ઉચ્ચારણરૂપ જે પદસ્થ ધ્યાન, તેના ધ્યેયભૂત આચાર્ય પરમેષ્ઠીનું કથન કરે છેઃ —
ગાથા ૫૨
ગાથાર્થઃ — દર્શનાચાર, જ્ઞાનાચારની મુખ્યતા સહિત વીર્યાચાર, ચારિત્રાચાર અને
તપાચાર — એ પાંચ આચારોમાં જે પોતાને તથા પરને જોડે છે તે આચાર્ય મુનિ ધ્યાન
કરવા યોગ્ય છે.
ટીકાઃ — ‘‘दंसणणाणपहाणे वीरियचारित्तवरतवायारे’ સમ્યગ્દર્શન અને જ્ઞાનની
પ્રધાનતા સહિત વીર્યાચાર, ચારિત્રાચાર અને તપાચારમાં ‘‘अप्पं परं च जुंजइ’ પોતાને અને
પરને અર્થાત્ શિષ્યોને જે જોડે છે ‘‘सो आइरियो मुणी झेओ’’ તે પૂર્વોક્ત લક્ષણવાળા
આચાર્ય, મુનિ, તપોધન ધ્યાન કરવા યોગ્ય છે.
વિશેષઃ — ભૂતાર્થનયના વિષયભૂત, શુદ્ધ સમયસાર શબ્દથી વાચ્ય, ભાવકર્મ
- દ્રવ્યકર્મ - નોકર્મ આદિ સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન, પરમચૈતન્યવિલાસલક્ષણ, સ્વ – શુદ્ધાત્મા
જ ઉપાદેય છે એવી રુચિ તે સમ્યગ્દર્શન છે; તેમાં જે આચરણ – પરિણમન તે
નિશ્ચયદર્શનાચાર છે. તે જ શુદ્ધાત્માને ઉપાધિરહિત, સ્વસંવેદનલક્ષણ ભેદજ્ઞાનથી
મિથ્યાત્વરાગાદિ પરભાવોથી ભિન્ન જાણવો તે સમ્યગ્જ્ઞાન છે; તે સમ્યગ્જ્ઞાનમાં આચરણ –
પરિણમન તે નિશ્ચયજ્ઞાનાચાર છે. તે જ શુદ્ધ આત્મામાં રાગાદિ વિકલ્પરૂપ ઉપાધિથી રહિત
સ્વાભાવિક સુખાસ્વાદથી નિશ્ચલચિત્ત થવું તે વીતરાગચારિત્ર છે; તેમાં જે આચરણ અર્થાત્
दर्शनज्ञानप्रधाने वीर्यचारित्रवरतपआचारे ।
आत्मानं परं च युनक्ति सः आचार्यः मुनिः ध्येयः ।।५२।।
व्याख्या — ‘‘दंसणणाणपहाणे वीरियचारित्तवरतवायारे’’ सम्यग्दर्शनज्ञानप्रधाने
वीर्यचारित्रवरतपश्चरणाचारेऽधिकरणभूते ‘‘अप्पं परं च जुंजइ’’ आत्मानं परं शिष्यजनं च
योऽसौ योजयति सम्बन्धं करोति ‘‘सो आइरिओ मुणी झेओ’ स उक्तलक्षण आचार्यो
मुनिस्तपोधनो ध्येयो भवति । तथाहि — भूतार्थनयविषयभूतः शुद्धसमयसारशब्दवाच्यो
भावकर्मद्रव्यकर्मनोकर्मादिसमस्तपरद्रव्येभ्यो भिन्नः परमचैतन्यविलासलक्षणः स्वशुद्धात्मैवोपादेय
इति रुचिरूपं सम्यग्दर्शनं, तत्राचरणं परिणमनं निश्चयदर्शनाचारः ।१। तस्यैव शुद्धात्मनो
निरुपाधिस्वसंवेदनलक्षणभेदज्ञानेन मिथ्यात्वरागादिपरभावेभ्यः पृथक्परिच्छेदनं सम्यग्ज्ञानं,
तत्राचरणं परिणमनं निश्चयज्ञानाचारः ।२। तत्रैव रागादिविकल्पोपाधिरहितस्वाभाविक-
૨૪૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ