‘‘विवज्जियं’’ इत्युक्तलक्षणसंशयविमोहविभ्रमैर्वर्जितं, ‘‘अप्पपरसरूवस्स गहणं’’ सहजशुद्ध-
केवलज्ञानदर्शनस्वभावस्वात्मरूपस्य ग्रहणं परिच्छेदनं परिच्छित्तिस्तथा परद्रव्यस्य च भावकर्म-
द्रव्यकर्मनोकर्मरूपस्य जीवसम्बन्धिनस्तथैव पुद्गलादिपञ्चद्रव्यरूपस्य परकीयजीवरूपस्य च
परिच्छेदनं यत्तत् ‘‘सम्मण्णाणं’’ सम्यग्ज्ञानं भवति । तच्च कथंभूतं ? ‘‘सायारं’’ घटोऽयं
पटोऽयमित्यादिग्रहणव्यापाररूपेण साकारं सविकल्पं व्यवसायात्मकं निश्चयात्मकमित्यर्थः ।
पुनश्च किं विशिष्टं ? ‘‘अणेयभेयं तु’’ अनेकभेदं तु पुनरिति ।
तस्य भेदाः कथ्यन्ते । मतिश्रुतावधिमनःपर्ययकेवलज्ञानभेदेन पञ्चधा । अथवा
श्रुतज्ञानापेक्षया द्वादशाङ्गमङ्गबाह्यं चेति द्विभेदम् । द्वादशाङ्गानां नामानि कथ्यन्ते । आचारं,
सूत्रकृतं, स्थानं, समवायनामधेयं, व्याख्याप्रज्ञप्तिः, ज्ञातृकथा, उपासकाध्ययनं, अन्तकृतदशं,
अनुत्तरोपपादिकदशं, प्रश्नव्याकरणं, विपाकसूत्रं, दृष्टिवादश्चेति । दृष्टिवादस्य च परिकर्म-
सूत्रप्रथमानुयोगपूर्वगतचूलिकाभेदेन पञ्चभेदाः कथ्यन्ते । तत्र चन्द्रसूर्यजम्बूद्वीपद्वीपसागर-
व्याख्याप्रज्ञप्तिभेदेन परिकर्म पञ्चविधं भवति । सूत्रमेकभेदमेव । प्रथमानुयोगोऽप्येकभेदः।
દ્રષ્ટાંત — છીપમાં ચાંદીનું જ્ઞાન. ‘‘विवज्जियं’’ આ પૂર્વોક્ત લક્ષણોવાળા સંશય, વિમોહ અને
વિભ્રમથી રહિત, ‘‘अप्पपरसरूवस्स गहणं’’ સહજ શુદ્ધ કેવળજ્ઞાન – દર્શનસ્વભાવી
નિજાત્મસ્વરૂપનું ગ્રહણ – પરિચ્છેદન – પરિચ્છિતિ અને પરદ્રવ્યનું સ્વરૂપ અર્થાત્ ભાવકર્મ –
દ્રવ્યકર્મ – નોકર્મનું સ્વરૂપ, પુદ્ગલ આદિ પાંચ દ્રવ્યોનું સ્વરૂપ તથા અન્ય જીવનું સ્વરૂપ
જાણવું તે ‘‘सम्मण्णाणं’’ સમ્યક્જ્ઞાન છે. તે કેવું છે? ‘‘सायारं’’ આ ઘટ છે, આ વસ્ત્ર છે
ઇત્યાદિ જાણવાના વ્યાપારરૂપે સાકાર છે; સવિકલ્પ – વ્યવસાયાત્મક – નિશ્ચયાત્મક એવો
(‘સાકાર’નો) અર્થ છે. વળી કેવું છે? ‘‘अणेयभेयं तु’’ અનેક ભેદોવાળું છે.
સમ્યગ્જ્ઞાનના ભેદ કહેવામાં આવે છેઃ — મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન,
મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન — એ ભેદોથી સમ્યગ્જ્ઞાન પાંચ પ્રકારનું છે અથવા
શ્રુતજ્ઞાનની અપેક્ષાએ દ્વાદશાંગ અને અંગબાહ્ય — એ રીતે બે પ્રકારનું છે. બાર અંગનાં નામ
કહેવામાં આવે છેઃ — આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અંગ,
જ્ઞાતૃકથાંગ, ઉપાસકાધ્યયનાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરોપપાદિકદશાંગ, પ્રશ્નવ્યાકરણાંગ,
વિપાકસૂત્રાંગ અને દ્રષ્ટિવાદ — એ બાર અંગોનાં નામ છે. દ્રષ્ટિવાદ નામના બારમા અંગના
પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા — એ પાંચ ભેદોનું કથન કરવામાં આવે
છેઃ — તેમાં ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ અને
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ — એ રીતે પરિકર્મ પાંચ પ્રકારે છે. સૂત્ર એક જ પ્રકારે છે. પ્રથમાનુયોગનો
૨૦૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ