આવો તે આત્મા ઉપાધ્યાય છે. વળી તે કેવા છે?‘‘जदिवरवसहो’ પાંચે ઇન્દ્રિયોના વિષયોને
જીતવાથી નિજ – શુદ્ધ – આત્મામાં પ્રયત્ન કરવામાં તત્પર એવા મુનીશ્વરોમાં વૃષભ અર્થાત્
પ્રધાન હોવાથી યતિવરવૃષભ છે. ‘‘णमो तस्स’’ તે ઉપાધ્યાય પરમેષ્ઠીને દ્રવ્ય અને ભાવરૂપ
નમસ્કાર હો.
એ રીતે, ઉપાધ્યાય પરમેષ્ઠીના વ્યાખ્યાનરૂપ ગાથા પૂર્ણ થઈ. ૫૩.
હવે, નિશ્ચય – રત્નત્રયાત્મક નિશ્ચય – ધ્યાનનું પરંપરાએ કારણભૂત એવું, બાહ્ય –
અભ્યંતર મોક્ષમાર્ગના સાધક પરમસાધુની ભક્તિરૂપ અને ‘ણમો લોએ સવ્વસાહૂણં’ એ
પદના ઉચ્ચારણ, જપન તથા ધ્યાનરૂપ જે પદસ્થ ધ્યાન, તેના ધ્યેયભૂત એવા સાધુ
પરમેષ્ઠીનું સ્વરૂપ કહે છેઃ —
ગાથા ૫૪
ગાથાર્થઃ — દર્શન અને જ્ઞાનથી પૂર્ણ, મોક્ષમાર્ગસ્વરૂપ, સદા શુદ્ધ એવા ચારિત્રને
જે સાધે છે, તે મુનિ – ‘સાધુ પરમેષ્ઠી’ છે, તેમને મારા નમસ્કાર હો.
‘‘जदिवरवसहो’’ पञ्चेन्द्रियविषयजयेन निजशुद्धात्मनि यत्नपराणां यतिवराणां मध्ये वृषभः
प्रधानो यतिवरवृषभः । ‘णमो तस्य’’ तस्मै द्रव्यभावरूपो नमो नमस्कारोऽस्तु । इत्युपाध्याय-
परमेष्ठिव्याख्यानरूपेण गाथा गता ।।५३।।
अथ निश्चयरत्नत्रयात्मकनिश्चयध्यानस्य परम्परया कारणभूतं बाह्याभ्यन्तर-
मोक्षमार्गसाधकं परमसाधुभक्तिरूपं ‘‘णमो लोए सव्वसाहूणं’’ इति पदोच्चारणजपध्यानलक्षणं
यत् पदस्थध्यानं तस्य ध्येयभूतं साधुपरमेष्ठिस्वरूपं कथयति —
दंसणणाणसमग्गं मग्गं मोक्खस्स जो हु चारित्तं ।
साधयदि णिच्चसुद्धं साहू स मुणी णमो तस्स ।।५४।।
दर्शनज्ञानसमग्रं मार्गं मोक्षस्य यः हि चारित्रम् ।
साधयति नित्यशुद्धं साधुः सः मुनिः नमः तस्मै ।।५४।।
જો સાધૈ શિવ - મારગ સદા, દર્શન – જ્ઞાન – ચરનસંપદા;
શુદ્ધ સાધુ મુનિ સો જગ દિપૈ, તાસ ધ્યાનતૈં પાપ ન લિપૈ. ૫૪.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૪૩