બાહ્યતપ અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન — એ છ પ્રકારનાં
અંતરંગ તપ — એમ બન્ને મળીને બાર પ્રકારનાં તપ છે. તે જ તપથી ૧સાધ્ય
શુદ્ધાત્મસ્વરૂપમાં પ્રતપન અર્થાત્ વિજય કરવારૂપ નિશ્ચયતપ છે. તેવી જ રીતે આચાર –
આરાધના આદિ દ્રવ્યશ્રુત અને તેના આધારે ઉત્પન્ન નિર્વિકાર સ્વસંવેદનજ્ઞાનરૂપ ભાવશ્રુત
છે. તથા હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહનો દ્રવ્ય અને ભાવરૂપે ત્યાગ કરવો તે
પાંચ વ્રત છે. એવી રીતે પૂર્વોક્ત લક્ષણવાળા તપ, શ્રુત અને વ્રત સહિત પુરુષ ધ્યાતા થાય
છે. તે જ (તપ, શ્રુત અને વ્રત જ) ધ્યાનની સામગ્રી છે. કહ્યું પણ છે કે ‘‘वैराग्यं तत्त्वविज्ञानं
नैर्ग्रन्थ्यं समचित्तता । परीषहजयश्चेति पञ्चैते ध्यानहेतवः ।। [અર્થઃ — વૈરાગ્ય, તત્ત્વોનું જ્ઞાન,
પરિગ્રહોનો ત્યાગ, સામ્યભાવ અને પરિષહોનું જીતવું; — એ પાંચ ધ્યાનનાં કારણ છે.]’’૨
શંકાઃ — ભગવાન્! ધ્યાન તો મોક્ષના માર્ગરૂપ છે. મોક્ષાર્થી પુરુષે પુણ્યબંધનાં
કારણ હોવાથી વ્રતો ત્યાગવા યોગ્ય છે. પરંતુ આપે તો તપ, શ્રુત અને વ્રતોને ધ્યાનની
સામગ્રી કહી છે; તે કેવી રીતે ઘટે છે? તેનો ઉત્તરઃ — કેવળ વ્રતો જ ત્યાગવા યોગ્ય
નથી, પરંતુ પાપબંધના કારણ હિંસા આદિ અવ્રતો પણ ત્યાગવા યોગ્ય છે. એવી રીતે
षड्विधं, तथैव प्रायश्चित्तविनयवैय्यावृत्यस्वाध्यायव्युत्सर्गध्यानभेदेनाऽभ्यन्तरमपि षड्विधं चेति
द्वादशविधं तपः । तेनैव साध्यं शुद्धात्मस्वरूपे प्रतपनं विजयनं निश्चयतपश्च ।
तथैवाचाराराधनादिद्रव्यश्रुतं, तदाधारेणोत्पन्नं निर्विकारस्वसंवेदनज्ञानरूपं भावश्रुतं च । तथैव
च हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहाणां द्रव्यभावरूपाणां परिहरणं व्रतपञ्चकं चेति ।
एवमुक्तलक्षणतपःश्रुतव्रतसहितो ध्याता पुरुषो भवति । इयमेव ध्यानसामग्री चेति ।
तथाचोक्तम् — ‘‘वैराग्यं तत्त्वविज्ञानं नैर्ग्रन्थ्यं “समचित्तता । परीषहजयश्चेति पञ्चैते
ध्यानहेतवः ।१।’’
भगवन् ! ध्यानं तावन्मोक्षमार्गभूतम् । मोक्षार्थिना पुरुषेण पुण्यबन्धकारणत्वाद्व्रतानि
त्याज्यानि भवन्ति, भवद्भिः पुनर्ध्यानसामग्रीकारणानि तपःश्रुतव्रतानि व्याख्यातानि, तत् कथं
घटत इति ? तत्रोत्तरं दीयते — व्रतान्येव केवलानि त्याज्यान्येव न, किन्तु पापबन्ध-
कारणानि हिंसादिविकल्परूपाणि, यान्यव्रतानि तान्यपि त्याज्यानि । तथाचोक्तम्
“ ‘वशचित्तता’ इत्यपि पाठः ।
૧. પ્રથમ મુનિને છઠ્ઠે ગુણસ્થાને શુદ્ધતા સહિત આવા વિકલ્પો હોય છે. તે વિકલ્પોનો અભાવ થતાં
શુદ્ધાત્મતત્ત્વમાં પ્રતપન થાય છે તે કારણે વ્યવહારનયે તેનાથી સાધ્ય કહેવાય. નિશ્ચયનયે શુદ્ધિ વધતાં
વધતાં નિશ્ચયતપ થાય છે.૨.શ્રી પરમાત્મપ્રકાશ અ. ૨ ગા. – ૧૯૨.
૨૫૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ