Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 253 of 272
PDF/HTML Page 265 of 284

 

background image
પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે કેઃ‘‘अपुण्यमव्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः अव्रतानीव मोक्षार्थी
व्रतान्यपि ततस्त्यजेत् ।। [અર્થઃઅવ્રતોથી પાપનો બંધ અને વ્રતોથી પુણ્યનો બંધ થાય છે,
તે બન્નેનો નાશ તે મોક્ષ છે; તેથી મોક્ષાર્થી પુરુષે અવ્રતોની જેમ વ્રતોનો પણ ત્યાગ
કરવો.]’’ પરંતુ અવ્રતોનો પહેલાં ત્યાગ કરીને પછી વ્રતોમાં સ્થિર થઈને નિર્વિકલ્પ
સમાધિરૂપ પરમાત્મપદ પામીને પછી એકદેશ વ્રતોનો પણ ત્યાગ કરે છે. તે પણ
શ્રીપૂજ્યપાદ સ્વામીએ જ કહ્યું છેઃ
‘‘अव्रतानि परित्यज्य व्रतेषु परिनिष्ठितः त्यजेत्तान्यपि
संप्राप्य परमं पदमात्मनः ।। [અર્થઃમોક્ષાર્થી પુરુષ અવ્રતોને છોડીને વ્રતોમાં સ્થિર થઈને
પરમાત્મપદ પ્રાપ્ત કરે અને પરમાત્મપદ પામીને તે વ્રતોનો પણ ત્યાગ કરે.]’’ પરંતુ આ
વિશેષ છેઃ
વ્યવહારરૂપ જે પ્રસિદ્ધ એકદેશ વ્રતો છે તેમનો ત્યાગ કર્યો છે, પણ જે
સર્વ શુભાશુભની નિવૃત્તિરૂપ નિશ્ચય વ્રતો છે તેમને ત્રિગુપ્તિલક્ષણ સ્વશુદ્ધાત્મસંવેદનરૂપ
નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વીકાર્યાં છે, તેમનો ત્યાગ કર્યો નથી.
પ્રશ્નઃપ્રસિદ્ધ (અહિંસાદિ) મહાવ્રતો એકદેશરૂપ કેવી રીતે થયાં?
ઉત્તરઃઅહિંસા મહાવ્રતમાં જોકે જીવોના ઘાતની નિવૃત્તિ છે, તોપણ
જીવોની રક્ષા કરવામાં પ્રવૃત્તિ છે. તેવી જ રીતે સત્ય મહાવ્રતમાં અસત્ય વચનોનો
જોકે ત્યાગ છે, તોપણ સત્ય વચનમાં પ્રવૃત્તિ છે. અચૌર્ય મહાવ્રતમાં જોકે દીધા વિના
કોઈ પણ વસ્તુ લેવાનો ત્યાગ છે પણ આપવામાં આવેલ વસ્તુ લેવામાં પ્રવૃત્તિ છે.
એ પ્રમાણે એકદેશ પ્રવૃત્તિની અપેક્ષાએ એ પાંચે મહાવ્રત દેશવ્રત છે. તે એકદેશ
વ્રતોનો ત્રિગુપ્તિલક્ષણ નિર્વિકલ્પ સમાધિના કાળે ‘ત્યાગ’ છે, પણ સમસ્ત શુભાશુભની
पूज्यपादस्वामिभिः‘‘अपुण्यमव्रतैः पुण्यं व्रतैमोक्षस्तयोर्व्ययः अव्रतानीव मोक्षार्थी व्रतान्यपि
ततस्त्यजेत् ।।।। किंत्वव्रतानि पूर्वं परित्यज्य ततश्च व्रतेषु तन्निष्ठो भूत्वा निर्विकल्पसमाधिरूपं
परमात्मपदं प्राप्य पश्चादेकदेशव्रतान्यपि त्यजति तदप्युक्तम् तैरेव‘‘अव्रतानि परित्यज्य
व्रतेषु परिनिष्ठितः त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः ।।।।’’
अयं तु विशेषःव्यवहाररूपाणि यानि प्रसिद्धान्येकदेशव्रतानि तानि त्यक्तानि
यानि पुनः सर्वशुभाशुभनिवृत्तिरूपाणि निश्चयव्रतानि तानि त्रिगुप्तिलक्षणस्वशुद्धात्म-
सम्वित्तिरूपनिर्विकल्पध्याने स्वीकृतान्येव, न च त्यक्तानि
प्रसिद्धमहाव्रतानि कथमेकदेश-
रूपाणि जातानि ? इति चेत्तदुच्यतेजीवघातनिवृत्तौ सत्यामपि जीवरक्षणे प्रवृत्तिरस्ति
तथैवासत्यवचनपरिहारेऽपि सत्यवचनप्रवृत्तिरस्ति तथैव चादत्तादानपरिहारेऽपि दत्तादाने
प्रवृत्तिरस्तीत्याद्येकदेशप्रवृत्त्यपेक्षया देशव्रतानि तेषामेकदेशव्रतानां त्रिगुप्तिलक्षणनिर्विकल्प-
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૫૩