વ્યવહાર નિઃકાંક્ષિતગુણના સહકારીપણાથી
૧, દ્રષ્ટ, શ્રુત અને અનુભૂત
પંચેન્દ્રિય – ભોગોનો ત્યાગ કરીને, નિશ્ચયરત્નત્રયની ભાવનાથી ઉત્પન્ન પારમાર્થિક
નિજાત્મજનિત સુખામૃતના રસમાં ચિત્તનો સંતોષ તે જ નિષ્કાંક્ષિતગુણ છે. ૨.
૧. સહકારીપણાથી = નિમિત્તપણાથી; નિમિત્ત ઉપાદાનમાં કાંઈ વિશિષ્ટતા લાવતું નથી, પણ તે જ
પ્રકારના ઉચિત નિમિત્તની સન્નિધિ હોય છે. (જુઓ, શ્રી પ્રવચનસાર ગાથા ૯૫ ટીકા પા. ૧૭૨
આવૃત્તિ બીજી.)
૧૯૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ