Bruhad Dravya Sangrah (Gujarati). Samyakgyananu Swaroop.

< Previous Page   Next Page >


Page 201 of 272
PDF/HTML Page 213 of 284

 

background image
संसयविमोहविब्भमविवज्जियं अप्पपरसरूवस्स
गहणं सम्मण्णाणं सायारमणेयभेयं तु ।।४२।।
संशयविमोहविभ्रमविवर्जित आत्मपरस्वरूपस्य
ग्रहणं सम्यक् ज्ञानं साकारं अनेकभेदं च ।।४२।।
व्याख्या :‘‘संसयविमोहविब्भमविवज्जियं’’ ‘‘संशयः’’ शुद्धात्मतत्त्वादिप्रतिपादक-
मागमज्ञानं किं वीतरागसर्वज्ञप्रणीतं भविष्यति परसमयप्रणीतं वेति, संशयः तत्र दृष्टान्तः
स्थाणुर्वा पुरुषो वेति ‘‘विमोहः’ परस्परसापेक्षनयद्वयेन द्रव्यगुणपर्यायादिपरिज्ञानाभावो
विमोहः तत्र दृष्टान्तःगच्छत्तृणस्पर्शवद्दिग्मोहवद्वा ‘‘विभ्रमः’’ अनेकान्तात्मकवस्तुनो
नित्यक्षणिकैकान्तादिरूपेण ग्रहणं विभ्रमः तत्र दृष्टान्त :शुक्तिकायां रजतविज्ञानवत्
પ્રતિપાદન કરે છેઃ
ગાથા ૪૨
ગાથાર્થઃઆત્મા અને પરપદાર્થોના સ્વરૂપને સંશય, વિમોહ અને વિભ્રમરહિત
જાણવું તે સમ્યક્જ્ઞાન છે; તે સાકાર અને અનેક ભેદોવાળું છે.
ટીકાઃ‘‘संसयविमोहविब्भमविवज्जियं’’ સંશયશુદ્ધ આત્મતત્ત્વાદિનું પ્રતિપાદક
શાસ્ત્રજ્ઞાન શું વીતરાગ સર્વજ્ઞે કહેલું તે સત્ય હશે કે અન્યમતીઓએ કહેલું સત્ય હશે, એ
સંશય છે. તેનું દ્રષ્ટાંત
ઝાડનું ઠૂંઠું છે કે માણસ છે? વિમોહપરસ્પર સાપેક્ષ દ્રવ્યાર્થિક
અને પર્યાયાર્થિક એ બન્ને નયો પ્રમાણે દ્રવ્યગુણપર્યાયાદિના જ્ઞાનનો અભાવ તે વિમોહ
છે. ત્યાં દ્રષ્ટાંતગમન કરનાર પુરુષને પગમાં તૃણ આદિનો સ્પર્શ થતાં સ્પષ્ટ જ્ઞાન ન
થાય કે શેનો સ્પર્શ થયો તે અથવા દિશા ભૂલાઈ જવી તે. વિભ્રમઅનેકાન્તાત્મક વસ્તુને
‘આ નિત્ય જ છે,’ ‘આ ક્ષણિક જ છે’ એમ એકાન્તરૂપ જાણવું, તે વિભ્રમ છે. તેનું
૧. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એકબીજાની અપેક્ષા સહિત હોય છે, નિરપેક્ષ હોતા નથી. જેમકે, દ્રવ્યનું
જ્ઞાન મુખ્ય હોય ત્યારે પર્યાયનું જ્ઞાન ગૌણ હોય છે, સર્વથા અભાવરૂપ હોતું નથીપર્યાયનો સર્વથા
અસ્વીકાર હોતો નથી.
સંસય વિમોહ વિભ્રમ દૂરિ, આપા પરકૂં ગહૈ જરૂરિ;
સો હૈ સમ્યક્જ્ઞાન, અનેક, ભેદ લીયેં સાકાર અટેક. ૪૨.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૦૧