હવે આગળ, જોકે પહેલાં ધ્યાતા પુરુષનાં લક્ષણ અને ધ્યાનની સામગ્રીનું અનેક
પ્રકારે વર્ણન કર્યું છે, તોપણ ચૂલિકા તથા ઉપસંહારરૂપે ફરીથી પણ કથન કરે છેઃ —
ગાથા ૫૭
ગાથાર્થઃ — કારણ કે તપ, શ્રુત અને વ્રતનો ધારક આત્મા ધ્યાનરૂપી રથની ધુરા
ધારણ કરનાર થાય છે, તે કારણે હે ભવ્ય પુરુષો! તમે તે ધ્યાનની પ્રાપ્તિ માટે નિરંતર
તપ, શ્રુત અને વ્રતમાં તત્પર થાઓ.
ટીકાઃ — ‘‘तवसुदवदवं चेदा ज्झाणरहधुरंधरो हवे जम्हा’’ કારણ કે તપ, શ્રુત અને
વ્રતધારી આત્મા ધ્યાનરૂપી રથની ધુરા ધારણ કરવાને સમર્થ થાય છે, ‘‘तम्हा तत्तियणिरदा
तल्लद्धीए सदा होह’ તે કારણે હે ભવ્યો! તપ, શ્રુત અને વ્રત — એ ત્રણમાં સદા લીન થાઓ.
શા માટે? તે ધ્યાનની પ્રાપ્તિ માટે. વિશેષ વર્ણનઃ — અનશન, અવમૌદર્ય,
વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશ — એ છ પ્રકારનાં
अतः परं यद्यपि पूर्बं बहुधा भणितं ध्यातृपुरुषलक्षणं ध्यानसामग्री च तथापि
चूलिकोपसंहाररूपेण पुनरप्याख्याति : —
तवसुदवदवं चेदा ज्झाणरहधुरंधरो हवे जम्हा ।
तम्हा तत्तियणिरदा तल्लद्धीए सदा होह ।।५७।।
तपःश्रुतव्रतवान् चेता ध्यानरथधुरन्धरः भवति यस्मात् ।
तस्मात् तत्त्रिकनिरताः तल्लब्ध्यै सदा भवत ।।५७।।
व्याख्या — ‘‘तवसुदवदवं चेदा ज्झाणरहधुरन्धरो हवे जम्हा’’ तपश्रुतव्रतवानात्मा
चेतयिता ध्यानरथस्य धुरन्धरो समर्थो भवति, ‘‘जम्हा’’ यस्मात् ‘‘तम्हा तत्तियणिरदा
तल्लद्धीए सदा होह’’ तस्मात् कारणात् तपश्रुतव्रतानां सम्बन्धेन यत् त्रितयं तत् त्रितये
रताः सर्वकाले भवत हे भव्याः । किमर्थं ? तस्य ध्यानस्य लब्धिस्तल्लब्धिस्तदर्थमिति ।
तथाहि — अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशभेदेन बाह्यं
તપ ધારૈ અર આગમ પઢૈ, વ્રત પાલૈ આતમ ઇમ બઢૈ;
ધ્યાન - ધુરંધર હ્વૈ સિધિ કરે, તીનૂં ધરિ શિવ - રમણી વરૈ. ૫૭.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૫૧