Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 241 of 272
PDF/HTML Page 253 of 284

 

background image
પરિણમન તે નિશ્ચયચારિત્રાચાર છે. સમસ્ત પરદ્રવ્યોની ઇચ્છા રોકવાથી તથા અનશન
આદિ બાર તપરૂપ બહિરંગ સહકારી કારણોથી નિજ સ્વરૂપમાં પ્રતપનવિજયન તે
નિશ્ચયતપશ્ચરણ છે; તેમાં જે આચરણપરિણમન તે નિશ્ચયતપશ્ચરણાચાર છે. આ ચાર
પ્રકારના નિશ્ચયઆચારની રક્ષા માટે પોતાની શક્તિ ન છુપાવવી તે નિશ્ચયવીર્યાચાર છે.
આ ઉક્ત લક્ષણોવાળા નિશ્ચયપંચાચારમાં અને એવી જ રીતે ‘‘छत्तीसगुणसमग्गे
पंचविहाचारकरणसन्दरिसे सिस्साणुग्गहकुसले धम्मायरिए सदा वंदे ।। [અર્થઃછત્રીસ ગુણોથી
સહિત, પાંચ પ્રકારના આચાર પાળવાનો ઉપદેશ દેનાર, શિષ્યો ઉપર અનુગ્રહ કરવામાં
કુશળ જે ધર્માચાર્ય છે તેમને હું સદા વંદન કરું છું.]’’
આ ગાથામાં કહ્યા પ્રમાણે આચાર,
આરાધના આદિ ચરણાનુયોગનાં શાસ્ત્રોમાં વિસ્તારથી કહેલ બહિરંગ સહકારી કારણરૂપ
પાંચ પ્રકારના વ્યવહાર
- આચારમાં જે પોતાને અને પરને જોડે છે તે આચાર્ય કહેવાય છે.
તે આચાર્ય પરમેષ્ઠી પદસ્થ ધ્યાનમાં ધ્યાન કરવા યોગ્ય છે. એ રીતે આચાર્ય પરમેષ્ઠીના
વ્યાખ્યાનથી ગાથા પૂરી થઈ. ૫૨.
હવે, સ્વશુદ્ધાત્મામાં જે ઉત્તમ અધ્યાયઅભ્યાસ તે નિશ્ચયસ્વાધ્યાય છે. તે
નિશ્ચયસ્વાધ્યાય જેનું લક્ષણ છે એવા નિશ્ચયધ્યાનના પરંપરાથી કારણભૂત એવું, ભેદાભેદ
सुखास्वादेन निश्चलचित्तं वीतरागचारित्रं, तत्राचरणं परिणमनं निश्चयचारित्राचारः
समस्तपरद्रव्येच्छानिरोधेन तथैवानशनादिद्वादशतपश्चरणबहिरङ्गसहकारिकारणेन च स्वस्वरूपे
प्रतपनं विजयनं निश्चयतपश्चरणं, तत्राचरणं परिणमनं निश्चयतपश्चरणाचारः
तस्यैव
निश्चयचतुर्विधाचारस्य रक्षणार्थं स्वशक्त्यनवगूहनं निश्चयवीर्याचारः इत्युक्तलक्षण-
निश्चयपञ्चाचारे तथैव ‘‘छत्तीसगुणसमग्गे’’ पंचविहाचारकरणसन्दरिसे सिस्साणुग्गहकुसले
धम्मायरिए सदा वंदे ’’ इति गाथाकथितक्रमेणाचाराराधानादिचरणशास्त्रविस्तीर्णबहिरङ्ग-
सहकारिकारणभूते व्यवहारपञ्चाचारे च स्वं परं च योजयत्यनुष्ठानेन सम्बन्धं करोति स
आचार्यो भवति
स च पदस्थध्याने ध्यातव्यः इत्याचार्यपरमेष्ठिव्याख्यानेन सूत्रं गतम् ।।५२।।
अथ स्वशुद्धात्मनि शोभनमध्यायोऽभ्यासो निश्चयस्वाध्यायस्तल्लक्षणनिश्चयध्यानस्य
पारम्पर्येण कारणभूतं भेदाभेदरत्नत्रयादितत्त्वोपदेशकं परमोपाध्यायभक्तिरूपं ‘‘णमो
૧. નિમિત્તકારણોથી, નિમિત્તકારણો તે ઉપચારરૂપ છે અને ઉપાદાનકારણ તે યથાર્થ કારણ છે, એમ
સમજવું.
૨. શ્રી ભાવસંગ્રહ ગાથા ૩૭૭.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૪૧