Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 244 of 272
PDF/HTML Page 256 of 284

 

background image
ટીકાઃ‘‘साहू स मुणी’’ તે મુનિસાધુ છે; જે શું કરે છે? ‘‘जो हु साधयदि’’
જે પ્રગટરૂપે સાધે છે; શું સાધે છે? ‘‘दंसणणाणसमग्गं’’ વીતરાગ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનથી પરિપૂર્ણ ચારિત્રને સાધે છે; વળી તે ચારિત્ર કેવું છે? ‘‘मग्गं मोक्खस्स’’ જે
ચારિત્ર માર્ગરૂપ છે; કોના માર્ગરૂપ છે? મોક્ષના માર્ગરૂપ છે; વળી તે ચારિત્ર કેવું છે?
‘‘णिच्चसुद्धं’’ નિત્ય સર્વકાળે શુદ્ધ અર્થાત્ રાગાદિ રહિત છે. ‘‘णमो तस्स’’ આવા ગુણવાળા
જે છે તે સાધુપરમેષ્ઠીને નમસ્કાર હો. વિશેષઃ‘‘उद्योतनमुद्योगो निर्वहणं साधनं च
निस्तरणम् दृगवगमचरणतपसामाख्याताराधना सद्भिः ।। [અર્થઃદર્શન, જ્ઞાન, ચારિત્ર અને
તપનું ઉદ્યોતન, ઉદ્યોગ, નિર્વહણ, સાધન અને નિસ્તરણ જે છે તેને સત્પુરુષોએ આરાધના
કહી છે]’’
આ આર્યા છંદમાં કહેલ બહિરંગ ચતુર્વિધ (દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ)
આરાધનાના બળથી તેમજ ‘‘समत्तं सण्णाणं सच्चारित्तं हि सत्तवो चेव चउरो चिट्ठहि आदे तह्मा
आदा हु मे सरणं ।। [અર્થઃસમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપ
એ ચારે આત્મામાં નિવાસ કરે છે તે કારણે આત્મા જ મને શરણભૂત છે.]’’એ ગાથામાં
કહેલ અભ્યંતર એવી નિશ્ચય ચતુર્વિધ આરાધનાના બળથીબાહ્ય - અભ્યંતર મોક્ષમાર્ગ જેનું
(જે બાહ્ય - અભ્યંતર આરાધનાનું ) બીજું નામ છે તેના વડેજે વીતરાગચારિત્રના
व्याख्या‘‘साहू स मुणी’’ स मुनिः साधुर्भवति यः किं करोति ? ‘‘जो हु
साधयदि’’ यः कर्त्ता हु स्फु टं साधयति किं ? ‘‘चारित्तं’’ चारित्रं कथंभूतं ?
‘‘दंसणणाणसमग्गं’’ वीतरागसम्यग्दर्शनज्ञानाभ्यां समग्रम् परिपूर्णम् पुनरपि कथम्भूतं ?
‘‘मग्गं मोक्खस्स’’ मार्गभूतं; कस्य ? मोक्षस्य पुनश्च किम् रूपं ? ‘‘णिच्चसुद्धं’’ नित्यं
सर्वकालं शुद्धं रागादिरहितम् ‘‘णमो तस्स’’ एवं गुणविशिष्टो यस्तस्मै साधवे नमो
नमस्कारोस्त्विति तथाहि‘‘उद्योतनमुद्योगो निर्वहणं साधनं च निस्तरणम्
दृगवगमचरणतपसामाख्याताराधना सद्भिः ’’ इत्यार्याकथितबहिरङ्गचतुर्विधाराधनाबलेन,
तथैव ‘‘समत्तं सण्णाणं सच्चारित्तं हि सत्तवो चेव चउरो चिट्ठहि आदे तह्मा आदा हु मे
सरणं ’’ इति गाथाकथिताभ्यन्तरनिश्चयचतुर्विधाराधनाबलेन च बाह्याभ्यन्तरमोक्षमार्ग-
द्वितीयनामाभिधेयेन कृत्वा यः कर्त्ता वीतरागचारित्राविनाभूतं स्वशुद्धात्मानं साधयति भावयति
૧. શ્રી ભગવતી આરાધના ગાથા૨ છાયા.
૨. બહિરંગ = બહારની.
૩. સ્વાત્માને આશ્રયે નિશ્ચયબળ પ્રગટે ત્યારે ઉચિત વ્યવહાર હતો, એમ બતાવવા વ્યવહાર આરાધનાનું
બળ કહેવામાં આવે છે.
૨૪૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ