Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 245 of 272
PDF/HTML Page 257 of 284

 

background image
અવિનાભૂત નિજ શુદ્ધાત્માને સાધે છે અર્થાત્ ભાવે છે તે સાધુ પરમેષ્ઠી છે. તેમને જ
માત્ર સહજશુદ્ધ સદાનંદ (નિત્ય આનંદ) ની અનુભૂતિ જેનું લક્ષણ છે એવો ભાવનમસ્કાર
અને ‘ણમો લોએ સવ્વસાહૂણં’ એવો દ્રવ્યનમસ્કાર હો. ૫૪.
આમ, ઉપરોક્ત પ્રકારે પાંચ ગાથાઓ દ્વારા મધ્યમ પ્રતિપાદનથી પંચ પરમેષ્ઠીનું
સ્વરૂપ જાણવું. ‘‘अरुहा सिद्धाइरिया उवज्झाया साहु पंचपरमेट्ठी ते वि हु चिट्ठहि आदे तह्मा आदा
हु मे सरणं ।। [અર્થઃઅથવા નિશ્ચયથી જે અર્હંત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને
સાધુએ પાંચ પરમેષ્ઠી છે તે પણ આત્મામાં સ્થિત છે; તે કારણે આત્મા જ મને શરણ
છે.]’’આ ગાથામાં કહ્યા પ્રમાણે સંક્ષેપમાં પંચપરમેષ્ઠીનું સ્વરૂપ જાણવું અને વિસ્તારથી,
પંચપરમેષ્ઠીના સ્વરૂપનું કથન કરનાર ગ્રન્થોમાંથી જાણવું. સિદ્ધચક્ર આદિ દેવોની
પૂજનવિધિરૂપ મંત્રવાદ સંબંધી ‘પંચનમસ્કાર માહાત્મ્ય’ નામના ગ્રંથમાંથી તેમનું સ્વરૂપ
અતિ વિસ્તારથી જાણવું.
એ પ્રમાણે, પાંચ ગાથાઓ દ્વારા બીજું સ્થળ સમાપ્ત થયું.
હવે, તે જ ધ્યાનનું, વિકલ્પિત નિશ્ચયથી અને અવિકલ્પિત નિશ્ચયથી પ્રકારાન્તરે
ઉપસંહારરૂપે કથન કરે છે. ‘તેમાં ગાથાના પ્રથમ પાદમાં ધ્યેયનું લક્ષણ, બીજા પાદમાં
ધ્યાતાનું લક્ષણ, ત્રીજા પાદમાં ધ્યાનનું લક્ષણ અને ચોથા પાદમાં નયોનો વિભાગ હું કહીશ’
એવો અભિપ્રાય મનમાં રાખીને શ્રીનેમિચંદ્ર આચાર્યદેવ આ સૂત્રનું પ્રતિપાદન કરે છેઃ
स साधुर्भवति तस्यैव सहजशुद्धसदानन्दैकानुभूतिलक्षणो भावनमस्कारस्तथा ‘‘णमो लोए
सव्वसाहूणं’’ द्रव्यनमस्कारश्च भवत्विति ।।५४।।
एवमुक्तप्रकारेण गाथापञ्चकेन मध्यमप्रतिपत्त्या पञ्चपरमेष्ठिस्वरूपं ज्ञातव्यम् अथवा
निश्चयेन ‘‘अरुहा सिद्धाइरिया उवज्झाया साहु पंचपरमेट्ठी ते वि हु चिट्ठदि आदे तह्मा
आदा हु मे सरणं ’’ इति गाथाकथितक्रमेण संक्षेपेण, तथैव विस्तरेण पञ्च-
परमेष्ठिकथितग्रन्थक्रमेण, अतिविस्तारेण तु सिद्धचक्रादिदेवार्चनाविधिरूपमन्त्रवादसम्बन्धि-
पञ्चनमस्कारग्रन्थे चेति
एवं गाथापञ्चकेन द्वितीयस्थलं गतम्
अथ तदेव ध्यानं विकल्पितनिश्चयेनाविकल्पितनिश्चयेन प्रकारान्तरेणोपसंहाररूपेण
पुनरप्याह तत्र प्रथमपादे ध्येयलक्षणं, द्वितीयपादे ध्यातृलक्षणं, तृतीयपादे ध्यानलक्षणं,
चतुर्थपादे नयविभागं कथयामीत्यभिप्रायं मनसि धृत्वा भगवान् सूत्रमिदं प्रतिपादयति :
૧. શ્રી કુન્દકુન્દાચાર્યકૃત દ્વાદશાનુપ્રેક્ષા ગાથા૧૨
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૪૫