દર્પણસ્થાનીય વેદશાસ્ત્રોમાં કહેલા પ્રતિબિંબ – સ્થાનીય પરમાણુ આદિ અનંત સૂક્ષ્મ
પદાર્થોનું કોઈ પણ કાળે પરિજ્ઞાન થતું નથી. એ રીતે કહ્યું પણ છે કે — ‘જે પુરુષને સ્વયં
બુદ્ધિ નથી, તેને શાસ્ત્ર શું (ઉપકાર૧) કરી શકે? કેમ કે નેત્રરહિત પુરુષને દર્પણ શું
ઉપકાર૨ કરે?
એ રીતે અહીં, સંક્ષેપમાં સર્વજ્ઞની સિદ્ધિ જાણવી.
આ પ્રમાણે પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ — એ ધ્યાનોના ધ્યેયભૂત સકલ પરમાત્મા
શ્રીજિન – ભટ્ટારકના વ્યાખ્યાનથી આ ગાથા સમાપ્ત થઈ. ૫૦.
હવે, સિદ્ધ સમાન નિજ પરમાત્મતત્ત્વમાં પરમ સમરસીભાવ જેનું લક્ષણ છે એવા
રૂપાતીત નામના નિશ્ચયધ્યાનનું પરંપરાએ કારણભૂત એવું, મુક્તિપ્રાપ્ત એવા સિદ્ધપરમેષ્ઠીની
ભક્તિરૂપ, ‘ણમો સિદ્ધાણં’ એ પદના ઉચ્ચારણરૂપ લક્ષણવાળું જે પદસ્થ ધ્યાન, તેના
ધ્યેયભૂત સિદ્ધપરમેષ્ઠીનું સ્વરૂપ કહે છેઃ —
परमाण्वाद्यनन्तसूक्ष्मपदार्थानां क्कापिकाले परिज्ञानं न भवति । तथा चोक्तं ‘‘यस्य नास्ति स्वयं
प्रज्ञा शास्त्रं तस्य करोति किम् । लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ।।१।।’’ इति
संक्षेपेण सर्वज्ञसिद्धिरत्र बोद्धव्या । एवं पदस्थपिण्डस्थरूपस्थध्याने ध्येयभूतस्य सकलात्मनो
जिनभट्टारकस्य व्याख्यानरूपेण गाथा गता ।।५०।।
अथ सिद्धसदृशनिजपरमात्मतत्त्वपरमसमरसीभावलक्षणस्य रूपातीतनिश्चयध्यानस्य
पारम्पर्येण कारणभूतं मुक्तिगतसिद्धभक्तिरूपं ‘‘णमो सिद्धाणं’’ इति पदोच्चारणलक्षणं
यत्पदस्थं ध्यानं तस्य ध्येयभूतं सिद्धपरमेष्ठीस्वरूपं कथयति : —
णट्ठट्ठकम्मदेहो लोयालोयस्स जाणओ दट्ठा ।
पुरिसायारो अप्पा सिद्धो झाएह लोयसिहरत्थो ।।५१।।
૧. અહીં નિમિત્ત અકિંચિત્કર છે, એમ સિદ્ધ કર્યું છે.
૨. શ્રી હિતોપદેશ પૃષ્ઠ ૧૦૫.
આઠ કરમ અર દેહ નશાય, લોકાલોક દેખિ જો જ્ઞાય;
પુરુષાકાર આત્મા સિદ્ધ, ધ્યાવો લોક – શિખર – સ્થિત ઇદ્ધ. ૫૧.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૩૭