ને સૂક્ષ્મ પદાર્થો કોઈને પ્રત્યક્ષ હોય છે’ એ નિગમન – વચન છે. હવે વ્યતિરેકનું દ્રષ્ટાંત
કહે છેઃ ‘જે કોઈને પણ પ્રત્યક્ષ હોતું નથી તે અનુમાનનો વિષય પણ હોતું નથી, જેમ
કે ‘આકાશનાં પુષ્પ આદિ’; — એ વ્યતિરેકદ્રષ્ટાંતનું વચન છે. ‘અંતરિત ને સૂક્ષ્મ પદાર્થો
અનુમાનના વિષય છે’ એ ફરીને ઉપનયનું વચન છે. તેથી ‘અંતરિત ને સૂક્ષ્મ પદાર્થો કોઈને
પ્રત્યક્ષ છે,’ એ ફરીને નિગમન – વચન છે.
‘અંતરિત અને સૂક્ષ્મ પદાર્થો કોઈને પ્રત્યક્ષ છે, અનુમાનના વિષય હોવાથી’ — અહીં
‘અનુમાનના વિષય હોવાથી’ એ હેતુ છે. સર્વજ્ઞરૂપ સાધ્યમાં આ હેતુ બધી રીતે સંભવે
છે; તે કારણે આ હેતુ ‘સ્વરૂપથી અસિદ્ધ’ કે ‘ભાવથી અસિદ્ધ’ — એવા વિશેષણ વડે અસિદ્ધ
નથી. તથા ઉક્ત હેતુ, સર્વજ્ઞરૂપ પોતાનો પક્ષ છોડીને સર્વજ્ઞના અભાવરૂપ વિપક્ષને સિદ્ધ
કરતો નથી, તે કારણે વિરુદ્ધ પણ નથી. વળી તે (હેતુ) જેમ સર્વજ્ઞના સદ્ભાવરૂપ સ્વપક્ષમાં
વર્તે છે તેમ સર્વજ્ઞના અભાવરૂપ વિપક્ષમાં પણ વર્તતો નથી, એ કારણે ઉક્ત હેતુ
અનૈકાન્તિક પણ નથી. અનૈકાન્તિકનો શો અર્થ છે? વ્યભિચારી, એવો અર્થ છે. વળી ઉક્ત
હેતુ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી બાધિત પણ નથી. વળી તે હેતુ (સર્વજ્ઞને ન માનનાર)
પ્રતિવાદીઓને અસિદ્ધ એવો સર્વજ્ઞનો સદ્ભાવ સિદ્ધ કરે છે, તે કારણે અકિંચિત્કર પણ
નથી. આ રીતે ‘અનુમાનનો વિષય હોવાથી’ — એ હેતુ અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાન્તિક
(બાધિત) અને અકિંચિત્કરરૂપ જે હેતુના દોષો તેમનાથી રહિત છે, તેથી તે સર્વજ્ઞના
સદ્ભાવને સિદ્ધ કરે જ છે. ઉપરોક્ત પ્રકારે સર્વજ્ઞના સદ્ભાવમાં પક્ષ, હેતુ, દ્રષ્ટાંત, ઉપનય
અને નિગમનરૂપ પાંચ અંગવાળું અનુમાન જાણવું.
વિશેષ — જેમ નેત્ર વિનાના પુરુષને દર્પણ વિદ્યમાન હોય, તોપણ પ્રતિબિંબોનું
પરિજ્ઞાન થતું નથી, તેમ નેત્રસ્થાનીય (નેત્ર સમાન) સર્વજ્ઞતારૂપ ગુણથી રહિત પુરુષને
भवति । तथैव च यथा सर्वज्ञसद्भावे स्वपक्षे वर्तते तथा सर्वज्ञाभावेऽपि विपक्षेऽपि न वर्तते
तेन कारणेनाऽनैकान्तिको न भवति । अनैकान्तिकः कोऽर्थो ? व्यभिचारिति । तथैव
प्रत्यक्षादिप्रमाणबाधितो न भवति, तथैव च प्रतिवादिनां प्रत्यसिद्धं सर्वज्ञसद्भावं साधयति,
तेन कारणेनाकिंचित्करोऽपि न भवति । एवमसिद्धविरुद्धानैकान्तिकाकिञ्चित्करहेतु-
दोषरहितत्वात्सर्वज्ञसद्भावं साधयत्येव । इत्युक्तप्रकारेण सर्वज्ञसद्भावे पक्षहेतुदृष्टान्तोपनय-
निगमनरूपेण पञ्चाङ्गमनुमानम् ज्ञातव्यमिति ।
किं च यथा लोचनहीनपुरुषस्यादर्शे विद्यमानेऽपि प्रतिबिम्बानां परिज्ञानं न भवति,
तथा लोचनस्थानीयसर्वज्ञतागुणरहितपुरुषस्यादर्शस्थानीयवेदशास्त्रे कथितानां प्रतिबिम्बस्थानीय-
૨૩૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ