નિવૃત્તિરૂપ નિશ્ચયવ્રતનો નહિ. ‘ત્યાગ’ નો શો૧ અર્થ છે? જેવી રીતે હિંસા આદિરૂપ
પાંચ અવ્રતોની નિવૃત્તિ છે તેવી જ રીતે એકદેશ વ્રતોની પણ નિવૃત્તિ છે. શા માટે?
ત્રિગુપ્ત અવસ્થામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વિકલ્પનો સ્વયમેવ અવકાશ નથી. અથવા
વાસ્તવિક રીતે તે જ નિશ્ચયવ્રત છે. શા માટે? કારણ કે તેમાં પૂર્ણ નિવૃત્તિ છે.
દીક્ષા પછી બે ઘડીમાં જ ભરત ચક્રવર્તીએ જે મોક્ષ પ્રાપ્ત કર્યો તેમણે પણ જિનદીક્ષા
લઈને વિષય – કષાયની નિવૃત્તિરૂપ વ્રતના પરિણામ ક્ષણમાત્ર (થોડો વખત) કરીને પછી
શુદ્ધોપયોગરૂપ રત્નત્રયમય નિશ્ચયવ્રત નામક વીતરાગ સામાયિક નામના નિર્વિકલ્પ
ધ્યાનમાં સ્થિર થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ તેમને વ્રતના પરિણામ થોડો
સમય રહ્યા હોવાથી લોકો તેમના વ્રતના પરિણામને જાણતા નથી. તે જ ભરત
ચક્રવર્તીના દીક્ષા - વિધાનનું કથન કરવામાં આવે છે કે — શ્રીવર્દ્ધમાન તીર્થંકર પરમદેવના
સમવસરણમાં શ્રેણિક મહારાજે પ્રશ્ન કર્યો કે, ‘હે ભગવાન્! ભરત ચક્રવર્તીને
જિનદીક્ષા લીધા પછી કેટલા સમયમાં કેવળજ્ઞાન થયું?’ શ્રીગૌતમસ્વામીએ ઉત્તર
આપ્યો – ‘‘पंचमुष्टिभिरुत्पाटय त्रोटयन् बन्धस्थितीन् कचान् । लोचान्तरमेवापद्राजन् श्रेणिक
केवलम् ।। [અર્થઃ — હે શ્રેણિક! પંચ મુષ્ટિથી કેશલોચ કરીને, કર્મબંધની સ્થિતિ
તોડતાં, કેશલોચની પછી તરત જ ભરત ચક્રવર્તીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું.]’’
समाधिकाले त्यागः, न च समस्तशुभाशुभनिवृत्तिलक्षणस्य निश्चयव्रतस्येति । त्यागः कोऽर्थः ?
यथैव हिंसादिरूपाव्रतेषु निवृत्तिस्तथैकदेशव्रतेष्वपि । कस्मादिति चेत् ? त्रिगुप्तावस्थायां
प्रवृत्तिनिवृत्तिरूपविकल्पस्य स्वयमेवावकाशो नास्ति । अथवा वस्तुतस्तदेव निश्चयव्रतम् ।
कस्मात् — सर्वनिवृत्तित्वादिति । योऽपि घटिकाद्वयेन मोक्षं गतो भरतश्चक्री सोऽपि जिनदीक्षां
गृहीत्वा विषयकषायनिवृत्तिरूपं क्षणमात्रं व्रतपरिणामं कृत्वा पश्चाच्छुद्धोपयोगत्वरूपरत्नत्रयात्मके
निश्चयव्रताभिधाने वीतरागसामायिकसंज्ञे निर्विकल्पसमाधौ स्थित्वा केवलज्ञानं लब्धवानिति ।
परं किन्तु तस्य स्तोककालत्वाल्लोका व्रतपरिणामं न जानन्तीति । तदेव भरतस्य दीक्षाविधानं
कथ्यते । हे भगवन् ! जिनदीक्षादानानन्तरं भरतचक्रिणः कियति काले केवलज्ञानं जातमिति
श्रीवीरबर्द्धमानस्वामितीर्थकरपरमदेवसमवसरणमध्ये श्रेणिकमहाराजेन पृष्टे सति गौतमस्वामी
आह — ‘पञ्चमुष्टिभिरुत्पाटय त्रोटयन् बन्धस्थितीन् कचान् । लोचानंतरमेवापद्राजन् श्रेणिक
केवलम् ।१।’
૧. એકલા અશુભભાવનો ત્યાગ તેને કેટલાક ત્યાગ માને છે તે માન્યતાનો નિષેધ કરી અશુભ અને શુભ
ભાવો – બન્નેનો ત્યાગ; તેને અહીં ત્યાગ કહ્યો છે.
૨૫૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ