तथैवातिमुक्तभट्टारकैरपि कथितमिति निश्चित्य कंसाय स्वकीयं बालकं दत्तम् । तथा
शेषभव्यैरपि जिनागमे शंका न कर्तव्येति । इदं व्यवहारेण निःशंकितत्वं व्याख्यानम् । निश्चयेन
पुनस्तस्यैव व्यवहारनिःशंकागुणस्य सहकारित्वेनेहलोकपरलोकात्राणागुप्तिमरणव्याधि-
वेदनाऽऽकस्मिक अभिधानभयसप्तकं मुक्त्वा घोरोपसर्गपरीषहप्रस्तावेऽपि शुद्धोपयोगलक्षण-
निश्चयरत्नत्रयभावनैव निःशंकगुणो ज्ञातव्य इति ।।१।।
अथ निष्कांक्षितागुणं कथयति । इहलोकपरलोकाशारूपभोगाकांक्षानिदानत्यागेन
केवलज्ञानाद्यनन्तगुणव्यक्तिरूपमोक्षार्थं दानपूजातपश्चरणाद्यनुष्ठानकरणं निष्कांक्षागुणो भण्यते ।
तथानन्तमतीकन्याकथा प्रसिद्धा । द्वितीया च सीतामहादेवीकथा । सा कथ्यते । सीता यदा
लोकापवादपरिहारार्थं दिव्ये शुद्धा जाता तदा रामस्वामिना दत्तं पट्टमहादेवीविभूतिपदं त्यक्त्वा
सकलभूषणानगारकेवलिपादमूले कृतान्तवक्रादिराजभिस्तथा बहुराज्ञीभिश्च सह जिनदीक्षां
પણ કહ્યું છે; — એમ નિશ્ચય કરીને કંસને પોતાનું બાળક આપ્યું. તે જ પ્રમાણે બીજા
ભવ્ય જીવોએ પણ જિનાગમમાં શંકા ન કરવી.
આ વ્યવહારનયથી૧ નિઃશંકિત અંગનું વ્યાખ્યાન કર્યું. નિશ્ચયથી તો, તે જ
વ્યવહાર – નિઃશંકિતગુણના સહકારીપણા વડે આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાનો
ભય, અગુપ્તિનો ભય, મરણનો ભય, વ્યાધિ – વેદનાનો ભય અને અકસ્માતનો ભય — એ
સાત ભયો છોડીને ઘોર ઉપસર્ગ કે પરિષહ આવવા છતાં પણ શુદ્ધોપયોગરૂપ
નિશ્ચયરત્નત્રયની ભાવના તે જ નિઃશંકિતગુણ જાણવો. ૧.
હવે, નિષ્કાંક્ષિતગુણનું કથન કરે છેઃ — આ લોક અને પરલોકની તૃષ્ણારૂપ
ભોગાકાંક્ષાનિદાનના ત્યાગ વડે કેવળજ્ઞાનાદિ અનંત ગુણોની પ્રગટતારૂપ મોક્ષને માટે દાન,
પૂજા, તપશ્ચરણ વગેરે આચરણ કરવાં તે નિઃકાંક્ષિતગુણ કહેવાય છે. આ ગુણમાં
અનન્તમતી કન્યાની કથા૨ પ્રસિદ્ધ છે. બીજી સીતા મહાદેવીની૨ કથા છે. તે કહેવામાં આવે
છેઃ — જ્યારે સીતા લોકોની નિંદા દૂર કરવા માટે અગ્નિકુંડમાં પ્રવેશીને શુદ્ધ (નિર્દોષ)
થયાં ત્યારે રામચંદ્રે આપેલ પટ્ટ – મહારાણી – વિભૂતિપદ છોડીને, સકલભૂષણ નામના
કેવળજ્ઞાની મુનિના પાદમૂલમાં, કૃતાન્તવક્ર વગેરે રાજાઓ અને ઘણી રાણીઓની સાથે
૧. જેને નિશ્ચયનિશંકિતગુણ પ્રગટે તેને આ ઉપચાર લાગુ પડે, એમ સમજવું.
૨. મોક્ષમાર્ગપ્રકાશક અ. ૮ પા. ૨૭૬ માં ઉપચારનું સ્વરૂપ બતાવ્યું છે, તે આ કથાઓને લાગુ પડે છે.
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૯૧