ગાથા ૫૧
ગાથાર્થઃ — જેણે આઠ કર્મનો અને દેહનો નાશ કર્યો છે, જે લોકાલોકને જાણનાર
અને દેખનાર છે અને જે પુરુષાકાર છે, — એવો આત્મા સિદ્ધ છે; લોકના શિખર ઉપર
બિરાજમાન છે તે સિદ્ધપરમેષ્ઠીનું તમે ધ્યાન કરો.
ટીકાઃ — ‘णट्ठट्ठकम्मदेहो’ શુભાશુભ મન, વચન અને કાયાની ક્રિયારૂપ એવો જે
‘દ્વૈત’ શબ્દના અભિધેયરૂપ કર્મકાંડ તેનો નાશ કરવામાં સમર્થ એવા પરમ જ્ઞાનકાંડ વડે —
કે જે જ્ઞાનકાંડમાંથી, નિજ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન, રાગાદિ વિકલ્પોપાધિરહિત
પરમ આહ્લાદ જેનું એકમાત્ર લક્ષણ છે એવો સુન્દર, મનોહર આનંદ ઝરે છે, જે નિષ્ક્રિય
છે અને જે અદ્વૈત શબ્દથી વાચ્ય છે તેના વડે — જ્ઞાનાવરણાદિ આઠ કર્મો અને ઔદારિક
આદિ પાંચ શરીરોનો નાશ કર્યો હોવાથી જે ‘નષ્ટ – અષ્ટ – કર્મ – દેહ’ છે અર્થાત્ ‘જેણે આઠ
કર્મો અને દેહ નષ્ટ કર્યાં છે એવો’ છે; ‘लोयालोयस्स जाणओ दट्ठा’ જે પૂર્વોક્ત જ્ઞાનકાંડની
ભાવનાના ફળરૂપ સંપૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન અને કેવળદર્શન — એ બન્ને વડે લોકાલોકના
ત્રણ કાળના સમસ્ત પદાર્થોના વિશેષ અને સામાન્ય ભાવોને એક જ સમયમાં જાણવા અને
દેખવાને લીધે લોકાલોકના જ્ઞાતા અને દ્રષ્ટા છે; ‘‘पुरिसायारो’’ જે નિશ્ચયનયથી અતીન્દ્રિય,
અમૂર્ત, પરમ ચૈતન્યથી ભરેલા શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ નિરાકાર છે, તોપણ વ્યવહારથી
ભૂતપૂર્વનયની અપેક્ષાએ અંતિમ શરીરથી કંઈક ઓછા આકારવાળો હોવાને લીધે, મીણ
વિનાના તેનાં બીબાં વચ્ચેના પૂતળાની જેમ અથવા છાયાના પ્રતિબિંબની જેમ, પુરુષાકાર
नष्टाष्टकर्म्मदेहः लोकालोकस्य ज्ञायकः द्रष्टा ।
पुरुषाकारः आत्मा सिद्धः ध्यायेत लोकशिखरस्थः ।।५१।।
व्याख्या — ‘‘णट्ठट्ठकम्मदेहो’’ शुभाशुभमनोवचनकायक्रियारूपस्य द्वैतशब्दाभिधेयकर्म-
काण्डस्य निर्मूलनसमर्थेन स्वशुद्धात्मतत्त्वभावनोत्पन्नरागादिविकल्पोपाधिरहितपरमाह्लादैकलक्षण-
सुन्दरमनोहरानन्दस्यंदिनिःक्रियाद्वैतशब्दवाच्येन परमज्ञानकाण्डेन विनाशितज्ञानावरणाद्यष्ट-
कर्मौदारिकादिपञ्चदेहत्वात् नष्टाष्टकर्मदेहः । ‘‘लोयालोयस्य जाणओ दट्ठा’’ पूर्वोक्त-
ज्ञानकाण्डभावनाफलभूतेन सकलविमलकेवलज्ञानदर्शनद्वयेन लोकालोकगतत्रिकालवर्त्तिसमस्त-
वस्तुसम्बन्धिविशेषसामान्यस्वभावानामेकसमयज्ञायकदर्शकत्वात् लोकालोकस्य ज्ञाता द्रष्टा
भवति । ‘‘पुरिसायारो’’ निश्चयनयेनातीन्द्रियामूर्त्तपरमचिदुच्छलननिर्भरशुद्धस्वभावेन
निराकारोऽपि व्यवहारेण भूतपूर्वनयेन किञ्चिदूनचरमशरीराकारेण गतसिक्थमूषागर्भाकार-
૨૩૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ