રત્નત્રયાદિ તત્ત્વોના ઉપદેશક પરમ ઉપાધ્યાયની ભક્તિરૂપ અને ‘ણમો ઉવજ્ઝાયાણં’ એ
પદના ઉચ્ચારણરૂપ જે પદસ્થ ધ્યાન, તેના ધ્યેયભૂત ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ કહે
છેઃ —
ગાથા ૫૩
ગાથાર્થઃ — જે રત્નત્રયસહિત, નિરંતર ધર્મનો ઉપદેશ આપવામાં તત્પર છે, તે
આત્મા ઉપાધ્યાય છે, મુનિવરોમાં પ્રધાન છે; તેમને નમસ્કાર હો.
ટીકાઃ — ‘‘जो रयणत्तयजुत्तो’’ જે બાહ્ય અને આભ્યંતર રત્નત્રયના આચરણ સહિત
છે; ‘‘णिच्चं धम्मोवदेसणेणिरदो’’ છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોમાં
નિજ શુદ્ધાત્મદ્રવ્ય, નિજ શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધાત્મતત્ત્વ અને નિજ શુદ્ધાત્મપદાર્થ જ
ઉપાદેય છે અને અન્ય સર્વ હેય છે, એવો તથા ઉત્તમ ક્ષમા આદિ દશ ધર્મોનો જે નિરંતર
ઉપદેશ આપે છે તે નિત્ય ધર્મોપદેશ આપવામાં તત્પર કહેવાય છે; ‘‘सो उवज्झाओ अप्पा’’
उवज्झायाणं’ इति पदोच्चारणलक्षणं यत् पदस्थध्यानं, तस्य ध्येयभूतमुपाध्यायमुनीश्वरं
कथयति —
जो रयणत्तयजुत्तो णिच्चं धम्मोवदेसणे णिरदो ।
सो उवज्झाओ अप्पा जदिवरवसहो णमो तस्स ।।५३।।
यः रत्नत्रययुक्तः नित्थं धर्मोपदेशने निरतः ।
सः उपाध्यायः आत्मा यतिवरवृषभः नमः तस्मै ।।५३।।
व्याख्या — ‘‘जो रयणत्तयजुत्तो’’ योऽसौ बाह्याभ्यन्तररत्नत्रयानुष्ठानेन युक्तः
परिणतः । ‘‘णिच्चं धम्मोवदेसणे णिरदो’’ षट्द्रव्यपञ्चास्तिकायसप्ततत्त्वनवपदार्थेषु मध्ये
स्वशुद्धात्मद्रव्यं स्वशुद्धजीवास्तिकायं स्वशुद्धात्मतत्त्वं स्वशुद्धात्मपदार्थमेवोपादेयं शेषं च हेयं,
तथैवोत्तमक्षमादिधर्मं च नित्यमुपदिशति योऽसौ स नित्यं धर्मोपदेशने निरतो भण्यते । ‘‘सो
उवज्झाओ अप्पा’’ स चेत्थंभूत आत्मा उपाध्याय इति । पुनरपि किं विशिष्टः ?
રત્નત્રય જો ધારૈ સાર, સદા ધર્મ - ઉપદેશ કરાર;
યતિવરમૈં પરધાન મુનીશ, ઉપાધ્યાયકૂં નાવૌ શીશ. ૫૩.
૨૪૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ